8,009
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શબદ|સુધીર દેસાઈ}} <poem> રાત્રે જ્યારે મારું મકાન સરકીને સમુદ...") |
No edit summary |

Line 23: | Line 23: | ||
બેસી રહ્યા છે શબ્દો. | બેસી રહ્યા છે શબ્દો. | ||
</poem> | </poem> | ||

આસ્વાદ: આસ્થાનો આધાર – રાધેશ્યામ શર્મા

{{Poem2Open}} | |||
ગુજરાતી કવિતામાં ક્યાંક ક્યાંક ભાવકને thermal senseનો અનુભવ થાય એવી એટલી રચનાઓ મળી છે એમાં આ કૃતિની અવગણના કરવી ભાગ્યે જ પાલવે. સમગ્ર રચનાનો કલ્પનાત્મક પરિવેશ ભાવકને વર્જિનિયા વૂલ્ફની નવલ ‘The Waves’ની નિકટ મૂકી આપે છે. ભાષા પદ્યની નહિ પણ વિધાયક રીતે ગદ્યની ગુંજાયશ માપવાની દિશામાં છે. | |||
રાત ઢળતાં જ મકાન સમુદ્રની મધ્યમાં ખડું રહી ગયાનો આભાસ અને ત્યાં મીણબત્તી સળગાવવાનો અભિક્રમ સર્જકના સંવિદ્ની અતિ–વાસ્તવિકતા પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે. મીણબત્તીથી મકાન જ નહિ, ભોય (floor) પણ પોચી પડે છે ધારણ કરનારી, આધારરૂપ ધરા જ પોચી પડે ત્યારની નિરાધારની શી વાત, કેવળ ગરમી જ નહિ, પ્રકાશ પણ મકાનને અસ્તિત્વની આસપાસ ઈંટોની સુરક્ષા ખડી રાખનાર મકાનને પિગળાવે છે. બહાર પ્રકૃતિતત્ત્વ પાણી અને મકાનમાં અગ્નિ–ક્યું આદિમ પરિબળ વિજયી થશેની શંકા વચ્ચે સંવેદનશીલ મનુષ્ય! | |||
પ્રકાશ પછી તુરત ‘માળા’નો સંકેત રચનાને એક પ્રકારનો theistic mode પ્રદાન કરે છે. કવિની શ્રદ્ધાનો અર્થાત્ કવિની નિરાધારતાના પ્રસંગે આસ્થાનો સમુચિત આધાર શબ્દ જ હોઈ શકે ને! | |||
શબ્દાધાર, જ્યારે અન્ય ભૌતિક આધારો ગળવા–ઓગળવા–પીગળવા માંડે ત્યારે સર્જકની મૂલ્યવંત મૂડી બની રહે છે. શબ્દોની મદદથી અંધકાર દૂર કરવા કવિતા–નાયક મથે તો છે પરંતુ – | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
રાત્રીની દીવાલ બની ક્યારના | |||
બેસી રહ્યા છે શબ્દો | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
— તેથી સફળ થતા નથી. શાથી? કદાચ કાવ્ય–નાયક શબ્દોનો સાધન તરીકે ઉપયોગ કરવા તાકતો હશે! ન જાણે – પણ કવિતા ઉકેલ નથી, શાશ્વત કોયડો છે, અને આ કોયડાને અંતના કરુણથી રસી આપવામાં જ સુધીરની રચનાની સફળતા છે. અસ્તિત્વની અપારદર્શકતા અને અંધકારસભરતાને આધાર આપતા શબ્દોથી સંડોવાયેલા નાયકની મનોદશાને કળાત્મકતાથી મૂર્ત કરી શક્યા બદલ કવિને અભિનંદન. | |||
{{Right|(રચનાને રસ્તે)}} | |||
{{Poem2Close}} | |||