ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}  
{{Poem2Open}}  
'''અક્કલદાસ [સં.૧૮મી સદી] :''' રવિભાણસંપ્રદાયના સંતકવિ. ભીમસાહેબના શિષ્ય. હરિજન મેઘવાળ જ્ઞાતિના ગેડિયા બ્રાહ્મણ. ગુરુના આદેશથી થાન (જિ. સુરેન્દ્રનગર)માં સદાવ્રત ચલાવી ગરીબોની સેવા કરી હતી. સરળ ભાષામાં જ્ઞાનબોધ આપતાં ને ગુરુમહિમા કરતા ત્રણથી ૭ કડીનાં ૩ ભજનો(મુ.)ને ૧ સાખી(મુ.) તેમની પાસેથી મળ્યાં છે.
'''અક્કલદાસ''' [સં.૧૮મી સદી] : રવિભાણસંપ્રદાયના સંતકવિ. ભીમસાહેબના શિષ્ય. હરિજન મેઘવાળ જ્ઞાતિના ગેડિયા બ્રાહ્મણ. ગુરુના આદેશથી થાન (જિ. સુરેન્દ્રનગર)માં સદાવ્રત ચલાવી ગરીબોની સેવા કરી હતી. સરળ ભાષામાં જ્ઞાનબોધ આપતાં ને ગુરુમહિમા કરતા ત્રણથી ૭ કડીનાં ૩ ભજનો(મુ.)ને ૧ સાખી(મુ.) તેમની પાસેથી મળ્યાં છે.
કૃતિ : સૌરાષ્ટ્રના હરિજન ભક્તકવિઓ, નાથાભાઈ ગોહિલ, ઈ.૧૯૮૭ (+સં.).{{Right|[શ્ર.ત્રિ.]}}

'''અખઈદાસ/અખૈયો [ઈ.૧૭૬૨ આસપાસ સુધીમાં] :''' ભૂતનાથ - (ઈ.૧૭૬૨ સુધીમાં)ના શિષ્ય. જ્ઞાનમાર્ગી સંતવાણીની પરંપરાનાં તેમનાં ૭ ભજનો(મુ.) તળપદી ભાષાના લાક્ષણિક બળ તેમ જ રૂપકના વિનિયોગથી ધ્યાન ખેંચે છે. તેમાંના ‘તુંબડી અને નાગરવેલનો વિવાદ’માં સંવાદશૈલીનો ઉપયોગ પણ નોંધપાત્ર છે.
'''અખઈદાસ/અખૈયો''' [ઈ.૧૭૬૨ આસપાસ સુધીમાં] : ભૂતનાથ - (ઈ.૧૭૬૨ સુધીમાં)ના શિષ્ય. જ્ઞાનમાર્ગી સંતવાણીની પરંપરાનાં તેમનાં ૭ ભજનો(મુ.) તળપદી ભાષાના લાક્ષણિક બળ તેમ જ રૂપકના વિનિયોગથી ધ્યાન ખેંચે છે. તેમાંના ‘તુંબડી અને નાગરવેલનો વિવાદ’માં સંવાદશૈલીનો ઉપયોગ પણ નોંધપાત્ર છે.
કૃતિ : ૧. અભમાલા; ૨. પ્રાકાસુધા : ૨; ૩. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૪. ભજનસાગર : ૧; ૫. સંતવાણી.

સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[નિ.વો.]}}
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[નિ.વો.]}}
Line 29: Line 29:
અખાએ પોતાના ગ્રંથોમાં વેદાન્તવિચારનું પારિભાષિક નિરૂપણ કર્યું છે અને બૌદ્ધોના શૂન્યવાદ ને વેદાંતના બ્રહ્મવાદ વચ્ચેનો ભેદ દર્શાવવા જેવું (‘અખે-ગીતા’, કડવાં ૨૫-૨૬-૨૭) ઝીણું કામ પણ કર્યું છે, છતાં શાસ્ત્રજ્ઞાન કે દાર્શનિક મતને એ અધ્યાત્મસાધનામાં સર્વોપરી મહત્ત્વ આપતા નથી. ષડ્દર્શનોના મતાગ્રહોની તો એ હાંસી ઉડાવે છે. તત્ત્વજ્ઞાન અખાની દૃષ્ટિએ જીવનનું પરમ લક્ષ્ય છે, પણ એ તત્ત્વજ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન કે દાર્શનિક મત નહીં, પણ જગતના મૂળ તત્ત્વનો - પરમાત્મતત્ત્વનો અંતરમાં થતો અનુભવ, આતમસૂઝ. એટલે જ એ શબરી, કરમાબાઈ જેવાં નિરક્ષર જ્ઞાની ભક્તોનો આદરપૂર્વક ઉલ્લેખ કરે છે.

અખાએ, ખાસ કરીને છપ્પામાં, તત્કાલીન ધાર્મિક-સામાજિક આચારવિચારોની બારીક પરીક્ષા કરી છે અને જ્યાંજ્યાં દંભ, પાખંડ, વહેમ, અજ્ઞાન, અબૌદ્ધિકતા, રૂઢિવશતા દેખાયાં ત્યાંત્યાં એને નિર્મમપણે ઉઘાડાં પાડ્યાં છે. દંભી ભક્તો, પાખંડી ગુરુઓ, કર્મકાંડ, તીર્થાટન, દેહદમન અને અન્ય બાહ્યાચારો ઉપરાંત અવતારવાદ, પુનર્જન્મ, સંસ્કૃત ભાષાનો મહિમા, વર્ણાશ્રમધર્મ, કર્મવાદ તથા ભૂતપ્રેત-જ્યોતિષ-આભડછેટની માન્યતાઓ ઉપર પણ અખાજીએ પ્રહાર કર્યા છે તે તેમની સર્વગ્રાહી જાગ્રત વિચારશક્તિનો આપણને પરિચય કરાવે છે. પણ અખા-ભગત માત્ર ચિંતક કે ચિકિત્સક કે તટસ્થ જ્ઞાની નથી, સંસારને સાથે લઈને ઊંચે જવા માગનાર સંત છે. મનુષ્યમાત્રના કલ્યાણનો એક આવેશ એમનામાં સતત ધબકતો દેખાય છે.

અખામાં મુનશીને જીવનના ઉલ્લાસને સ્થાને શુષ્ક વૈરાગ્ય પ્રેરતી પરલોકપરાયણતા જણાઈ છે; પરંતુ વસ્તુત: એમનામાં આ રીતનો ઐહિક જીવનનો સર્વાંશે તિરસ્કાર નથી. એ નિષ્કર્મણ્યતા નહીં, પણ નિષ્કામતા પ્રબોધે છે, અને સંસારી રસને સ્થાને એમણે દિવ્ય ઉલ્લાસ, ‘અક્ષયરસ’ તરફ નજર માંડી છે તથા એ અક્ષયરસની અનુભૂતિનું ઉમંગભેર ગાન પણ  
અખામાં મુનશીને જીવનના ઉલ્લાસને સ્થાને શુષ્ક વૈરાગ્ય પ્રેરતી પરલોકપરાયણતા જણાઈ છે; પરંતુ વસ્તુત: એમનામાં આ રીતનો ઐહિક જીવનનો સર્વાંશે તિરસ્કાર નથી. એ નિષ્કર્મણ્યતા નહીં, પણ નિષ્કામતા પ્રબોધે છે, અને સંસારી રસને સ્થાને એમણે દિવ્ય ઉલ્લાસ, ‘અક્ષયરસ’ તરફ નજર માંડી છે તથા એ અક્ષયરસની અનુભૂતિનું ઉમંગભેર ગાન પણ કર્યું છે.
કર્યું છે.
ગુજરાતીમાં તેમ જ સાધુશાઈ હિંદીમાં રચાયેલી અખાની સઘળી કૃતિઓ તત્ત્વવિચારાત્મક છે. રચનાસંવત ૨ કૃતિઓની જ મળે છે એટલે બધી કૃતિઓના કાલક્રમ વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. પણ વિચારવિકાસ, શૈલીની પરિપક્વતા, કાવ્યગુણનો ઉત્કર્ષ આદિ ધોરણોથી મહત્ત્વની કૃતિઓના રચનાક્રમ વિશે સહેજસાજ વીગત-ફેરવાળાં અનુમાનો થયાં છે તેમાં ઉમાશંકરે સૂચવેલો રચનાક્રમ આ પ્રમાણે છે : ‘અવસ્થાનિરૂપણ’, ‘પંચીકરણ’, ‘ગુરુશિષ્ય-સંવાદ’ (ર.ઈ.૧૬૪૫/સં. ૧૭૦૧, જેઠ વદ ૯, સોમવાર), ‘સંતપ્રિયા’, ‘ચિત્તવિચાર-સંવાદ’, ‘બ્રહ્મલીલા’, ‘અનુભવબિંદુ’, ‘અખે-ગીતા’ (ર. ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, ચૈત્ર સુદ ૯, સોમવાર). છપ્પા જેવા પ્રકારની રચનાઓ લાંબા સમયપટમાં છૂટકછૂટક થઈ હોવાની શક્યતા છે. થોડાંક પદો અને થોડીક સાખીઓ સિવાયનું અખાનું સઘળું સાહિત્ય મુદ્રિત છે.

ગુજરાતી કૃતિઓમાં ચોપાઈની ૧૦-૧૦ કડીના-૪ ખંડમાં વિભક્ત ‘અવસ્થાનિરૂપણ’ ← અને ચોપાઈની ૧૦૨ કડીની ‘પંચીકરણ’ ← અનુક્રમે શરીરાવસ્થા અને બ્રહ્માંડનાં તત્ત્વોનું બહુધા પરંપરાગત અને પારિભાષિક નિરૂપણ કરે છે,પણ ૪ ખંડ અને દોહરા-ચોપાઈની ૩૨૦ કડીની ‘ગુરુશિષ્ય-સંવાદ’ ← અખાની કેવલાદ્વૈત તત્ત્વદર્શનની ભૂમિકા વીગતે સમજાવે છે ને એમાં પારિભાષિકતાનો ભાર ઓછો થતાં વિષયનું મોકળાશથી નિરૂપણ થયેલું જોવા મળે છે. ચોપાઈની ૪૧૩ કડીની અને અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને વ્યાપી વળતી ‘ચિત્તવિચાર-સંવાદ’ ← પિતા ચિત્તને બોધ આપતા પુત્ર વિચારની અભિનવ કલ્પનાથી અને દૃષ્ટાંતકળાના ઉત્કર્ષથી વિશેષ ધ્યાનપાત્ર કૃતિ બને છે. આમ છતાં, આ જાતની સળંગ રચનાબંધવાળી અખાની રચનાઓમાં અભ્યાસીઓમાં વધુ જાણીતી, અલબત્ત, ‘અનુભવબિંદુ’ ← અને ’અખે-ગીતા’ ← છે. “પ્રાકૃત ઉપનિષદ” (કે. હ. ધ્રુવ) તરીકે ઓળખાવાયેલી ૪૦ છપ્પાની ‘અનુભવબિંદુ’ અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને લાઘવથી અને હૃદયંગમ દૃષ્ટાંતોથી રજૂ કરતી રસાત્મક કૃતિ છે; તો ૪૦ કડવાં અને ૧૦ પદોની ‘અખે-ગીતા’ એમના તત્ત્વવિચારને સર્વગ્રાહી રીતે, લાક્ષણિક દૃષ્ટાંતચિત્રો અને દૃષ્ટાંતશ્રેણીઓ તેમ જ બાનીની તાજગીભરી અસરકારક છટાઓથી અભિવ્યક્ત કરતી એમની, અને ગુજરાતી ગીતાકાવ્યોની પરંપરાની, સર્વોત્તમ કૃતિ છે.

Line 52: Line 51:
અખાજીની દૃષ્ટિએ પરબ્રહ્મપ્રાપ્તિનો ખરો માર્ગ જ્ઞાન છે, જેને એ ‘સૂઝ’ ‘સમજ’ ‘વિચાર’ ‘અનુભવ’ એ શબ્દોથી પણ ઓળખાવે છે. જેમ નૌકામાં બેઠેલો માણસ શ્રમ વિના આખી પૃથ્વી ફરે તેમ સમજ આવી તેને કાયાક્લેશ કરવો ન પડે. જગતપ્રપંચમાંથી પરમેશ્વરને પણ એ સહજપણે પામી લે, જેમ વાદળખોખું કાદવમાંથી પાણી પી લે તેમ. પણ આ સમજ તે શાસ્ત્રજ્ઞાન કે પંડિતાઈ નહીં. શાસ્ત્રને તો અખાજી ૧ આંખ ગણે છે, સૂકા - અનુભવ વગરના જ્ઞાનને એ વ્યંડળમૂંછ સાથે સરખાવે છે અને પંડિતને ટાંકેલી શિલા તરીકે ઓળખાવે છે, જે પાણીમાં બૂડ્યા વિના રહેતી નથી.

સાધનામાર્ગ લેખે ભક્તિનો સ્વીકાર અખાજી મર્યાદિત રૂપે જ કરે છે. વૈષ્ણવી નવધા ભક્તિ - સગુણ ભક્તિ - નો હેતુ એ સમજે છે કે જીવ “ભક્તિરસે કર્મરસ વીસરે”. પણ એ જુએ છે કે નવધાભક્તિ આદરતાં મોહવ્યાપાર મંડાય છે, ભક્તિ એક બાહ્યાચાર બની જાય છે ને ઘણી વાર દંભ કે પાખંડનું રૂપ પણ લે છે. આથી સગુણભક્તિને એ મોતીઘૂઘરી સાથે સરખાવે છે, જે મનમોહન દીસે પણ એનાથી અંતરતાપક્ષુધા શમે નહીં. આમ છતાં નિર્ગુણ પરમાત્મતત્ત્વનો સાક્ષાત્કાર થયા પછી માણસ સગુણભક્તિ તરફ વળે એને અખાજી દૂધમાં સાકર ભળ્યા સાથે સરખાવે છે. અંતે તેઓ વિચારને જ સાચી ભક્તિ - બ્યાશીમો ભક્તિપ્રકાર - કહે છે અને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની એકરૂપતા બતાવે છે : જગતભાવને હૃદયથી દૂર કરવો એનું નામ વૈરાગ્ય; જગતને સ્થાને સર્વત્ર હરિ દેખાય તે ભક્તિ અને સર્વત્ર હરિ દેખાતાં જીવ-બ્રહ્મનું દ્વૈતભાન જાય તે જ્ઞાન.

શાસ્ત્રની ૧ આંખવાળા, દેહાભિમાની, મતાંધ, સંસારાસક્ત, વેષધારી ગુરુઓને અખાજી ચાબખા લગાવે છે, પણ સદ્ગુરુ ચક્ષુ આંજે ત્યારે બ્રહ્મતત્ત્વનું રહસ્ય સમજાય એમ કહી સદ્ગુરુના શરણને આવશ્યક ગણાવે છે અને સદ્ગુરુ, સંત, જ્ઞાની, હરિજનનો મહિમા ગાતાં થાકતા નથી. તોપણ અખાજીની દૃષ્ટિએ ગુરુ મળી જવામાં ઇતિકર્તવ્યતા નથી. વિવેકી ગુરુએ વલોવેલું નવનીત આત્માનુભવરૂપી અગ્નિમાં તપાવવામાં આવે ત્યારે જ ઘી બને છે - અર્થાત્ બ્રહ્મસ્વરૂપની ભાળ મળે છે. એટલે ખરો ગુરુ તો અંતર્યામી કે આત્મા છે. આત્મા તે પરમાત્મા, તેથી પરમાત્મા પણ ગુરુ. બીજી બાજુથી જ્ઞાની ગુરુ તે હરિની જ મૂર્તિ. આમ અખાજી ગુરુ-ગોવિંદ-આત્માનું એકત્વ સ્થાપિત  
શાસ્ત્રની ૧ આંખવાળા, દેહાભિમાની, મતાંધ, સંસારાસક્ત, વેષધારી ગુરુઓને અખાજી ચાબખા લગાવે છે, પણ સદ્ગુરુ ચક્ષુ આંજે ત્યારે બ્રહ્મતત્ત્વનું રહસ્ય સમજાય એમ કહી સદ્ગુરુના શરણને આવશ્યક ગણાવે છે અને સદ્ગુરુ, સંત, જ્ઞાની, હરિજનનો મહિમા ગાતાં થાકતા નથી. તોપણ અખાજીની દૃષ્ટિએ ગુરુ મળી જવામાં ઇતિકર્તવ્યતા નથી. વિવેકી ગુરુએ વલોવેલું નવનીત આત્માનુભવરૂપી અગ્નિમાં તપાવવામાં આવે ત્યારે જ ઘી બને છે - અર્થાત્ બ્રહ્મસ્વરૂપની ભાળ મળે છે. એટલે ખરો ગુરુ તો અંતર્યામી કે આત્મા છે. આત્મા તે પરમાત્મા, તેથી પરમાત્મા પણ ગુરુ. બીજી બાજુથી જ્ઞાની ગુરુ તે હરિની જ મૂર્તિ. આમ અખાજી ગુરુ-ગોવિંદ-આત્માનું એકત્વ સ્થાપિત કરે છે.
કરે છે.
છપ્પામાં વર્ણાશ્રમધર્મ, અસ્પૃશ્યતા, સતયુગ-કલિયુગ એ જાતનો ઉચ્ચાવચ કાળભેદ, અવતાર, પૂર્વજન્મ, જ્યોતિષ, ભૂતપ્રેત, અધ્યાત્મવિદ્યામાં સંસ્કૃતની પ્રતિષ્ઠા આદિ વિશેની અનેક ધાર્મિકલૌકિક માન્યતાઓ પણ અખાજીની બૌદ્ધિક ચિકિત્સાનો વિષય બની છે, જે એમનો જીવનવિમર્શ સર્વગ્રાહી હોવાનું બતાવે છે. ક્યારેક તીક્ષ્ણ કટાક્ષથી, ક્યારેક હકીકત કે અનુભવના દ્યોતક આધારથી, ક્યારેક પૌરાણિક કે લૌકિક દૃષ્ટાંતની મદદથી પણ હંમેશાં પોતાના તત્ત્વવિચારની મૂળ ભૂમિકાએથી અખાજી આવી રૂઢ માન્યતાઓની પોકળતા છતી કરે છે : “આભડછેટ અંત્યજની જણી, બ્રાહ્મણ-વૈષ્ણવ કીધા ધણી,” “પશુ મૂઓ કો ભૂત ન થાય, અખા માણસ અવગત કહેવાય.”

છપ્પામાં અખાજીનું કેટલુંક આત્મકથન પણ નોંધાયું છે. - “જન્મોજન્મનો ક્યાં છે સખા ?” એમ પરમતત્ત્વની આરત અને “છીંડું ખોળતાં લાધી પોળ” એમ અનાયાસ પ્રાપ્તિનો આનંદ પ્રાપ્ત કરતું તત્ત્વચિંતન, સંસારનિરીક્ષણ ને ચિકિત્સા, આત્મકથન વગેરેને લીધે છપ્પામાં શમ, નિર્વેદ, આરત, પ્રસન્નતા, વિનોદ, ઉપહાસકટાક્ષ આદિ અનેકવિધ ભાવમુદ્રાઓ ઊઠતી રહી છે.પણ એમાં અખાજીની સૌથી વધુ સબળ ભાવમુદ્રા હાસ્યકટાક્ષની છે, જેને કારણે ઉમાશંકર જોશી એમને ‘હાસ્યકવિ’ કહેવા પ્રેરાયા છે અને બળવંતરાય ઠાકોરને એમના કવિત્વના ‘અલૌકિક અગ્નિ’ની પ્રતીતિ કરાવતા કેટલાક ‘પયગંબરી કટાક્ષ’ની નોંધ લેવાની થઈ છે. છપ્પાના મુક્ત પ્રકારને લઈને અહીં ઉપમેય-ઉપમાનરચનાની કેટલીક વિલક્ષણ ભંગિને અવકાશ મળ્યો છે - “વ્યાસ-વેશ્યાની એક જ પેર, વિદ્યા-બેટી ઉછેરી ઘેર”, “વેષ, ટેક ને આડી ગલી, પેઠો તે ન શકે નીકળી”, “એક અફીણ, બીજો સંસારી રસ, અધિક કરે ત્યમ આપે કસ”, - તથા સદાય સ્મરણીય બની રહે તેવા સૂત્રાત્મક ઉદ્ગારો માટેની ભૂમિકા ઊભી થઈ છે. ઉપમા અને લોકોક્તિ એ ૨ અભિવ્યક્તિ-માધ્યમોના બહોળા અને અસરકારક વિનિયોગથી અખાજીએ સાધેલી ચિત્રાત્મકતા અને વેધકતા એવી છે કે છપ્પામાં તત્ત્વજ્ઞાન અને કવિતાનો મેળ વધુમાં વધુ બેઠો હોવાનું પ્રતીત થાય છે.

છ-ચરણી ચોપાઈનો બંધ, વિવિધ અંગોમાં છપ્પાની, ગોઠવણી, લોકોક્તિઓનો બહોળો ઉપયોગ, સમાજચિકિત્સા, કટાક્ષશૈલી, કેટલાંક વિચારવલણો ને કેટલાક ઉદ્ગારો પરત્વે છપ્પા પર માંડણની ‘પ્રબોધ-બત્રીશી’નું ઋણ સ્પષ્ટ હોવા છતાં અખાજી એમના પ્રખર બુદ્ધિતેજ, દાર્શનિક ભૂમિકા, અનુભવનો આવેશ તથા ઉપમા-ભાષાબળથી પોતાની મૌલિકતા સ્થાપી  
છ-ચરણી ચોપાઈનો બંધ, વિવિધ અંગોમાં છપ્પાની, ગોઠવણી, લોકોક્તિઓનો બહોળો ઉપયોગ, સમાજચિકિત્સા, કટાક્ષશૈલી, કેટલાંક વિચારવલણો ને કેટલાક ઉદ્ગારો પરત્વે છપ્પા પર માંડણની ‘પ્રબોધ-બત્રીશી’નું ઋણ સ્પષ્ટ હોવા છતાં અખાજી એમના પ્રખર બુદ્ધિતેજ, દાર્શનિક ભૂમિકા, અનુભવનો આવેશ તથા ઉપમા-ભાષાબળથી પોતાની મૌલિકતા સ્થાપી આપે છે. {{Right|[જ.કો.]}}
આપે છે. {{Right|[જ.કો.]}}

'''‘અખે-ગીતા’''' [૨. ઈ.૧૬૪૯/સં. ૧૭૦૫, ચૈત્ર સુદ ૯, સોમવાર] : ૪ કડવાં અને ૧ પદ એવા ૧૦ એકમો ને દરેક કડવા તેમ જ પદમાં લગભગ નિયત કડીસંખ્યા - એવો સુઘડ રચનાબંધ ધરાવતી, કુલ ૪૦ કડવાં અને ૧૦ પદની, ચોપાઈ અને પૂર્વછાયા (= દુહાની દેશી)માં રચાયેલી અખાની આ કૃતિ (મુ.) એના તત્ત્વવિચારના સર્વ મહત્ત્વના અંશોને મનોરમ કાવ્યમયતાથી આલેખતી હોઈ એની પરિણત પ્રજ્ઞાનું ફળ ગણાવાયેલી છે. સરહદો ક્યાંક-ક્યાંક લોપાયેલી છે તેમ છતાં એકમોમાં ચોક્કસ વિષયવિભાગો જોઈ શકાય છે. જેમ કે, એકમ ૨ : માયાનું સ્વરૂપ અને કાર્ય; એકમ ૩ : માયામાંથી મુક્ત થવા માટેની સાધનત્રયી - વિરહવૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન; એકમ ૪ : અણલિંગી તત્ત્વજ્ઞાનીનાં લક્ષણો; એકમ ૫ અને ૬ : બ્રહ્મતત્ત્વનું સ્વરૂપ તથા એનું ઈશ્વર, જીવ અને જગત રૂપે પરિણમન; એકમ ૭ : બ્રહ્મવાદ અને શૂન્યવાદનો ભેદ; એકમ ૮ : સંતસંગનો મહિમા. એકમના સમાપન રૂપે આવતાં પદો, ધ્રુવપંક્તિની પેઠે, ‘અખે-ગીતા’ના કેન્દ્રવર્તી વિષય પર આવી ઠરે છે − એ પરબ્રહ્મના સ્વરૂપનું કે એના સાક્ષાત્કારનું ગાન કરે છે અથવા હરિ-ગુરુ-સંતની એકતા પ્રબોધી એમનું શરણ લઈ મહાપદ પ્રાપ્ત કરવાનો બોધ આપે છે. ૪ પદોમાં હિંદી ભાષા પ્રયોજાયેલી છે એ એક નોંધપાત્ર હકીકત છે.

Line 164: Line 161:
   
'''અભયકુશલ'''[ઈ.૧૬૮૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં પુણ્યહર્ષના શિષ્ય, ૨૭ ઢાળની ‘ઋષભદત્તરૂપવતી-ચોપાઈ’ (૨. ઈ.૧૬૮૧/સં. ૧૭૩૭, ફાગણ સુદ ૧૦), પુણ્યહર્ષના અનશનપૂર્વક સ્વર્ગગમન પછી રચાયેલા સ્તૂપ અને થયેલ પ્રતિષ્ઠા-ઉત્સવની માહિતી આપતી ૮ કડીની ‘પુણ્યહર્ષ-ગીત’ અને હિન્દી-રાજસ્થાનીમાં ૫૬ કડીની ‘વિવાહપટલભાષા/વિવાહવિધિવાદ-ચોપાઈ’ એ કૃતિઓના કર્તા.  

સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોંકા સાર’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩ (૨); ૩. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ - ‘કતિપય ઐતિહાસિક ગીતોંકા સાર’, અગરચંદ નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩ (૨); ૩. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
   
'''અભયતિલક'''[ઈ.૧૩મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનપતિસૂરિના પટ્ટધર જિનેશ્વરસૂરિના શિષ્ય. ઈ.૧૨૩૫માં દીક્ષા, ઈ.૧૨૬૩માં ઉપાધ્યાયપદ. અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં રચાયેલ ૨૧ કડીના ‘મહાવીર-રાસ/વીર-રાસ’ (મુ.)ના કર્તા. આ કાવ્ય ઈ.૧૨૫૧/૧૨૬૧માં જિનેશ્વરસૂરિએ ભીમપલ્લીના મંડલિકવિહારમાં વીરપ્રભુની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી એના મહોત્સવને વર્ણવે છે એ તે અરસાની જ રચના જણાય છે. આ કવિએ સંસ્કૃતમાં ‘દ્વયાશ્રયકાવ્ય-વૃત્તિ’ પર ટીકા (૨. ઈ.૧૨૫૬), ‘ન્યાયાલંકારટિપ્પન’ અને ‘વાદસ્થલ’ એ કૃતિઓ પણ રચી છે.  

કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં); ૨. પ્રાગુકાસંચય (+સં); ૩. જૈનયુગ, કાર્તિક અને માગશર ૧૯૮૩ - ‘વીરરાસ’, સં. લાલચંદ્ર ભ. ગાંધી.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]}}
   
'''અભયધર્મ'''[ઈ.૧૫૨૩માં હયાત] : જૈન સાધુ. ‘દશદૃષ્ટાંતવિસ્તર’ - (૨. ઈ.૧૫૨૩)ના કર્તા.  

Navigation menu