ગુજરાતી નિબંધ-સંપદા/અનિલ જોશી/કાબરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''કાબરી'''}} ---- {{Poem2Open}} મેડીબંધ મકાનનાં વિલાયતી નળિયાં ઉપરથી ફળિયામા...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''કાબરી'''}}
{{SetTitle}}
----
{{Heading|કાબરી | અનિલ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મેડીબંધ મકાનનાં વિલાયતી નળિયાં ઉપરથી ફળિયામાં સાંજ ઊતરી આવે ત્યારે પપનસ વૃક્ષનાં પાંદડાં હલે. થોડીક ચકલીઓ ઊડે. થોડાક કાગડા બોલે. થોડાંક ચામાચીડિયાં ઊડે. ચૂલા સંધ્રુકાય. ખીચડીનાં આંધણ મુકાય. ધુમાડો થાય. આથમણી જાળીમાંથી ચાંદરણાં પાડતાં સૂર્યનાં કિરણો ઓસરી સુધી લંબાય ત્યારે એવું લાગે કે ધુમાડાની લાકડીઓથી ઓસરી ભરાઈ ગઈ છે. થાંભલીનો પડછાયો છેક નવેળાની પછીત લગી પહોંચે. ડેલીના આગળિયા ઊઘડે. કાબરી ગાયને ધણમાંથી પાછા ફરવાનું ટાણું થાય. ખીલે નીરણ નખાય. ત્રાંબાકુંડી મુકાય. સાંકળની કડી ખોલાય. શેલાની ગાંઠ છોડાય. કાબરી ગાય આવ્યા પહેલાંની શાંતિ ફળિયામાં પથરાઈ જાય. મછા ભરવાડનું પણ સીમમાંથી પાછું વળે ત્યારે એની ખબર ખળાવાડમાંથી પડતી. ખળાવાડમાં ઘૂઘરા સંભળાય. ગોરજનું વાદળું દેખાય એટલે શેરીમાં રમતાં છોકરાંઓના હાથમાંથી દડા પડી જાય. લખોટી વછૂટી જાય. ‘કાબરી આવી કાબરી આવી’ કહેતાં બધાંય છોકરાંઓ આઘાંપાછાં થઈ જાય. મછા ભરવાડનું ધણ અમારી શેરીમાં પ્રવેશે ત્યારે આખી શેરી ઘૂઘરિયાળી બની જાય. ખરીઓના એકસામટા અવાજથી અમારી મૃત શેરી જીવતી થઈ જાય. ધણનો વેગ એટલો બધો હોય કે શેરીમાં ડૂચો થઈને પડેલાં કાગળિયાં ઊડે. ડેલીના આગળિયા હલે.

Navigation menu