ઉમાશંકરનો વાગ્વૈભવ/ઉપસંહાર/વિવેચન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
ઉમાશંકરે ‘પુરાણોમાં ગુજરાત’નું જે કાર્ય કર્યું તે તેમના સાંસ્કૃતિક રસનું દ્યોતક છે. સંશોધનનો કેવો રમણીય મુદ્દો એમણે પસંદ કર્યો છે, તે સૌ જોશે જ. એમનું એ સંશોધનકાર્ય તેમ એમનું મધ્યકાલીન તેમ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કેટલાક ગ્રંથોનું સંપાદન – એમની આ પ્રકારનાં કાર્યો માટેની સજ્જતા, ચીવટ તથા સૂઝવિવેકનું દર્શન કરાવી રહે છે. એમનું શાલેય સાહિત્યિક ગ્રંથોનું સંપાદન પણ એકંદરે પ્રશસ્ય જણાયું છે. અર્ધી સદીથી દેશવટો ભોગવતા બાળાશંકરને જે રીતે સ્વાધ્યાય-અર્ઘ્ય સમર્પ્યો, હરિશ્ચંદ્ર ભટ્ટના કાવ્યસંગ્રહને તેમ જ આનંદશંકરના ગ્રંથોને (રા.વિ. પાઠક સાથે) સંપાદિત કરવામાં જે રીતે મિત્ર-ઋણ કે વડીલ-ઋણ અદા કરવા સાથે સાહિત્યસેવા ને ગુજરાતી-સેવાયે એમણે કરી તેની નોંધ આપણે લઈશું ને તેમ કરતાં તેમના સંપાદકધર્મનીયે ઉત્કૃષ્ટતા પણ ખ્યાલમાં રાખીશું. તેમણે ‘કવિતા સંગમ’નાં સંપાદનો દ્વારા જે રાષ્ટ્રીય એકાત્મકતા ને વૈશ્વિક સંવાદિતાની દિશામાં કામ કર્યું છે તે પણ આપણે સ્મરણમાં રાખીશું. ‘સંસ્કૃતિ’ દ્વારા જે રીતે સંસ્કૃતિસેવા ને સાહિત્યિક પત્રકારત્વની સેવા થઈ છે તે પણ ધ્યાનમાં રાખવી ઘટે. નર્મદે રાજ્યરંગની વાત કરેલી. ઉમાશંકરે ‘સમયરંગ’ની વાત કરી છે. એક મહાન સંવેદનશીલ સર્જકચિત્ત જે રીતે પોતાના સમકાલીન જીવન-જગતને જુએ છે, સમજે છે અને તેની સરસ ને સચોટ છબિ આલેખે છે તે ઉમાશંકરની પરંપરા, એમની પીઠિકા અને પ્રવૃત્તિના સમ્યક આકલનમાં ખૂબ જ ઉપયોગી થાય એમ છે. યુગસર્જક ઉમાશંકરની આંતરછવિનું સમ્યક દર્શન કરવા ચાહનારે તો ‘સમયરંગ’ના બે ખંડોને પણ ખૂંદી લેવા જોઈએ.

ઉમાશંકરની બહુમુખી પ્રતિભાએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં પોતાનો ગતિ-સંચાર બતાવ્યો છે; પરંતુ સૌમાં તેમની કવિતા અને તેમની કવિતા-વિવેચના સવિશેષ યશસ્વી લાગે છે. કાવ્યનો શબ્દ એમના સતત અવધાનનો વિષય રહ્યો છે. એકાંકી, ટૂંકી વાર્તા, નવલકથા – આવું કેટલુંક લખાયું ને પછી બંધ પણ પડ્યું. એક કવિતાએ તેમને આયુષ્યના અંત સુધી પકડી રાખ્યા. કવિતાએ એમનો ‘પીછો’ ન જ છોડ્યો; તો ઉમાશંકરેય તેનો ‘પીછો’ ક્યાં છોડ્યો છે ? ઉમાશંકરે શબ્દ દ્વારા જ્યારે જ્યારે પ્રગટ થવાનું થયું ત્યારે ત્યારે ‘કવિ’ તરીકે જ પ્રગટવાનું પસંદ કર્યું. પાર્લમેન્ટમાં કટોકટી-સમયના એક સુંદર વ્યાખ્યાનમાં તેમણે પોતાનો પરિચય ‘કવિ’ તરીકે જ આપ્યો હતો.

S
 
ઉમાશંકર એક કલાકાર તરીકે વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રબળ પુરસ્કર્તા છે, પણ તે સાથે જ કલાકારના સમષ્ટિગત દાયિત્વના પણ તેઓ આગ્રહી છે. કલાકાર હોવું તેને જ તેઓ એક મોટીમસ જવાબદારી માને છે. તેમનો કવિધર્મ – સારસ્વતધર્મ એ કવિકર્મનું જ બીજું નામ છે. ‘કવિ’ શબ્દમાં જ એક સંનિષ્ઠ માનવધર્મીનો પરિચય રહ્યો છે અને તેથી જ એના કર્મમાં તેઓ માનવધર્મની ગતિ-સિદ્ધિ અવલોકે છે. તેઓ કવિકર્મ દ્વારા આંતરબાહ્ય જીવનમાં, વ્યક્તિગત તેમ સમષ્ટિગત ભૂમિકાયે સંવાદતત્ત્વના વિકાસ–સંવર્ધન–વિસ્તારની હિમાયત કરે છે. આમ હિમાયત કરવી એ એક વાત છે ને કલામાં એ સંવાદધર્મ સિદ્ધ કરવો એ બીજી વાત છે. એ બીજી વાત તો કવિ પોતાનામાંના દ્વૈતને જેટલે અંશે સર્જનકાળે ગાળી શકે એટલા અંશે જ સિદ્ધ કરી શકે. ઉમાશંકરના સર્જનકાર્યમાં દ્વૈતાદ્વૈતની ખેંચતાણ ઠીક ઠીક વરતાય છે. આમ છતાં ઉમાશંકરનું લક્ષ્ય તો શબ્દને વ્યક્તિચૈતન્ય, સમષ્ટિચૈતન્ય અને વિશ્વચૈતન્ય વચ્ચે સેતુરૂપે પ્રતીત કરવાનું છે. વધુ ઊંડાણથી જોઈએ તો જે એકાત્મતા આ સર્વને તળિયે છે તેના પ્રતીકરૂપે શબ્દને સિદ્ધ કરવાનું એમનું લક્ષ્ય છે. આ લક્ષ્ય દુ:સાધ્ય છે ને ખરેખર સધાતું તો જણાય કોક ‘શોધ’ કે ‘પંખીલોક’ કાવ્યમાં, કોક ‘બારણે ટકોરા’માં, કોક ‘મારી ચંપાનો વર’માં. આમ છતાં એ લક્ષ્યની દિશામાં આયુષ્યના અંત પર્યન્ત જે રીતે એમનો વાઙ્મયપુરુષાર્થ અવિરત ચાલ્યો છે એની આપણે ઘટિત નોંધ લેવી જ જોઈએ.

કોઈ સાહિત્યસર્જક – કોઈ વિવેચક પોતાના દેશકાળથી નિરપેક્ષ રહી ન શકે. ઉમાશંકર વીસમી સદીના સર્જક, ગાંધીયુગના સંતાન. વીસમી સદી જો માનવ પર આક્રમણ કરતા વિજ્ઞાન ને યંત્રતંત્રના ઝડપી વિકાસની સદી છે તો એ આક્રમણ સામે મજબૂત થવા મથતી માનવતાની પ્રતિષ્ઠાનીયે સદી છે. એ જો વિશ્વયુદ્ધોની – મનુષ્યના અસ્તિત્વને ધમકી આપતાં પરિબળોની સદી છે તો તે વિશ્વશાંતિની – અહિંસાત્મક ચળવળોની – સત્યાગ્રહોની, વિશ્વશાંતિસમર્થક આંતરરાષ્ટ્રીય સંસ્થા-ઓનીયે સદી છે. આ સદી હિટલરની ક્રૂરતાના અનુભવોની તો ગાંધીજીની કરુણાના સાક્ષાત્કારનીયે સદી છે. આ સદીએ જો બુદ્ધિવિજય ગાયો છે તો આત્મવિજયની અભીપ્સાયે ક્રમશ: વધુ ને વધુ દાખવી છે. આ સદીમાં જો ગતિશક્તિનો વિસ્ફોટ વરતાય છે તો ધૃતિપ્રીતિની પ્રતિષ્ઠાયે વરતાય છે. ગાંધીજીનું કાર્ય વસ્તુત: કોઈ અકસ્માત કે ચમત્કારરૂપ નહોતું; એ કાર્ય જમાનાની આવશ્યકતામાંથી ઉપસ્થિત થયેલું હતું. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ માટે ગાંધીજીની પસંદગી કરી ત્યારે તેમાં વસ્તુત: ને તત્ત્વત: યુગાત્માની જ પસંદગીનો પ્રશ્ન સંડોવાયેલો હતો. ઉમાશંકરે ‘વિશ્વશાંતિ’ વિષય લઈને પોતાની જમાના સાથેની નિસબત બતાવી, તો ‘અભિજ્ઞા’–‘સપ્તપદી’ આપીને પોતાની વિકાસલક્ષી જીવંતતાનીયે એક હૃદ્ય પ્રતીતિ આપી. ઉમાશંકરની શબ્દયાત્રા હકીકતમાં ‘મંગલ શબ્દ’ની યાત્રા છે. ‘મંગલ’ વિશેષણ ઉમાશંકરના જમાનાની તેમ જ એમની પોતાની માંગલ્યધર્મી કલાનિષ્ઠાની મુદ્રાથી અંકિત છે. ઉમાશંકરની કાવ્યયાત્રા મંગલ શબ્દના શ્રવણ-સર્જનથી આરંભાઈ ને માંગલ્યધર્મી મૌનમાં છેવટે પરિણમન પામી. વાગ્ભાવક – વાગ્સર્જક પોતે પોતાનું નામ ઓગાળીને જાણે ‘વાઙ્મય’માં વ્યાપીને વિ-રમ્યા !

Navigation menu