ઉમાશંકરનો વાગ્વૈભવ/૧. ઊર્મિકવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3,380: Line 3,380:
અહીં બોલનારની વાણીને અનુરૂપ વસંતતિલકાની લયગતિને આકૃત કરતાં તેનું કંઈક અપૂર્વ રૂપ પ્રગટ થાય છે. જોકે હજુ વાણીમાં જેટલી જીવંતતા અને લયમાં જેટલી સ્વાભાવિક મુક્તતા પ્રગટ થવી જોઈએ તેટલી થઈ શકી લાગતી નથી. ‘વસંતતિલકા’નો કવિએ ‘નેપથ્યે નર્તિકાને’, ‘ચિત્રવિધાતાને’, ‘શિલ્પલાલસા’, ‘ધીરી સખી’ વગેરેમાં પણ પ્રયોગ કર્યો છે. વસંતતિલકા લાંબાં કાવ્યોમાં નભાવવો મુશ્કેલ હોય છે, પરંતુ કવિની શબ્દપ્રભુતા ને રસિકતાનો સહારો, ઓછામાં ઓછું છંદની ભાવક પરની પકડને તો સાચવી રાખે છે, વળી એમાં અત્રતત્ર લલિત ગતિચ્છટાનો પ્રભાવ પણ વરતાય છે :
અહીં બોલનારની વાણીને અનુરૂપ વસંતતિલકાની લયગતિને આકૃત કરતાં તેનું કંઈક અપૂર્વ રૂપ પ્રગટ થાય છે. જોકે હજુ વાણીમાં જેટલી જીવંતતા અને લયમાં જેટલી સ્વાભાવિક મુક્તતા પ્રગટ થવી જોઈએ તેટલી થઈ શકી લાગતી નથી. ‘વસંતતિલકા’નો કવિએ ‘નેપથ્યે નર્તિકાને’, ‘ચિત્રવિધાતાને’, ‘શિલ્પલાલસા’, ‘ધીરી સખી’ વગેરેમાં પણ પ્રયોગ કર્યો છે. વસંતતિલકા લાંબાં કાવ્યોમાં નભાવવો મુશ્કેલ હોય છે, પરંતુ કવિની શબ્દપ્રભુતા ને રસિકતાનો સહારો, ઓછામાં ઓછું છંદની ભાવક પરની પકડને તો સાચવી રાખે છે, વળી એમાં અત્રતત્ર લલિત ગતિચ્છટાનો પ્રભાવ પણ વરતાય છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Poem2Open}}
કવિ વસંતતિલકાનો ઉપયોગ મુક્તકોમાં પણ કરતા હોય છે; દા. ત., ‘નિશીથ’-માં ‘એક કડી’ ને ‘બે જણ’; ‘આતિથ્ય’માં ‘યુગ્મ’માંનો બીજો શ્લોક (પૃ. ૧૫૦). ‘આતિથ્ય’માં એકેય સૉનેટ વસંતતિલકા’માં પ્રયોજાયેલું મળતું નથી તે નોંધવું જોઈએ; ‘અભિજ્ઞા’માં પણ એવું છે. ‘વસંતવર્ષા’માં ‘નગર-વન’માં વસંતતિલકા સફળ રીતે વપરાયો છે. ‘નગર-વન’ની આરંભની પંક્તિઓની ઉક્તિચ્છટા જુઓ :
{{Poem2Close}}
<poem>
'''“મારે જવું વન મહીં હતું, ભાગ્ય કિંતુ'''
'''દોરી મને નગરમાં ગયું હાથ ઝાલી.”'''</poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૧૫૦)}}
________________
<small>S</small> <small>ખરેખર ભારસૂચક દંડ ‘કૂદું’માંના ‘કૂ’ પર જોઈએ. આ મુદ્રણદોષ લાગે છે. – ચં૰</small>
{{Poem2Open}}
‘અભિજ્ઞા’માં ઉમાશંકરે ‘દૂધસાગર : ગોવા’માં વસંતતિલકાનો રમણીય વિનિયોગ કર્યો છે. `रम्याणि वीक्ष्य, કવિ, યાદ તમારી આવે :’ – એ પ્રથમ પંક્તિનો ‘રમ્યો, નિહાળી, કવિ, યાદ તમારી આવે.’ – એ છેલ્લી પંક્તિ સાથેનો સંવાદ રુચિકર બન્યો છે.
‘ધારાવસ્ત્ર’માં વસંતતિલકા કવિએ ‘હરિશ્ચંદ્રને’માં પ્રવાહી રીતે પ્રયોજ્યો છે. (પૃ. ૪૩) ત્યાં ‘નિમંત્રણ’માં પણ ‘હે પ્રેયસી, હૃદયસ્વામિની હે, પધારો.’ (પૃ. ૯૧) – એમ છટાથી વસંતતિલકાનો પ્રયોગ થયો છે. જોકે એ કાવ્યનો કવિચિત્તમાં ન્યાસ થયેલો ૧૯૩૮માં.
ઉમાશંકરના વસંતતિલકામાં પદવિન્યાસની તપાસ કરનારનું એક બાબત પ્રતિ તુરત ધ્યાન જશે : એમના વસંતતિલકામાં ક્રિયાપદની ઉપસ્થિતિ મોટે ભાગે પંક્તિના અંતમાં હોતી નથી. આરંભમાં કે મધ્યમાં ક્રિયાપદ આવીને વસંતતિલકાગત ઉક્તિને વિશિષ્ટ ભંગિમા બક્ષે છે.
ઉમાશંકરે ‘વસંતતિલકા’નો છંદોમિશ્રણમાં ઠીક પ્રયોગ કર્યો છે. ‘વર્ષે વર્ષે’માં મન્દાક્રાન્તાની બેવડમાં વસંતતિલકા પ્રયોજાયાનું આપણે જોયું છે. ‘આરજૂ’માં વસંતતિલકા મંદાક્રાન્તાની પંક્તિઓ સાથે મળીને સુદૃઢ કડી બાંધે છે, તે પણ આપણે જોયું છે. વસંતતિલકાનો સ્રગ્ધરા સાથેનો (દા. ત., ‘મૂક મિલન’, ‘ગ્રીષ્મપૂર્ણિમા’, ‘ત્રિઉર’) યોગ પણ આપણે જોયો છે. વસંતતિલકાની ત્રણ પંક્તિઓ સાથે એક સ્રગ્ધરાની પંક્તિ જોડાઈ વિશિષ્ટ લયચ્છટાવાળી કડી બાંધી આપે છે. આ વસંતતિલકા મિશ્રોપજાતિ, અનુષ્ટપાદિ સાથે પણ સંવાદી રીતે યોજાતો ઉમાશંકરનાં કેટલાંક કાવ્યોમાં (દા. ત., ‘ગ્રીષ્મપૂર્ણિમા’, ‘સદ્ગત મોટાભાઈ’, ‘તમિસ્રગાથા’ વગેરેમાં) જોવા મળે છે. ‘આતિથ્ય’માં ‘બાલાશંકરને સ્વાગત’ કાવ્યમાં વસંતતિલકામાં કવિ ‘તું મૂર્તિમંત રસ ગુર્જરી વિપ્રલંભ’ જેવી સુંદર અર્થવાળી કંડારેલી પંક્તિઓ રચે છે. ઉમાશંકરે ‘છ ઋતુઓ’માં ‘વસંત’નું વર્ણન કરવામાં ‘વસંતતિલકા’ કેમ પ્રયોજ્યો છે એ સમજી શકાય એવું છે. ‘વર્ષારંભ’ (‘વસંતવર્ષા’, પૃ. ૪૮)માં વસંતતિલકા ગીતોને સાંકળતી સાખી યા વલણની કડીના જેવું કામ આપે છે. આ પૂર્વે આ દિશામાં થયેલા ન્હાનાલાલના પ્રયોગો પણ પૂરતા માર્ગદર્શક છે. ‘પરમ સુંદરતાપિપાસુ હે !’ સૉનેટમાં વસંતતિલકા ને વસંતમૃદંગનું રમણીય મિશ્રણ થાય છે. ‘અસુંદર’ પદના આવર્તનથી વસંતતિલકા-વસંતમંૃદગના લયને કેવો ઉઠાવ, વળાંક મળે છે તે જુઓ :
{{Poem2Close}}
<poem>
'''“ઈર્ષ્યા અસુન્દર, અસુન્દર દંભ, જૂઠ,'''
'''હિંસા અસુન્દર, અસુન્દર ક્રોધ, ઊંચા'''
'''સાદે બીજાથી વદવું અહ શું અસુંદર !'''
'''નિંદા અસુંદર અતિ, મુખ કોઈ મેલી'''
'''આંખે નિહાળવું, અસુંદર એથી ઝાઝું કૈં'''
'''હોઈ શકે ? ભય અસુંદર કેવી ચેષ્ટા'''
'''પોતા પ્રતિ, પરમ સુંદરતાપિપાસુ હે ?!”'''</poem>
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૫૭૩–૪)}}
{{Poem2Open}}
કવિએ અનુષ્ટુપનો પ્રયોગ સૉનેટમાં, મુક્તકોમાં તેમ વર્ણનાત્મક – કથાત્મક કાવ્યો વગેરેમાં કર્યો છે. ‘અભિજ્ઞા’ સુધીના સંગ્રહોમાં કેવળ એક જ સૉનેટ ‘પરાધીન કવિ’ (નિશીથ) અનુષ્ટુપમાં છે. મુક્તકોમાં અનુષ્ટુપ–શ્લોકબદ્ધ પંક્તિઓ ઠીક પ્રમાણમાં ‘આતિથ્ય’ અને ‘વસંતવર્ષા’માં મળે છે. ઉમાશંકરે કંઈક દીર્ઘ, વર્ણનાત્મક, કથનાત્મક, સંવાદાત્મક કે કથાત્મક પ્રકારનાં ઊર્મિકાવ્યોમાં અનુષ્ટુપ વાપરી જોયો છે. તેમણે ‘હરીફ’, ‘સદાયનો’, ‘દયારામનો તંબૂર જોઈને’, ‘આવ્યો છું મંદિરો જોવા’, ‘સમૃદ્ધિ ભાદ્રપદની’, ‘ભટ્ટ બાણ’, ‘– અંત એ કલિચક્રનો ?’ અને ‘આનંદ’માં અનુષ્ટુપ વાપર્યો છે. ‘ભટ્ટ બાણ’માં અનુષ્ટુપની છટા મૂળના સંવાદને અનુસરી કવિએ કેવી ઉપસાવી છે તે જોવા જેવું છે :
{{Poem2Close}}
<poem>
'''“અને હું શું શું સંદેશું ? ‘અતિપ્રિય તું છે મને ?’'''
'''– પુનરુક્તિ અરે એ તો. ‘અને હું પ્રિય છું તને ?’'''
'''– પ્રશ્ન એ જડતાનો હા. જૂઠું – ‘ના જીવું તું વિના’'''
'''‘મનોજે હું તને અર્પી’ – એ તો ઉપાય ભેટવા.'''
'''‘તને બેળે હર્યો છે મેં’ – ધૃષ્ટતા તે છકેલની,'''
'''‘ઘટે પધારવું નિશ્ચે’ – વાણી સૌભાગ્યગર્વની.'''
'''‘સ્વયં આવીશ હું’ – એમાં સ્ત્રીચપલ; ઉચારતાં'''
'''‘અનન્યાસક્ત છું’, આત્મભક્તિકથન તુચ્છતા.'''
'''‘ધુત્કારી કાઢશો પ્રેમ – શંકી ના પહોંચાડવો'''
'''સંદેશો’ – તે અરે જાણે ઊંઘેલાને જગાડવો.'''
'''‘અનુજીવી જનોના ના દુ:ખને ગણું હું રજે'''
'''એવી દારુણ થૈ જાઉં’ – અતિપ્રણયિતા જ એ.'''
'''‘મર્યે હું, જાણશો પ્રીતિ’ – કિન્તુ એ તો અસંભવ !”'''
'''– થંભી કાદંબરીવાણી ત્યાં થૈ વિરહનીરવ.'''</poem>
{{Right|(વસંતવર્ષા, પૃ. ૬૫–૬૬)}}
26,604

edits

Navigation menu