8,009
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંતાકૂકડી|સંસ્કૃતિરાણી દેસાઈ}} <poem> એક દિવસ એક વિચાર સાથે વ...") |
No edit summary |

Line 24: | Line 24: | ||
સંતાકૂકડી રમવાની! | સંતાકૂકડી રમવાની! | ||
</poem> | </poem> | ||

આસ્વાદ: જનમોજનમની શોધ – રાધેશ્યામ શર્મા

{{Poem2Open}} | |||
તાજા કાવ્યસંચય ‘શબ્દના આકાશમાં કૂદકો’નાં કવિ સંસ્કૃતિરાણીને માટે આ લખનારે, એક કાળે કલ્ચર–ક્વીનનો કવિતાક્ષેત્રે કૂદકો એવો શબ્દપ્રયોગ કર્યો હતો. આ ‘સંતાકૂકડી’ કૃતિ વાંચીને કહેવાનું મન થાય કે એક યા અન્ય પ્રકારના વિચારને પકડવા જુદા જુદા જનમોમાં કર્તા કૂદકા મારે ભરે છે! એક જનમમાંથી બીજા જનમમાં આવવા-જવાની, કાવ્યખંડો પૂરતી આવડત તેમણે સરસ રીતિએ કેળવી છે. | |||
શ્રીમદ્ રાજચંદ્રે કથેલું: કર વિચાર તો પામ. જ્યારે અહીં કાવ્યનાયિકા વિચાર સાથે – હૉટલાઇન હોય તેમ – સીધી વાતો કરે છે અને પામે છે શું? વિચારનું અદૃશ્ય થવું. કવિકર્મ આને કહેવાય. જે અદૃશ્ય થઈ જતા વિચાર સમા ઍબ્સ્ટ્રેક્ટ તત્ત્વને મૂર્ત રૂપ આપવા મથે છે. કઈ કઈ રીતે-ભાતે? | |||
વિચાર જાણે એક વ્યક્તિ હોય, દૃશ્યમાન હોય અને અદૃશ્ય થવાનો ઇલમ જાણતો હોય, એને શોધવા–ઝાલવા એક રૂમમાંથી બીજા રૂમમાં દોડી જતાં ગબડી પડે નાયિકા એ કેવું? તો પંક્તિ ઝળકી: | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ઊભો હતો એ તોફાની હાસ્ય સાથે | |||
પહોંચી હતી હું કોઈ જુદા જ જનમમાં | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
વાસ્તવમાંથી અતિવાસ્તવમાં અનુપ્રવેશ. વિચારને તોફાની બારકસ બતાવી પરિચિત જગ્યામાંથી અપરિચિત જનમના જગતમાં – ભાવકનું પણ અપરહણ થયું. | |||
એથી આગળ, વિચારને કાન પકડી ઝાલી લાવવાની બાળચેષ્ટા પ્રસ્તુત રચનાને નિજી હળવાશથી ઘેરી લે છે. | |||
ફરી એક બીજો વિચાર પાછો ગુમ થઈ નાયિકાને ગુમરાહ કરે ત્યાં શોધખોળમાં તે પહોંચી જાય છે બીજા જનમમાં. | |||
એક પ્રકારની શિશુલીલા, શબ્દક્રીડા સંસ્કૃતિરાણીના ઘણા સ્વતંત્રી પ્રયોગોનું જીવાતુભૂત રસતત્ત્વ છે. | |||
નાયિકા બીજા જન્મમાં પહોંચી તો જાય છે, જન્માન્તર વિચરણની ક્ષમતાયે સૂચવાય છે ત્યાં વિચારનું ગુણાત્મક રૂપ પણ સૂચવાયું છે: | |||
‘પણ ન મળ્યો પેલો વિચાર.’ | |||
જેને ગ્રહવો છે, પકડવો છે એ ‘પેલો વિચાર’ કદી ઇચ્છાનુસાર કોઈને મળ્યો છે? | |||
ખોજ-તપાસ આગળ ચાલી… છેક ત્રીજા જન્મ પર્યન્ત. તો ત્યાંયે ‘મલકી રહ્યો હતો’તે. | |||
વિચારનું ઇલ્યુઝિવ–ઇવેઝિવ છટકણું રૂપ એક મૂર્તામૂર્ત કલ્પન રૂપે અહીં ઉપલબ્ધ થયું છે. | |||
દાર્શનિકો વિચારમાંથી નિર્વિચારની સ્થિતિ, રહસ્યવાદીઓ મનમાંથી ઉન્મની દશાની જિકર કરતા રહ્યા છે. પણ કાવ્યકળામાં વિચારને પાત્રરૂપ અર્પવું કેટલું દુષ્કર છે! આવો વિશિષ્ટ પ્રયાસ અહીં અનાયાસ થયો જણાય. | |||
રચનાના અન્તે, નાયિકાનું આવું નિવેદન થિયરમના ક્યૂ–ઇ–ડી (‘ક્વાટ ઇઝિલી ડન’) જેવું વધુ લાગ્યું. ‘એક જનમમાંથી બીજામાં જતાં આવડતું હોય / તો કેટલી મજા પડે / સંતાકૂકડી રમવાની!’ | |||
જન્મજન્માન્તરની સંતાકૂકડી રમી ચૂક્યા પછીનું આ કથન થોડી મજા ઘટાડી નથી આપતું? | |||
પરંતુ ખરી મજા તો પંક્તિઓની માણી: | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
ગમ્મત પડી ગઈ મને | |||
એક જનમમાંથી બીજા જનમમાં જવાની | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
અહીં જ ગદ્ય કૃતિ પૂર્ણ રૂપાકૃતિ બની છે, સંસ્કૃતિ! એ સિવાય ‘જ’ ‘પેલો’ પેલા’ ‘તો’ ‘ફરી’ ‘એ’ જેવા પ્રયોગો શક્ય તેટલા નિવારવાલાયક લાગે છે. | |||
સંસ્કૃતિ, કવિતામાં વિચારની આગળ–પાછળ વિચરે એનીયે ગમ્મત છે તેથી ઊલટું સર થૉમસ વ્યાત્તે સામેથી શોધવા આવનારાઓનું સૂચક વર્ણન તાદૃશ કર્યું છે: | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘They flee from me that sometimes | |||
did me seek | |||
with naked fool | |||
stalking in my chamber’ | |||
</poem> | |||
{{Right|(રચનાને રસ્તે)}} | |||
{{Poem2Close}} | |||