8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |

Line 22: | Line 22: | ||
{{Right|(છંદોલય, પૃ. ૨૦૧)}} | {{Right|(છંદોલય, પૃ. ૨૦૧)}} | ||
</poem> | </poem> | ||

આસ્વાદ: પુચ્છ વિનાના મગરનો તરફડાટ – હરીન્દ્ર દવે

{{Poem2Open}} | |||
મુંબઈનગરી, એ કૈં કેટલાયના કુતૂહલનું વિશ્રાન્તિસ્થાન છે. જેમણે મુંબઈ જોયું નથી, એ એને ઝંખે છે અને જે મુંબઈમાં વસે છે એ એને છોડી શકતા નથી. | |||
કવિ અહીં મુંબઈનગરી જોવા મનને સાદ કરે છે, ત્યારે મુંબઈ માટે કેવી ઉપમા શોધી લાવે છે? પુચ્છ વિનાના મગર જેવી નગરી. પાઠ્યપુસ્તકોમાં અપાતો મુંબઈ શહેરનો નકશો જોઈએ તો આ ઉપમા સાર્થક લાગે. નકશાનું મુંબઈ પૂંછડી વિનાના મગર જેવું જ લાગે છે. પણ કવિને અહીં એથી એક વધારે અર્થ પણ અભિપ્રેત છે. મગરનું જોર, કહે છે કે એની પૂંછડીમાં જ હોય છે. | |||
મુંબઈને પૂંછડી વિનાના મગર કહેવાની સાથે આ નગરીનો તરફડાટ અને વલોપાત આપણને અનુભવાય છે. આ શહેરમાં ક્યાંય જંપ નથી, ચેન નથી. જીવનને ક્યાંય વિરામ નથી. બીજે જિવાય છે તે કરતાં કંઈ કેટલાગણી ઝડપે મુંબઈમાં જિન્દગી જિવાતી હોય છે! | |||
આ નગરને પૂંછડી વિનાના મગર સાથે સરખાવવાની સાથે એકજ પંક્તિમાં કવિ કેટલું બધું કહી દે છે! | |||
આ નગરમાં માણસો ચિત્રો જેવાં છે, એવુ કહેવાની સાથે કવિને ચિત્રોનું વરણાગીપણું અભિપ્રેત હશે કે જડતા? કે પછી બંનેય? મુંબઈમાં જેટલી ઝડપથી ઓળખાણ થઈ જાય છે—અને જેટલી ઝડપે એ ઓળખાણ ભૂલી જવાય છે એ એની વિરલતા છે. પરાંની ગાડીમાં કલાકની સાથે સફર દરમ્યાન દેશ અને દુનિયાના બધા સવાલો ચર્ચતા હોય, છતાં એકમેકનું નામ ન જાણતા હોય તો નવાઈ નહીં. | |||
મુંબઈમાં તો લોકો દોરી-લોટો લઈને ચાલી આવે છે. આ તીર્થયાત્રા માટે કોઈ ખાસ સામગ્રીની જરૂર નથી. | |||
મુંબઈને કવિ પ્રથમ તીરથ કહે છે, પછી કહે છે, સ્વર્ગ! પણ આ નંદનવન, પારિજાત કે કલ્પતરુનું સ્વર્ગ નથી. આ સ્વર્ગની સામગ્રી છેઃ સિમેન્ટ, કોંક્રેટ, કાચ, તાર, બોલ્ટ, રિવેટ વગેરે. | |||
કવિએ પહેલાં જ આ નગરને તરફડતું, જેની શક્તિ હરાઈ ગઈ છે એવા મગર જેવું કહ્યું છે. એટલે એ તરફડાટ ક્યારેક શમવાનોઃ ક્યારેક એ વેદના અને વલોપાત શાંત થવાનાઃ મૃત્યુના ગર્ભમાં વિલય પામવાના. | |||
પછી તો રસ્તે રસ્તે ઘાસ ઊગશે. | |||
અથવા એવું યે બને કે આ નગરી પર આસપાસનો સમુદ્ર પથરાઈ ગયો હોય અને પરવાળા ત્યાં પોતાના માળા બાંધતા હશે. આવું બને તો પહેલાં જો આ નગર જોઈ લેવાની તારા મનમાં આશા હોય તો જલદી કર. કાળ કરગરી રહ્યો છે, એમ કહીને કવિ કાળ હવે રાહ નહીં જુએ, એને સર્વનાશની ઉતાવળ આવી છે એમ જ કહેવા માગે છે. | |||
મુંબઈ વિશેની આ નાનકડી કવિતા મુંબઈની વ્યથા અને વલોપાતને થોડા શબ્દોમાં જ ઉપસાવી આપે છે. આપણે ત્યાં રચાયેલી બહુ થોડી ઉત્તમ નગર-કવિતાઓમાં આ કવિનાં જ અન્ય કાવ્યોની સાથે ‘મુંબઈનગરી’નું પણ સ્થાન છે. | |||
{{Right|(કવિ અને કવિતા)}} | |||
{{Poem2Close}} | |||