8,009
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અંદર| કિશોરસિંહ સોલંકી}} <poem> આ અંદર શું છે? અંદર પડી છે તિરાડ...") |
No edit summary |

Line 27: | Line 27: | ||
આ અંદર અંદર શું છે? | આ અંદર અંદર શું છે? | ||
</poem> | </poem> | ||

આસ્વાદ: સર્જક કલ્પનાનો યક્ષપ્રશ્ન – રાધેશ્યામ શર્મા

{{Poem2Open}} | |||
‘અંદર’ રચના કવિના આંતરફલક(inscape)નો સ્પષ્ટ સંકેત આપે છે. કેવી રીતે? | |||
ગેરાર્ડ મૅન્લી હૉપકિન્સે વસ્તુ સાથે આંતરફલકની વાત કરી હતી, પણ સાથોસાથ વૈયક્તિક અનુભૂતિનો ઇશારો પણ ભૂલ્યા નથી: | |||
Inscape refers to the ‘individually–distinctive’ inner structure or underlying pattern of a thing. | |||
વિશિષ્ટ વૈયક્તિક ‘આંતરિક માળખું’ પદાર્થ કરતાં વ્યક્તિનું હોય અને તે ‘અંદર કી બાત’ દર્શાવતી કૃતિનું મૂળભૂત ભાવરૂપ છે. | |||
પ્રથમ અને અંતિમ પદ આ–૧ ‘અંદર’ – રચનાને શુદ્ધ જિજ્ઞાસા–પ્રશ્નથી સાંકળે છે: આ અંદર અંદર શું છે? આવી ‘અંદર ૭’ રચનાઓ છે. અને સાતમી અંતિમ રચના પણ પ્રશ્નાર્થમાં પરિણમી છે. ‘અંદરનાં કમાડ ન ખૂલે એવું નક્કી હોય ખરું?’ તાત્પર્ય કે કશું જ નિશ્ચિત નથી, નિર્ણાયક નથી.’ | |||
પરંતુ મહત્ત્વ – અંદર જે કાંઈ છે એમાં કવિની વેદના તથા સંવેદનાના વૈભવનું છે. અંતરસ્થ વેદનાનો વહીવંચો અહીં આબાદ ઊઘડ્યો છે. એનો વાચક સર્જક નાયક તો હોય પણ ભાવને શરીક કરવાની ક્ષમતાયે છે. | |||
અણીદાર તડકાની શૂળ અંદર અંદર ભોંકાય તેથી તો અંદર ઊંડે તિરાડો પડી છે. કહો કે ચેતનાના ખેતર પર તિરાડોનાં તીડ પડ્યાં છે! કોઈ માઇક્રોસ્કોપ આ દર્દના જખ્મ દર્શાવવાને શક્તિમાન નથી. | |||
પ્રેમદીવાની મીરાંએ ગાયેલું ‘મેરા દર્દ ન જાને કોઈ’ એ રીતભાતે અહીં ‘૪”થી રચનામાં અફસોસ ગૂંથાયો છે: ‘મારાં લખાયેલાં બધાં જ પ્રેમકાવ્યો ખોવાઈ ગયાં છે મારી અંદર. સમુદ્રના કિનારાની, રેતમાં લખાયેલા શબ્દો ભરતીમાં ગરકાવ થઈ ગયા છે અંદર…’ | |||
‘કોઈ બૈદ કો બુલાવો’ જેવો પુકાર અહીં જાણે સં–ભળાશેઃ | |||
કોઈ હકીમ બોલાવો / અંદર નસ્તર મુકાવો’ | |||
અંતઃસ્તલના પાતાળનો શિયાળો એની યથાર્થતામાં ગ્રહી નાયકનો ઉપચાર માટેનો આર્તનાદ સુરેખ ભાષાકર્મથી મંડિત છે: | |||
અંદરના તળિયેથી | |||
ઝમતો શિયાળો | |||
અંદર ઊંઝણ ઉજાવો | |||
અંદર દિવેલ પુરાવો | |||
હકીમને બોલાવવાની બૂમની પીડા ભેળો તળિયાનો શિયાળો (Winter of discontent) અંદની ઘાવને દિવેલ વડે ઉજાવાની અરજ ગુજારે છે. (‘ઊંઝણ’ નહીં ‘ઊંજણ’ શબ્દ જોડણીકોશમાં છે.), | |||
તડકાની શૂળમાં ઉનાળો, પછી દર્શાવ્યો શિયાળો, પછી આવ્યો વગડો’ આ પદમાં – ‘અંદર વગડો વાગે.’ વગડો સાથે તડકો એની શૂળ સમેત ફરી વાગે છે. ઓછામાં પૂરું ‘હરતાં–ફરતાં’ અંદર અંદર એર આભડે!’ | |||
દુઃખના ડુંગરા અને દરિયા બેસુમાર છે. અંદરની આલમમાં. વગડામાં ઊભો દાભ–દર્ભ–વાગે અને ખાંગા થનાર મેઘના સંકેત ‘ગગડે આખું આભ’ કથી કવિતાના વહેણને અભિનયવળાંક દીધો આ પંક્તિમાં: | |||
અંદર ચોમાસું તરસે મરે | |||
અંદર વીરડા ગળાવો | |||
અંદર પાણી છલકાવો | |||
અંદર દરિયો બેઠો છે ચૂપ! | |||
તેથી પૂછું છું તમનેઃ | |||
આ અંદર અંદર શું છે? | |||
ઋતુઓ ત્રાસવાદી પુરવાર થઈ છે, ચોમાસું પણ તરસે મરે છે. કેમ કે અંદર દરિયો ચૂપ બેઠો છે! (આ પંક્તિ માટે કિશોરસિંહને સલામ.) | |||
બોલાવો–મુકાવો, ઉજાવો–પુરાવો, દાભ–આભ જેવા પ્રાસથી શોભતી આ લાંબી કવિતામાં એક અવિશ્લેષ્ય ગતિશીલ કલ્પના (Kinetic image) ચિરસ્મરણીય છે: | |||
રામણ દીવડાની વાટ | |||
પવનની આંગળી પકડીને | |||
નાચતી–કૂદતી | |||
ઓકળીયાણું આંગણું લઈને | |||
ચાલવા માંડે છે… | |||
અને આપણે પણ કવિશ્રી સોલંકીની સાથે આપણા ઘરમાંથી બહાર નીકળી જઈ અનુભવીએ છીએ આ પંક્તિનો મર્મ: ત્યારે એકાએક ઢોળાઈ જાય છે સૂરજ રેલમછેલ મારી અંદર! | |||
{{Right|(રચનાને રસ્તે)}} | |||
{{Poem2Close}} | |||