અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નીરવ પટેલ/દલિત દધીચિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|દલિત દધીચિ|નીરવ પટેલ}} <poem> લો, મારી પૂંછડિયે પેટાવો આગ, તમને...")

No edit summary
Line 29: Line 29:
{{Right|(‘બહિષ્કૃત ફૂલો’ પૃ. ૪૪)}}
{{Right|(‘બહિષ્કૃત ફૂલો’ પૃ. ૪૪)}}
</poem>
</poem>

આસ્વાદ: રુધિરના ભડકાથી ભડકેલી રુદ્ર ચેતના – રાધેશ્યામ શર્મા

{{Poem2Open}}
સામેની સવર્ણ છાતીમાં સીધેસીધી કટાર મારવા ઉત્સુક સર્જકચેતના શું શું કરી શકે બલકે શું ના કરી શકે એનો આ અભિધાસભર ગ્રાફ તે આ અછાંદસ રચના
ઋષિ દધીચિને દલિત રૂપ આપી, એમને પ્રોટાગોનિસ્ટ બનાવી એમના પોઇન્ટ ઑવ વ્યૂથી કર્તા પ્રવર્ત્યા એનું તાત્પર્ય એ કે તે પરકાયાપ્રવેશના રીતિવિશેષનો સફળ અને પ્રબળ ઉપયોગ લઈ શક્યા, સાથોસાથ પૌરાણિક પાત્રને, એના સ્વાર્પણને દલિતદમન સામેના વિદ્રોહમાં પ્રયોજવાનો લાભ લૂંટી શક્યા.
ભાષાકર્મ એટલું સ-ચોટ, શબ્દચયન એવું કે એક શબ્દ નહિ આઘો, નહિ પાછો. સ્વાનુભવને નિજી વૈયક્તિક વિલક્ષણતાથી નવાજવાની ક્ષમતા પણ લક્ષ્યમાત્ર. દા.ત. ‘મારાં હાડકાંનો ભૂકો કરી ભેળો કરો ફૉસ્ફરસ,’ ‘એમના શ્વેત ચહેરાઓ પર તાણો ત્રિપુંડ એમના કપાળે,’ ‘અભડાવી દો ગંગાજળની ઝારી’, ‘તમને બધું બેફામ રંજાડી આપું.’
— આવા બેફામ એક્સપ્રેશન્સ, બેહદ સવર્ણસિતમની સમાન્તરે કવિ કેવા રહી શક્યા એનાં બળેલા-ઝળેલા વિ-દગ્ધ પ્રમાણો છે. સંસ્કૃત ‘પોએટિક્સ’ની વ્યંજનાનું ચીરહરણ નગ્ન વાસ્તવનું પ્રદર્શન ભરવા અહીં જરૂરી ઠર્યું છે,
વિશુદ્ધ કવિતા–વાદીઓ કહેશે, અહીં કવિતા ક્યાં? તો વિનમ્રતાપૂર્વક ચીંધીએ કે –
શીર્ષસ્થ નાયક દધીચિ મુનિ, કૃતિની પહેલી જ પંક્તિમાં સુવર્ણપુરી લંકાદહન કરવા ઉત્સુક હનુમાનજી બની જાય છે અને સરતચૂકથી ના થાય તો સુવર્ણપુરી નહીં, પણ સ–વર્ણપુરીનો મર્મ સમજી જઈએ.
અને ત્રીજી પંક્તિનો જાદુ વળી જુદો ચોકો ચીતરે છે. ‘મારા ગંડસ્થળમાં ભરો દારૂ; તમને બેફામ રૂજાડી આપું.’
પહેલી પંક્તિના વા–નર હનુમાનજી અહીં બીજી–ત્રીજી પંક્તિમાં કુંભસ્થળમાં, ગંડસ્થળમાં દારૂ ભરાવી રંજાડથી રાડારાડ પોકારાવવા આતુર ગજરાજ બની રહ્યા
પાંચમી કડીનું સન્ધાન પાછું દધીચિની ‘મિથિકલ થીમ’ સાથે સંકળાઈ જાય છે: મારા હાડકાનો ભુક્કો કરી ભેળો કરો ફૉસ્ફરસ – આ ફૉસ્ફરસ એવું કેમિકલ છે જે હવા લાગતાં સળગી ઊઠે, એનો ઉપયોગ કઈ પેર કરવાનો દધીચિ ઉવાચે છે? ‘છાંટો ગુલાલની જેમ એમના શ્વેત ચહેરાઓ પર ને તાણો ત્રિપુંડ એમના કપાળે’, ‘શ્વેત ચહેરાઓ’ તો ગૌરવર્ણી જાતિઓનેય લાગુ પડે પણ ‘તાણો ત્રિપુંડ’ની વિધિ સવર્ણો અને શિવભક્ત / વિપ્રોને ઊંડાણમાં લે.
મૂળ પુરાણકથામાં દધીચિ, અસુરોની સામે સમર્પિત અસ્થિ થઈ વજ્રરૂપે દેવ બ્રાહ્મણો ઋષિઓની વહારે ધાયેલા. જ્યારે અહીં તો આખો સરંજામ ગંગાજળની ઝારીને અભડાવવાનો આદેશ છે! હજુ પુછાય, શુદ્ધ કવિતાનું ન્યુક્લિઅસ, નાભિકેન્દ્ર ક્યાં છે? તો જુઓ કલમધારી સર્જક દધીચિનો આ કલ્પનવૈભવ:
હવે મારી કલમના કકડા કરી કાઢો –
એ ભેરુસંગ સારસીની જેમ સતત આક્રંદ કર્યા કરે છે.
કલમને ભેરુવિચ્છન્ન સારસીની ઉપમા અર્પનાર કલમી કવિને સલામ. નિમ્ન દલિત વર્ણની અવર્ણિત વેદનાને અહીં ગરિમાયુક્ત વાચા સાંપડી છે: ‘હું જાતનો ચમાર, જીવતોજીવત બીજું તો શું કરી શકું?’ કેમ ના કરી શકે? બે-ચાર ધોળિયા – વ્હાઇટ્સનાં ચામડાં ઉકેલી કાઢવાં, પેટ ફોડી નાખવાં – ને સૌથી ‘ચઢિયાતું મીઠું નાખી હાલ્લીમાં’ એકાદનું કાળજું બાફી આપવું… વગેરે વગેરે…
કેવો તિરસ્કાર, કેટલી દાઝ, કેટલી બળતરા, કેવો સંતાપ દારૂગોળા પેઠે કવિની રાઇફલ દૃષ્ટિમાં ભર્યોપૂર્યો હશે? અમેરિકાના સર્જક જેમ્સ બાલ્ડવિને આવી હેટ્રેડદશા વિશે કલ્પના કરી છે:
I imagine me of the reasons people cling to their hates so stubbornly is because they sense, once hate is gone, that they will be forced to dead with pain.
(‘Notes of a Native Son’ 1958)
પરંતુ ‘બહિષ્કૃત ફૂલો’ના સર્જક નીરવ પટેલ અભિનંદનને પાત્ર છે કેમ કે એમણે જાતિદ્વેષના તેજાબનું કવિતામાં કેથાર્સિસ સાધવાનું મસમોટું સાહસ દુઃખ વેઠી લીધું છે!
{{Right|(રચનાને રસ્તે)}}
{{Poem2Close}}

Navigation menu