અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘ગની' દહીંવાળા/ચાલ મજાની આંબાવાડી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary

Line 41: Line 41:
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ છાયા/ઇન્સાનથી ઈશ્વર સુધી  | ઇન્સાનથી ઈશ્વર સુધી ]]  | છું અષાઢી મેઘથી તે શ્રાવણી ઝરમર સુધી?  ]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ છાયા/ઇન્સાનથી ઈશ્વર સુધી  | ઇન્સાનથી ઈશ્વર સુધી ]]  | છું અષાઢી મેઘથી તે શ્રાવણી ઝરમર સુધી?  ]]

આસ્વાદ: ભૂતકાળના ભૂતિયા મહેલમાં ભાવિ સ્વપ્નનાં ઝુમ્મર — જગદીશ જોષી

{{Poem2Open}}
હમણાં થોડા વખત પર જ સુરતમાં ગનીભાઈ દહીંવાલાનું સન્માન થયું ત્યારે ગઝલની આંબાવાડીનું વર્ષોથી રખોપાપણું કરનાર જૂના જોગીની આ પોતાની જ કૃતિઓમાં કંઈક અનોખી ભાત પાડનાર ગઝલ વિશે લખવાનું મન થાય છે. ગનીભાઈને તમે જોયા છે? બેઠી દડીનો બાંધો, કંઈક ભરાવદાર શરીર, પાતળો ઝભ્ભો. આ જ ગઝલના શેરમાં આવે છે તેવું ‘પાન સરીખું પ્હેરણ!’ તેમનું વ્યક્તિત્વ, હાવભાવ, ચહેરો પણ એવો નિરાડંબરી કે કહેવાનું મન થાય કે જે કંઈ પહેરીએ- ઓઢીએ, જે કંઈ પ્રતિષ્ઠા મળે તેનો ભાર ન હોય, સત્તાનો ખુમાર પણ ન હોય એને તો ‘પવને ફરફર ઊડતું’ રાખવું. સમગ્ર પારાવારને ‘મર્મર’ સરખો ગણીને આપણે તો ‘ખળખળ ખળખળ રમીએ!’ આ જૂના જોગી પોતાની કલમનું સાતત્ય વર્ષોથી જાળવી રાખી શક્યા છે – અને છતાં અહીં આવડી દ્વિરુક્તિની શેરે શેરે થતી ફરફર બતાવે છે નવીન પ્રત્યેનો તેમનો સરળ અભિગમ. આ સંદર્ભમાં બ્રાઉનિંગની પ્રચલિત ઉક્તિ: ‘ખરે જ માણસની આંબ એનાં હાથવગાં કરતાં વધુ લાંબી જોઈએ, નહીં તો આ સ્વર્ગ છે શાના માટે?’
ઉમાશંકરની પંક્તિઓ છે:
‘મને મળી નિષ્ફળતા અનેક
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.’
એમની ભાષાની સરળતાનું વહેણ એટલું પારદર્શક છે કે તેને તળિયે વહેતી વેદના સ્પષ્ટ દેખાય છે. આંબાવાડીની ઘટાટોપ ફળતી લીલાશમાં ‘આવળ બાવળ’ રમવું – આ વિરોધાભાસ જ કેવો વ્યથાપૂર્ણ છે! એમાંય ‘રમવું’ અને તે પણ જાણીએ છીએ કે ‘સાવ અમસ્તું’ છે, ‘નાહક નાહક’ છે અને આ આખી રમત (જિંદગી?) ‘નિષ્ફળ નિષ્ફળ’ છે અને છતાં ચાલ, રમીએ. ફળના રાજા જેવી કેરીનું ફળ આપનાર આંબો… અને આ તો આખી મજાની આંબાવાડી છે. આમ્રફળની છાંયમાં ‘નિષ્ફળ’ રમવામાં જેટલો લીલાનો ભાવ છે તેના કરતાં વિધાતાના રથના ઊંડા ચીલા છે.
આ રમત છે જાણવા છતાં તે રમત માંડી ત્યારે સુફળની અપેક્ષાથી આ નિરુદ્દેશ લીલાને પણ આપણે હેતુનું ‘મોટું માદળિયું’ પહેરાવ્યું, એ જ બતાવે છે આપણું મન કેવું માંદલું છે. આ સફળ-સફળ એ તો બધાં ફળ છે – સાવ અમસ્તાં નિષ્ફળ નિષ્ફળ. પણ આ રમતની સાચી ફળશ્રુતિ તો મનની શ્રીના ફળમાં છે.
શ્રાવણની હેલી હોય, પાણીનું અખૂટ સાન્નિધ્ય હોય ત્યારે તરસ પણ તણાઈ જતી હોય છે. પરંતુ, પ્રિય વ્યક્તિ સાથે હોય ત્યારે પ્રમ શું છે, એની તરસ શું છે એનો ખ્યાલ નથી આવતો. મોટા ભાગના આપણે ‘પ્રેમ’ને નામે ઊછળવાને બદલે એકબીજાને છળતાં નથી? જ્યાં છળકપટ છે ત્યાં પ્રેમ નહીં, રણ જ છે. જે છે તે છે, તો ચાલ, રણમાં મૃગજળની ‘રમત’ને નામે પણ ચાલ, રમી લઈએ. અંતે, મૃગજળ પણ એક ‘રમત’ જ છે ને?
હકીકતમાં તો જીવન હતભાગી મળ્યું છે : પણ સપનાંઓને સંઘરવાની તો નિયતિ પણ ના પાડી શકે તેમ નથી. ભૂતકાય ભૂતિયો મહેલ હોય તોપણ ભવિષ્યનાં સપનાંઓનાં ઝુમ્મર ક્યાં નથી લટકાવાતાં! પથ્થરિયા પ્રારબ્ધની સાથે પોકળ પોકળ – ચંચળ, રમત – રમી લઈએ. ‘પથ્થર’ની સઘનતા સામે આ આખ્ખીય રમતની ‘પોકળતા’નો વિરોધાભાસ પણ પેલી ફળદાયી ‘આંબાવાડી’ સામે ‘નિષ્ફળતા’ના વિરોધાભાસ જેવો સચોટ છે. બલ્કે, વિરોધાભાસોની કવિતાક્ષમ લીલામાં કવિ અહીં વાતનો દીવો તરતો મૂકે છે. આ કઠોર હકીકતના પ્રારબ્ધિયા પથ્થરોમાં પણ રમતની કવિતાની (કવિતાની રમત નહીં) સરવાણી વહેતી રહે છે.
‘આખોપાખો’ (ઝાંખોપાંખો?) સૂરજ લઈને હુંય નીકળી પડ્યો છું. પ્રારબ્ધના હકીકતરંક સૂરજની સામે સપનાંઓનાં ઝાકળની રમત રમવી એમાં જ મનુષ્યની ખરી કસોટી છે. નિયતિ જો આપણને નમાયું રમકડું બનાવે છે તો આપણે પણ એને સ્વધર્મ સમજીને રમી લઈએ. સૂરજના તાપ સામે ઝાકળની ક્ષણજીવી ભીનાશને મૂકવામાં જ કવિતાની ક્રીડા છે, લીલા છે. શ્વાસ લેવાનો જ હોય તો આ જ શ્વાસ લેવાના ખેડાયેલા ચીલા છે! આખી કે નિર્ભેળ રાત તો ક્યાંથી મળે? પણ ‘અડધીપડધી’ – અધકચરી – રાત મળી જાય તોપણ આપણે ઝાકળ ઝાકળ રમી લઈએ. આકળા થયા વિના, બેબાકળા થયા વિના, ઝાકળનું પણ ગૌરવ કરી લઈએે. નસીબની સામે મૂઠી પડછાયાથી કંઈ વળતું નથી: એના કરતાં તો તેની જ મૂઠી ખોલી નાખીને તેની રેખાને લેખે લગાડીએ તોપણ મોટું સદ્ભાગ્ય નથી?
{{Right|(‘એકાંતની સભા'માંથી)}}
{{Poem2Close}}

Navigation menu