8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૩. અનાથ | }} ‘અનાથ’ ઉમાશંકરનું એકનું એક ત્રિઅંકી સામાજિક ન...") |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading| ૩. અનાથ | }} | {{Heading| ૩. અનાથ | }} | ||
{{Poem2Open}} | |||
‘અનાથ’ ઉમાશંકરનું એકનું એક ત્રિઅંકી સામાજિક નાટક છે. આ નાટક સાન્તાક્રુઝમાં ચાલતા કુમારવૃંદે ૧૯૩૪માં ‘વડો નિશાળિયો’ નામથી ભજવેલું. આ નાટકના ત્રણ અંકો એક પછી એક ક્રમશ: ૧૯૩૬ના ‘કૌમુદી’ના જુલાઈ (પૃ. ૨૯–૩૯), ઑગસ્ટ (પૃ. ૧૧૩–૧૨૦) અને સપ્ટેમ્બર (પૃ. ૨૦૪–૨૦૭)ના અંકોમાં પ્રગટ થયા હતા. આ નાટક ઉમાશંકરે એક જ દિવસમાં (એક રાતથી બીજી રાત સુધીમાં) લખેલું.<ref> (ઉમાશંકરે આ ‘શહીદ’નું નામ હવે (‘હવેલી’ નાટ્યસંગ્રહમાં) ‘જીવનદાતા’ રાખ્યું છે તે પણ આ સંદર્ભમાં સૂચક છે. ગુલાબદાસ બ્રોકર યોગ્ય રીતે જણાવે છે કે “જિવાતા જીવનનો સંપર્ક ઝીલતાં એ નાટકો પણ ગુજરાતી એકાંકીના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે – તેમના ગુણો સાથે દોષો સંકળાયેલા હોવા છતાંયે, અને ‘સાપના ભારા’નાં નાટકો જેટલી એકસરખી ઊંચી કલાસપાટીએ એ ન વિહરતાં હોવા છતાંયે.” (રૂપસૃષ્ટિમાં, પૃ. 94)) </ref> એમાં ૧૩ પાત્રો છે, જેમાંનાં પાંચ સ્ત્રીપાત્રો છે. | ‘અનાથ’ ઉમાશંકરનું એકનું એક ત્રિઅંકી સામાજિક નાટક છે. આ નાટક સાન્તાક્રુઝમાં ચાલતા કુમારવૃંદે ૧૯૩૪માં ‘વડો નિશાળિયો’ નામથી ભજવેલું. આ નાટકના ત્રણ અંકો એક પછી એક ક્રમશ: ૧૯૩૬ના ‘કૌમુદી’ના જુલાઈ (પૃ. ૨૯–૩૯), ઑગસ્ટ (પૃ. ૧૧૩–૧૨૦) અને સપ્ટેમ્બર (પૃ. ૨૦૪–૨૦૭)ના અંકોમાં પ્રગટ થયા હતા. આ નાટક ઉમાશંકરે એક જ દિવસમાં (એક રાતથી બીજી રાત સુધીમાં) લખેલું.<ref> (ઉમાશંકરે આ ‘શહીદ’નું નામ હવે (‘હવેલી’ નાટ્યસંગ્રહમાં) ‘જીવનદાતા’ રાખ્યું છે તે પણ આ સંદર્ભમાં સૂચક છે. ગુલાબદાસ બ્રોકર યોગ્ય રીતે જણાવે છે કે “જિવાતા જીવનનો સંપર્ક ઝીલતાં એ નાટકો પણ ગુજરાતી એકાંકીના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે – તેમના ગુણો સાથે દોષો સંકળાયેલા હોવા છતાંયે, અને ‘સાપના ભારા’નાં નાટકો જેટલી એકસરખી ઊંચી કલાસપાટીએ એ ન વિહરતાં હોવા છતાંયે.” (રૂપસૃષ્ટિમાં, પૃ. 94)) </ref> એમાં ૧૩ પાત્રો છે, જેમાંનાં પાંચ સ્ત્રીપાત્રો છે. | ||
પહેલો અંક હસમુખરાય શેઠના દીવાનખાનામાં ભજવાય છે. હસમુખરાય શેઠનાં પત્ની દીવાનખાનામાં બધું સાફસૂફ – ઠીકઠાક કરાવે છે. કોઈના સ્વાગતની તૈયારીઓ લાગે છે. ભોળો નામે નોકર છોકરો આ બાબતમાં માધુ નામના પીઢ નોકરને પૃચ્છા કરે છે ને એથી સમજાય છે કે શેઠને ત્યાં દીકરો પાસ થયાની વધામણી નિમિત્તે આ બધી ધમાલ છે. ભોળાને આ બધી ભણતર-વિષયક ઉજવણીમાં રસ પડતો નથી. હસમુખરાય ને શાંતાગૌરીની વાતચીત પરથી શેખરે મુંબઈ ઇલાકાની યુનિવર્સિટીમાં પહેલા નંબરે ઉત્તીર્ણ થયાનું માન મેળવ્યું છે એમ સમજાય છે. હસમુખરાય અને શાંતાગૌરી ખૂબ ઉત્સાહમાં છે ને કુલગૌરવના વિચારમાં ખોવાઈ જાય છે. વળી હસમુખરાયને પોતા વિશે પણ ભારે વિશ્વાસ ને ઊંચો ખ્યાલ જણાય છે. પુત્ર શેખરની વિદ્યાસિદ્ધિથી પોતે ‘બુદ્ધિમાનોની ગણતરીમાં’ ગણાશે એનો એમને આનંદ છે. | પહેલો અંક હસમુખરાય શેઠના દીવાનખાનામાં ભજવાય છે. હસમુખરાય શેઠનાં પત્ની દીવાનખાનામાં બધું સાફસૂફ – ઠીકઠાક કરાવે છે. કોઈના સ્વાગતની તૈયારીઓ લાગે છે. ભોળો નામે નોકર છોકરો આ બાબતમાં માધુ નામના પીઢ નોકરને પૃચ્છા કરે છે ને એથી સમજાય છે કે શેઠને ત્યાં દીકરો પાસ થયાની વધામણી નિમિત્તે આ બધી ધમાલ છે. ભોળાને આ બધી ભણતર-વિષયક ઉજવણીમાં રસ પડતો નથી. હસમુખરાય ને શાંતાગૌરીની વાતચીત પરથી શેખરે મુંબઈ ઇલાકાની યુનિવર્સિટીમાં પહેલા નંબરે ઉત્તીર્ણ થયાનું માન મેળવ્યું છે એમ સમજાય છે. હસમુખરાય અને શાંતાગૌરી ખૂબ ઉત્સાહમાં છે ને કુલગૌરવના વિચારમાં ખોવાઈ જાય છે. વળી હસમુખરાયને પોતા વિશે પણ ભારે વિશ્વાસ ને ઊંચો ખ્યાલ જણાય છે. પુત્ર શેખરની વિદ્યાસિદ્ધિથી પોતે ‘બુદ્ધિમાનોની ગણતરીમાં’ ગણાશે એનો એમને આનંદ છે. | ||
Line 21: | Line 22: | ||
લેખકની પાસે નાટ્યક્ષમ વસ્તુ છે, તીક્ષ્ણ બુદ્ધિમત્તા ને જરૂરી નાટ્યસૂઝ પણ છે; છતાં નાટક સાંગોપાંગ સંતોષપ્રદ બની શક્યું નથી. લેખકે નાટકને ચિત્તમાં જે રીતે ધારણ કરવું જોઈએ – ‘કન્સિવ’ કરવું જોઈએ એ રીતે કર્યું નહિ હોવાની પ્રબળ છાપ પડે છે. શરૂઆતનો અંક વધુ આકર્ષક થયો છે. પછીના અંકો તો વધુ માવજત માગે છે. વળી વિશ્વામિત્રી જેવાં કેટલાંક પાત્રોને છે તેથી વધુ અવકાશ પણ અહીં આપી શકાય. લેખકની તીક્ષ્ણ બુદ્ધિના ચમકારા ને પ્રતિભાના ઉન્મેષ અત્રતત્ર –સંવાદમાંય ઠીક ઠીક જોવા મળે છે. નાટકને માટેનો અંત પણ લેખકને આમ તો યોગ્ય જ સાંપડેલો છે ને છતાં ત્રિઅંકી તરીકે નાટક સંકુલ પરિસ્થિતિઓના દર્શને જેટલું મનભર થવું જોઈએ તેટલું થયું નહિ હોવાની લાગણી બળવાન રહે છે. કવિએ ‘અનાથ’નો અહીં વિશિષ્ટ અર્થ આપ્યો છે તે સહેજેય આકર્ષક છે જ છે.<ref> ડૉ. સતીશ વ્યાસે ‘અનાથ’ શીર્ષકને ‘અ-નાથ’-રૂપે નિર્દેશી એમાંથી અનાથપણાનો જે વ્યાપક અર્થ ઘટાવ્યો છે તે પણ ધ્યાનપાત્ર છે. (યુગદ્રષ્ટા ઉમાશંકર, ૨૦૦૪, પૃ. ૨૧૦) </ref> લેખકનું દૃષ્ટિબિંદુ – ‘પૉઇન્ટ ઑફ વ્યૂ’ અહીં ખરેખર ધ્યાનપાત્ર છે એમ કહેવું જ રહ્યું. | લેખકની પાસે નાટ્યક્ષમ વસ્તુ છે, તીક્ષ્ણ બુદ્ધિમત્તા ને જરૂરી નાટ્યસૂઝ પણ છે; છતાં નાટક સાંગોપાંગ સંતોષપ્રદ બની શક્યું નથી. લેખકે નાટકને ચિત્તમાં જે રીતે ધારણ કરવું જોઈએ – ‘કન્સિવ’ કરવું જોઈએ એ રીતે કર્યું નહિ હોવાની પ્રબળ છાપ પડે છે. શરૂઆતનો અંક વધુ આકર્ષક થયો છે. પછીના અંકો તો વધુ માવજત માગે છે. વળી વિશ્વામિત્રી જેવાં કેટલાંક પાત્રોને છે તેથી વધુ અવકાશ પણ અહીં આપી શકાય. લેખકની તીક્ષ્ણ બુદ્ધિના ચમકારા ને પ્રતિભાના ઉન્મેષ અત્રતત્ર –સંવાદમાંય ઠીક ઠીક જોવા મળે છે. નાટકને માટેનો અંત પણ લેખકને આમ તો યોગ્ય જ સાંપડેલો છે ને છતાં ત્રિઅંકી તરીકે નાટક સંકુલ પરિસ્થિતિઓના દર્શને જેટલું મનભર થવું જોઈએ તેટલું થયું નહિ હોવાની લાગણી બળવાન રહે છે. કવિએ ‘અનાથ’નો અહીં વિશિષ્ટ અર્થ આપ્યો છે તે સહેજેય આકર્ષક છે જ છે.<ref> ડૉ. સતીશ વ્યાસે ‘અનાથ’ શીર્ષકને ‘અ-નાથ’-રૂપે નિર્દેશી એમાંથી અનાથપણાનો જે વ્યાપક અર્થ ઘટાવ્યો છે તે પણ ધ્યાનપાત્ર છે. (યુગદ્રષ્ટા ઉમાશંકર, ૨૦૦૪, પૃ. ૨૧૦) </ref> લેખકનું દૃષ્ટિબિંદુ – ‘પૉઇન્ટ ઑફ વ્યૂ’ અહીં ખરેખર ધ્યાનપાત્ર છે એમ કહેવું જ રહ્યું. | ||
ઉમાશંકરની નાટ્યશક્તિ એક જ ‘અનાથ’ – ત્રિઅંકી નાટક આપીને કેમ વિરમી ગઈ એ પ્રશ્ન થાય. એમની નાટ્યકલાની સૂક્ષ્મ સૂઝ, સંવાદ-સંવિધાન આદિનું કૌશલ આ બધું જો એકાગ્રપણે અને વધુ ઉત્કટતાએ રંગભૂમિના પ્રયોગોમાં સતત કામ આવ્યું હોત તો તેમની પાસેથી સારાં લાંબાં નાટક પણ મેળવવાની આશા જરૂર સંતોષાત. સંભવ છે એમની નાટ્યકળાને ઇબ્સન કે બર્નાર્ડ શૉની રીતનાં નાટકો ફાવ્યાં હોત. અલબત્ત, આ અનુમાનનો સવાલ છે, ‘હોત’નો સવાલ છે. વસ્તુત: ઉમાશંકરની કીર્તિ નાટ્યક્ષેત્રે તો એકાંકી-પ્રયોગોની બાબતમાં સ્થિરોજ્જ્વલ જણાય છે. જેમ ગુજરાતી કવિતા તેમ નાટ્યક્ષેત્રે પણ ઉમાશંકરની શબ્દસાધના સારી પેઠે ધ્યાનાકર્ષક બની છે. નાટકના શબ્દને એમના જેટલી એકાગ્રતાથી ઉપાસનારા આપણે ત્યાં કેટલા ? માનવજીવનમાં રહેલી વિધિવક્રતાનાં બિંદુઓને પારખી-પકડી લઈ તેને સુરેખ-સચોટ રીતે, કાવ્યાત્મક રીતે નાટ્યદૃશ્યમાં રૂપાંતરિત કરવાની ઉમાશંકરની ફાવટ અને સફળતા ધ્યાનાર્હ છે. ગુજરાતી નાટ્યવિકાસમાં તેઓ એક ‘મજલથંભ’ (‘માઈલસ્ટોન’) જ છે. તેમણે પોતાના નાટ્યપ્રયોગો દ્વારા રંગભૂમિને કાવ્યના સીમાડા સાથે જોડવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. નાટક જોવાય – સંભળાય તે સાથે ચિત્તમાં અનુરણિત પણ થયાં કરે એવી શક્તિ-સિદ્ધિ એમણે એમના નાટ્યપ્રયોગોમાં દાખવી જ છે. | ઉમાશંકરની નાટ્યશક્તિ એક જ ‘અનાથ’ – ત્રિઅંકી નાટક આપીને કેમ વિરમી ગઈ એ પ્રશ્ન થાય. એમની નાટ્યકલાની સૂક્ષ્મ સૂઝ, સંવાદ-સંવિધાન આદિનું કૌશલ આ બધું જો એકાગ્રપણે અને વધુ ઉત્કટતાએ રંગભૂમિના પ્રયોગોમાં સતત કામ આવ્યું હોત તો તેમની પાસેથી સારાં લાંબાં નાટક પણ મેળવવાની આશા જરૂર સંતોષાત. સંભવ છે એમની નાટ્યકળાને ઇબ્સન કે બર્નાર્ડ શૉની રીતનાં નાટકો ફાવ્યાં હોત. અલબત્ત, આ અનુમાનનો સવાલ છે, ‘હોત’નો સવાલ છે. વસ્તુત: ઉમાશંકરની કીર્તિ નાટ્યક્ષેત્રે તો એકાંકી-પ્રયોગોની બાબતમાં સ્થિરોજ્જ્વલ જણાય છે. જેમ ગુજરાતી કવિતા તેમ નાટ્યક્ષેત્રે પણ ઉમાશંકરની શબ્દસાધના સારી પેઠે ધ્યાનાકર્ષક બની છે. નાટકના શબ્દને એમના જેટલી એકાગ્રતાથી ઉપાસનારા આપણે ત્યાં કેટલા ? માનવજીવનમાં રહેલી વિધિવક્રતાનાં બિંદુઓને પારખી-પકડી લઈ તેને સુરેખ-સચોટ રીતે, કાવ્યાત્મક રીતે નાટ્યદૃશ્યમાં રૂપાંતરિત કરવાની ઉમાશંકરની ફાવટ અને સફળતા ધ્યાનાર્હ છે. ગુજરાતી નાટ્યવિકાસમાં તેઓ એક ‘મજલથંભ’ (‘માઈલસ્ટોન’) જ છે. તેમણે પોતાના નાટ્યપ્રયોગો દ્વારા રંગભૂમિને કાવ્યના સીમાડા સાથે જોડવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. નાટક જોવાય – સંભળાય તે સાથે ચિત્તમાં અનુરણિત પણ થયાં કરે એવી શક્તિ-સિદ્ધિ એમણે એમના નાટ્યપ્રયોગોમાં દાખવી જ છે. | ||
{{Poem2Close}} |