8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૧. પારકાં જણ્યાં | }} {{Poem2Open}} ઉમાશંકર ગદ્ય તેમ જ પદ્ય લઘુ સાહિ...") |
No edit summary |
||
Line 49: | Line 49: | ||
ઉમાશંકરે આ નવલકથામાં પાત્રોની થોડી કરકસર કરી હોત તો ? સુલભાનું પાત્ર તેઓ બચાવી શક્યા ન હોત ? વળી થોડાં પાત્રો દ્વારા જીવનની સંકુલતાને – રહસ્યાત્મકતાને આલેખવા પ્રયત્ન કર્યો હોત તો તેમાં પાત્રોનો છે તેથીયે વધુ સઘન રીતે વિકાસ પ્રત્યક્ષ થઈ શક્યો હોત; પણ ‘હોત’ની રીતે વાત કરવાનો અર્થ નથી. પૃ. ૩૮ પર દરિયાવ છોકરાની હોશિયારીના ઉદાહરણરૂપે મકનનો દાખલો શેઠ આગળ ટાંકે છે. ત્યાં હિસાબીપણાનો સંદર્ભ જોતાં મકનને સ્થાને પૂનમનું નામ હોવું જોઈએ એમ લાગે છે. | ઉમાશંકરે આ નવલકથામાં પાત્રોની થોડી કરકસર કરી હોત તો ? સુલભાનું પાત્ર તેઓ બચાવી શક્યા ન હોત ? વળી થોડાં પાત્રો દ્વારા જીવનની સંકુલતાને – રહસ્યાત્મકતાને આલેખવા પ્રયત્ન કર્યો હોત તો તેમાં પાત્રોનો છે તેથીયે વધુ સઘન રીતે વિકાસ પ્રત્યક્ષ થઈ શક્યો હોત; પણ ‘હોત’ની રીતે વાત કરવાનો અર્થ નથી. પૃ. ૩૮ પર દરિયાવ છોકરાની હોશિયારીના ઉદાહરણરૂપે મકનનો દાખલો શેઠ આગળ ટાંકે છે. ત્યાં હિસાબીપણાનો સંદર્ભ જોતાં મકનને સ્થાને પૂનમનું નામ હોવું જોઈએ એમ લાગે છે. | ||
વળી ઉમાશંકરે ત્રણેય ખંડોમાં જે કેટલીક સમાંતરતા દર્શાવી છે તે જેમ જીવનની ચક્રાકાર ગતિનો નિર્દેશ કરે છે તેમ કશુંક સ્થપતિની રીતે નિપુણતાપૂર્વક ગોઠવાતું જતું હોવાનો વહેમ પણ જગાવે છે. ક્યારેક બીજ-વૃક્ષન્યાયે નહિ પણ ઈંટ-દીવાલ ન્યાયે પ્રસંગો ગોઠવાતા હોવાનો વહેમ જાય; પણ વહેમ જ માત્ર ! ઉમાશંકર મર્મવિદ સાહિત્યકાર છે ને તેથી તેઓ ‘ન સાંધો ન રેણ’ – દેખાય એ રીતે જીવનની સંકુલગતિને વ્યંજિત કરી શકે એવી કલાત્મકતા વસ્તુવિધાનમાં દાખવવા સતત સભાન જણાય છે. પાત્રોની ચાલના, પ્રસંગોની આયોજના ને સંવાદો – આ સર્વ એકાકારપણે જીવનના વ્યવસ્થિત છતાં સંકુલ, માનવીય પુરુષાર્થ અને નિયતિના નિગૂઢ સંબંધને સતત પ્રગટ કરતું રહેતું; ગંભીર સરલ પ્રવાહના સાતત્યને વ્યંજિત કરતું રહે છે. | વળી ઉમાશંકરે ત્રણેય ખંડોમાં જે કેટલીક સમાંતરતા દર્શાવી છે તે જેમ જીવનની ચક્રાકાર ગતિનો નિર્દેશ કરે છે તેમ કશુંક સ્થપતિની રીતે નિપુણતાપૂર્વક ગોઠવાતું જતું હોવાનો વહેમ પણ જગાવે છે. ક્યારેક બીજ-વૃક્ષન્યાયે નહિ પણ ઈંટ-દીવાલ ન્યાયે પ્રસંગો ગોઠવાતા હોવાનો વહેમ જાય; પણ વહેમ જ માત્ર ! ઉમાશંકર મર્મવિદ સાહિત્યકાર છે ને તેથી તેઓ ‘ન સાંધો ન રેણ’ – દેખાય એ રીતે જીવનની સંકુલગતિને વ્યંજિત કરી શકે એવી કલાત્મકતા વસ્તુવિધાનમાં દાખવવા સતત સભાન જણાય છે. પાત્રોની ચાલના, પ્રસંગોની આયોજના ને સંવાદો – આ સર્વ એકાકારપણે જીવનના વ્યવસ્થિત છતાં સંકુલ, માનવીય પુરુષાર્થ અને નિયતિના નિગૂઢ સંબંધને સતત પ્રગટ કરતું રહેતું; ગંભીર સરલ પ્રવાહના સાતત્યને વ્યંજિત કરતું રહે છે. | ||
ડૉ. ચંદ્રકાન્ત મહેતાએ ‘પંખીના માળાની વાત’ (પૃ. ૫૩–૫૭) જે અહીં રજૂ થઈ છે તે ‘છેક નકામી’<ref> | ડૉ. ચંદ્રકાન્ત મહેતાએ ‘પંખીના માળાની વાત’ (પૃ. ૫૩–૫૭) જે અહીં રજૂ થઈ છે તે ‘છેક નકામી’<ref> કથાવિશેષ, પૃ. ૧૫૭. </ref> હોવાનું કહ્યું છે તે બરોબર નથી. આ વાત દરિયાવના મનોવલણ–વર્તનના મનોવૈજ્ઞાનિક સત્ય પર ફોકસ નાખે છે. ગોવર્ધનરામે સરસ્વતીચંદ્રમાં બાબુજીની વાતમાં જેમ ચકલીનાં બચ્ચાંવાળી વાત મૂકેલી તેમ આ લેખકે અહીં આ વાત મૂકી છે. ગોવર્ધનરામે ત્યાં મૂકેલી વાત નવલકથાના પ્રવાહમાં વિધેયાત્મક ભાગ ભજવે છે, અહીં આ વાત દરિયાવના વલણ–વર્તનને યોગ્ય રીતે જોવા–સમજવાની ભૂમિકા માત્ર આપે છે, આના કરતાં ‘સોનબાઈની વાત’ નો વિનિયોગ ‘કંઈક અંશે સફળ’ (‘કંઈક અંશે’ની જરૂર નથી.) – હોવાની એમની વાત સમજી શકાય એવી છે. રઘુવીરના ગાંડપણના નિરૂપણમાં ડૉ. મહેતાને જે પ્રશ્ન થાય છે તે સમજી શકાય એમ છે. રઘુવીરના કહેવાતા ‘ગાંડપણ’માં ડહાપણ જ વધુ તો પ્રકટ થાય છે. લેખક એ પાત્રની વ્યક્તિત્વના નિરૂપણમાં પૂરેપૂરા વિશદ નથી એટલું કહી શકાય. | ||
આ વાર્તાના ત્રણેય વિભાગને એકબીજા સાથે સળંગ સંબંધ નહીં હોવાની ફરિયાદ કરતાં ડૉ. મહેતા લખે છે : “એક નિશ્ચિત ધ્યેય ન હોવાથી વાર્તાપ્રવાહ આમતેમ રઝળીને છેવટે તુચ્છ વાતોના રણમાં લુપ્ત બની જાય છે.”<ref> કથાવિશેષ પૃ. ૧૫૬. </ref> આ એમનું દર્શન યથાર્થ નથી. ડૉ. મહેતા નવકથાકારના આશયનો દોર ઝડપવામાં નિષ્ફળ ગયા છે. આ બાબતમાં ડૉ. ધીરેન્દ્ર મહેતાનું નિરીક્ષણ ઉલ્લેખનીય છે. તેમણે આ “આખી કથા ઘટનાઓને આશ્રયે નહીં પરંતુ પાત્રોને આશ્રયે વિકસતી ચાલી”<ref> ગ્રંથ, ફેબ્રુઆરી, ૧૯૭૪, પૃ. ૨૮. </ref> હોવાનું જણાવ્યું છે. આમ હોઈ નવલકથાની સંકલનાનો વિચાર પાત્રોનાં મનોવલણોના સંદર્ભમાં કરવો જોઈએ. સુખીના અસુખના સૂચને ગવરીને રાજીપો થાય (પૃ. ૨૪), પૂનમની વહુનો સંસાર વીંખવામાં દરિયાવને આનંદ મળે (પૃ. ૫૨-૬૨), એ દરિયાવને પોતાનાં દીકરાઓની રોજરોજ સુધરતી જતી આર્થિક સ્થિતિથી અકળામણ થાય (પૃ. ૬૩), ચંચળ સુખીને કાઢી મૂકવાનો પ્રસ્તાવ મૂકે (પૃ. ૧૧૪) અને નીલમની તબિયતને અનુલક્ષીને થતો તાર ફાડી નાખે (પૃ. ૧૬૫), મકન રઘુવીરને નીલમને મળવા જતાં અવરોધે (પૃ. ૧૬૧) – આ બધી બીનાઓ માનવચિત્તમાં જે અસૂયા(‘જેલસી’)નું તત્ત્વ રહેલું છે તેની સમર્થ રીતે વ્યંજના કરે છે. એક દાંત પડી ગયેલો હોવાને કારણે દેખાવ માત્રથી કંઈક અકળ ભયની લાગણી પ્રેરતા ડોસાના હાસ્યમાં લેખકે અકારણ ક્રૂરતાનો ફરકાટ બતાવ્યો છે. વ્યક્તિજીવન – ગૃહસમાજજીવનમાં આ અસૂયા – આ અકારણ ક્રૂરતા કેવાં વિષમ પરિણામો લાવે છે તે જોવા જેવું છે. ‘પારકાં જણ્યાં’માં ‘પારકાં’ ગણીને જે નિર્મમ ને ક્યારેક કઠોર વર્તાવ સ્વજનો જ કરી બેસે છે તેનું મર્મસ્પર્શી નિરૂપણ છે. ‘પરાયાપણા’નો ભાવ માનવચિત્તને કેવાં કેવાં રૂપ ધરવા, કેવાં કેવાં વર્તન કરવા પ્રેરે છે તે આ કથામાં ધ્વન્યાત્મક રીતે સૂચવાતું રહ્યું છે. આ કથાનું સંકલનસૂત્ર, પરાયાપણાની લાગણીથી જે વ્યવહારો સ્નેહજીવનમાં – પરિવારજીવનમાં થાય છે તેનું તાદૃશ ચિત્રણ કરવાના આશયમાં રહેલું છે. એ વ્યવહારો સ્વાભાવિક માનવવ્યવહારોના ભાગરૂપ છે એ કહેવાની જરૂર રહેતી નથી. ડૉ. મહેતા આ પરિપ્રેક્ષ્યથી (ડૉ. ધીરેન્દ્રે જોયું છે તે રીતે) જો કથાવસ્તુને જોઈ શક્યા હોત તો કૃતિની ઉભડક રીતની ટીકાઓ તેઓ લખાણમાંથી ટાળી શક્યા હોત, પુસ્તકના નામ અને વસ્તુવિધાનનો સંબંધ પણ તેઓ જોઈ શક્યા હોત, ને તો તેમને નવલકથાની કળા ઉમાશંકરને હાથતાળી દઈને ચાલી ગયાનું ન લાગત. | આ વાર્તાના ત્રણેય વિભાગને એકબીજા સાથે સળંગ સંબંધ નહીં હોવાની ફરિયાદ કરતાં ડૉ. મહેતા લખે છે : “એક નિશ્ચિત ધ્યેય ન હોવાથી વાર્તાપ્રવાહ આમતેમ રઝળીને છેવટે તુચ્છ વાતોના રણમાં લુપ્ત બની જાય છે.”<ref> કથાવિશેષ પૃ. ૧૫૬. </ref> આ એમનું દર્શન યથાર્થ નથી. ડૉ. મહેતા નવકથાકારના આશયનો દોર ઝડપવામાં નિષ્ફળ ગયા છે. આ બાબતમાં ડૉ. ધીરેન્દ્ર મહેતાનું નિરીક્ષણ ઉલ્લેખનીય છે. તેમણે આ “આખી કથા ઘટનાઓને આશ્રયે નહીં પરંતુ પાત્રોને આશ્રયે વિકસતી ચાલી”<ref> ગ્રંથ, ફેબ્રુઆરી, ૧૯૭૪, પૃ. ૨૮. </ref> હોવાનું જણાવ્યું છે. આમ હોઈ નવલકથાની સંકલનાનો વિચાર પાત્રોનાં મનોવલણોના સંદર્ભમાં કરવો જોઈએ. સુખીના અસુખના સૂચને ગવરીને રાજીપો થાય (પૃ. ૨૪), પૂનમની વહુનો સંસાર વીંખવામાં દરિયાવને આનંદ મળે (પૃ. ૫૨-૬૨), એ દરિયાવને પોતાનાં દીકરાઓની રોજરોજ સુધરતી જતી આર્થિક સ્થિતિથી અકળામણ થાય (પૃ. ૬૩), ચંચળ સુખીને કાઢી મૂકવાનો પ્રસ્તાવ મૂકે (પૃ. ૧૧૪) અને નીલમની તબિયતને અનુલક્ષીને થતો તાર ફાડી નાખે (પૃ. ૧૬૫), મકન રઘુવીરને નીલમને મળવા જતાં અવરોધે (પૃ. ૧૬૧) – આ બધી બીનાઓ માનવચિત્તમાં જે અસૂયા(‘જેલસી’)નું તત્ત્વ રહેલું છે તેની સમર્થ રીતે વ્યંજના કરે છે. એક દાંત પડી ગયેલો હોવાને કારણે દેખાવ માત્રથી કંઈક અકળ ભયની લાગણી પ્રેરતા ડોસાના હાસ્યમાં લેખકે અકારણ ક્રૂરતાનો ફરકાટ બતાવ્યો છે. વ્યક્તિજીવન – ગૃહસમાજજીવનમાં આ અસૂયા – આ અકારણ ક્રૂરતા કેવાં વિષમ પરિણામો લાવે છે તે જોવા જેવું છે. ‘પારકાં જણ્યાં’માં ‘પારકાં’ ગણીને જે નિર્મમ ને ક્યારેક કઠોર વર્તાવ સ્વજનો જ કરી બેસે છે તેનું મર્મસ્પર્શી નિરૂપણ છે. ‘પરાયાપણા’નો ભાવ માનવચિત્તને કેવાં કેવાં રૂપ ધરવા, કેવાં કેવાં વર્તન કરવા પ્રેરે છે તે આ કથામાં ધ્વન્યાત્મક રીતે સૂચવાતું રહ્યું છે. આ કથાનું સંકલનસૂત્ર, પરાયાપણાની લાગણીથી જે વ્યવહારો સ્નેહજીવનમાં – પરિવારજીવનમાં થાય છે તેનું તાદૃશ ચિત્રણ કરવાના આશયમાં રહેલું છે. એ વ્યવહારો સ્વાભાવિક માનવવ્યવહારોના ભાગરૂપ છે એ કહેવાની જરૂર રહેતી નથી. ડૉ. મહેતા આ પરિપ્રેક્ષ્યથી (ડૉ. ધીરેન્દ્રે જોયું છે તે રીતે) જો કથાવસ્તુને જોઈ શક્યા હોત તો કૃતિની ઉભડક રીતની ટીકાઓ તેઓ લખાણમાંથી ટાળી શક્યા હોત, પુસ્તકના નામ અને વસ્તુવિધાનનો સંબંધ પણ તેઓ જોઈ શક્યા હોત, ને તો તેમને નવલકથાની કળા ઉમાશંકરને હાથતાળી દઈને ચાલી ગયાનું ન લાગત. | ||
આ પારકાં જણ્યાં “જીવનમાં પડેલી, ક્યાંક તો અનિવાર્ય માનવી પડે એવી, અપાર કરુણતામાં ડોકિયું કરાવે છે.” (કૃતિના ફલૅપ પરનું લખાણ) “જીવનમાં કરુણતા અને મંગલતા તાણાવાણાની જેમ કેવાં વણાયેલાં છે એની પ્રતીતિ” આ કથા કરાવી રહે છે. “જીવન પ્રત્યેનો સમભાવ એક સ્થિર પ્રકાશની જેમ આ કથાની સૃષ્ટિ ઉપર પડેલો” હોવાનું પણ ફ્લેપ પર જણાવ્યું છે. ફ્લૅપ પરની આ વાતો સ્વીકારવામાં આપણને ભાગ્યે જ મુશ્કેલી થાય. ‘ગૃહસમાજની આ કથા’ જે સ્વાભાવિક શૈલી”<ref> વિ.ક. વૈદ્ય; માનસી, જૂન, ૧૯૪૧, પૃ. ૧૮૬. </ref>થી આ કૃતિમાં આલેખાઈ છે તેનું નિગૂઢ આકર્ષણ છે જ. વિજયરાયે આ કૃતિનું સૌંદર્ય પ્રતીત કર્યા પછી સહૃદયતાજનિત અફસોસથી આ શબ્દો ઉચ્ચાર્યા છે કે “પોતાના પ્રતિભાવૃક્ષે ઊગેલું આ ફળ એ યુવાન સાહિત્યકારે અકાળે તોડ્યું ન હોત તો કેવું સારું.”<ref> એજન, પૃ. ૧૮૫. </ref> | આ પારકાં જણ્યાં “જીવનમાં પડેલી, ક્યાંક તો અનિવાર્ય માનવી પડે એવી, અપાર કરુણતામાં ડોકિયું કરાવે છે.” (કૃતિના ફલૅપ પરનું લખાણ) “જીવનમાં કરુણતા અને મંગલતા તાણાવાણાની જેમ કેવાં વણાયેલાં છે એની પ્રતીતિ” આ કથા કરાવી રહે છે. “જીવન પ્રત્યેનો સમભાવ એક સ્થિર પ્રકાશની જેમ આ કથાની સૃષ્ટિ ઉપર પડેલો” હોવાનું પણ ફ્લેપ પર જણાવ્યું છે. ફ્લૅપ પરની આ વાતો સ્વીકારવામાં આપણને ભાગ્યે જ મુશ્કેલી થાય. ‘ગૃહસમાજની આ કથા’ જે સ્વાભાવિક શૈલી”<ref> વિ.ક. વૈદ્ય; માનસી, જૂન, ૧૯૪૧, પૃ. ૧૮૬. </ref>થી આ કૃતિમાં આલેખાઈ છે તેનું નિગૂઢ આકર્ષણ છે જ. વિજયરાયે આ કૃતિનું સૌંદર્ય પ્રતીત કર્યા પછી સહૃદયતાજનિત અફસોસથી આ શબ્દો ઉચ્ચાર્યા છે કે “પોતાના પ્રતિભાવૃક્ષે ઊગેલું આ ફળ એ યુવાન સાહિત્યકારે અકાળે તોડ્યું ન હોત તો કેવું સારું.”<ref> એજન, પૃ. ૧૮૫. </ref> |