ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2,655: Line 2,655:
<Poem>
<Poem>
'''“ગાણું અધૂરું મેલ્ય મા,'''
'''“ગાણું અધૂરું મેલ્ય મા,'''
'''’લ્યા વાલમા,'''
{{Space}} '''’લ્યા વાલમા,'''
'''ગાણું અધૂરું મેલ્ય મા.'''
{{Space}} '''ગાણું અધૂરું મેલ્ય મા.'''
'''હૈયે આયેલું પાછું ઠેલ મા'''
'''હૈયે આયેલું પાછું ઠેલ મા'''
'''’લ્યા વાલમા,'''
{{Space}} '''’લ્યા વાલમા,'''
'''હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું'''
'''હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું'''
'''હૈયાં સંગાથે ભૂંડા ખેલ મા,'''
'''હૈયાં સંગાથે ભૂંડા ખેલ મા,'''
'''’લ્યા વાલમા,'''
{{Space}} '''’લ્યા વાલમા,'''
'''ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરું”'''</Poem>
'''ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરું”'''</Poem>
{{Right|(ભોમિયા વિના, પૃ. ૮૮)}}
{{Right|(ભોમિયા વિના, પૃ. ૮૮)}}
{{Poem2Open}}
‘ગીત મારાં કોણ ગાશે ?’ની ચિંતા કવિના આત્મવિશ્વાસને પ્રગટ કરનાર નિમિત્ત બનેલી અહીં ‘ગીત મારાં’માં જોઈ શકાય છે. ‘ગીત મારાં’ એક ગીત લેખે ઉત્કૃષ્ટ રચના નથી, પણ કવિની પોતાનાં ગીત વિશેની શ્રદ્ધા-કલ્પના કેવી છે તેનો ખ્યાલ આપનાર અર્થપરાયણ ગેય રચના છે. ઉમાશંકરે આ સિવાય ‘પંચમી આવી વસંતની’, ‘બોલે બુલબુલ’ જેવી રચનાઓમાં પણ કવિતા-ગીતના સંદર્ભને લક્ષ્યો છે. ‘પંચમી આવી વસંતની’ની પ્રથમ પંક્તિ લોકોત્તર ગીતપંક્તિ (‘ડિવાઇન લાઇન’) હોવાની પ્રતીતિ થઈને રહે છે : {{Poem2Close}}
<Poem>
'''‘કોકિલ પંચમ બોલ બોલો'''
{{Space}} '''કે પંચમી આવી વસંતની.’'''</Poem>
{{Poem2Open}}
‘કોકિલ’ જેવું પરંપરાગત પ્રતીક વાપરીને પણ કવિ ભાવનો તાજગીભર્યો સ્પર્શ અહીં કરાવી શક્યા છે. ‘કોકિલ’ દ્વારા કવિકોકિલ સુધીનો અર્થ વિસ્તારતું આ ગીત છેક અનવદ્ય તો નથી જ. ‘આંબે આંબે હસે રસની કટોરીઓ’માં ‘કટોરીઓ’ પદ હસવાની ક્રિયાના સંદર્ભે ખૂંચે છે. ‘આતમ, અંતરપટ ખોલો’ જેવી પંક્તિ સચોટ ને શ્રવણીય છતાં અતિ મુખર લાગે છે. આમ છતાં આ ગીત ઉમાશંકરના પ્રથમ પંક્તિનાં ગીતોમાંનું એક તો છે જ તે આપણે જોઈ ગયા છીએ. ‘બોલે બુલબુલ’નો આસ્વાદ સુરેશ જોષીએ કરાવ્યો છે.૧૨૯ ‘પૃથ્વી ને સ્વર્ગ વચ્ચે સૂર તણો પુલ !’ રચનાર કાં કવિનું બુલબુલ હોય કે કવિ પોતે હોય ! ‘થાય તે–’માંનો કવિનો મિજાજ ગમી જાય એવો પણ એમના વ્યક્તિત્વનો ખ્યાલ કરતાં ક્ષણિક અને આગંતુક છે. કવિ કહે છે :{{Poem2Close}}
<Poem>
‘થાય તે થાવા દો,
મને મારું મનનું માન્યું ગાણું ગાવા દો.’ </Poem>
{{Right|(ભોમિયા વિના, પૃ. ૮૪)}}
{{Poem2Open}}
આ ગીતમાં કવિ વાતચીતની ભાષાના લઢણ-લહેકા પણ થોડા ઉતારે છે : {{Poem2Close}}
<Poem>
'''‘કોઈને અહીં કામ ન કોનું.'''
'''સહુમાં શોધે છો સહુ સોનું !'''
'''ભૂલી વૃથા એ નીર-વલોણું,'''
{{Space}} સહુને ચાહવા દો.’</Poem>
{{Right|(ભોમિયા વિના, પૃ. ૮૪)}}
{{Poem2Open}}
કવિએ ‘અભિજ્ઞા’ની એક રચનામાં કવિતા માટેના કાગળને ‘ચોખૂણિયા ખેતર’ તરીકે વર્ણવી ક્ષણનું બીજ વાવી અનંતતા લણવાના કીમિયાની વાત કરી છે. કવિતાનું એ ચોખણિયું ખેતર તે જ છે એમનું રસનું અક્ષયપાત્ર. કવિની અર્થસંપદા આ ટૂંકા ગીતકાવ્યમાં સારી પેઠે ઊતરી શકી છે. જોકે આ કાવ્ય એ પ્રકારનું છે કે એને ગીતના સ્વરૂપમાં ગણી શકાય એવી એની પદ્યક્ષમતા છતાં, એની કંઈક અરૂઢ ઇબારતને કારણે ગીતમાં મૂકતાં સહેજ ખમચાટ થાય છે. ‘અભિજ્ઞા’માંનાં ‘પાંચ ગીતો’માંનું પહેલું ‘વિશ્વના કેન્દ્રથી’ ઝૂલણા બંધમાં લખાયેલું છે. ‘વિશ્વના કેન્દ્રથી વિમલ સૌન્દર્યનો – શુભ્ર ઊડી રહ્યો કો ફુવારો’માંની કવિની સંવેદનામાંથી જે આનંદનો ઉછાળ ઊડે છે તેમાં ગીતશક્તિનો સંચાર વરતી શકાય છે. એ જ ગીતપંચકમાં ‘આભને કાંગરે કાંગરે’ ગીતમાં ‘ઊડતું ગાતું, ગાતું ઊડતું’ કવિનું હૈયું ‘ગા તું, તું ગા, ગા તું ગા તું...’ રટે છે. કવિએ ‘ગાતું’ ક્રિયાપદને ખંડશ્લેષથી ‘ગા તું’ કરી માત્ર શબ્દ-રમત જ કરી નથી, ગાતાં ગાતાં બીજાને ગાતા કરી દેવાની કવનલીલા પણ પ્રગટ કરી છે.
‘સોણલું’ ગીતનો ‘સોણલું આવ્યું સવારના’ એવો ઉપાડ અને આવતું ‘લટકે એ ચાલ્યું સવારના’ એવો એનો અંત – બંનેમાં રસપૂર્ણ મેળ છે. સોણલાની લટકે ચાલવાની વાત જ ચિત્તહારી છે. ‘સમણું’ ગીતમાં પોયણીને સમણું ઊડતું બતાવવાની કવિની લીલા માણવા જેવી છે. કવિની સૌન્દર્યરસિકતા ને કલ્પનારસિકતા સમણાને ચાંદલામાં જઈને લપાતું વર્ણવવામાં પણ અનુભવાય છે.
‘માનવીનું હૈયું’ ઉમાશંકરનું લાક્ષણિક ગીત છે. ‘પોચા-શા હૈયાને પીંજવામાં વાર શી ?’ – જેવી પંક્તિઓની સચોટતા આસ્વાદ્ય છે. ‘કેમ ના –’માં ‘મને કેમ ના બાંધી ?’ – એ પ્રણયિનીનો પ્રશ્ન માર્મિક છે. ‘મોર, બોલીશ મા –’માં કલ્પન-નિરૂપણની રૂઢ રીતિનો કવિએ આશ્રય લીધો છે. ‘છેડલો ઊડે પવનમાં’ એ ગીતમાં દરિયા હિલ્લોળવાથી માંડીને દુનિયાને ઘેરવા સુધીની ક્રિયા કરતો હોય એ રીતે છેડલાનું વર્ણન કરવામાં કલ્પનાની ઉડાણનો આનંદ રહેલો છે. લયદૃષ્ટિએ પણ એ ગીત આસ્વાદ્ય છે. ‘નિશીથ’માંનું ‘ઊભી વાટે ઊડે રે’ ગીત પ્રથમ પંક્તિએ સારી રીતે જાણીતું છે. ‘ચમકે વણઢાંક્યો અંબરકંચવો, | એનાં વાયરે નૂર વેરાય. | ઊડે તારી ચૂંદડી’માં એક ચારુચિત્ર મળે છે. ‘આતિથ્ય’માંનું ‘ચૂંદડી’ ગીત તત્કાલીન વાતાવરણનો રંગ લઈને આવે છે.{{Poem2Open}}
<Poem>
'''‘લટકમટક ચાલ ને લાલચટક ચૂંદડી,'''
'''ગોરા ગોરા ગાલ ને લાલચટક ચૂંદડી.'''
'''ઊડે ઊડે છેડલો સંભાળ, લાલચટક ચૂંદડી.’'''</Poem>
{{Poem2Open}}
– આવી ચૂંદડી ‘ક્રાન્તિએ લહોરાતી ને શોણિતથી છવરાતી’ લાલચટક ચૂંદડી બનીને રહે છે.
ઉમાશંકરે ફાગણ-વસંતાદિનો સંદર્ભ લઈ સ્નેહની તંત્રી પણ ગીતમાં સંભળાવી છે. ‘ફરી ફરી ફાગણ ના રે’માં ઉરના અબોલડા ન મૂકતી એક ઉદાસિનીની વાત કરતાં કવિ ગાય છે :{{Poem2Close}}
<Poem>
‘ચિરયૌવનની યાત્રી વૃદ્ધા વસુધા નિત લલકારે :
ગાઓ, ખેલો, માનવી, તમને ફરી ફરી ફાગણ ના રે.’</Poem>
{{Right|(ભોમિયા વિના, પૃ. ૩૬)}}
{{Poem2Open}}
પાલવને છેડલે રમતા વસન્તના વાયરાની વાત પણ તેમણે ‘વાયરા વાયા વસન્તના’માં કરી છે. એ ગીતમાં નાયિકાનો પાલવ ગીતના અંતભાગમાં ‘હૈયાપાલવ’ બનીને જ રહે છે ! કાવ્યદૃષ્ટિએ એ ગીતમાં એવા ‘હૈયાપાલવ’ની જરૂર છે ખરી ? ‘વાગી વસંતની સિતારી’માં કવિ ટહુકે લચેલ ડાળીની વાત કરે છે. આંખમાંથી ઊડતા ગુલાલનો અનુભવ પણ કવિ ગાય છે. મનની મહેકી ઊઠતી મંજરી સાથે ઉન્મત્ત સ્વપ્નાં ગુંજરી રહ્યાનું કવિ વર્ણવે છે. શિરીષ-પુષ્પ-રેણુના ઊડવાની ઘટના કવિને પ્રાણ મહીં ઓચિંતી કોક વેણુ વાગતી હોવાના અનુભવ તરફ દોરી જાય છે. પરિમલના ભારથી લચકાઈ જતી, આનંદમયી રાત્રિઓની પારથી આવતી લહરી માટે દિશાઓનાં તેજલીંપ્યાં મોકળાં દ્વારથી ઊછળતી પૂંછડીએ આવતી ધેનુની કવિએ કરેલી ઉત્પ્રેક્ષા મનોહર છે. ‘મોગરો મહેકાવનાર’ ગીતને એના લયબંધ તથા ભાષાબંધને કારણે બાલગીતના વર્ગમાં મૂકવાનું મન થાય છે. ઉનાળાનો ‘મોગરો મહેકાવનાર’ તરીકેનો પરિચય મજાનો છે. ‘ચમકે ચાંદની’માં લયનો હિલ્લોળ અને કલ્પનાનો ઉછાળ માણવા મળે છે. ચાંદનીનો જામ પીતા સમુદ્રનું, આંખો ઢાળીને ઝૂલતા આંબલાનું પંક્તિચિત્ર રમણીય છે. ‘છાતડીમાં ઊછળે વસંત, પાલવડે લૂ ઝરે રે લોલ.’માં ગીતને અનુકૂળ એવો તરલ-ગહન ભાવધ્વનિ માણવા મળે છે. જગને મારગ જતી રૂમઝૂમતી બાળાનું સચોટ ભાવચિત્ર આ ‘ઊછળે વસંત’ ગીતમાં મૂર્ત થઈ શક્યું છે.
‘વૈશાખી પૂર્ણિમા’ જેવા સામાન્ય કક્ષાના ગીતમાં પણ ‘ચાંદની પીધેલો પેલો મ્હેકે શો મોગરો !’ જેવાં રમ્ય ચિત્રો છે. આમેય ઉમાશંકરે ચાંદની સંદર્ભે કેટલીક સ્મરણીય ગીતપંક્તિઓ આપણને આપી છે; દા. ત., {{Poem2Close}}
<Poem>
'''‘વિશ્વનો આનંદ ઢૂંઢતી જોગણ ફાગણી આવી.'''
'''ચાંદનીને એનો અંચળો શોભન ફાગણી આવી.’''' </Poem>
{{Right|(‘ફાગણી’, વસંતવર્ષા, પૃ. ૬)}}
<Poem>
'''‘ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,'''
{{Space}} '''આવી છંટાય મારી પાંપણે અમૂલ.'''
{{Space}}{{Space}} બોલે બુલબુલ.’ </Poem>
{{Right|(‘બોલે બુલબુલ’, વસંતવર્ષા, પૃ. ૧૧) }}
<Poem>
'''‘મને ચાંદનીની છાલક વાગી,'''
{{Space}} '''અજાણતામાં હૈયાને ચોટ ક્યાંથી લાગી ?’'''</Poem>
{{Right|(‘મને ચાંદનીની છાલક’, વસંતવર્ષા, પૃ. ૪૧)}}
<Poem>
‘મટકું મારું ત્યાં તો ચટકે છે ચાંદની,
{{Space}} આવતું ઊડી જાય સમણું,
{{Space}}{{Space}} અજવાળું ખૂંચે પૂનમનું.’
{{Right|(‘અજવાળું ખૂંચે પૂનમનું’, વસંતવર્ષા, પૃ. ૪૩)}}
<Poem>
'''‘ચાંદનીને રોમ રોમ પમરે'''
{{Space}} '''સુગંધ પારિજાતની.’'''
{{Right|(‘ચાંદનીને રોમરોમ પમરે’, અભિજ્ઞા, પૃ. ૧૦૫)}}
26,604

edits

Navigation menu