8,009
edits
No edit summary |
No edit summary |

Line 37: | Line 37: | ||
બીજા અંતરમાં બે પંક્તિમાં કવિએ લાગણીને વિરલ આકાર આપ્યો છે. ‘આવો’ અને ‘જાઓ’ એ બંને શબ્દની વચ્ચે આશ્લેષ પણ છે અને વિશ્લેષ પણ છે. ‘દીકરો જન્મે તો સાકરો વહેંચાય છે ને દીકરીઓ સાપના ભારા મનાય છે’ એ વાતને કવિએ આંસુથી લૂંછી નાખી છે, આમ કહીને: | બીજા અંતરમાં બે પંક્તિમાં કવિએ લાગણીને વિરલ આકાર આપ્યો છે. ‘આવો’ અને ‘જાઓ’ એ બંને શબ્દની વચ્ચે આશ્લેષ પણ છે અને વિશ્લેષ પણ છે. ‘દીકરો જન્મે તો સાકરો વહેંચાય છે ને દીકરીઓ સાપના ભારા મનાય છે’ એ વાતને કવિએ આંસુથી લૂંછી નાખી છે, આમ કહીને: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
તું શાની સાપનો ભારો | તું શાની સાપનો ભારો | ||
તું તુલસીનો ક્યારો લાડકડી. | તું તુલસીનો ક્યારો લાડકડી. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
દીકરી ચકલીની જેમ ઊડી જાય છે, એવી વાત લોકગીતમાં આવે છે. એ વાતને કવિએ અહીં માંજીને મૂકી છે. દીકરીની માયા શીમળાની આછેરી છાયા જેવી છે એમ કહીને દીકરીના વિદાયટાણે આ છાયા વિના તાપ અને સંતાપ કેવો હશે એનો પ્રગાઢ પરિચય આપ્યો છે. પોતાની દીકરીને પારકી કરવી ત્યારે રૂંધ્યા ન રૂંધાય એવાં હીબકાંને છેવટે તો માબાપે પોતાના હૃદયમાં જ રૂંધવાનાં હોય છે. ગીતમાં ભાષાની સરળતા એ હૃદયની સરળતા ને નિખાલસતાનું પરિણામ છે. | દીકરી ચકલીની જેમ ઊડી જાય છે, એવી વાત લોકગીતમાં આવે છે. એ વાતને કવિએ અહીં માંજીને મૂકી છે. દીકરીની માયા શીમળાની આછેરી છાયા જેવી છે એમ કહીને દીકરીના વિદાયટાણે આ છાયા વિના તાપ અને સંતાપ કેવો હશે એનો પ્રગાઢ પરિચય આપ્યો છે. પોતાની દીકરીને પારકી કરવી ત્યારે રૂંધ્યા ન રૂંધાય એવાં હીબકાંને છેવટે તો માબાપે પોતાના હૃદયમાં જ રૂંધવાનાં હોય છે. ગીતમાં ભાષાની સરળતા એ હૃદયની સરળતા ને નિખાલસતાનું પરિણામ છે. | ||
કાલિદાસે અભિજ્ઞાન શાકુન્તલના ચોથા અંકમાં કન્યાવિદાયના પ્રસંગને અમર કર્યો છે. આપણે ત્યાં એનો અનુવાદ ચંદ્રવદન મહેતાએ અફલાતુન રીતે કર્યો છે. એની થોડીક ઉક્તિઓ જોઈએ: | કાલિદાસે અભિજ્ઞાન શાકુન્તલના ચોથા અંકમાં કન્યાવિદાયના પ્રસંગને અમર કર્યો છે. આપણે ત્યાં એનો અનુવાદ ચંદ્રવદન મહેતાએ અફલાતુન રીતે કર્યો છે. એની થોડીક ઉક્તિઓ જોઈએ: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
આજે જાય શકુન્તલા પતિગૃહે, હૈયું અધીરું બને, | આજે જાય શકુન્તલા પતિગૃહે, હૈયું અધીરું બને, | ||
રૂંધાતે મમ કંઠ, આંસુ ઠરતાં, ચિંતાભર્યા લોચને; | રૂંધાતે મમ કંઠ, આંસુ ઠરતાં, ચિંતાભર્યા લોચને; | ||
Line 55: | Line 61: | ||
એને વળાવી પતિઘરે આજે, | એને વળાવી પતિઘરે આજે, | ||
પ્રસન્ન થતો મુજ અંતરાત્મા. | પ્રસન્ન થતો મુજ અંતરાત્મા. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
આ ગીતની સાથે અન્ય કાવ્યગીતો જોઈશું તો કન્યાવિદાયના હૃદયસ્પર્શી પ્રસંગને કવિઓએ કયા કયા સ્તર પર ઝીલ્યો છે એનો ખ્યાલ આવે: | આ ગીતની સાથે અન્ય કાવ્યગીતો જોઈશું તો કન્યાવિદાયના હૃદયસ્પર્શી પ્રસંગને કવિઓએ કયા કયા સ્તર પર ઝીલ્યો છે એનો ખ્યાલ આવે: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડી | લાલ લાલ ચુંદડી રંગાવ મારી માડી | ||
સોનાનું કંકણ ઘડાવ રે, | સોનાનું કંકણ ઘડાવ રે, | ||
Line 76: | Line 86: | ||
– લોકગીત | – લોકગીત | ||
</poem> | |||

<poem> | |||
દીકરીના લગ્ન પછી, ઘરમાં | દીકરીના લગ્ન પછી, ઘરમાં | ||
Line 99: | Line 111: | ||
‘મારી દીકરી ક્યાં? | ‘મારી દીકરી ક્યાં? | ||
– જયન્ત પાઠક | '''– જયન્ત પાઠક''' | ||
</poem> | |||
સંગાથ | {{Poem2Open}} | ||
'''સંગાથ''' | |||
રોતાં મેલીશું મીઠું માયરું ને | રોતાં મેલીશું મીઠું માયરું ને | ||
Line 118: | Line 132: | ||
પામી ગયાં જનમોજનમનો સંગાથ. | પામી ગયાં જનમોજનમનો સંગાથ. | ||
– હરીન્દ્ર દવે | '''– હરીન્દ્ર દવે''' | ||
{{Poem2Close}} | |||

કન્યા વિદાય | <poem> | ||
'''કન્યા વિદાય''' | |||
સમી સાંજનો ઢોલ ઢબૂકતો | સમી સાંજનો ઢોલ ઢબૂકતો | ||
Line 148: | Line 164: | ||
– અનિલ જોશી | – અનિલ જોશી | ||
</poem> | |||

કન્યા વિદાય | <poem> | ||
'''કન્યા વિદાય''' | |||
દીકરી ચાલી પોતાને સાસરે: | દીકરી ચાલી પોતાને સાસરે: | ||
Line 167: | Line 185: | ||
જાણે શ્વાસથી છૂટો પડ્યો શ્વાસ રે: | જાણે શ્વાસથી છૂટો પડ્યો શ્વાસ રે: | ||
દીકરી ચાલી પોતાને સાસરે. | દીકરી ચાલી પોતાને સાસરે. | ||
</poem> | |||

<poem> | |||
— જાણે | — જાણે | ||
Line 184: | Line 204: | ||
હૈયું ભર્યું ભર્યું તોયે લાગે ખાલી રે | હૈયું ભર્યું ભર્યું તોયે લાગે ખાલી રે | ||
હું તો પિયર મેલીને સાસરે ચાલી રે. | હું તો પિયર મેલીને સાસરે ચાલી રે. | ||
</poem>

{{Right|(‘(કાવ્યવિશેષઃ બાલમુકુન્દ દવે)'માંથી)}} | {{Right|(‘(કાવ્યવિશેષઃ બાલમુકુન્દ દવે)'માંથી)}} | ||