રવીન્દ્રપર્વ/રવીન્દ્રનાથની સર્જનપ્રવૃત્તિ: શિરીષ પંચાલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રવીન્દ્રનાથની સર્જનપ્રવૃત્તિ: શિરીષ પંચાલ|}} {{Poem2Open}} <center>શિર...")
 
No edit summary
 
Line 114: Line 114:
વિપુલ ગૌરવે સર્વ ગ્લાનિ ભૂલી જજે.
વિપુલ ગૌરવે સર્વ ગ્લાનિ ભૂલી જજે.
</poem>
</poem>
કેટલીક વાર રવીન્દ્રનાથ કોઈક પ્રકારની જીવનદૃષ્ટિ કાવ્યમાં પ્રગટાવવા કથાની પાલખનો આધાર લે છે. વાચકોનું ધ્યાન કથામાં જ પરોવાયેલું રહે તો પેલી જીવનદૃષ્ટિ વિસરાઈ પણ જાય. ‘રંગરેજની દીકરી’ આવું જ એક કાવ્ય છે. તેમાં પસંદ કરેલાં પાત્રો જુઓ. દિગ્વિજયી પંડિત શંકરલાલની સામે સાવ સામાન્ય રંગરેજની મુગ્ધ કન્યા અમીનાને મૂકી છે. એનું ચિત્ર કેવી રીતે ઉપસાવ્યું છે?

<poem>
<poem>
ગાતી જાય ને રંગ મેળવતી જાય
ગાતી જાય ને રંગ મેળવતી જાય
Line 134: Line 134:
હવે એક દિવસ અમલાના ઘરે જઈને બધો અસબાબ નિહાળે છે અને એમાંથી મળી આવે છે અમલાનો પત્ર. બાપ પાસે તરત ને તરત પત્ર કવિ વંચાવતા નથી. બાપનું મન વારે વારે શંકિત, છેવટે એને શાળામાં દાખલ કરે છે પછી બોર્ડીંગ હાઉસમાં પણ અકાળે તેનું મૃત્યુ થાય છે. કવિ આ મૃત્યુની વાત વિગતે કરતા નથી, બાપને અત્યન્ત ભાવુક બનતો પણ દેખાડતા નથી. બાપ એટલું જ કહે છે: દેવતાએ એને લઈ લીધી.

અને પછી કાવ્યના અન્તે અતિ ઘેરો કરુણ પ્રગટે છે. પેલા પત્રમાં લાંબુંચોડું કશું લખ્યું ન હતું, પત્રમાં આટલું જ લખ્યું હતું:

‘તમને મળવાની બહુ ઇચ્છા થાય છે.’
‘તમને મળવાની બહુ ઇચ્છા થાય છે.’
રવીન્દ્રનાથની કવિતામાં વાગાડમ્બર જરાય જોવા નહીં મળે. હા, તેમની કવિતામાં ઉપમા-ઉત્પ્રેક્ષાનું પ્રમાણ ભારે માત્રામાં જોવા મળશે. ક્યારેક એક જ કાવ્યમાં ઉપરાછાપરી ઉત્પ્રેક્ષાઓ આવી જશે. દા.ત.

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 272: Line 272:
રવીન્દ્રનાથને મન આ વિશ્વ અદ્ભુત આશ્ચર્યોથી ભરેલું છે, મનુષ્યને કોણ વિકસાવે છે? કવિ એ શક્તિથી જાણે અજાણ છે પણ એ શક્તિ માતાના વક્ષસ્થળ જેવી જ કવિને તો પ્રતીત થાય છે. રવીન્દ્રનાથની કવિતામાં અવારનવાર સત્ય અને આનન્દના સંકેતો આવ્યા કરશે. જે કોઈ શક્તિ છે તેમાંથી જગત પર આનન્દ જ વહી આવ્યો છે. કવિને તો જે દૂરથીય દૂર છે તે પણ નિકટતમ ભાસે છે. એક રીતે જોઈએ તો કવિ પ્રકૃતિના, કોઈ અગોચર તત્ત્વના ભક્ત છે અને એ તત્ત્વનો સ્પર્શ શુભ નીવડે છે. એ પરમ તત્ત્વ વ્યક્તિની ચેતનામાં વિલસી રહ્યું છે, એને કારણે જ અસત્ય, મિથ્યાત્વ દૂર રહે છે, જે જે કુટિલ છે, જે જે અમંગલ છે તેને જ દૂર રાખવાનું છે. આમ જોવા જઈએ તો કવિ ઉપર મધ્યકાલીન સન્તપરમ્પરાનો ભારે પ્રભાવ પડેલો છે. સાથે સાથે જે પરમ તત્ત્વ, જે પ્રાણરસ કવિની અંદર રહ્યો છે તે જ જગતભરમાં વિલસી રહ્યો છે. આને કારણે જ સ્વ અને ઇતર ભિન્ન રહી શકતા નથી. બીજા શબ્દોમાં જે વિશ્વભરમાં સ્પન્દનો ચાલી રહ્યાં છે તે જ કવિચેતનામાં છે. કવિ વધુ સ્પષ્ટ થઈને કહેશે કે પૃથ્વીની માટીના કણેકણમાં, લાખો તણખલાંમાં કે વૃક્ષના પુષ્પેપાને આ પરમ તત્ત્વ, પ્રાણતત્ત્વ વિલસી રહ્યું છે. કવિ અવારનવાર દૂરિતને બાજુ પર રાખી મંગલની વાત કરે છે. ગુજરાતના કવિ ઉમાશંકર જોશીએ પણ દૂરથી આવતા મંગલ શબ્દને જોયો હતો, સાંભળ્યો હતો. રવીન્દ્રનાથ તો બધા ગર્વને બાજુ પર મૂકીને એ પરમ તત્ત્વનું અભિમાન જ હૈયે સંઘરવા માગે છે. એ પરમ તત્ત્વને કારણે જ જે કંઈ સ્થૂળ માનસમ્માનની પ્રાપ્તિ થઈ છે તે હવે ક્ષુલ્લક છે. તેમણે એક પ્રવચનમાં કહ્યું હતું કે મને સાવ નાનો જ રહેવા દો, મારે કશા ગુરુતમ પદની ખેવના નથી અને એટલે જ તેઓ પોતાને અકુણ્ઠિત ચિત્તે અનન્તના આંગણે વિહાર કરતા જોઈ શકે છે. પદ, પ્રતિષ્ઠા, માનમરતબા તો માનવીને ઈશ્વરી ચેતનામાં ભળી જતા અટકાવે. કવિચેતના માત્ર મનુષ્યજગત નહીં, માત્ર જીવજગત કે વનસ્પતિજગત નહીં, માત્ર જડજગત નહીં પણ પૃથ્વીની પાર નક્ષત્રલોક સુધી વિસ્તરેલી છે એટલે જ ક્યાંક તેમણે કહ્યું છે, ‘લક્ષ જોજનેર દૂર તારકા સેઇ આમાર નામ જાનિ.’ આ કોઈ ફૂલણજીનું અભિમાન નથી એ કહેવાની જરૂર ખરી?

આ કવિચેતના સન્નદ્ધ છે અને એવી જ રહેવા માગે છે. કેટલા બધા મધ્યકાલીન કવિઓએ સંન્યસ્તાશ્રમને બદલે ગૃહસ્થાશ્રમનો આગ્રહ ક્યાં નહોતો રાખ્યો? ત્યાગ અને વૈરાગ્યની વાતો કરનારા પુરુષસંન્યાસીઓએ સ્ત્રીની આભડછેડ રાખી હતી, આ કવિ તો ઇન્દ્રિયજન્ય આનન્દનો આસ્વીકાર કરીને, ઇન્દ્રિયો દ્વારા સામે પ્રગટ થતા જગતનો અસ્વીકાર કરીને મોક્ષ મળે તો તેનો કશો અર્થ નથી એવું માનતા હતા.  

અને એટલે જ આપણે જોઈશું કે કવિ ઇન્દ્રિયગોચર કલ્પનો વારંવાર પ્રયોજતા રહે છે, એમનો અલંકારવ્યાપાર પણ એ જ છે. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે અહીં કશાનો વિરોધ નથી, જેટલી સહજતાથી વિરાટનો સ્વીકાર છે તેટલી જ સહજતાથી તુચ્છ, ક્ષુદ્રનો પણ સ્વીકાર છે. અને એટલે જ પોતાનો નાનકડો દીવો બુઝાઈ ન જાય તેની પ્રાર્થના તેઓ કરે છે. એક રીતે જોઈએ તો કવિ એકાકી અને બીજી રીતે સમષ્ટિથી સમૃદ્ધ. ગૌતમ બુદ્ધની એક વિશિષ્ટતા તેમને બહુ સ્પર્શી ગઈ હતી. બુદ્ધ પોતાના એકલાને માટે કોઈ મોક્ષ, કોઈ નિર્વાણ ઇચ્છતા ન હતા. તેઓ દુનિયાભરના જીવની મુક્તિ ઇચ્છતા હતા, તે માટે તેઓ મથ્યા હતા અને સર્વને મુક્તિ એટલે પોતાને મુક્તિ મળી જ જાય. કવિ પણ કહેશે  

18,450

edits

Navigation menu