ભારતીય કથાવિશ્વ૧/પ્રશ્નો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ભારતીય કથાસાહિત્યના પ્રશ્નો | }} {{Poem2Open}} ભારતીય કથાસાહિત્ય...")
 
No edit summary
 
Line 11: Line 11:
સ્વર્ગના દેવતાઓ શત્રુઓ સાથે લડવા માનવીઓની સહાય લેતા જ આવ્યા હતા. પુરૂરવાએ પણ દેવતાઓને સહાય કરી હતી. ‘રામાયણ’માં રામ રાવણ સામે લડવા વાનર, રીંછ જાતિની સહાય લે છે જ. માત્ર મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવો પ્રાણીઓની કે દેવોની મદદ લેતા નથી. હા, પાંડવોના પક્ષે ગીતાકાર કૃષ્ણ છે, અને તેમની સહાયથી જ તેમણે અઢાર દિવસ ચાલેલા યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.  

કેટલીક પ્રાકૃતિક ઘટનાઓને વેદમાં જુદી રીતે જોવામાં આવી છે. સૂરજ વાદળ તળે ઢંકાઈ જાય એ ચિત્ર સાર્વત્રિક છે. ઋગ્વેદની એક ઋચા એમ કહે છે કે ઇન્દ્રે વજ્ર ફેંકીને વાદળોને ચીર્યાં અને એટલે સૂર્ય બહાર આવ્યો, અંધકારનો નાશ થયો. વિજ્ઞાન કહે છે કે સૂર્ય અને પૃથ્વી જે અંતરે છે તે અંતરને કારણે જ પૃથ્વી પર જીવસૃષ્ટિ શક્ય બની. સૂર્યને કારણે જ પૃથ્વી પર સંસ્કૃતિઓ ટકી, કૃષિસંસ્કૃતિ સૂર્યને કારણે. જલનો એક પર્યાય જીવન છે, જલ વિના અહીં કશું જ શક્ય ન બને. વળી ભારતની પ્રાકૃતિક ભૂગોળ જોઈશું તો અહીં ત્રણ ઋતુ છે, દક્ષિણ ભારતના કેટલાક પ્રદેશોને બાદ કરીએ તો અહીં બારે માસ વરસાદ પડતો નથી. વળી, ચોમાસા દરમિયાન જે વરસાદ પડે તે પણ અનિયમિત. ઋગ્વેદથી માંડીને મધ્યકાળ સુધી, અર્વાચીન કાળ સુધી ભારતમાં લાખો લોકોનાં મૃત્યુ દુકાળમાં થયાં. વેદમાં પણ વચ્ચે વચ્ચે ઉલ્લેખો આવશે કે બાર બાર વરસનો દુકાળ પડ્યો. (જુઓ — દેવાપિ અને શંતનુની કથા) આ પરિસ્થિતિને કારણે અહીંના લોકો સૂર્ય, ઇન્દ્ર, વરુણને પ્રાર્થે એ સ્વાભાવિક છે, યજ્ઞયાગાદિનાં મૂળ પણ અહીં જોવા મળશે. નદીનાળાં છલકાય એમાં ભારતીય ઋષિઓએ ઇન્દ્રને કારણભૂત માન્યા.  

સાથે જ આપણને કઠે એવી વિગતો પણ જોવા મળશે. દા.ત. ઇન્દ્રે કૃષ્ણાસુરની સ્ત્રીઓને મારી નાખી એવી એક ઋચા પણ છે. (ઋ. ૨.૨૦.૨) એક ઋચામાં તો અસુરોની સ્ત્રીઓ નદીમાં ડૂબી જવી જોઈએ એમ પણ કહેવાયું છે. વળી શત્રુઓના હાથપગ કાપી નાખવા જેવી નિર્દયતા પણ દેવલોકોએ આદરી હતી. એક સ્થળે ઋષિ કહે છે, ‘હે ઇન્દ્ર, સહાયક વિનાના સુશ્રવસ રાજા સામે લડવા ઊભેલા વીસ રાજાઓને તથા એમના સાઠ હજાર નવ્વાણુ સૈનિકોને રથના ચક્રથી મારી નાખ્યા. (ઋ.૧. ૫૩.૯’) રથના ચક્રનો ઉલ્લેખ આપણને મહાભારતના યુદ્ધ સુધી લઈ જાય છે. ત્યાં શ્રીકૃષ્ણ રથના ચક્ર વડે કૌરવોનો સંહાર કરવા — ખાસ તો ભીષ્મનો — દોડ્યા હતા. ‘દભીતિના કલ્યાણ માટે ત્રીસ હજાર વીરોને મારી નાખ્યા.’ (ઋ.૪.૩૦.૨૧) આપણે એટલું તો સ્વીકારી લઈશું કે આ બધી મોટી મોટી સંખ્યાઓ અતિશયોક્તિપૂર્ણ હતી (સરખાવો — સગર રાજાને સાઠ હજાર પુત્રો હતા).  

દાનવો નદીઓના કિનારા તોડી નાખે ત્યારે ઇન્દ્ર એ કિનારા સરખા પણ કરે.  

અહીં સમસામયિક ઘટનાઓને જુદી રીતે પ્રયોજવામાં આવી છે. દા.ત. નર્મદાશંકર-દલપતરામના સમયમાં વિધવાવિવાહનો પ્રશ્ન બહુ ચગ્યો હતો. પરંપરામાં વિધવાવિવાહનો નિષેધ કરવામાં આવ્યો છે એવી દલીલો અવારનવાર થતી હતી. પણ- છેક વેદ-ઉપનિષદના કાળમાં જઈએ તો? અહીં સતી થવા નીકળેલી સ્ત્રીને સંબોધન કરવામાં આવ્યું છે — ‘હે નારી, તું જીવિત લોકોનો વિચાર કરીને અહીંથી ઊભી થા. પતિ મૃત્યુ પામ્યો છે. એની પાસે તું નિરર્થક સૂતી છે. અહીં આવ. પાણિગ્રહણ કરનાર, તારા પતિના સંતાનને ધ્યાનમાં રાખીને તું એની સાથે રહે’.  

Navigation menu