18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 32: | Line 32: | ||
એક દિવસ ખરા બપોરે મછો ભરવાડ અમારે ઘેર આવ્યો. મછાને આમ ઓચિંતો આવેલો જોઈને અમને બધાંને નવાઈ લાગી. એ ફળિયામાં આવીને થાંભલી પાસે બેઠો. એનો મેલોદાટ પાઘડો એણે ઉતારીને પડખે મેલ્યો. મછાને જોઈને મને કાબરી યાદ આવી ગઈ. હું મેડીનાં પગથિયાં ઊતરીને મછા પાસે આવીને ઊભો રહી ગયો. રસોડામાંથી લોટવાળા હાથે મારી બા આવી. ઓસરીમાંથી સંજવારી કાઢતાં કાઢતાં દાદી આવ્યાં. મછો પોતાની મૂંજી ગાય વેચવા માગતો હતો. એના ખબર અમને દેવા આવ્યો હતો. એ મારા દાદી સાથે વાતે વળગ્યો. એણે મૂંજી ગાય વિશે અનેક વાતો કરીઃ ‘એ ઘણી સોજી છે. અખોવન છે. બીજું વેતર છે. કોઈને મરતાને મર્ય કહેતી નથી. બેય વખત બોઘરણાં ભરીને દૂધ આપે છે. મછો કહેતો જાય ને મારાં દાદી ડોકું હલાવતાં જાય. કાબરીની વાત નીકળી ત્યારે મછાનું મોઢું પડી ગયું. કાબરીના તાજા સમાચાર આપતાં મછાએ કહ્યું કે ‘કાબરી ગઈ કાલે જ ગેટવાળી શેરીના ચોકમાં મરી ગઈ.’ આ ખબર સાંભળીને મારા ઉપર મેડી તૂટી પડી. હું મુઠ્ઠી વાળીને ઉઘાડે પગે ડેલી ઠેકતોક શેરીના પાણાની ઠેસ ખાતો ગેટવાળી શેરી સોંસરવો તરિયાવાડાની મસ્જિદ વટાવતો કૂકડા હડફેટે લેતો ઉઘાડી ગટર કૂદતો કૂતરા સાથે ભટકાતો ખાટકીવાડ તરફ જતાં ગાડાં તારવતો વળાંક લેતો પડતો આખડતો ધોડતો ધોડતો એક બેઠાઘાટના મકાનની છાપરીએ આવીને ઊભો રહ્યો. આ છાપરી ભલા ખાટકીની હતી. ખાટકીવાડો અસહ્ય દુર્ગંધથી ઊભરાતો હતો. બેચાર છોકરા ટિનના ઘોબાવાળા તપેલામાં માંસ લઈને જતા હતા. ભલા ખાટકીના વાડામાં બહુ અવરજવર નહોતી. થોડાક છોકરા મરેલા ઢોરના પૂંછડાના વાળ તોડતા ઝાંપલી પાસે બેઠા હતા. એ ઝાંપલીથી થોડેક આઘે લોખંડના જાડા તાર ઉપર કાબરીનું ચામડું સુકાતું હતું. કાબરીના એ ચામડા ઉપર કાગડો બેઠો હતો. એ કાગડો થોડુંક ઊડ્યો ને ફરી પાછો કાબરીના ચામડા ઉપર બેસી ગયો. | એક દિવસ ખરા બપોરે મછો ભરવાડ અમારે ઘેર આવ્યો. મછાને આમ ઓચિંતો આવેલો જોઈને અમને બધાંને નવાઈ લાગી. એ ફળિયામાં આવીને થાંભલી પાસે બેઠો. એનો મેલોદાટ પાઘડો એણે ઉતારીને પડખે મેલ્યો. મછાને જોઈને મને કાબરી યાદ આવી ગઈ. હું મેડીનાં પગથિયાં ઊતરીને મછા પાસે આવીને ઊભો રહી ગયો. રસોડામાંથી લોટવાળા હાથે મારી બા આવી. ઓસરીમાંથી સંજવારી કાઢતાં કાઢતાં દાદી આવ્યાં. મછો પોતાની મૂંજી ગાય વેચવા માગતો હતો. એના ખબર અમને દેવા આવ્યો હતો. એ મારા દાદી સાથે વાતે વળગ્યો. એણે મૂંજી ગાય વિશે અનેક વાતો કરીઃ ‘એ ઘણી સોજી છે. અખોવન છે. બીજું વેતર છે. કોઈને મરતાને મર્ય કહેતી નથી. બેય વખત બોઘરણાં ભરીને દૂધ આપે છે. મછો કહેતો જાય ને મારાં દાદી ડોકું હલાવતાં જાય. કાબરીની વાત નીકળી ત્યારે મછાનું મોઢું પડી ગયું. કાબરીના તાજા સમાચાર આપતાં મછાએ કહ્યું કે ‘કાબરી ગઈ કાલે જ ગેટવાળી શેરીના ચોકમાં મરી ગઈ.’ આ ખબર સાંભળીને મારા ઉપર મેડી તૂટી પડી. હું મુઠ્ઠી વાળીને ઉઘાડે પગે ડેલી ઠેકતોક શેરીના પાણાની ઠેસ ખાતો ગેટવાળી શેરી સોંસરવો તરિયાવાડાની મસ્જિદ વટાવતો કૂકડા હડફેટે લેતો ઉઘાડી ગટર કૂદતો કૂતરા સાથે ભટકાતો ખાટકીવાડ તરફ જતાં ગાડાં તારવતો વળાંક લેતો પડતો આખડતો ધોડતો ધોડતો એક બેઠાઘાટના મકાનની છાપરીએ આવીને ઊભો રહ્યો. આ છાપરી ભલા ખાટકીની હતી. ખાટકીવાડો અસહ્ય દુર્ગંધથી ઊભરાતો હતો. બેચાર છોકરા ટિનના ઘોબાવાળા તપેલામાં માંસ લઈને જતા હતા. ભલા ખાટકીના વાડામાં બહુ અવરજવર નહોતી. થોડાક છોકરા મરેલા ઢોરના પૂંછડાના વાળ તોડતા ઝાંપલી પાસે બેઠા હતા. એ ઝાંપલીથી થોડેક આઘે લોખંડના જાડા તાર ઉપર કાબરીનું ચામડું સુકાતું હતું. કાબરીના એ ચામડા ઉપર કાગડો બેઠો હતો. એ કાગડો થોડુંક ઊડ્યો ને ફરી પાછો કાબરીના ચામડા ઉપર બેસી ગયો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ દલાલ/અમદાવાદ|અમદાવાદ]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/અનિલ જોશી/સ્ટૅચ્યૂ રમવાની મઝા|સ્ટૅચ્યૂ રમવાની મઝા]] | |||
}} |
edits