ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3,344: Line 3,344:
'''“પ્રણય તરુણી ! તો તો તારી કદી કરવો ન’તો.”'''</poem>
'''“પ્રણય તરુણી ! તો તો તારી કદી કરવો ન’તો.”'''</poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૧૩૧)}}
{{Right|(વસંતવર્ષા, પૃ. ૧૩૧)}}
{{Poem2Open}}
થાય છે કે અહીં છંદ જ કવિતા છે ! છંદ એવા ભાવસામર્થ્યથી ભાષામાં પ્રગટ થયો છે. ‘ગુરુશિખર’માં ‘ખડક દૃઢ આ ઊભો, મારા પગો અહ ! ધ્રૂજતા.–’માં સ્થૈર્યનું બળ હરિણીની લલિત ગતિમાં પ્રગટ થઈ શક્યું છે. આમાં વર્ણવિન્યાસ – પદવિન્યાસનો પણ ફાળો છે જ. અલબત્ત, આ જ ‘ગુરુશિખર’ કાવ્યમાં છંદની આવશ્યકતાએ ‘સ્વર્ગ’ ‘સ્વરગ’ બને એ જચતું નથી. ઉમાશંકરે હરિણીનો શાલિની, માલિની, મંદાક્રાન્તા, સ્રગ્ધરા જેવા છંદોના મિશ્રણમાં પ્રયોગ નથી કર્યો તે નોંધવા જેવું છે; તો સાથે સાથે હરિણીના પ્રયોગમાં પ્રાસબદ્ધ પંક્તિઓ રચવા તરફનું તેમનું વલણ રહ્યું છે તે પણ નોંધવું ઘટે.
ઉમાશંકરે વસંતતિલકા, શિખરિણી, પૃથ્વી, મિશ્રોપજાતિ અને અનુષ્ટુપનો સારી પેઠે ઉપયોગ કર્યો છે. મિશ્રોપજાતિ અને શાલિનીના મિશ્રણના, મિશ્રોપજાતિ ને અનુષ્ટુપ, વસંતતિલકા અને અનુષ્ટુપ આદિના મિશ્રણના એમના પ્રયોગો પ્રમાણમાં વધુ છે.
‘ગંગોત્રી’માં ‘ઉરસંધિ’ અને ‘કવિતાને’ એ બે સૉનેટમાં વસંતતિલકા પ્રયોજાયો છે. તેમાં કશું વૈશિષ્ટ્ય નથી. ‘નિશીથ’માં ‘આત્મસંતોષ’, ‘પ્રણયીની રટણા’, ‘ગઢ શિવનેરી’; ‘આત્માના ખંડેર’માં ‘ઊગી ઉષા’, ‘સત્ત્વપુંજ’, ‘દે પયઘૂંટ, મૈયા !’ ‘અકિંચન’, ‘અફર એક ઉષા’ – આ આઠ સૉનેટમાં વસંતતિલકા પ્રયોજાયો છે. ‘આ ભૂમિનો બનીશ એક દી હું વિજેતા’ – આ ઉક્તિને સંકલ્પનું બળ મળેલ હોઈ એનું વસંતતિલકાના લયમાં નિરૂપણ દૃઢગતિ લાગે છે. એકંદરે ‘આત્માનાં ખંડેર’માં વસંતતિલકાનો પ્રયોગ ઉમાશંકરની છાંદસકલાની પ્રૌઢિ દાખવે છે. ‘મૂક મિલન’માં વસંતતિલકાની ૧૩ પંક્તિઓ સ્રગ્ધરા સાથે સંવાદી રીતે જોડાય છે. એમાં ભાવપ્રેરિત ભાષાકર્મે કરીને વસંતતિલકાનો લય કેવી તરેહ ધારણ કરે છે તે જુઓ :
{{Poem2Close}}
<poem>
“આંખો મળી ન મળી ને નમી ગૈ સુશીલ
ઊર્મિ લળી ન હળી ને શમી ગૈ વિવેકે.”</poem>
{{Right|(નિશીથ, પૃ. ૩૨)}}
{{Poem2Open}}
‘લોકલ’માં૧૩૩ પણ વસંતતિલકા કવિએ પ્રયોજ્યો છે. ‘આતિથ્ય’માં ‘વસંતદીક્ષા’માં વસંતતિલકા વૃત્તની પસંદગી વિષયાનુકૂલ તો લાગે જ; એમાં ન્હાનાલાલીય છંદ-છટાનો અણસાર પણ વરતાય છે. ‘આત્માની એ વરદ રમ્ય વસંતદીક્ષા’ – આ પંક્તિ નીચે ઉમાશંકરની સહી ન હોય તો ન્હાનાલાલની એ પંક્તિ હોવાનુંયે કોઈ કહે ! ‘કવિ’માં ઉમાશંકરે વસંતતિલકાનો ‘હું’ અને ‘તે’ વચ્ચેના સંવાદમાં પ્રયોગ કર્યો છે. બોલચાલની ભાષાના ઉચ્ચારણને અનુરૂપ વસંતતિલકાને તેઓ ઢાળે છે :
{{Poem2Close}}
<poem>
'''તે – શું છે ?'''
'''હું – નથી કંઈ જ ?'''
'''તે – લે ! કંઈ બોલ, બોલ.'''
'''શાને રિબાય ? કથની તુજ સર્વ ખોલ.'''
'''હું – તું તો વદે કંઈ ન, પાણીથી પાતળો હું'''
'''વાચાળતાથી બનું.'''
'''તે –  શું નવ હુંય મોહું'''
'''વાચા વિશે ?'''
{{Right|(આતિથ્ય, પૃ. ૬૫)}}
</poem>
26,604

edits

Navigation menu