ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2,756: Line 2,756:
‘આવો, આવો કાન –’ એ કૃષ્ણ-ગીત છે. કૃષ્ણ ઉમાશંકરનું પ્રિય પાત્ર છે અને તે પાત્રનો વિનિયોગ ‘પ્રાચીના’ તથા ‘મહાપ્રસ્થાન’માં સરસ રીતે થયો છે. કૃષ્ણ પ્રત્યેના ઉમાશંકરના અભિગમમાં જીવનદર્શનની તાત્ત્વિક તેમ જ વાસ્તવિક ભૂમિકાનો મહિમા તુરત ધ્યાન ખેંચે છે. તિરુઆનંદપુરમ્ના મંદિરના કલ્યાણ–મણ્ટપમ્માં જોયેલી ચતુર્ભુજ મૂર્તિ ઉમાશંકરને ‘અદ્ભુત’ લાગી છે તેનું કારણ તે મૂર્તિના બે હાથ ખોળામાં બુદ્ધ-મહાવીર પેઠે ધ્યાનસ્થ મુદ્રામાં છે, અને બીજા બે હાથ બંસી વગાડવામાં રોકાયા છે તે છે. આ કારણ આપનાર ઉમાશંકરના કૃષ્ણ પ્રત્યેના આકર્ષણનું રહસ્ય પામવું મુશ્કેલ નથી. ઉમાશંકરે એમની કવિતામાં કૃષ્ણને જીવનની વિધેયાત્મક – સર્જનાત્મક – આનંદમૂલક શક્તિના સંદર્ભમાં રજૂ કર્યા છે. કૃષ્ણની લલિતમધુર બાલલીલા આદિનું એમને આકર્ષણ છે, છતાં કૃષ્ણના સંદર્ભે મહદંશે જીવનની સમજનો કોઈ ગંભીર દાર્શનિક સંદર્ભ આવીને રહે છે. આ ગીતમાં પણ ત્રણેય ખંડકમાં કૃષ્ણને અનુક્રમે મંદિરિયે, ખેતરને ખોળલે તથા આંબલિયા-કુંજમાં નિમંત્રણ અપાયું છે. ત્રણેય સ્થળના સંદર્ભે પ્રયોજનમાં પણ વૈશિષ્ટ્ય જોવા મળે છે અને જીવનકળાનો નૂતન સંદર્ભ અભિવ્યંજિત થાય છે. ગોપાલન, બળદેવ (કે હળદેવ ?)ની સહાયથી કૃષિકર્મ અને છેલ્લે નીરસતા કે વિરસતાને દૂર કરતી रसो वै सः। – એવા કૃષ્ણની વસંતલીલા-રાસલીલા – આમ ત્રિવિધ રીતે જીવનની પૂર્ણ કળાને કૃષ્ણકૃપાએ પામવાનો આશય અહીં સૂચિત થાય છે. આ રીતે આપણી પરંપરાગત કૃષ્ણ-કવિતામાં આ કાવ્ય વિશિષ્ટ જરૂર ગણાય. ઉમાશંકરે ‘એક સમે ગોકુળમાં’ તથા ‘માધવને મુખડે મોરલી’માં કૃષ્ણને યાદ કર્યા છે. ‘એક સમે ગોકુળમાં’ તો ચાતુરીયુક્ત સંવાદગીત બની રહે છે. એમાં રમણીય રીતે કૃષ્ણ-ગોપીનો સ્નેહ અભિવ્યક્ત થાય છે. ‘માધવને મુખડે મોરલી’માં કવિ-કલ્પના રસ-ચમત્કાર સર્જીને રહે છે. કાવ્યનો ચમત્કાર સ્નેહના ચમત્કારને વ્યંજિત કરતો પ્રગટ્યો છે અને તેની મજા છે. એ ગીતમાં કૃષ્ણની મોરલી ઓચિંતી અટકી જતાં રાધાનો જીવ ટૂંપાવાની વાત કલાત્મક રીતે – સરલ લયમાં પ્રતીતિકર રીતે આવી છે, કિશનસિંહને આ ગીતમાં બાઉલગીત જેવી સહજતા જણાઈ છે.૧૨૮
‘આવો, આવો કાન –’ એ કૃષ્ણ-ગીત છે. કૃષ્ણ ઉમાશંકરનું પ્રિય પાત્ર છે અને તે પાત્રનો વિનિયોગ ‘પ્રાચીના’ તથા ‘મહાપ્રસ્થાન’માં સરસ રીતે થયો છે. કૃષ્ણ પ્રત્યેના ઉમાશંકરના અભિગમમાં જીવનદર્શનની તાત્ત્વિક તેમ જ વાસ્તવિક ભૂમિકાનો મહિમા તુરત ધ્યાન ખેંચે છે. તિરુઆનંદપુરમ્ના મંદિરના કલ્યાણ–મણ્ટપમ્માં જોયેલી ચતુર્ભુજ મૂર્તિ ઉમાશંકરને ‘અદ્ભુત’ લાગી છે તેનું કારણ તે મૂર્તિના બે હાથ ખોળામાં બુદ્ધ-મહાવીર પેઠે ધ્યાનસ્થ મુદ્રામાં છે, અને બીજા બે હાથ બંસી વગાડવામાં રોકાયા છે તે છે. આ કારણ આપનાર ઉમાશંકરના કૃષ્ણ પ્રત્યેના આકર્ષણનું રહસ્ય પામવું મુશ્કેલ નથી. ઉમાશંકરે એમની કવિતામાં કૃષ્ણને જીવનની વિધેયાત્મક – સર્જનાત્મક – આનંદમૂલક શક્તિના સંદર્ભમાં રજૂ કર્યા છે. કૃષ્ણની લલિતમધુર બાલલીલા આદિનું એમને આકર્ષણ છે, છતાં કૃષ્ણના સંદર્ભે મહદંશે જીવનની સમજનો કોઈ ગંભીર દાર્શનિક સંદર્ભ આવીને રહે છે. આ ગીતમાં પણ ત્રણેય ખંડકમાં કૃષ્ણને અનુક્રમે મંદિરિયે, ખેતરને ખોળલે તથા આંબલિયા-કુંજમાં નિમંત્રણ અપાયું છે. ત્રણેય સ્થળના સંદર્ભે પ્રયોજનમાં પણ વૈશિષ્ટ્ય જોવા મળે છે અને જીવનકળાનો નૂતન સંદર્ભ અભિવ્યંજિત થાય છે. ગોપાલન, બળદેવ (કે હળદેવ ?)ની સહાયથી કૃષિકર્મ અને છેલ્લે નીરસતા કે વિરસતાને દૂર કરતી रसो वै सः। – એવા કૃષ્ણની વસંતલીલા-રાસલીલા – આમ ત્રિવિધ રીતે જીવનની પૂર્ણ કળાને કૃષ્ણકૃપાએ પામવાનો આશય અહીં સૂચિત થાય છે. આ રીતે આપણી પરંપરાગત કૃષ્ણ-કવિતામાં આ કાવ્ય વિશિષ્ટ જરૂર ગણાય. ઉમાશંકરે ‘એક સમે ગોકુળમાં’ તથા ‘માધવને મુખડે મોરલી’માં કૃષ્ણને યાદ કર્યા છે. ‘એક સમે ગોકુળમાં’ તો ચાતુરીયુક્ત સંવાદગીત બની રહે છે. એમાં રમણીય રીતે કૃષ્ણ-ગોપીનો સ્નેહ અભિવ્યક્ત થાય છે. ‘માધવને મુખડે મોરલી’માં કવિ-કલ્પના રસ-ચમત્કાર સર્જીને રહે છે. કાવ્યનો ચમત્કાર સ્નેહના ચમત્કારને વ્યંજિત કરતો પ્રગટ્યો છે અને તેની મજા છે. એ ગીતમાં કૃષ્ણની મોરલી ઓચિંતી અટકી જતાં રાધાનો જીવ ટૂંપાવાની વાત કલાત્મક રીતે – સરલ લયમાં પ્રતીતિકર રીતે આવી છે, કિશનસિંહને આ ગીતમાં બાઉલગીત જેવી સહજતા જણાઈ છે.૧૨૮
ઉમાશંકરે ગુજરાત-વિષયક – ભારત-વિષયક કવિતા માટે ગેય પદ્યબંધ (ને તેય સામુદાયિક રીતે ગાઈ શકાય તેવો ગેય પદ્યબંધ) પસંદ કર્યો છે એ બાબત નોંધપાત્ર છે. ઉમાશંકરે ગુજરાત વિશે ઉપરાંત ગુજરાતણ, ગુજરાતી ભાષા વગેરે વિશે ગીતો – કાવ્યો આપ્યાં છે. વળી એમનાં ગુજરાત-વિષયક ગીતો ઠીક ઠીક જાણીતાં થયાં છે, તેમાંય ‘ગૂજરાત મોરી મોરી રે’, ‘હું ગુર્જર ભારતવાસી’ જેવાં ગીતો તો વિશેષ. આ પ્રકારનાં કાવ્યોમાં વિચાર-ભાવનાનું પ્રાધાન્ય હોવાના દાખલા વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. ગુજરાતની સંસ્કૃતિની લાક્ષણિકતાઓ – એની સિદ્ધિઓ વગેરેને વણી લેવાની કવિની વૃત્તિનું પ્રાબલ્ય ગીતના ઘડતર-કલેવરમાં જોઈ શકાતું હોય છે ! ‘ગૂજરાત મોરી મોરી રે’નો ઉપાડ, એમાંનાં કેટલાંક ચિત્રો આસ્વાદ્ય છે; દા. ત.,{{Poem2Open}}
ઉમાશંકરે ગુજરાત-વિષયક – ભારત-વિષયક કવિતા માટે ગેય પદ્યબંધ (ને તેય સામુદાયિક રીતે ગાઈ શકાય તેવો ગેય પદ્યબંધ) પસંદ કર્યો છે એ બાબત નોંધપાત્ર છે. ઉમાશંકરે ગુજરાત વિશે ઉપરાંત ગુજરાતણ, ગુજરાતી ભાષા વગેરે વિશે ગીતો – કાવ્યો આપ્યાં છે. વળી એમનાં ગુજરાત-વિષયક ગીતો ઠીક ઠીક જાણીતાં થયાં છે, તેમાંય ‘ગૂજરાત મોરી મોરી રે’, ‘હું ગુર્જર ભારતવાસી’ જેવાં ગીતો તો વિશેષ. આ પ્રકારનાં કાવ્યોમાં વિચાર-ભાવનાનું પ્રાધાન્ય હોવાના દાખલા વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. ગુજરાતની સંસ્કૃતિની લાક્ષણિકતાઓ – એની સિદ્ધિઓ વગેરેને વણી લેવાની કવિની વૃત્તિનું પ્રાબલ્ય ગીતના ઘડતર-કલેવરમાં જોઈ શકાતું હોય છે ! ‘ગૂજરાત મોરી મોરી રે’નો ઉપાડ, એમાંનાં કેટલાંક ચિત્રો આસ્વાદ્ય છે; દા. ત.,{{Poem2Open}}
<Poem>
'''“કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,'''
'''નમણી પનિહારીને ભીને અંબોડલે,'''
'''નીરતીર સારસશાં સુખ-ડૂબ્યાં જોડલે'''
{{Space}} '''ગૂજરાત મોરી મોરી રે.”'''</Poem>
{{Poem2Open}}
‘હું ગુર્જર ભારતવાસી’ – એ પ્રથમ પંક્તિ જ રાષ્ટ્રીય એકાત્મતાની તેમ જ ગુજરાતી સંસ્કારપરંપરાની દ્યોતક સૂત્રાત્મક પંક્તિ બની શકી છે. ગુજરાત-વિષયક રચનાઓમાં કવિની નજર અર્થ તરફ વિશેષ રહેતી દેખાય છે. જો એમ ન હોય તો જે પ્રકારે ગુજરાત-વિષયક કાવ્યોમાં સાંસ્કૃતિક મુદ્રાઓની, વિશેષણોની તેઓ પસંદગી કરે છે તે શક્ય ન બને. વળી આ સાથે કવિકર્મ માટેનો એમનો આગ્રહ પણ ઉત્કટ હોય છે. ‘ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?’ આ એક જ પંક્તિનો પણ આ સંદર્ભમાં વિચાર કરી શકાય. ‘ધન્ય ભૂમિ ગુજરાત’ ગુજરાત-સ્તોત્ર છે તો સાથે જાણે ગુજરાત પરનો નિબંધ પણ છે ! કવિનો ગુજરાતપ્રેમ અહીં ગુજરાતની સંસ્કૃતિની પરિચય–વિધિમાં મુખર થયેલો જોઈ શકાય છે. ‘એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી ?’ જેવી રચનાઓના સ્ફુરણમાં આપણી ગુર્જર-સ્તોત્રકવિતાની પરંપરા કારણભૂત હોય એમ લાગે છે. ગુજરાતની સંસ્કૃતિને રાષ્ટ્રીયતા ને માનવતાની વ્યાપક ભૂમિકાએથી નિરૂપવાનો ઉમાશંકરનો સભાન પ્રયત્ન આ ગીતોમાં છે.S આ ગીતો શુદ્ધ કવિતા લેખે ભલે અમુકતમુક બાબતમાં ઊણાં ઊતરે, પણ ગુર્જરસ્તોત્રકવિતામાં એમનો ફાળો મહત્ત્વનો છે જ. તેમાંય ‘ગૂજરાત મોરી મોરી રે’, ‘હું ગુર્જર ભારતવાસી’માં ગીતતત્ત્વ મહદંશે સિદ્ધ થયેલું વરતાય છે. ભારતવિષયક કાવ્યો અર્થદૃષ્ટિએ મહત્ત્વનાં છે તેટલાં ગીતદૃષ્ટિએ નથી.{{Poem2Close}}
___________________________________
S <small>સુરેશ દલાલે કદાચ આવા જ ખ્યાલથી આ પ્રશ્ન કર્યો છે : ‘લખ્યું નથી પણ લખાઈ ગયું છે એવી પ્રતીતિ આપતાં ગીતો કેટલાં ?’ ઉત્તર પણ એમણે જ આપ્યો છે : ‘કદાચ, પ્રમાણમાં બહુ જ ઓછાં.’ તેઓ ઉમાશંકર કરતાં સુન્દરમ્ની ગીત લખવાની શક્તિ ઊંચી હોવાનું જણાવે છે. (અપેક્ષા, પૃ. ૧૪૮)</small>
{{Poem2Open}}
ઉમાશંકરે ગીતવિષયક ગીતો ઠીક પ્રમાણમાં લખેલાં છે. એમના ‘અભિજ્ઞા’ સુધીનાં દરેક કાવ્યસંગ્રહમાં કોઈ ને કોઈ ગીતરચના કવિતા-ગીત સંદર્ભે મળે છે. ‘ગંગોત્રી’ના ‘ગીતગંગોત્રી’ કાવ્યમાં ગીતને સ-જીવ રૂપ બક્ષીને (‘પર્સોનિફિકેશન’) વર્ણવ્યું છે તે અગત્યનું છે. ગીત પોતાનું ઉદ્ભવસ્થાન શોધતું ઘૂમતું હોય એ કલ્પના રમણીય છે. આ કાવ્યમાં કવિની કલ્પનાશક્તિ રૂઢ રીતે છતાં ઠીક ઠીક બળપૂર્વક પ્રગટ થયેલી દેખાય છે. કેટલાંક રમ્ય ચિત્રો આ ગીતમાં ખડાં થઈ શકેલાં જણાય છે. આ ગીતમાં કવિની નિજી શૈલીનું કોઈ સુઘડ રૂપ બંધાયું હોય એવું પ્રતીત થતું નથી. ‘ભોમિયા વિના’ ગીતસંગ્રહમાં ઉમાશંકરે ‘ગીતગંગોત્રી’ની જેમ ‘નવાં નવાણ’ પણ લીધું નથી. ‘નવાં નવાણ’માં ‘એ ગીત મારે ગાવું સખી’ ધ્રુવપંક્તિને ને સમુચિત સંદર્ભ આપવાનો કવિનો પ્રયાસ તુરત જ વરતાઈ આવે છે. ઉમાશંકરે ‘ભોમિયા વિના’ ગીતસંગ્રહમાં ‘નિશીથ’માંથી ‘ગીત ગોત્યું ગોત્યું’ અને ‘ગાણું અધૂરું’ તો ‘આતિથ્ય’માંથી ‘અમે ગાશું’ અને ‘ગીત મારાં’ રચનાઓ લીધી છે. કવિની ગીતની ખોજ કેવી રમણીય છે તે તો ‘ગીત ગોત્યું ગોત્યું’ રચના બતાવે છે જ અને ગીત ગોતવા છતાં ન જડ્યાની ઘટના કવિની ગીતની ખોજ કેટલી સાચી છે ને અવિરત છે તેની સૂચના પણ કરે છે. ‘ઉરે આંસુ પછવાડે હીંચતું ને સપનાં સીંચતું’ ગીત કવિને ન જડ્યું એ જ સારું થયું. એ ન જડવાની ઘટનામાં જ એમની કવિતા – એમનું ગીત જે ટકી રહેલું છે તે આપણે પામીએ છીએ – માણીએ છીએ. સૂતા ઝરણાને જગાડી ઉછીનું ગીત માગવાની કવિની વાત જ મર્મસ્પર્શી છે. ઝરણા આગળ ‘અરવલ્લીના આ બાળક’ ઉમાશંકરનું કવિહૃદય કોઈ અનોખી તાજગીથી મુખર થતું – ઉલ્લસતું જણાય છે. ‘ગાણું અધૂરું’માં ગીતનો આત્મા સુપેરે ઊતરેલો પ્રતીત થાય છે. આ ગીતમાં જે સ્વાભાવિકતાથી ભાવની નિખાલસ અભિવ્યક્તિ અને લયાન્વિત છટા સિદ્ધ થઈ શકી છે તે આકર્ષક છે. વળી ભાષાનું કશાયે ભદ્રિકતાના ભાર વિનાનું ભાવની એક પ્રકારની અસલિયત પ્રગટ કરતું પોત પણ ગમી જાય એવું છે. શબ્દની થોડીક હેરફેરથી વક્તવ્યને વળ આપવાની પદ્ધતિ રૂઢ, પણ અહીં તાજગીભરી રીતે – સફળ રીતે અજમાવાઈ છે; દા. ત.,{{Poem2Close}}
<Poem>
'''“ગાણું અધૂરું મેલ્ય મા,'''
{{space}} '''’લ્યા વાલમા,'''
{{space}} '''ગાણું અધૂરું મેલ્ય મા.'''
'''હૈયે આયેલું પાછું ઠેલ મા'''
{{space}} '''’લ્યા વાલમા,'''
'''હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું'''
'''હૈયાં સંગાથે ભૂંડા ખેલ મા,'''
{{space}} '''’લ્યા વાલમા,'''
'''ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરું”'''</Poem>
{{Right|(ભોમિયા વિના, પૃ. ૮૮)}}
{{Poem2Open}}
‘ગીત મારાં કોણ ગાશે ?’ની ચિંતા કવિના આત્મવિશ્વાસને પ્રગટ કરનાર નિમિત્ત બનેલી અહીં ‘ગીત મારાં’માં જોઈ શકાય છે. ‘ગીત મારાં’ એક ગીત લેખે ઉત્કૃષ્ટ રચના નથી, પણ કવિની પોતાનાં ગીત વિશેની શ્રદ્ધા-કલ્પના કેવી છે તેનો ખ્યાલ આપનાર અર્થપરાયણ ગેય રચના છે. ઉમાશંકરે આ સિવાય ‘પંચમી આવી વસંતની’, ‘બોલે બુલબુલ’ જેવી રચનાઓમાં પણ કવિતા-ગીતના સંદર્ભને લક્ષ્યો છે. ‘પંચમી આવી વસંતની’ની પ્રથમ પંક્તિ લોકોત્તર ગીતપંક્તિ (‘ડિવાઇન લાઇન’) હોવાની પ્રતીતિ થઈને રહે છે :{{Poem2Close}}
<Poem>
'''‘કોકિલ પંચમ બોલ બોલો'''
{{space}} '''કે પંચમી આવી વસંતની.’'''</Poem>
{{Poem2Open}}
‘કોકિલ’ જેવું પરંપરાગત પ્રતીક વાપરીને પણ કવિ ભાવનો તાજગીભર્યો સ્પર્શ અહીં કરાવી શક્યા છે. ‘કોકિલ’ દ્વારા કવિકોકિલ સુધીનો અર્થ વિસ્તારતું આ ગીત છેક અનવદ્ય તો નથી જ. ‘આંબે આંબે હસે રસની કટોરીઓ’માં ‘કટોરીઓ’ પદ હસવાની ક્રિયાના સંદર્ભે ખૂંચે છે. ‘આતમ, અંતરપટ ખોલો’ જેવી પંક્તિ સચોટ ને શ્રવણીય છતાં અતિ મુખર લાગે છે. આમ છતાં આ ગીત ઉમાશંકરના પ્રથમ પંક્તિનાં ગીતોમાંનું એક તો છે જ તે આપણે જોઈ ગયા છીએ. ‘બોલે બુલબુલ’નો આસ્વાદ સુરેશ જોષીએ કરાવ્યો છે.૧૨૯ ‘પૃથ્વી ને સ્વર્ગ વચ્ચે સૂર તણો પુલ !’ રચનાર કાં કવિનું બુલબુલ હોય કે કવિ પોતે હોય ! ‘થાય તે–’માંનો કવિનો મિજાજ ગમી જાય એવો પણ એમના વ્યક્તિત્વનો ખ્યાલ કરતાં ક્ષણિક અને આગંતુક છે. કવિ કહે છે :{{Poem2Close}}
<Poem>
'''‘થાય તે થાવા દો,'''
'''મને મારું મનનું માન્યું ગાણું ગાવા દો.’'''</Poem>
{{Right|(ભોમિયા વિના, પૃ. ૮૪)}}
{{Poem2Open}}
આ ગીતમાં કવિ વાતચીતની ભાષાના લઢણ-લહેકા પણ થોડા ઉતારે છે :{{Poem2Close}}
<Poem>
'''‘કોઈને અહીં કામ ન કોનું.'''
'''સહુમાં શોધે છો સહુ સોનું !'''
'''ભૂલી વૃથા એ નીર-વલોણું,'''
{{Right| '''સહુને ચાહવા દો.’'''</Poem>
{{Right|(ભોમિયા વિના, પૃ. ૮૪)}}
{{Poem2Open}}
કવિએ ‘અભિજ્ઞા’ની એક રચનામાં કવિતા માટેના કાગળને ‘ચોખૂણિયા ખેતર’ તરીકે વર્ણવી ક્ષણનું બીજ વાવી અનંતતા લણવાના કીમિયાની વાત કરી છે. કવિતાનું એ ચોખણિયું ખેતર તે જ છે એમનું રસનું અક્ષયપાત્ર. કવિની અર્થસંપદા આ ટૂંકા ગીતકાવ્યમાં સારી પેઠે ઊતરી શકી છે. જોકે આ કાવ્ય એ પ્રકારનું છે કે એને ગીતના સ્વરૂપમાં ગણી શકાય એવી એની પદ્યક્ષમતા છતાં, એની કંઈક અરૂઢ ઇબારતને કારણે ગીતમાં મૂકતાં સહેજ ખમચાટ થાય છે. ‘અભિજ્ઞા’માંનાં ‘પાંચ ગીતો’માંનું પહેલું ‘વિશ્વના કેન્દ્રથી’ ઝૂલણા બંધમાં લખાયેલું છે. ‘વિશ્વના કેન્દ્રથી વિમલ સૌન્દર્યનો – શુભ્ર ઊડી રહ્યો કો ફુવારો’માંની કવિની સંવેદનામાંથી જે આનંદનો ઉછાળ ઊડે છે તેમાં ગીતશક્તિનો સંચાર વરતી શકાય છે. એ જ ગીતપંચકમાં ‘આભને કાંગરે કાંગરે’ ગીતમાં ‘ઊડતું ગાતું, ગાતું ઊડતું’ કવિનું હૈયું ‘ગા તું, તું ગા, ગા તું ગા તું...’ રટે છે. કવિએ ‘ગાતું’ ક્રિયાપદને ખંડશ્લેષથી ‘ગા તું’ કરી માત્ર શબ્દ-રમત જ કરી નથી, ગાતાં ગાતાં બીજાને ગાતા કરી દેવાની કવનલીલા પણ પ્રગટ કરી છે.
‘સોણલું’ ગીતનો ‘સોણલું આવ્યું સવારના’ એવો ઉપાડ અને આવતું ‘લટકે એ ચાલ્યું સવારના’ એવો એનો અંત – બંનેમાં રસપૂર્ણ મેળ છે. સોણલાની લટકે ચાલવાની વાત જ ચિત્તહારી છે. ‘સમણું’ ગીતમાં પોયણીને સમણું ઊડતું બતાવવાની કવિની લીલા માણવા જેવી છે. કવિની સૌન્દર્યરસિકતા ને કલ્પનારસિકતા સમણાને ચાંદલામાં જઈને લપાતું વર્ણવવામાં પણ અનુભવાય છે.
‘માનવીનું હૈયું’ ઉમાશંકરનું લાક્ષણિક ગીત છે. ‘પોચા-શા હૈયાને પીંજવામાં વાર શી ?’ – જેવી પંક્તિઓની સચોટતા આસ્વાદ્ય છે. ‘કેમ ના –’માં ‘મને કેમ ના બાંધી ?’ – એ પ્રણયિનીનો પ્રશ્ન માર્મિક છે. ‘મોર, બોલીશ મા –’માં કલ્પન-નિરૂપણની રૂઢ રીતિનો કવિએ આશ્રય લીધો છે. ‘છેડલો ઊડે પવનમાં’ એ ગીતમાં દરિયા હિલ્લોળવાથી માંડીને દુનિયાને ઘેરવા સુધીની ક્રિયા કરતો હોય એ રીતે છેડલાનું વર્ણન કરવામાં કલ્પનાની ઉડાણનો આનંદ રહેલો છે. લયદૃષ્ટિએ પણ એ ગીત આસ્વાદ્ય છે. ‘નિશીથ’માંનું ‘ઊભી વાટે ઊડે રે’ ગીત પ્રથમ પંક્તિએ સારી રીતે જાણીતું છે. ‘ચમકે વણઢાંક્યો અંબરકંચવો, | એનાં વાયરે નૂર વેરાય. | ઊડે તારી ચૂંદડી’માં એક ચારુચિત્ર મળે છે. ‘આતિથ્ય’માંનું ‘ચૂંદડી’ ગીત તત્કાલીન વાતાવરણનો રંગ લઈને આવે છે.{{Poem2Close}}
<Poem>
'''‘લટકમટક ચાલ ને લાલચટક ચૂંદડી,'''
'''ગોરા ગોરા ગાલ ને લાલચટક ચૂંદડી.'''
'''ઊડે ઊડે છેડલો સંભાળ, લાલચટક ચૂંદડી.’'''</Poem>
{{Poem2Open}}
– આવી ચૂંદડી ‘ક્રાન્તિએ લહોરાતી ને શોણિતથી છવરાતી’ લાલચટક ચૂંદડી બનીને રહે છે.
ઉમાશંકરે ફાગણ-વસંતાદિનો સંદર્ભ લઈ સ્નેહની તંત્રી પણ ગીતમાં સંભળાવી છે. ‘ફરી ફરી ફાગણ ના રે’માં ઉરના અબોલડા ન મૂકતી એક ઉદાસિનીની વાત કરતાં કવિ ગાય છે :{{Poem2Close}}
<Poem>
'''‘ચિરયૌવનની યાત્રી વૃદ્ધા વસુધા નિત લલકારે :'''
'''ગાઓ, ખેલો, માનવી, તમને ફરી ફરી ફાગણ ના રે.’'''
{{Right|(ભોમિયા વિના, પૃ. ૩૬)}}
{{Poem2Open}}
પાલવને છેડલે રમતા વસન્તના વાયરાની વાત પણ તેમણે ‘વાયરા વાયા વસન્તના’માં કરી છે. એ ગીતમાં નાયિકાનો પાલવ ગીતના અંતભાગમાં ‘હૈયાપાલવ’ બનીને જ રહે છે ! કાવ્યદૃષ્ટિએ એ ગીતમાં એવા ‘હૈયાપાલવ’ની જરૂર છે ખરી ? ‘વાગી વસંતની સિતારી’માં કવિ ટહુકે લચેલ ડાળીની વાત કરે છે. આંખમાંથી ઊડતા ગુલાલનો અનુભવ પણ કવિ ગાય છે. મનની મહેકી ઊઠતી મંજરી સાથે ઉન્મત્ત સ્વપ્નાં ગુંજરી રહ્યાનું કવિ વર્ણવે છે. શિરીષ-પુષ્પ-રેણુના ઊડવાની ઘટના કવિને પ્રાણ મહીં ઓચિંતી કોક વેણુ વાગતી હોવાના અનુભવ તરફ દોરી જાય છે. પરિમલના ભારથી લચકાઈ જતી, આનંદમયી રાત્રિઓની પારથી આવતી લહરી માટે દિશાઓનાં તેજલીંપ્યાં મોકળાં દ્વારથી ઊછળતી પૂંછડીએ આવતી ધેનુની કવિએ કરેલી ઉત્પ્રેક્ષા મનોહર છે. ‘મોગરો મહેકાવનાર’ ગીતને એના લયબંધ તથા ભાષાબંધને કારણે બાલગીતના વર્ગમાં મૂકવાનું મન થાય છે. ઉનાળાનો ‘મોગરો મહેકાવનાર’ તરીકેનો પરિચય મજાનો છે. ‘ચમકે ચાંદની’માં લયનો હિલ્લોળ અને કલ્પનાનો ઉછાળ માણવા મળે છે. ચાંદનીનો જામ પીતા સમુદ્રનું, આંખો ઢાળીને ઝૂલતા આંબલાનું પંક્તિચિત્ર રમણીય છે. ‘છાતડીમાં ઊછળે વસંત, પાલવડે લૂ ઝરે રે લોલ.’માં ગીતને અનુકૂળ એવો તરલ-ગહન ભાવધ્વનિ માણવા મળે છે. જગને મારગ જતી રૂમઝૂમતી બાળાનું સચોટ ભાવચિત્ર આ ‘ઊછળે વસંત’ ગીતમાં મૂર્ત થઈ શક્યું છે.
‘વૈશાખી પૂર્ણિમા’ જેવા સામાન્ય કક્ષાના ગીતમાં પણ ‘ચાંદની પીધેલો પેલો મ્હેકે શો મોગરો !’ જેવાં રમ્ય ચિત્રો છે. આમેય ઉમાશંકરે ચાંદની સંદર્ભે કેટલીક સ્મરણીય ગીતપંક્તિઓ આપણને આપી છે; દા. ત.,{{Poem2Close}}
<Poem>
'''‘વિશ્વનો આનંદ ઢૂંઢતી જોગણ ફાગણી આવી.'''
'''ચાંદનીને એનો અંચળો શોભન ફાગણી આવી.’'''</Poem>
{{Right|(‘ફાગણી’, વસંતવર્ષા, પૃ. ૬)}}
<Poem>
'''‘ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,'''
{{Space}} '''આવી છંટાય મારી પાંપણે અમૂલ.'''
{{Space}}{{Space}} '''બોલે બુલબુલ.’'''</Poem>
{{Right|(‘બોલે બુલબુલ’, વસંતવર્ષા, પૃ. ૧૧)}}
<Poem>
'''‘મને ચાંદનીની છાલક વાગી,'''
{{Space}} '''અજાણતામાં હૈયાને ચોટ ક્યાંથી લાગી ?’'''</Poem>
{{Right|(‘મને ચાંદનીની છાલક’, વસંતવર્ષા, પૃ. ૪૧)}}
<Poem>
'''‘મટકું મારું ત્યાં તો ચટકે છે ચાંદની,'''
{{Space}} '''આવતું ઊડી જાય સમણું,'''
{{Space}}{{Space}} '''અજવાળું ખૂંચે પૂનમનું.’'''</Poem>
{{Right|(‘અજવાળું ખૂંચે પૂનમનું’, વસંતવર્ષા, પૃ. ૪૩)}}
<Poem>
'''‘ચાંદનીને રોમ રોમ પમરે'''
{{Space}} '''સુગંધ પારિજાતની.’'''</Poem>
{{Right|(‘ચાંદનીને રોમરોમ પમરે’, અભિજ્ઞા, પૃ. ૧૦૫)}}
{{Poem2Open}}
‘લૂ, જરી તું –’માં કવિ મોગરો વિલાય છે માટે લૂને ધીરે ધીરે વાવાનું કહે છે ને એ રીતે કહેતાં લૂને એક નવો અર્થ સાંપડે છે.
કવિએ લીમડાનેય કવિતા-ગીતમાં વર્ણવ્યો છે. ‘લીંબોળીઓ’ વિશેનું ગીત આ સંદર્ભમાં જોવું જોઈએ. ‘ગામની છોડીઓને હવે પહેરાવ્યાં લોળિયાં’ – એ નિરીક્ષણનો કવિ અહીં લીંબોળીની વાત કરતાં વિનિયોગ કરે છે. સખીની રીસના સંદર્ભમાં લીંબોળીની કડવાશનો વિચાર સાર્થક બની રહે છે. ઉમાશંકરે કવિતામાં જેમ ચૈત્રની રાત્રિઓને તેમ ગીતમાં ગ્રીષ્મની રાત્રિને ગાઈ છે. ગ્રીષ્મની રાત્રિને ‘કો સુરભિલોકની યાત્રી’ તરીકે નિરૂપી છે. એક નાજુક ચિત્ર પણ કવિ આપે છે :{{Poem2Close}}
<Poem>
'''“કરમદીનું નદીતીર,'''
'''ફરકે સુગંધચીર,'''
{{Space}} '''સંકોરી સરકે સુગાત્રી'''
{{Space}} '''આ મધુર ગ્રીષ્મની રાત્રિ.”'''</Poem>
{{Right|(‘ગ્રીષ્મની રાત્રિ’, વસંતવર્ષા, પૃ. ૨૧)}}
{{Poem2Open}}
આ રચના ઉસ્તાદી સંગીતને પણ સહેજેય અનુકૂળ થઈ જાય એવો લયબંધ–ભાષાબંધ ધરાવે છે. વૈશાખના હૈયે પુરાયેલા વંટોળિયાની વાત કરતાં કવિએ આપેલું વૈશાખનું ચિત્ર પણ જુઓ :{{Poem2Close}}
<Poem>
'''“બેઠો સમાધિમગ્ન નગ્નવેશ ખાખી.'''
'''ઊભી નિષ્પંદ સૃષ્ટિ શ્વાસ રૂંધી રાખી.'''
{{Space}} '''હૈયે પૂર્યો છે વૈશાખના,'''
{{Space}} '''વંટોળિયો હૈયે પૂર્યો છે વૈશાખના.”'''</Poem>
{{Right|(‘વંટોળિયો હૈયે ઘૂમે છે –’, વસંતવર્ષા, પૃ. ૨૨)}}
{{Poem2Open}}
ઉમાશંકરે પ્રકૃતિના મધુર-રમણીય, મૃદુલ-તરલ રૂપોને માનવીય ભાવોના સંદર્ભમાં આલેખી માનવી-પ્રકૃતિના સંવાદપૂર્ણ સંબંધનું આહ્લાદક દર્શન ગીતોમાં કરાવ્યું છે. ગીતોમાં અત્રતત્ર અનેક ભાવચિત્રોમાં મનુષ્યની આંતરિક સૃષ્ટિની તેમ મનુષ્યના અનુભવમાં આવતી બાહ્ય સૃષ્ટિની રૂપલીલા – સૌન્દર્યલીલાને પ્રગટ કરવાની કવિએ સહજ-સભાન મથામણ કરી છે. તેમણે એમનાં ગીતોમાં પ્રાકૃતિક સત્ત્વોને પ્રગાઢપણે બાંધ્યાં-સાંકળ્યાં છે. વસંત અને વર્ષા એમના એક કાવ્યસંગ્રહનું શીર્ષક બને છે તે કોઈ અકસ્માત નથી. કવિના કવિતાવિશ્વમાં – ગીતજગતમાં વસંત અને વર્ષાનો વ્યાપક ને ઊંડો સંચાર અનુભવાય છે. ઝરણાનો ઝણકાર, કોકિલ–મોરનો ટહુકાર, વીજળીનો ચમકાર ને અનિલનો ફરકાટ – આ બધું એમની કવિતામાં – એમની કાવ્યસેવામાં સતત હાજર રહેલ જણાય છે. ‘ગીતગંગોત્રી’માં ગીતે પોતાની માડીની ખોજ કરતાં જે સ્થાનોની – જે પ્રકૃતિસત્ત્વોની મુલાકાત લીધી છે તે ધ્યાનમાં રાખવા જેવી છે. એમાં ગીત અનુક્રમે ઝરણ, સરિત, સાગર સુધી પહોંચી છેવટે વિશ્વવહેણ સુધી પહોંચે છે. છેવટે ગીતનું મૂળ બહારથી અંદર – અનંતની એક નિગૂઢ ગુહામાં પ્રવેશીને શોધવાનું રહે છે. ગીતનું મૂળ કોઈ મૌનના અંતરતમ રહસ્યમાં હોવાની કવિની પ્રતીતિ છે. આ પ્રતીતિ ધરાવતા કવિનું પ્રાકૃતિક ગાન કેવળ બહિર્વિશ્વનું ગાન તો ન બની શકે – ન જ રહી શકે. કવિ રૂમઝૂમ રમતી આવતી નવરંગી વાદળીની વાત કરતા હોય કે આષાઢી આભ ભરીને બોલતા મોરલાની વાત કરતા હોય. ‘વાદળી’ કેવળ ‘વાદળી’ રહેતી નથી, ‘મોરલો’ કેવળ ‘મોરલો’ રહેતો નથી. ‘મોરલો’ ઉરની અમરાઈ ભરીને બોલનાર ‘ચિત્તચોરલો’ (અહીં ‘લો’ પ્રત્યય ઉચિત છે ?) બને છે. કવિની પાસે આવતાં ‘પારેવડાં’ ‘સપનાંને હોડલે (ટોડલે ?) નમંતાં પારેવડાં’ બની રહે છે અને તેમાં જ કવિકલ્પનાનો સ્વાદ છે. ‘આતિથ્ય’માં ‘સરવડાં’માં કેટલાંક સુંદર ગીતો આપવામાં આવ્યાં છે. ઉમાશંકરની ગીતશક્તિના એકંદર તાગ માટે રસજ્ઞ આ એક ગીતગુચ્છ જુએ તોપણ પર્યાપ્ત થાય. ‘આભમાં મેઘલ રંગ મદીલો, આંખમાં આંજી લઉં.’ –માંનો કવિનો રોમૅન્ટિક આવેગ આસ્વાદ્ય છે, કમભાગ્યે, એ આવેગ ગીતમાં સાદ્યંત ટક્યો નથી. ‘ઊઘડ્યા ઓ આભ કેરા આગળા’ ગીતમાં વાદળની આવવાની ક્રિયા ‘સખી ! વાદળ આવ્યાં’ – એ પંક્તિના ‘હો’ સાથે કડીએ કડીએ થતા પુનરાવર્તનથી લયાત્મક ચિત્રણ પામે છે. ડુંગરે ઝળૂંબતી વાદળી સાથે ‘ટમકે કો આંખ સારી રાત મારે ડુંગરે’ની ભાવાનુભૂતિ સુશ્લિષ્ટ રીતે અભિવ્યક્ત થાય છે. ‘ઊભલી ર્હેજે’માં ‘ઊભલી’ શબ્દપ્રયોગનું ગીતસંદર્ભમાં ભાવલાલિત્ય આવકાર્ય બની રહે છે. “ઊભલી ર્હેજે રે કે ક્હે તારા દુ:ખના દા’ડા” એમાં લયની એક ‘ઝૂમ’ વરતાય છે ને તે ફરીને ભાવક-મનને લહેરાવે છે. ‘કે’ જેવાં પદોનો તથા વિવિધ પ્રકારે લયસંદર્ભે ધ્રુવપદો ને ધ્રુવપંક્તિઓ યોજવાનો પ્રયોગ કરીને ઉમાશંકરે આપણી ભાષાના પ્રચલિત ગીતલયોના સૌન્દર્યને સફળ સર્જનાત્મક અનુભવોથી પ્રમાણિત કર્યું છે. ‘આષાઢી મેઘલી રાતે’માં ગીતનું નાજુક રૂપ સરસ રીતે સિદ્ધ થઈ શક્યું છે. ‘સભરા આ સંસારમાં સુંદરી શોધે સુખ’ જેવામાં આપણી કાવ્ય-પરંપરાનો રણકો સંભળાય છે. એમાં થયેલો સાખીનો પ્રયોગ પણ ધ્યાનપાત્ર છે. ‘ટપટપ નેવાં’માં ટપટપ નેવાં સાથે પડખાં ફરતા જીવની વેદનાનો સંદર્ભ જોડાઈ જાય છે. ‘શ્રાવણ હો !’ એક ભાવાત્મક તરલમધુર રૂપવાળું ગીત છે. એનો પદબંધ પણ આસ્વાદ્ય છે :{{Poem2Close}}
<Poem>
'''“આછાં છાયલ અંગનાં જોજે ના ભીંજાય,'''
'''કાચા રંગનો કંચવો રખે ને રેલ્યો જાય.”'''</Poem>
{{Poem2Open}}
– આ પંક્તિઓ ન્હાનાલાલની ‘ઝીણા ઝરમર વરસે મેહ ભીંજે મારી ચૂંદલડી’ જેવી ગીતપંક્તિઓ સાથે મૂકી જોવા જેવી છે. ‘શ્રાવણ’ને સંબોધીને ગીતનાયિકા કેવી મર્મવેધક વાત કરે છે ! –{{Poem2Close}}
<Poem>
'''“શ્રાવણ ! તોરાં સરવડાં, મોરી અખિયન-ધાર;'''
'''તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.'''
{{Space}} '''અરધી વાટે તું રેલીશ મા.'''
{{Space}}{{Space}} '''શ્રાવણ હો !”'''</Poem>
{{Right|(ભોમિયા વિના, પૃ. ૬૧)}}
{{Poem2Open}}
‘ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય...’ ઉમાશંકરનું એક સુંદર ગીત છે. એના ઉપાડથી જ ગીતમાં એક લયહિલ્લોલ અને ભાવનું ડોલન અનુભવાય છે :{{Poem2Close}}
<Poem>
'''“ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હો,'''
'''વ્હાલા મોરા જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે હો.”'''</Poem>
{{Poem2Open}}
આ જ ગીતમાં છેલ્લે કહેવાય છે :{{Poem2Close}}
<Poem>
'''“આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી આંખડી રે હો'''
'''વ્હાલા મોરા બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અહીં ખડી રે હો”'''</Poem>
{{Poem2Open}}
લોકગીતના વહેણ-વળાંકનો જાદુ આ કાવ્યમાં સફળ રીતે કામ આવેલો જોઈ શકાય છે. ‘ભીંજાતી હું અહીં ખડી રે લોલ’માં અગાઉ ‘હું’ને સ્થાને ‘મેં’ હતું અને વચમાં ‘મેં’નું ‘હું’ કરી વળી પાછો ‘મેં’ પાઠ જ રાખ્યો તે ઇષ્ટ થયું. વળી મૂળ ‘લોલ’ ધ્રુવપદ બદલીને છેલ્લે ‘રે હો’ ધ્રુવપદ કર્યું તે પણ નોંધવું રહ્યું. ‘શ્રાવણ સાંજે’ જેવાં ગીત વાંચતાં રવીન્દ્રનાથની ગીતશૈલીનું સ્મરણ થાય છે. ‘પૂર આવે છે પૂર’માં કવિની ગીત રચવાની સંપ્રજ્ઞતા ‘પણ જે ધરા, (ન?) પલટી જરા, તે તો હવે પલટાઈ જરૂર’ જેવી ટાઢીબોળ લીટીઓ પણ એમની પાસે લખાવડાવે છે ! ‘હીરાગળ ચૂંદડી’ને કવિએ જે રીતે ગીતમાં ફેલાવીને બતાવી છે તે આકર્ષક છે. ‘હો રંગવાદળી’માં ‘રંગ તારા ક્યાં રે ગયા હો રંગવાદળી’ એ પ્રશ્ન ગીતદૃષ્ટિએ જેટલો પ્રભાવક છે એટલો ‘રંગ મારા ત્યાં રે ગયા હું રંગવાદળી !’ – એ ઉત્તર પ્રભાવક નથી, અર્થદૃષ્ટિએ સારો છતાં. ‘વાદળી તડકો ખમે ને –’ ગીતની દરેક પંક્તિ ‘વાદળી’ ધ્રુવપદથી શરૂ થાય છે. લગભગ પંક્તિએ પંક્તિએ વાદળીનાં રસપૂર્ણ ચિત્રો આલેખાતાં આવે છે, ને છેલ્લે જે રીતે ‘વાદળી બારે મહિને હવે વાત રે !’ એમ લીલયા કહેવામાં આવે છે તેનો સ્વાદ કંઈક ઓર છે ! ‘ધોળાં રે વાદળ’માં નાટ્યાત્મક રીતે વાદળ અને ડુંગર વચ્ચેના સંવાદ દ્વારા, અન્યોક્તિકાવ્યમાં સૂચિત થાય છે એ રીતનો કાવ્યાર્થ સૂચિત થાય છે. એમાં ડુંગરના ‘હૈયું શ્વેત અથાગ !’ – એવાં માર્મિક વચનનો ધોળાં વાદળે ‘શિવોર્મિ’થી આપેલ જવાબ સચોટ છે ! ‘વસંતવર્ષા’માં ‘સરવડાં’માં ઉમાશંકરે વર્ષાકાવ્યોનું ગુચ્છ આપ્યું છે. એમાંયે કવિ પ્રસંગોપાત્ત, ‘સ્નેહમાં સુવાસ સાથ વખડાંયે સંપશે’ જેવી પંક્તિઓ આપે છે, પરંતુ એમની એવી જીવનદૃષ્ટિ સાથે સૌન્દર્યદૃષ્ટિનો પણ પૂરતો પરિચય ગીતગુચ્છમાંથી મળી રહે છે. ડોળા કાઢતો દુકાળ, પખવાજ બજાવતો મેઘ, ધરતીને વીરપસલી દેતો દરિયાવીર, વર્ષાની રંગભીની રૂમઝૂમતી રાત, ફૂલડાં ઝરતો ને ઉરઆંગણ મહેકાવતો પારિજાત, આંખો ચોરી લઈ જતી બગલાની પાંખો, થનગનતો મન-મયૂર, નીલ ગગનમાં ઊડતાં સારસ, વર્ષના મેહભીંજ્યા વહેલા પરોઢના ક્યારનીયે બોલતી કોકિલા, બાજરીએ આવેલાં બાજરિયાં, થોડો એક આભથી ઢોળાઈ ગયેલો ને પાંદડાંની લીલી કટોરીઓમાં ઝિલાઈને ખીલેલો તડકો – ‘ડાળીભરેલો’ શ્રાવણનો તડકો — આ સર્વ દ્વારા વર્ષાની એક સમૃદ્ધ સૌન્દર્યસૃષ્ટિ કવિના ગીતગુચ્છમાં ખડી થાય છે. ‘આજ સાંજના મેઘલ તડકે, ઊડતાં બગની પાંખો મલકે’ – આ દૃશ્ય જોઈ શકતી કવિ-આંખને જ ડાળીભરેલો શ્રાવણનો તડકો જોતાં ‘એને શામાં હું સંઘરી લઉં ? એને શામાં હું સંભરી લઉં’ એવી વૃત્તિ થાય છે. એ તડકો વર્ષાના ઊઘડેલા ઉમળકારૂપ કવિને પ્રતીત થાય છે. બીજા એક ગીત ‘થોડોએક તડકો’માં ઓચિંતી આવી લાગતી વાયુલહરીથી થોડોએક તડકો આભથી ઢોળાઈ ગયાની કવિની વાત છે. એ તડકાને હૈયામાં ઝીલી લેવાનું કવિને ગમ્યું છે. ઝીણા ઝબૂકતા આગિયાથી કવિને જે સ્પંદન થયું છે તે રહસ્યમધુર છે. કવિએ રંગભરી સંધ્યાનું વિશાળ ચિત્ર પણ ગીતમાં આલેખ્યું છે. શરદની શુચિપ્રસન્ન સૌન્દર્યસંપત્તિનું ઋજુ રીતે ગીતોમાં નિરૂપણ થયું છે. ભાદ્રસુંદરીની કલ્પના મજાની છે, તો ધરતી ધોતા દૂધથી ખીલેલા મનભર કાશનું સૌન્દર્ય પણ આસ્વાદ્ય છે. ‘વર્ષારંભ’ જેવી ગીતમાળામાં (એને ‘સંગીતરૂપક’ કહેવાનું મન થતું નથી.) ‘આસો ઉત્સવનો માસ’ જેવી પદાવલિમાં પણ શારદ સૌન્દર્યની પ્રસન્ન આભાનો સંચાર વરતી શકાય. ગરબે ઘૂમતી રંગઘેલી શરદ રઢિયાળી ને ‘કૃષિકામે અઠંગ મચેલી’ (કવિની શબ્દપસંદગી વિશે શું કહેવું ?) હેમંત હૂંફાળીને પણ કવિ ગાય છે. મંગલ ગાન કરતાં ‘હો સર્વત્ર સુરતત્વ ઉલ્લસન !’ એમ ‘સંસ્કૃતરંગી’ પંક્તિઓ પણ રચે છે. કવિએ પાનખરને પણ પ્રભુના ઘરની કહી ગાઈ છે: ‘પાનખર પ્રભુના ઘરની આવી.’ – આ પંક્તિમાં પદમૈત્રી (કે વર્ણમૈત્રી ?) સ્પષ્ટ છે.
ઉમાશંકરે ગીતમાં સ્નેહ ને સંતત્વને કોઈ ને કોઈ રીતે ગાયું છે. ‘આવો’ ગીતમાં ‘આવો વધાવો સંત વસંત આવી’ કહેતાં સંત-વસંતનો જે યોગ એમણે સાધી બતાવ્યો છે તે અર્થપૂર્ણ છે. શબ્દ પણ અર્થની વ્યંજનામાં સુભગ રીતે સહાયક થાય છે. વસંતનું ખરું સ્વાગત કરવાનો અધિકારી તો સંત જ. એ સંતના સંદર્ભે જ ઉમાશંકર ‘જુએ તે રુએ’ ગીતમાં ‘એની એક આંખ રુએ ને બીજી લુહે’ એમ કહે છે.
ઉમાશંકરે ‘પગરવ’માં પ્રભુનો પગરવ જ્યાં જ્યાં જે રીતે સુણ્યો છે તે જોતાં પ્રભુ વિશેની એમની વિભાવના વ્યાપક અને પ્રતીતિકર લાગે છે. ‘પ્યાલા’ નામે જાણીતી પદરચનાઓની આપણે ત્યાં એક પરંપરા છે. લખીરામના પ્યાલા તો સારી પેઠે જાણીતા પણ છે. ઉમાશંકરની ‘જગતપ્યાલો’ રચનાને એ પરંપરામાં જોવા જેવી છે. હિન્દી ભાષા-લયના કેફનો કંઈક સ્વાદ આપતી આ રચનામાં પ્યાલાના ભક્તિ-રસનો જોશીલો કેફ-ખુમાર તો ક્યાંથી હોય ? એનો થોડો અણસાર અહીં આવે છે ખરો ! ‘રામમઢી’, ‘ઘટમાં ઘૂંટાય નામ’, ‘સૂરજ ઢૂંઢે’ જેવી રચનાઓમાં આપણી સમૃદ્ધ ભજનપરંપરાનો ઠીક ઠીક સાક્ષાત્કાર કવિ પોતાના સફળ ભજનપ્રયોગોથી કરાવી શક્યા છે. ‘તરવેણી તીરે રામમઢી’ રચવામાં, ‘જગની ઝાડીઓમાં ઝૂલતા અમરફળ’નો સ્વાદ બતાવવામાં ઉમાશંકરની સાચી કવિત્વસાધના કારણભૂત છે. ઉમાશંકરે કેવીક સુંદરતાથી, સહજલીલાથી ‘વ્હાલા’ની વાત કરી છે ! –{{Poem2Close}}
<Poem>
'''“બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે ?'''
{{Space}} '''જોવા તોયે લોચનિયાં ઘેલાં રહે રે હો જી.”'''</Poem>
{{Right|(ભોમિયા વિના, પૃ. ૯૫)}}
{{Poem2Open}}
અને કવિ પરંપરાના પ્રતાપે ને છતાં સ્વકીય ભાવાવેગથી ઊચરે છે :{{Poem2Close}}
<Poem>
'''“ગગન ઘેરીને આજે દર્શન વરસો રે વ્હાલા !'''
{{Space}} '''ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી.”'''
{{Right|(ભોમિયા વિના, પૃ. ૯૫)}}
{{Poem2Open}}
‘બલિ’માં ‘હું જો પાવલિયે તારે ચંપાવા | આવડો થાઉં અધીર, | તો તને તારું માન જરીક જ | છોડતાં શેની પીડ ?’ – એમ ગાતા ઉમાશંકર અને ઉપરની પંક્તિઓ ગાતા ઉમાશંકર જુદા લાગતા નથી ? ને છતાંય એકંદરે એમની સમગ્ર કવિતામાં સમજણની જિકર કરતા એક જ કવિ – રૂઢ ભારતીય સંસ્કારમાં જેનાં મૂળિયાં છે એવા કવિ પ્રગટ થાય છે એમ કહેવામાં વાંધો આવતો નથી.
ઉમાશંકરે સામાજિક વિષમતાને લગતાં ‘પહેરણનું ગીત’, ‘ઘાણીનું ગીત’, ‘હથોડાનું ગીત’, ‘દળણાંના દાણા’ વગેરે ગીતો આપ્યાં. ‘પહેરણનું ગીત’ ટૉમસ હૂડના’ ધ સૉન્ગ ઑફ ધ શર્ટ’ નામના ગીતના થોડા ભાગના અનુવાદરૂપ છે. આ ગીતના ઢાળની પસંદગીની વાત કરતાં તે કાળના સ્નેહરશ્મિ આદિ કવિઓમાં આ પ્રકારે સમાંતરે એવા જ ઢાળની પસંદગી થયાની રસિક હકીકતનો તેમણે નિર્દેશ કર્યો છે. આ ગીતોમાં રોજિંદા જીવનની હાડમારી સાથે જીવતી ભાષાનો કવિએ સચોટ વિનિયોગ કર્યો છે :{{Poem2Close}}
<Poem>
'''‘પેલા જનમમાં પીડ્યો હશે શું'''
{{Space}} '''ગરીબ ગાયનો જણ્યો !'''
'''(તે) આ જનમારે મનેખનો દેહ'''
{{Space}} '''મૂંગો બળદિયો બણ્યો !'''
{{Space}} '''વીરા ! ફૂદડીફેર ફરાયો ! –'''</Poem>
{{Right|(‘ઘાણીનું ગીત’, ગંગોત્રી, પૃ. ૪૧)}}
{{Poem2Open}}
‘ઘરે ઘરે વીર ગાંધી જગાવો, બારણે બારણે બુદ્ધ’ – આ પ્રકારની પ્રચારગર્ભ ને છતાં સૂત્રાત્મક પંક્તિઓ આપતી ‘બારણે બારણે બુદ્ધ’ ગીતરચના એ લખાઈ તે અરસામાં સારી પેઠે જાણીતી થયેલ રચનાઓમાંની એક છે. ‘ઉકરડો’ પણ ‘અસુંદર’માં ‘સુંદર’ને જોવાની તત્કાલીન પ્રબળ કવિવૃત્તિમાંથી જન્મેલી ગીતરચના છે. એનું સંવાદરૂપ અને તળપદું ઢાળરૂપ એમાંના વક્તવ્ય-વસ્તુને અનુકૂળ હોવાનું વરતાય છે.
ઉમાશંકરે ગીતમાં ભાષા-લય-સ્વરૂપાદિનું વૈવિધ્ય સારા પ્રમાણમાં બતાવ્યું છે. ‘ગીતગંગોત્રી’, ‘ઝંખના’, ‘ઘાણીનું ગીત’, ‘ભોમિયા વિના’, ‘ઉકરડો’, ‘ગૂજરાત મોરી મોરી રે’, ‘સાબરનો ગોઠિયો’, ‘મ્હોર્યા માંડવા’, ‘ગાણું અધૂરું’, ‘શ્રાવણ હો !’, ‘પૂર ! પૂર ! આવે છે પૂર !’, ‘ધોળાં રે વાદળ’, ‘વાટડી’, ‘શુક્રતારા’, ‘ધરતીને’, ‘ગામને કૂવે’, ‘ચૂંદડી’, ‘કોઈ જોડે, કોઈ તોડે’, ‘ઘૂમે ઘેરૈયા’, ‘ફૂલડાં ઝરે રે પારિજાતનાં’, ‘એક સમે ગોકુળમાં’, ‘પાનખર પ્રભુના ઘરની’, ‘કેમ ના –’, ‘સોણલું’, ‘આજ મારું મન’, ‘લવારું’, ‘પગરવ’, ‘જગતપ્યાલો’, ‘જુએ તે રુએ’, ‘સપનાં લો કોઈ સપનાં’, ‘હું ગૂર્જર ભારતવાસી’, ‘ઘટમાં ઘૂંટાય નામ’, ‘માધવને મુખડે મોરલી’ વગેરે રચનાઓનો સાથેલાગો વિચાર કરતાં ઉમાશંકરની ગીતશક્તિનો વાસ્તવિક ખ્યાલ આવે છે.
ઉમાશંકરે લોકગીતની પરંપરાને બરોબર આત્મસાત્ કરી હોવાને કારણે લોકગીતની સૂક્ષ્માતિસૂક્ષ્મ ભંગિઓને પોતાનાં ગીતોમાં ઉતારી શક્યા છે. એમની એક સુંદર ગીતરચના ‘ગામને કૂવે’ જોતાં આ વાતની પ્રતીતિ થાય છે. એ ગીતનો વિકાસ, એમાંની ભાવનિરૂપણની રીતિ, લય ને પદાવલિ – સર્વમાં લોકગીતની ખૂબીઓ પ્રગટ થાય છે. ઉપાડ જ કેવો સુંદર છે ! –{{Poem2Close}}
<Poem>
'''‘ગામને કૂવે પાણીડાં નહિ ભરું,'''
{{Space}} '''કૂવે કળાયલ મોર, મોરી સૈયરું,'''
{{Space}}{{Space}} '''ગામને કૂવે પાણીડાં નહિ ભરું.’'''</Poem>
{{Right|(આતિથ્ય, પૃ. ૧૪૨)}}
{{Poem2Open}}
આ કળાયેલ મોરને અનુલક્ષીને બીજા એક ગીતમાં કવિ કહે છે :{{Poem2Close}}
<Poem>
'''‘તારે કમખે નાચે સખી ! મોરલો,'''
{{Space}} '''પાલવડે ઢળકે ઢેલ,'''
{{Space}}{{Space}} '''સખી ! હૈયે કળાયલ મોરલો.’'''</Poem>
{{Right|(આતિથ્ય, પૃ. ૧૪૭)}}
{{Poem2Open}}
ઉમાશંકરે ગીતમાં ખીલતા શબ્દને રસપૂર્વક માણ્યો છે અને તેથી જ એવા શબ્દ-રસને ફરી ફરીને માણવાની સર્જનાત્મક વૃત્તિએ તેમને ગીતમાં સતત ગુંજરતા રાખ્યા છે.
આપણે ઉમાશંકરનાં જે ગીત-ઉદાહરણો જોયાં તેમાં ઉમાશંકરની ગીતના સ્વરૂપ વિશેની ઊંડી ને સાચી સમજ તેમ જ કવિકોશલ ઉભયનો સાક્ષાત્કાર થઈ શક્યો હશે. એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા (Vol. No. ૨૦, ૧૯૬૪, P. ૯૮૬)માં ગીતની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે:
“Song is the joint art or words and music, two arts under emotional pressure coalescing into a third. The relation and balance of the two arts is a problem that has to be resolved anew in every song that is composed.”
— આ વ્યાખ્યા અનુસાર ગીતમાં લિરિકના એક પ્રકાર તરીકે શબ્દગત–ભાષાગત સંગીતતત્ત્વ, લયાન્વિતતા અને ભાવોત્કટતા અનિવાર્ય છે.{{Poem2Close}}
___________________________
S <small>‘પ્રસ્થાન’માં આ કાવ્ય ‘અમે’ શીર્ષકથી પ્રસિદ્ધ થયું ત્યારે તેમાં મૂકેલી નોંધમાં આ નવ પંક્તિઓના (જેમાં છેલ્લી પંક્તિ અગાઉની આઠથી સહેજ લાંબી હોય) બંધને અંગ્રેજી સ્પેન્સિરિયન વર્સની ઢબનો ગણાવવામાં આવેલ. એમાં પ્રાસરચના ક, ખ, ક, ખ, ખ, ગ, ખ, ગ, ગ – એમ રાખેલી છે.</small>
{{Poem2Open}}
ઉમાશંકર પ્રાજ્ઞ કવિ છે. એમની કવિતામાં સામાન્ય રીતે શબ્દ અર્થને અનુસરે છે એમ કહેવાનું મન થાય. કાવ્યસર્જન-વેળાએ શબ્દને હૃદ્ગત અર્થની જોડાજોડ સ્થાન આપવામાં તેમની કવિચેતના સતત સક્રિય અને કદાચ અવારનવાર સભાન હોય છે. ઉમાશંકર કાબેલ કસબી હોઈ પોતાની કવિકર્મની સંપ્રજ્ઞતાને ભાવકપ્રત્યક્ષ ન થાય એ રીતે નેપથ્યે રાખી શકે છે. ગીત જેવા ભાવોત્થ કાવ્યપ્રકારમાં આ સંપ્રજ્ઞતા ભાવકને વખતોવખત પ્રત્યક્ષ થઈ જાય છે. એમનું ગીત પ્રેરણાની પળમાંથી ઉદ્ભવે છે; પણ એ જ પળમાં કદાચ એનો સંપૂર્ણ વિકાસ સાધી લેતું નથી. એમનું પ્રજ્ઞાબળ ગીતને પૂર્ણ દેહ સમર્પવામાં સહાયભૂત થાય છે. આથી ગીતમાં જે ‘white heat’નો અનુભવ થવો જોઈએ તે હંમેશાં એમનાં ગીતોમાં થતો નથી. એમનાં કેટલાંક ગીતો તો સાંભળ્યા પછી મનમાં મમળાવીએ ત્યારે જ વધુ સ્વાદુ લાગે છે. એમનાં ગીતોમાં શબ્દનું સંગીત હોય છે પણ એમાં રસમયતાને મુકાબલે રસજ્ઞતાનું તત્ત્વ વધારે હોય છે. એમનાં ગીતોમાં નાદસૌન્દર્ય અને ભાવસૌન્દર્ય સર્વત્ર ને સર્વથા એકરસ – એકરૂપ થયેલાં લાગતાં નથી. બે વચ્ચે રહી જતો આંતરો ગીતને જામતું અટકાવે છે. તેઓ નાદસૌન્દર્ય અને ભાવ–સૌન્દર્યનું અદ્વૈત સિદ્ધ કરવા સતત સાવધાન હોય છે, પરંતુ એ સાવધાની જ ગીતને ‘અનુષ્મ’ બનાવી દેતી કેટલીક વાર લાગે છે. ગીતનું સરલ-તરલ રૂપ કવિના શિષ્ટતા-પ્રેમનું કંઈક દબાણ અનુભવે છે. ભાવક એમના ગીતથી આકર્ષાય છે, એમાંનાં શિષ્ટતાગુણે એની સાથે સંબંધ બાંધવા પણ પ્રેરાય છે ને છતાં એમના ગીતને પૂરા મનથી ચાહી નહિ શકાયાનો વસવસો પણ અનેક વાર અનુભવતો રહે છે. એમનાં ગીતોમાં ઈશ્વરદત્ત પંક્તિઓ – ‘ડિવાઇન લાઇન્સ’ – અવારનવાર મળે છે, પણ પછી એ પંક્તિઓના અનુસંધાનમાં કેટલુંક ‘ફ્રેમવર્ક’ (ચોકઠાબંધીનું કામ) થતું વરતાય છે. એમાંય તે એમની કવિત્વ-શક્તિનો પ્રતાપ તો હોય છે જ ! ગીતનું ઊછળતું ઝરણું નહેરના માર્ગે બંધાઈ જાય છે ત્યારે ચિત્તક્લેશ થાય છે. એમની સભાન કલાકાર – (‘કૉન્શ્યસ આર્ટિસ્ટ’) તરીકેની પ્રકૃતિ-શક્તિ ગીતને ઉત્તમ કક્ષાએ પહોંચાડવામાં પૂરતી કામયાબ થતી લાગતી નથી. હૃદયમાં પ્રેમ ઊછળતો હોય અને છતાં ગમે તે કારણે ‘હું પ્રેમ કરું છું’ એવી સભાનતા જો મનમાં રહે તો પ્રેમની અનુભૂતિને જ વિક્ષેપ પહોંચે તેમ એમના હૃદયમાં ગીતનો પ્રાણ ઊછળતો હોવા છતાં, એ ઉછાળને વધુમાં વધુ સાર્થક રીતે, સુરેખ રીતે ગીતના લયની સરળતા, પ્રવાહિતા આદિ જાળવીને રજૂ કરવાની એમની વૃત્તિ સરવાળે એમના ગીતની સ્વાભાવિક ગતિલીલામાં બાધક બનતી હોય એવું એમનાં અ-સફળ ગીતો વાંચ્યા-સાંભળ્યા પછી લાગે છે. જે મનોવ્યાપારને બળે એમનાં ગીતોમાં વિષય, લય, પદાવલિ આદિનું વૈવિધ્ય જોવા મળે છે; જેને કારણે એમની ગીતરચના પરંપરા સાથેનું સફળ અનુસંધાન જાળવતાં પોતાની પ્રયોગલીલા દાખવે છે એ જ વ્યાપાર એમને જ્યારે ગીતોમાં ખોવાઈ જતાં રોકે છે ત્યારે હાથમાં–કંઠમાં આવેલું ગીત એમ જ ઠરડાઈ કે ખોવાઈ ગયાનો અનુભવ ભાવકને થાય છે.S ભોમિયા વિના ભમવાની વૃત્તિએ, ખોવાઈ જવાના ખેલની તીવ્ર અભીપ્સાએ જ્યારે એ ગીતલયમાં બંધાય છે ત્યારે ભોમિયો ભૂલે એવી ગીતકંદરાનું આહ્લાદક નિસર્ગદર્શન એ કરાવી રહે છે. એમની ગીતશક્તિની મર્યાદાનાં તેમ જ એની સિદ્ધિનાં ‘બુલંદ’ દૃષ્ટાંતો ઠીક ઠીક પ્રમાણમાં એમના કાવ્ય-સંગ્રહોમાંથી મળે છે.
ઉમાશંકરે એમનાં ગીતોમાં પરલક્ષી તેમ જ આત્મલક્ષી ઉભય પ્રકારના અનુભવો ગાયા છે. એમની સમષ્ટિનિષ્ઠા આત્મલક્ષી અનુભવના ગાન વખતે પણ હાજર હોય છે અને તેથી જ આત્મલક્ષી અનુભવની અભિવ્યક્તિમાં એમની ભાવોત્કટતા વ્યક્તિત્વના વિસ્તારમાં રૂપાંતર પામે છે એમ કહી શકાય. સમષ્ટિ પ્રત્યેની ઉત્કટ સભાનતાને કારણે એમને માટે વ્યક્તિત્વલોપ અઘરો બન્યો છે. તેથી જ ઉમાશંકર એમનાં ગીતોમાં ખોવાઈ જાય એવું ઓછું બને છે, પણ રહી જાય, છવાઈ જાય એવું વિશેષ બને છે; અલબત્ત, કવિતામાં એનો પણ એક સ્વાદ હોય છે.
ઉમાશંકરે એમના કાવ્યસંગ્રહોમાં કેટલાંક મુક્તક, અથવા મુક્તકની પડખે મૂકવી ગમે એવી લઘુક કાવ્યરચનાઓ પણ આપી છે. ‘ગંગોત્રી’માંની ‘એનાં પ્રેમાશ્રુ’, ‘એની દૃષ્ટિ’, ‘મધુસ્વપ્ને’, ‘સ્વપ્નો શીળાં’, ‘તેવીસમે’ અને ‘ચિરંજીવ તંતુ’નો; ‘નિશીથ’માંની ‘ક્યાં ?’, ‘મુખચમક’, ‘પારિતોષિક’, ‘મહેણું’ (આમ તો તેને ગીતવર્ગમાં મૂકેલ છે.), ‘છતાં પી લે, વ્હાલા !’, ‘જનક વિદેહી’, ‘નવી ઓળખાણ’, ‘એક કડી’, ‘જો...’, ‘બે જણ’, ‘જલનિધિતટે’, ‘સંધ્યાશુક્ર’, ‘એકાન્તે’, ‘યુગોની સંચેલી’, ‘પ્રણય’, ‘અંધારની આંખ’ અને ‘મૌન’નો; ‘આતિથ્ય’માંની ‘મુકામ મારો’, ‘વસંત’, ‘ફોરાં’માંની ‘કોક’, ‘યુગ્મ’, ‘યુગસંધિ’, ‘વિપક્ષી’, ‘દુનિયા’, ‘મછવો’, ‘જે રાસ ખેલે –’, ‘સંસ્કૃતિ’, ‘કવિતા’, ‘સ્હેલું મને સૂઝી ગયું’, ‘કૃતાર્થ’, ‘સદય દુનિયા’, ‘જીવન જમુના’ તથા ‘પ્રણય અને વિરહ’નો; ‘વસંતવર્ષા’માંની ‘વેહ પડ્યે થઈ વાંસળી’, ‘શાકુંતલ’, ‘ગ્યુઇથેનો ઉદ્ગાર’, ‘શ્યામ’, ‘ધરતી, તને’, ‘ઝંખના’, ‘પૂંજી’, ‘આસ્વાદ’, ‘ન મારા ગુનાઓ’, ‘તેથી થયો સફળ’, ‘નર્મદાના પુલ ઉપર’, ‘સ્પર્શું જગતને જ્યાં જ્યાં’, ‘પથ્થરની સલાહ’, ‘નથી મેં કોઈની પાસે’, ‘દુર્વાસાને’, ‘ઓ કેશ મારા !’, ‘પી જાણે’, ‘નાનાની મોટાઈ’, ‘સ્ત્રીની ઊંચાઈ’, ‘મૃત્યુદંડ’ અને ‘ત્રણ અગ્નિની અંગુલિ’નો; ‘અભિજ્ઞા’માંની ‘નિરંજન ભગતને જન્મ દિને’ તથા ‘પંક્તિઓ...’માંની ‘કવિની પ્રાર્થના’, ‘શુભ્રતા’, ‘નાગાસાકીમાં, ‘મનુજમન’, ‘અછત’, ‘નમું તે હાસ્યબ્રહ્મને’, ‘રીઝે બાળક જોઈ જેને –’, ‘જવાહરની અભીપ્સા’ અને ‘શબ્દ’નો આ સંદર્ભે વિચાર થઈ શકે. અહીં નિર્દેશલ ‘ચિરંજીવ તંતુ’, ‘મહેણું’, ‘મુકામ મારો’, ‘દુનિયા’, ‘શાકુંતલ – ગ્યુઇથેનો ઉદ્ગાર’, ‘નથી મેં કોઈની પાસે’, ‘મૃત્યુદંડ’, ‘ત્રણ અગ્નિની અંગુલિ’, ‘નિરંજન ભગતને જન્મદિને’ વગેરે રચનાઓ ખૂબ ટૂંકી છે એ એક, અહીં મુક્તકો સાથે તેમને મૂકવાનું દેખીતું કારણ છે. અહીં નિર્દેશેલ બધી રચનાઓને મુક્તકની વ્યાખ્યામાં આવરી લેવી મુશ્કેલ છે. અહીંયાં ‘મુક્તક’થી આપણે આ સમજીએ છીએ : “મુક્તક એટલે છૂટું એક જ કડી કે શ્લોકનું કાવ્ય... એક સુંદર મનોભાવને અખંડ, અશેષ વ્યક્ત કરનારો આખો પ્રસંગ એક જ શ્લોકમાં બરાબર કહેવાઈ રહે છે... જેમાં મહાન સત્ય હોય અથવા એક જ પ્રેમની લહરી પણ અત્યંત ઘન, અત્યંત મિઠ્ઠી હોય અને આખું મુક્તક એકદમ યાદ રહી જાય એવું હોય... આ ભાષાનું બળ, રસની ઘનતા, પ્રસાદ, સઘ:પ્રકાશ, એકદમ યાદ રહી જાય એવો આકાર, ઉચ્ચાર, સદ્યોહારિતા, મસ્તી, શબ્દલાઘવ.”૧૩૦ શ્રી ડોલરરાય માંકડે મુક્તક વિશે કરેલી ચર્ચામાં પણ રામનારાયણની વાત જ મુખ્યત્વે છે અને તે પણ આપણી મુક્તક વિશેની સમજને સમર્થિત કરે છે. મુક્તકની પંક્તિસંખ્યા કે પદ્યબંધ વિશેની માન્યતામાં પરંપરાજડ રહેવાની જરૂર નથી. ઉમાશંકરનાં કેટલાંક મુક્તકો વિચાર, ભાવ, ભાષા, છંદ અને અપૂર્વ રજૂઆત–છટાથી, કલ્પનાચાતુરી કે ધ્વનિચમત્કૃતિથી સદ્ય ધ્યાન ખેંચે છે; દા. ત.,{{Poem2Close}}
<Poem>
૧. '''“સ્વપ્નો શીળાં સર્જનહારનાં તે'''
'''થીજી જતાં ભૂતલના કવિ બન્યા;'''
'''ને સ્વપ્નની સંસ્મૃતિ અંતરે જડી'''
'''બની રહી તે પ્રિય પ્રકૃતિલીલા.”'''</Poem>
{{Right|(‘સ્વપ્નો શીળાં’, ગંગોત્રી, પૃ. ૯૨)}}
26,604

edits

Navigation menu