26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">ગુજરાતી બાળસામયિકો: ગુજરાતી ભાષામાં બાળકો મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<span style="color:#0000ff">ગુજરાતી બાળસામયિકો: ગુજરાતી ભાષામાં બાળકો માટેનાં સામયિકોની પરંપરા સવાસો વર્ષથી પણ જૂની છે. આ ગાળામાં ઘણાં સામયિકો શરૂ થયાં. કેટલાંક અલ્પજીવી નીવડ્યાં, તો કેટલાંક લાંબો સમય ચાલી શક્યાં. કેટલાંક કોઈ વિશેષ છાપ ઊભી ન કરી શક્યાં, તો કેટલાંક ખાસ્સાં લોકપ્રિય નીવડ્યાં. | <span style="color:#0000ff">'''ગુજરાતી બાળસામયિકો'''</span>: ગુજરાતી ભાષામાં બાળકો માટેનાં સામયિકોની પરંપરા સવાસો વર્ષથી પણ જૂની છે. આ ગાળામાં ઘણાં સામયિકો શરૂ થયાં. કેટલાંક અલ્પજીવી નીવડ્યાં, તો કેટલાંક લાંબો સમય ચાલી શક્યાં. કેટલાંક કોઈ વિશેષ છાપ ઊભી ન કરી શક્યાં, તો કેટલાંક ખાસ્સાં લોકપ્રિય નીવડ્યાં. | ||
ગુજરાતી ભાષાનું પ્રથમ બાળસામયિક ‘સત્યોદય’ હતું. ૧૮૬૨માં સુરતથી પ્રસિદ્ધ થયેલા આ માસિકમાં મુખ્યત્વે ખ્રિસ્તીધર્મના પ્રચારને લગતી સામગ્રી આપવામાં આવતી હતી. શરૂઆતમાં તેમાં બાળભોગ્ય વાર્તાઓ, કાવ્યો અને અન્ય માહિતી આપવામાં આવતી પણ પાછળથી તેમાં ધર્મપ્રચારલક્ષી સામગ્રીનો વધુ ઉમેરો થતો ગયો તેથી તે માત્ર ધર્મપ્રચારલક્ષી સામયિક બની રહ્યું. ક્રિશ્ચિયન વર્નાક્યૂલર એજ્યુકેશન સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયેલું આ સામયિક સચિત્ર નહોતું. | ગુજરાતી ભાષાનું પ્રથમ બાળસામયિક ‘સત્યોદય’ હતું. ૧૮૬૨માં સુરતથી પ્રસિદ્ધ થયેલા આ માસિકમાં મુખ્યત્વે ખ્રિસ્તીધર્મના પ્રચારને લગતી સામગ્રી આપવામાં આવતી હતી. શરૂઆતમાં તેમાં બાળભોગ્ય વાર્તાઓ, કાવ્યો અને અન્ય માહિતી આપવામાં આવતી પણ પાછળથી તેમાં ધર્મપ્રચારલક્ષી સામગ્રીનો વધુ ઉમેરો થતો ગયો તેથી તે માત્ર ધર્મપ્રચારલક્ષી સામયિક બની રહ્યું. ક્રિશ્ચિયન વર્નાક્યૂલર એજ્યુકેશન સોસાયટી તરફથી પ્રસિદ્ધ થયેલું આ સામયિક સચિત્ર નહોતું. | ||
સપ્ટેમ્બર, ૧૮૭૭માં સુરતમાંથી જ પ્રસિદ્ધ થયેલું ‘બાળોદય’ પારસી લોકો પાસેથી મળેલું માસિક હતું. બાળકો માટે તેમાં ઘણી ઉપયોગી, જ્ઞાનવર્ધક અને આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવતી. આવી માહિતી એક પ્રશંસનીય કાર્ય હોવા છતાં તેમાં બોધલક્ષી લેખોનો અતિરેક હોવાથી તે બાળભોગ્ય સામયિક ન બની શક્યું. | સપ્ટેમ્બર, ૧૮૭૭માં સુરતમાંથી જ પ્રસિદ્ધ થયેલું ‘બાળોદય’ પારસી લોકો પાસેથી મળેલું માસિક હતું. બાળકો માટે તેમાં ઘણી ઉપયોગી, જ્ઞાનવર્ધક અને આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવતી. આવી માહિતી એક પ્રશંસનીય કાર્ય હોવા છતાં તેમાં બોધલક્ષી લેખોનો અતિરેક હોવાથી તે બાળભોગ્ય સામયિક ન બની શક્યું. | ||
દરમિયાન ૧૮૭૯માં ‘બાલમિત્ર’ નામનું એક સામયિક શરૂ તો થયું પણ કદમાં નાનું, નાના ટાઇપો સાથેનું હોવાના કારણે તે બહુ ધ્યાન ખેંચી ન શક્યું અને થોડા સમયમાં બંધ થઈ ગયું. અમદાવાદમાંથી ૧૮૮૨માં શરૂ થયેલું ‘બાળજ્ઞાનવર્ધક’ પણ નાના ટાઇપવાળું અને ચિત્રો વગરની સામગ્રીવાળું સામયિક હતું. આ સામયિક બાળકો કરતાં મોટેરાંઓ માટેનું વધારે લાગતું હતું તેથી સારા બાળસામયિક સ્વરૂપે તે પણ ધ્યાન ખેંચવામાં સફળ ન રહ્યું. | |||
મહાશંકર લલ્લુભાઈ ભટ્ટે ૧૯૧૧માં વડોદરાથી ‘બાલશિક્ષક’ નામનું માસિક શરૂ કર્યું. આ સામયિકમાં ઇતિહાસ તથા પુરાણોની કથાઓ, સુવાક્યો, ઉખાણાં, મહાપુરુષોનાં ચરિત્રો, રમતગમત તથા ભૂગોળની માહિતી આપવામાં આવતી. શરૂઆતમાં તે સારા કાગળ પર, સુનિયોજિત સામગ્રી સાથે પ્રગટ થતું પણ પાછળથી તેનું મુદ્રણ સામાન્ય કાગળ પર થવા લાગ્યું. કદ પણ બદલાયું. આ સામયિક સચિત્ર હતું. તેની સામગ્રીને બે ભાગમાં વહેંચવામાં આવતી. પ્રથમ ભાગમાં મોટા ટાઇપમાં ચોથા ધોરણ સુધીનાં બાળકો માટેની અને બીજા ભાગમાં ચોથા ધોરણ પછીના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે સામગ્રી આપવામાં આવતી. | મહાશંકર લલ્લુભાઈ ભટ્ટે ૧૯૧૧માં વડોદરાથી ‘બાલશિક્ષક’ નામનું માસિક શરૂ કર્યું. આ સામયિકમાં ઇતિહાસ તથા પુરાણોની કથાઓ, સુવાક્યો, ઉખાણાં, મહાપુરુષોનાં ચરિત્રો, રમતગમત તથા ભૂગોળની માહિતી આપવામાં આવતી. શરૂઆતમાં તે સારા કાગળ પર, સુનિયોજિત સામગ્રી સાથે પ્રગટ થતું પણ પાછળથી તેનું મુદ્રણ સામાન્ય કાગળ પર થવા લાગ્યું. કદ પણ બદલાયું. આ સામયિક સચિત્ર હતું. તેની સામગ્રીને બે ભાગમાં વહેંચવામાં આવતી. પ્રથમ ભાગમાં મોટા ટાઇપમાં ચોથા ધોરણ સુધીનાં બાળકો માટેની અને બીજા ભાગમાં ચોથા ધોરણ પછીના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે સામગ્રી આપવામાં આવતી. | ||
૧૯૧૨માં વડોદરાથી શ્રેયસ્સાસાધક અધિકારી વર્ગ તરફથી ‘બાળકોનો બંધુ’ માસિક શરૂ કરવામાં આવ્યું, તેના ફક્ત ચાર જ અંક પ્રસિદ્ધ થયા હતા. ૧૯૨૦માં શરૂ થયેલાં બે બાળસામયિકોએ સુંદર, સત્ત્વશીલ વાચનસામગ્રી આપવામાં નોંધપાત્ર કામ કર્યું છે. રમણલાલ ના. શાહના સંપાદન હેઠળ વડોદરાથી પ્રસિદ્ધ થતા ‘બાલજીવન’ માસિકમાં અનેક નીવડેલા તથા નવોદિત લેખકોની કૃતિઓ સુંદર ચિત્રો સાથે આપવામાં આવતી. સાથે સાથે ગ્રાહકોને બાળસાહિત્યનાં પુસ્તકો ભેટ તરીકે પણ અપાતાં. અર્ધી સદી સુધી બાળકોની સેવા કરીને, ૧૯૭૧માં આ સામયિક બંધ થયું. | ૧૯૧૨માં વડોદરાથી શ્રેયસ્સાસાધક અધિકારી વર્ગ તરફથી ‘બાળકોનો બંધુ’ માસિક શરૂ કરવામાં આવ્યું, તેના ફક્ત ચાર જ અંક પ્રસિદ્ધ થયા હતા. ૧૯૨૦માં શરૂ થયેલાં બે બાળસામયિકોએ સુંદર, સત્ત્વશીલ વાચનસામગ્રી આપવામાં નોંધપાત્ર કામ કર્યું છે. રમણલાલ ના. શાહના સંપાદન હેઠળ વડોદરાથી પ્રસિદ્ધ થતા ‘બાલજીવન’ માસિકમાં અનેક નીવડેલા તથા નવોદિત લેખકોની કૃતિઓ સુંદર ચિત્રો સાથે આપવામાં આવતી. સાથે સાથે ગ્રાહકોને બાળસાહિત્યનાં પુસ્તકો ભેટ તરીકે પણ અપાતાં. અર્ધી સદી સુધી બાળકોની સેવા કરીને, ૧૯૭૧માં આ સામયિક બંધ થયું. | ||
Line 43: | Line 43: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ગુજરાતી ફાગુ | |||
|next = ગુજરાતી બાળસાહિત્ય | |||
}} |
edits