અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/સદ્ ગત પિતા માટે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સદ્ ગત પિતા માટે| કમલ વોરા}} <poem> હજુ હમણાં તો આપણે વાતો કરતા હ...")

No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|સદ્ ગત પિતા માટે| કમલ વોરા}}
{{Heading|સદ્ગત પિતા માટે| કમલ વોરા}}
<poem>
<poem>
હજુ હમણાં તો
હજુ હમણાં તો
Line 39: Line 39:
દાદાજીની વારતા માંડું છું.
દાદાજીની વારતા માંડું છું.
</poem>
</poem>

આસ્વાદ: પ્રાયશ્ચિત રૂપે પુત્રનો પિતૃકાયાપ્રવેશ! – રાધેશ્યામ શર્મા

{{Poem2Open}}
પિતૃપ્રધાન, પિતૃશાસિત પરિવેશમાં બહુધા પુત્રો માતારાગી વિશેષ હોય અને પિતા પ્રત્યે કંઈક સાદર અન્તર રાખતા, ક્યારેક વિદ્રોહવૃત્તિ સેવતા રહે છે. પણ પિતાના વાત્સલ્યનો અનુભવ સ્થિર થયો છે ત્યાં એમની હયાતીમાં અને એમના નિધન બાદ એક સર્જકની અભિવ્યક્તિ કેવું કાવ્યરૂપ લે એનું આ કૃતિ ઊર્મિશીલ ઉદાહરણ છે.
રચના, ગદ્યકાવ્યની તરાહમાં એક પણ વિરામચિહ્નના વિનિયોગ વિના પાંત્રીસેક પંક્તિમાં વિલસ્યું છે, ‘ટિક્’ અને ‘અરે’ શબ્દ પાસેના ડૉટ્સના અપવાદ બાદ કરતાં.
તાત્પર્ય કે એકીશ્વાસે કૃતિને સળંગ આત્મસાત્ કરવાની છે, અવિરામ, અવિશ્રાન્ત, નાયકને જાણે સદ્ગત પિતાને કૃતિપાઠ અવકાશમાં સંભળાવવો ના હોય. ભાવક માટે તો ખરો પણ આ કૃતિ ‘સદ્ગત પિતા માટે’ ખાસ છે.
પિતાને સંબોધીને કવિનાયકે કાવ્યની આકૃતિ કંડારી હોય એવી આ વિરલ વસ છે.
પહેલી ચાર લીટીમાં તત્કાલ મરણની અણધારી ઘટના ‘એકાએક સોપો પડી ગયો’ વર્ણનમાં તાદૃશ થઈ છે. પિતાપુત્ર વાતો કરતા હતા અને ‘કોઈ એક ક્ષણ’ એવી આવી કે –
‘સરી ગયા તમે ક્ષણ સોંસરવા
ક્ષણ પછી ક્ષણ પછી ક્ષણ
પછી પછી ક્ષણરહિત સમયમાં
કદાચ સમય સોસરવા.’
આ ભાવક માટે તો અહીં ક્ષણ–ઉપનિષદ્રનું મિનિચર રૂપ ઊભું થઈ ગયું. આમેય ‘અનેકએક’ સંગ્રહમાં ‘ચાર’માં ખંડે ‘ક્ષણો’ વિશે ચાર રચનાઓ હાજર છે. એમાંય ‘ક્ષણો.. બે’ની પદાવલિમાં ક્ષણ-સમયનું સાહચર્ય ધ્યાનાર્હ છે.
ક્ષણ સમય એક અભિન્ન છે…
…ક્ષણ નથી સમય છે.
સમય નથી ક્ષણ છે…
આ ગૂંચમાં વ્યસ્ત છું. (પૃ. ૯૫)
આગળ પૃ. ૯૭ પર ગૂંચ જરીક ઉકેલાઈ છે:
‘ક્ષણમાં
હતું
ન હતું થઈ જાય…’
સદ્ગત પિતા સંબંધે પણ આવું બની રહ્યું ત્યારે કાવ્યનાયક અવાક્ ઊભો રહી શું જોયા કરે છે?
‘શબ્દોને.’
જોવાનું–દ્રષ્ટાભાવનું પૂરું થઈ ગયા પછી ધ્વનિનો કોઠો નિરૂપાયો છે: શબ્દોને ઘડિયાળની ટિક.. ટિક…માં ઝૂલતા….ઝિલાતા / વિલાતા /નેત્ર–શ્રુતિનો સંગમ ભાવક માટે અહીં પૂરો થાય ત્યાં તો સમય–રાત્રિની પ્રગાઢ અન્ધકારદશામાં એક જલસિક્ત ગતિશીલ કલ્પન ઝલમલ્યું છે:
‘રાત્રિના
પ્રગાઢ અંધકારમાં
સૂના શાંત સરોવરે
આપણે એકમેકના હાથ છોડી દીધા હોય એમ
ઝબકી જાઉં છું
આમ, છૂટી જતા હશે હાથ?
ઓસરી રહેલા વમળના વેગે ધ્રૂજતી
હથેળીઓમાં મોં છુપાવી દઉં છું.’
સૂના શાંત સરોવર સમી નિદ્રસ્થ સ્થિતિમાં પિતાએ જ નહીં, પુત્રે પણ પિતાનો હાથ છોડી દીધો ને મૃત્યુમહોદધિમાં પિતા ધકેલાઈ ગયા એનો અજ્ઞાત–ચિત્ત–અપરાધ પુત્રમાં રોપાઈ ગયો હશે એટલે નાયક ઓસરી રહેલા વમળના વેગે ‘ધ્રૂજતી હથેળીઓમાં મોં છુપાવી’ દે છે!
પોતે હાથ (કાપીને?) છોડાવી દીધા એની વિસ્મિત જાણકારી ‘આમ, છૂટી જતા હશે હાથ?’ પ્રશ્નમાં પુરાઈ છે છતાં પોતે પિતાનો હાથ છોડી દેવાનો નાયકસ્થિત અપરાધ મનોવિજ્ઞાનીઓ જેને ઇન્દ્રો પ્યૂનિટિવ (Punitive) સંકુલ દશા કહે એ પ્રકારનો છે. આવા કલ્પિત ગુનાનું પ્રાયશ્ચિત્ત કવિએ નાયકમાં પૉઝિટિવ વળાંક આપી સિદ્ધ કર્યું છે. (વિશેષમાં, જે હાથે પિતાના હાથ છૂટી ગયા તેને પણ છૂટી જવાના ભયે પુત્રના માથામાં આધાર સાધ્યો છે. તાત્પર્ય કે એક તરફ મરણ છે તો બીજી બાજુ જીવન છે. કહો કે એક અ–ખંડિત માળાના ત્રણ મણકા!) એ અરીસામાં પિતાની ઇમેજને પ્રારોપી પોતાનો ચહેરો પિતાની ચહેરા રેખાઓ સાથે હેળવીભેળવી દે છે. અહીં કૃતિ પૂરી થઈ હોત તો આવી અન્ય પ્રથિત કૃતિઓની પંક્તિમાં બેસી જાત.
વ્યષ્ટિની વાતને અહીં સમષ્ટિ–સમય સાથે સંકલિત કરવાનો ઉપક્રમ એક ક્રિએટિવ જંપ જેવો છે.
‘સમયનો
વિશૃંખલ સૂનકાર
શ્વાસમાં, રક્તમાં, છાતીમાં સર…સરતો
સાંભળું છું.’
આવી ‘ફ્રેગમેન્ટેડ ઍમ્પ્ટીનેસ’ને શ્રુતિગોચર કરવાના સાહસ માટે કવિશ્રી કમલ વોરાને ધન્યવાદ…અને અંત તો, ગદ્યકાવ્યમાં ઓપે એવો કથાત્મક પણ છે: ‘યુવા પુત્રના માથામાં હાથ ફેરવતો દાદાજીની વારતા માંડું છું’ – પુત્રનો સ્વૈચ્છિક પિતૃકાયાપ્રવેશ જેટલો ભાવનામય છે એટલો જ વાસ્તવ પ્રતીતિભર્યો છે.
(૨)
જિજ્ઞાસુ ભાવકને વિલિયમ બ્લૅકની પંક્તિઓમાં આલેખાયેલી પુત્રની દારુણ મનોદશા અર્પું?
My mother groaned, my father wept,
into the dangerous world I leapt;
Helpless, naked, piping loud, Like a
fiend hid in a cloud.
(‘Infant Sorrow’)
{{Right|(રચનાને રસ્તે)}}
{{Poem2Close}}

Navigation menu