8,009
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અરીસામાં દોરી લંબાય છે|રાજેશ પંડ્યા}} <poem> આ દોરીનો ઓરડામાં...") |
No edit summary |

Line 20: | Line 20: | ||
દોરીનો છેડો લંબાયા કરે છે. | દોરીનો છેડો લંબાયા કરે છે. | ||
</poem> | </poem> | ||

આસ્વાદ: અરીસાની આરપાર પ્રલંબાતું કવિકૌશલ્ય– રાધેશ્યામ શર્મા

{{Poem2Open}} | |||
શીર્ષકથી જ ભાવકચેતનાને વાસ્તવિક ઘટના અથવા ઘટનાના વાસ્તવ તરફ કર્ષી જોવાની રચનારીતિ મોટે ભાગે ક્યારેક જ સાંપડે છે. | |||
‘અરીસામાં દોરી લંબાય છે’ આલેખી કર્તા નિજી નિરીક્ષણની તિર્યક્ દિશા સૂચવે છે. | |||
દોરી લંબાય છે ખીંટી વળગણી પરથી એવું યા એને મળતું લખ્યું હોત તો તે કદાચ સામાન્ય દૃશ્ય બની રહેત. અહીં અરીસામાં દોરી લંબાતી દર્શાવીને, તે કેવી રીતે-ભાતે કવિતારૂપમાં ‘ફ્રેમ’ થાય છે તે માણવાની અપેક્ષા પણ એક પ્રકારનું પ્રતિકારસભર નિમંત્રણ બની જાય. | |||
શીર્ષકને અનુવર્તતી પ્રારંભિક પંક્તિઓ કાવ્યનાયકના ભાવને, આગ્રહને છતો કરે છે, ‘આ દોરીને ઓરડામાં લટકતી રહેવા દેવી જોઈએ.’ અહીં અરીસાને સ્થાને ઓરડાના પરિવેશમાં પ્રવેશ કરાવાયો છે. | |||
નાયક શા માટે આવી મોંમાથા વગરની ઉક્તિ ઉચ્ચારી બેઠો કે દોરીને ઓરડામાં લટકતી રહેવા દેવી જોઈએ? | |||
આનો સંકેત કૃતિના દ્વિતીય પરિચ્છેદમાં શોધી શકાય. | |||
પૂરવાઈ પૂરવૈયા કહેવાતો પવન નહીં, પશ્ચિમનો પવન વાય છે. ઉદયમાન નહિ, અસ્તાભિમુખ પશ્ચિમિયો પવન વાય છે, અને એમ થતાં જ ભયવિસ્મયપ્રેરક પંક્તિ ઓચિંતી ફૂટી નીકળે છે: | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘ત્યારે દોરી ફાંસીના ગાળિયાની જેમ હાલે છે.’ | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ઓરડામાં દોરી લટકતી રહેવા દેવાનો આગ્રહ રાખતો નાયક દોરીને ફાંસીના ગાળિયા સ્વરૂપે જુએ ત્યારે અશીકશી નૈતિક નિસ્બતપૂર્વક અપરાધભાવના નિવેદિત કરે છે. (સાંભરે મુને ‘ક્રાઈમ ઍન્ડ પનિશમેન્ટ’નો નાયક). પશ્ચિમી પવન સાથે જ ફાંસીના ગાળિયાની જેમ હાલત દોરીની દૃશ્યઘટનાને સંકલિત કરવાનું કવિકૌશલ્ય રસોત્તેજક છે. | |||
હવે પદપંક્તિ–બંધમાં ‘ક્યારેક’નું બે વાર આવર્તન કેવું છે? | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ક્યારેક | |||
વચ્ચેથી અંધાર ટપક્યા કરે છે. | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અસ્તાચલસદૃશ પશ્ચિમી પવનનો પૂર્વોલ્લેખ કેટલો સમયસરનો અને સૂચક હતો તે અહીં, અંધાર ટપકવાની ઘટના સાથે જોવાથી સમજાઈ જાય. પણ આવું અહીં કાયમ નહીં, ‘ક્યારેક’ જ બને છે. | |||
અંધાર ટપક્યા કરે છે ક્યારેક, પણ બીજું સામા છેડાનું પણ એવી જ પૅટર્ન-ઘરેડમાં સંભવે છે: | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ક્યારેક | |||
એને ઝાલી તડકો હીંચકા ખાય છે | |||
આ દીવાલથી પેલી દીવાલ સુધી | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
ગાળિયાદોરી પર અંધાર જ નહિ, અંધારને અને દોરીને ઝાલી તડકો હીંચકા ખાય છે – આ દીવાલથી પેલી દીવાલ સુધી. | |||
દોરી ઉપર અંધકારનું ‘ટપક્યા’ કરવું તમસ્નું ભેજભર્યું જળરૂપ દર્શાવે છે, એને ઝાલી બેતમા બાળકશો તડકો પાછો હીંચકા ખાય છે. પણ થોભો – ‘આ દીવાલથી પેલી દીવાલ સુધી’ પછી પૂર્ણવિરામ કે અલ્પવિરામ જેવું ચિહ્ન નથી, રચના આગળ વધે છે, ‘સામસામે’ શબ્દની ઉપર ‘સ્પેસ’ છોડીને… | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
બારીઓ ખૂલી જાય છે ત્યારે | |||
અરીસામાં | |||
આરપાર | |||
દોરીનો છંડો લંબાયા કરે છે | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અહીં પરસ્પર ઘટનાત્મક અવલંબન છે. સામસામે બારીઓ ખૂલી જાય છે ત્યારે જ અવનવીન વિસ્મયસૂચક દૃશ્ય–ઘટના (phenomenon) પ્રભવે છે: અરીસામાં આરપાર દોરીનો છેડો લંબાયા કરે છે. બધું બને છે અરીસામાં જ, પણ હકીકત અરીસાને ‘ટ્રાન્સેન્ડ’ કરી, ‘આરપાર’ દોરીનો છેડો લંબાયા કરે છે. | |||
દોરી, દોરીનો છેડો જેમાં નાયક ફાંસીગાળિયો ભાળે છે તે ભાસે છે પ્રતિબિમ્બમાં, પણ અરીસાની આરપાર લંબાયા કરીને નાયકના સૂક્ષ્મ સંકુલ પ્રજ્ઞાપરાધનું દૂરવર્તી સૂચન કરે છે. કવિશ્રી રાજેશ પંડ્યાની આ પણ એક અભિનંદનીય રચના બને છે. મને તે બૉદલેરના મંતવ્યની સુખદ પ્રતીતિ કરાવતી ઊભી છે આ ક્ષણે: | |||
The aim of poetry is not to plunge to the depth of the infinite in the quest of something new, but rather to depth of definite to find the inexhaustible… | |||
{{Right|(રચનાને રસ્તે)}} | |||
{{Poem2Close}} | |||