ઉમાશંકરનો વાગ્વૈભવ/એકાંકીઓ/સાપના ભારા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૧. સાપના ભારા | }} ૧૯૩૨માં વીસાપુર જેલમાં તેમણે મોટી સંખ્ય...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading| ૧. સાપના ભારા  |  }}
{{Heading| ૧. સાપના ભારા  |  }}

{{Poem2Open}}
૧૯૩૨માં વીસાપુર જેલમાં તેમણે મોટી સંખ્યામાં નાટકો વાંચ્યાં; એટલું જ નહિ, લખ્યાંયે ખરાં. એમનાં બાવીસ ગ્રંથસ્થ એકાંકીઓમાંથી સાત એકાંકીઓ ૧૯૩૨માં લખાયેલ છે. આ વર્ષમાં તેમની આજ દિન સુધીની કારકિર્દીનાં કેટલાંક ઉત્તમ-વિશિષ્ટ એકાંકીઓ તેઓ આપે છે. ‘સાપના ભારા’ કે ‘બારણે ટકોરા’ જેવાં એકાંકી નાટકોની સિદ્ધિ–પ્રસિદ્ધિ સ્પષ્ટ છે.

‘સાપના ભારા’નાં એકાંકીઓમાં વધુમાં વધુ મુક્ત રીતે ઉમાશંકરમાંનો કલાસર્જક પ્રગટ થઈ શક્યો છે. એમાં જે વિષયો એકાંકીઓ માટે ઉપાડ્યા છે તેની સાથે આ નાટ્યસર્જકનો લોહીનો સંબંધ હતો. ભાષા – તે બાજુની બોલી – એ, જે અનુભવજગત એમણે પસંદ કર્યું તેને માટેનું વધુમાં વધુ કામયાબ માધ્યમ હતું. ઉમાશંકર તેથી એમાં વધુમાં વધુ સઘનતાથી – તીવ્રતાથી એક સાચા કલાસર્જક તરીકે પ્રગટ થઈ શક્યા છે. ઉમાશંકરે આ નાટ્યલેખન વખતની (એટલે કે ૧૯૩૨-૩૩ના અરસાની) પોતાની મનોદશાનો નિર્દેશ કરતાં લખ્યું છે :

Line 152: Line 153:
‘સાપના ભારા’માં આ નાટક છેલ્લે આવ્યું તેથી ‘હાઉ ડિસઍપોઇન્ટિંગ’ એવી ન પડવી જોઈતી છાપ મન ઉપર રહી જતી હોવાની શ્રી ‘સરયૂ’ની ફરિયાદ વિશે શું કહેવું ? છેવટે તો સમગ્ર સંગ્રહનું જ મૂલ્યાંકન થવાનું. આખો સંગ્રહ ઉત્તમ-વિશિષ્ટ નાટકોના અભૂતપૂર્વ સંચયરૂપ છે. ‘વિરાટ જનતા’ને ‘મૌગ્ધ્યભરી ચાતુરી’નું જ નાટક લેખવું બરોબર છે ? આમેય ‘ચાતુરીનું નાટક’ કહેવું હોય તો ‘વૈદગ્ધ્યભરી ચાતુરી’નું નાટક કહેવું ઘટે. વિશિષ્ટ નાટ્યપ્રયોગ લેખે તો તેનું મૂલ્ય રહેશે જ.

‘સાપના ભારા’ એકાંકીસંગ્રહનો સૌ નાટ્યવિવેચકોએ ઉમળકાથી સત્કાર કર્યો જણાય છે. આ સંગ્રહે ઉમાશંકરને સમર્થ એકાંકીકાર તરીકે સુપ્રતિષ્ઠિત કર્યા. આ એકાંકીઓ, શ્રી દલાલ કહે છે તેમ, ઉમાશંકરની આર્દ્રતા અને સંવેદનનો સારો એવો કાર્ડિયોગ્રામ પૂરો પાડે છે.<ref> કવિનો શબ્દ, પૃ. ૧૫૧. </ref> ‘સાપના ભારા’ની સૃષ્ટિ ઉમાશંકરના અનુભવની સૃષ્ટિ છે.<ref> નિરંજન ભગત; કવિનો શબ્દ, પૃ. ૯૫. </ref> એમાંનાં પાત્રોમાં સહનશીલતા, ખુમારી, જીવનનું ઝેર પચાવવાની શક્તિ વગેરે ધ્યાનપાત્ર છે. ઉમાશંકરે વ્યક્તિ–સમષ્ટિના પારસ્પરિક સંબંધોમાંથી, વ્યક્તિચેતનાના મુક્ત આવિર્ભાવ સામે સ્થગિત સામાજિક રૂઢિઓના સંઘર્ષમાંથી નાટ્યક્ષમ વસ્તુ ઉપાડવાનો પ્રયત્ન કર્યો છે. માનવમાં નિહિત સત્યની વૈવિધ્યપૂર્ણ ગતિલીલામાં એમનો રસ ઉત્કટ છે. તેથી ઉમાશંકરની નજર વાસ્તવિક ક્ષર સૃષ્ટિનું નિરૂપણ કરતાં પેલા અક્ષર તત્ત્વને પણ ધ્યાનમાં રાખે છે અને તેથી એકંદરે એમનાં એકાંકીઓમાં વ્યાપક જીવનસંદર્ભમાં સ્ફુરતા માનવસત્યનો યત્કિંચિત્ સાક્ષાત્કાર થઈને રહે છે. ‘સાપના ભારા’નાં એકાંકીઓમાં લેખક વાસ્તવિક તેમ જ ભાવનાજગતના પ્રશ્નો લઈને ચાલે છે. જોકે આ એકાંકીઓ એકંદરે તો વાસ્તવનો ગહન-ઊંડો સ્પર્શ આપી રહે છે. એકાંકીકાર ઉમાશંકરને જરૂર પડી છે ત્યારે કવિ ઉમાશંકરે કેટલીક વાર સુંદર સાથ આપ્યાનાં ઉદાહરણો પણ ‘સાપના ભારા’, ‘બારણે ટકોરા’, ‘ઊડણ ચરકલડી’, ‘શલ્યા’, ‘કડલાં’ આદિ કૃતિઓમાં મળી રહે છે. વસ્તુત: એક જ ઉમાશંકર કવિયે છે તેમ નાટકકાર છે. એમનામાં કવિ ને નાટ્યકાર વચ્ચેના અવિનાભાવિસંબંધનો આ એકાંકીઓ સરસ રીતે સંકેત આપે છે.

{{Poem2Close}}