26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 16: | Line 16: | ||
ઘણાં વિશેષણો સર્વનામની સાથે સમાન છે. વિશેષ્યની સાથે આવે ત્યારે એ વિશેષણનું કામ આપે અને વિશેષ્ય અનુક્ત હોય ત્યારે એ સર્વનામનું કામ આપે. ‘તે’, ‘જે’, ‘આ’, ‘કોઈ’, ‘કંઈ’, ‘શું’, ‘પેલું’ વગેરે આ પ્રકારનાં વિશેષણ છે. એમને ઘણીવાર સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. વિશેષણ અનુક્ત હોય ત્યારે અન્ય ઘણાં વિશેષણો સંજ્ઞા (કે સર્વનામ)નું કામ આપે છે: ‘ગરીબોનો બેલી ઈશ્વર છે’ (સંજ્ઞા), ‘દરેકને આગળ આવવાની ઇચ્છા હોય છે’ (સર્વનામ). | ઘણાં વિશેષણો સર્વનામની સાથે સમાન છે. વિશેષ્યની સાથે આવે ત્યારે એ વિશેષણનું કામ આપે અને વિશેષ્ય અનુક્ત હોય ત્યારે એ સર્વનામનું કામ આપે. ‘તે’, ‘જે’, ‘આ’, ‘કોઈ’, ‘કંઈ’, ‘શું’, ‘પેલું’ વગેરે આ પ્રકારનાં વિશેષણ છે. એમને ઘણીવાર સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. વિશેષણ અનુક્ત હોય ત્યારે અન્ય ઘણાં વિશેષણો સંજ્ઞા (કે સર્વનામ)નું કામ આપે છે: ‘ગરીબોનો બેલી ઈશ્વર છે’ (સંજ્ઞા), ‘દરેકને આગળ આવવાની ઇચ્છા હોય છે’ (સર્વનામ). | ||
વિશેષણના પ્રકારો આ પ્રમાણે પાડી શકાય: ૧, ગુણવાચક (રંગ, સ્વાદ, આકાર, કદ, સ્વભાવ, સાદૃશ્ય વગેરે દર્શાવનાર – ‘કાળુ’, ‘ખાટું’ ‘ચોરસ’, ‘વાંકું’, ‘જાડું’, ‘નીચું’, ‘આવું’, ‘મારકણું’, ‘ડાહ્યું’, વગેરે). ૨, સંખ્યાવાચક (‘એક’, ‘બે’, ‘કેટલાક’ વગેરે). ૩, ક્રમવાચક (‘ત્રીજું’, ‘આગળનું’). ૪, પ્રમાણવાચક (‘અર્ધું’, ‘થોડું’, ‘આટલું’ વગેરે)., ૫, પ્રશ્નવાચક (‘શું’), ૬, અનિશ્ચયવાચક (‘કંઈ’, ‘કશું’, ‘કોઈ’ વગેરે). ૭, દર્શક (‘આ’, ‘તે’ વગેરે). ૮, સાપેક્ષ (‘જે-તે’). | વિશેષણના પ્રકારો આ પ્રમાણે પાડી શકાય: ૧, ગુણવાચક (રંગ, સ્વાદ, આકાર, કદ, સ્વભાવ, સાદૃશ્ય વગેરે દર્શાવનાર – ‘કાળુ’, ‘ખાટું’ ‘ચોરસ’, ‘વાંકું’, ‘જાડું’, ‘નીચું’, ‘આવું’, ‘મારકણું’, ‘ડાહ્યું’, વગેરે). ૨, સંખ્યાવાચક (‘એક’, ‘બે’, ‘કેટલાક’ વગેરે). ૩, ક્રમવાચક (‘ત્રીજું’, ‘આગળનું’). ૪, પ્રમાણવાચક (‘અર્ધું’, ‘થોડું’, ‘આટલું’ વગેરે)., ૫, પ્રશ્નવાચક (‘શું’), ૬, અનિશ્ચયવાચક (‘કંઈ’, ‘કશું’, ‘કોઈ’ વગેરે). ૭, દર્શક (‘આ’, ‘તે’ વગેરે). ૮, સાપેક્ષ (‘જે-તે’). | ||
વિશેષણો પણ વ્યક્તલિંગ અને અવ્યક્તલિંગ બન્ને પ્રકારનાં મળે છે. વ્યક્તલિંગ વિશેષણ ત્રણે લિંગમાં વિશેષ સંજ્ઞાને અનુસરી આવે છે (‘સારો છોકરો’, ‘સારી છોકરી’ વગેરે). વિશેષ્ય સંજ્ઞા અનુગ કે નામયોગી સાથે કે બહુવચનમાં હોય ત્યારે પુંલ્લિંગ-નપુંસકલિંગમાં ‘આ’કારાંત ‘આં’કારાંત રૂપે પણ આવે છે (‘સારા માણસને’, ‘ઊંચાં મકાનો’ વગેરે). વિશેષણો બહુવચનનો પ્રત્યય કે વિભક્તિના અનુગો લેતા નથી, માત્ર વ્યક્તલિંગ વિશેષણો વિકલ્પે ‘એ’ અનુગ લે છે – ‘ઉઘાડા/ ઉઘાડે પગે’, ‘આખા/આખે રસ્તે.’ | |||
સંજ્ઞા અને વિશેષણ મૂળ કે સાદાં અને સાધિત એટલે અન્ય પદને પ્રત્યય લાગીને બનેલાં હોઈ શકે. આ સાધક પ્રત્યયોના ત્રણ મુખ્ય વર્ગો પડે: ૧, લિંગસાધક – મુખ્યત્વે પુંલ્લિંગ પરથી સ્ત્રીલિંગની સંજ્ઞા બનાવનાર પ્રત્યયો: ‘ઈ’ (બ્રાહ્મણ – બ્રાહ્મણી), ‘ણ’ (ધોબી-ધોબણ), ‘આણી’ (શેઠ-શેઠાણી) વગેરે; ૨, અંગવિસ્તારક – પદપ્રકાર બદલાવ્યા વિના લઘુતા, લાડ આદિ અર્થો ઉમેરતા પ્રત્યયો: ‘ક’ (ઢોલ-ઢોલક), ‘ટ’ (પોચું-પોચટ), ‘લ’ (નણંદ-નણદલ), ‘ઊક’ (દંડ-દંડૂકો), ‘ઓડ’ (થાક-થાકોડો), ‘ઉલિય’ (મેહ-મેહુલિયો), ‘એર’ (ઝાઝું-ઝાઝેરું) વગેરે; ૩, સંજ્ઞા ને વિશેષણસાધક પ્રત્યયો – સંજ્ઞા, વિશેષણ કે આખ્યાત પરથી; ‘ટ’ (ફાવવું-ફાવટ), ‘ણ’ (પીંજવું-પીંજણ), ‘આશ’ (ટાઢું-ટાઢાશ), ‘આળ’ (રીસ-રિસાળ), ‘ઇય’ (ધમાલ-ધમાલિયું), ‘ઇ’ (ઠંડું-ઠંડી, પરદેશ-પરદેશી), ‘આર’ (પીંજવું-પીંજારો), ‘આઈ’ (ચડવું-ચડાઈ, મૂરખ-મૂરખાઈ), ‘ઉ’ (સમજવું-સમજુ, બજાર-બજારુ) વગેરે અનેકાનેક. | સંજ્ઞા અને વિશેષણ મૂળ કે સાદાં અને સાધિત એટલે અન્ય પદને પ્રત્યય લાગીને બનેલાં હોઈ શકે. આ સાધક પ્રત્યયોના ત્રણ મુખ્ય વર્ગો પડે: ૧, લિંગસાધક – મુખ્યત્વે પુંલ્લિંગ પરથી સ્ત્રીલિંગની સંજ્ઞા બનાવનાર પ્રત્યયો: ‘ઈ’ (બ્રાહ્મણ – બ્રાહ્મણી), ‘ણ’ (ધોબી-ધોબણ), ‘આણી’ (શેઠ-શેઠાણી) વગેરે; ૨, અંગવિસ્તારક – પદપ્રકાર બદલાવ્યા વિના લઘુતા, લાડ આદિ અર્થો ઉમેરતા પ્રત્યયો: ‘ક’ (ઢોલ-ઢોલક), ‘ટ’ (પોચું-પોચટ), ‘લ’ (નણંદ-નણદલ), ‘ઊક’ (દંડ-દંડૂકો), ‘ઓડ’ (થાક-થાકોડો), ‘ઉલિય’ (મેહ-મેહુલિયો), ‘એર’ (ઝાઝું-ઝાઝેરું) વગેરે; ૩, સંજ્ઞા ને વિશેષણસાધક પ્રત્યયો – સંજ્ઞા, વિશેષણ કે આખ્યાત પરથી; ‘ટ’ (ફાવવું-ફાવટ), ‘ણ’ (પીંજવું-પીંજણ), ‘આશ’ (ટાઢું-ટાઢાશ), ‘આળ’ (રીસ-રિસાળ), ‘ઇય’ (ધમાલ-ધમાલિયું), ‘ઇ’ (ઠંડું-ઠંડી, પરદેશ-પરદેશી), ‘આર’ (પીંજવું-પીંજારો), ‘આઈ’ (ચડવું-ચડાઈ, મૂરખ-મૂરખાઈ), ‘ઉ’ (સમજવું-સમજુ, બજાર-બજારુ) વગેરે અનેકાનેક. | ||
બીજા અને ત્રીજા વર્ગના પ્રત્યયોની વિશેષ વીગતો માટે આ ગ્રન્થમાં જુઓ ‘ગુજરાતી પ્રત્યય’. | બીજા અને ત્રીજા વર્ગના પ્રત્યયોની વિશેષ વીગતો માટે આ ગ્રન્થમાં જુઓ ‘ગુજરાતી પ્રત્યય’. | ||
Line 52: | Line 52: | ||
સંયોજકોના અર્થની દૃષ્ટિએ આવા પ્રકારો પડે છે: ૧, સમુચ્ચયવાચક: (અને, તથા, તેમજ વગેરે). ૨, વિરોધવાચક: (છતાં, પણ, જોકે-તોપણ વગેરે). ૩, વિકલ્પવાચક: (કે). ૪, પર્યાયવાચક: (એટલે, અર્થાત્ વગેરે). ૫, કારણવાચક: (કેમકે, કારણ કે) ૬, પરિણામવાચક: (એથી, એટલે, માટે વગેરે). ૭, શરતવાચક; (જો-તો). ૮, દૃષ્ટાંતવાચક: (જેમકે). ૯, અવતરણવાચક: (કે). જોઈ શકાશે કે એક જ સંયોજક એકથી વધુ અર્થમાં પણ આવે છે. સંયોજકો પદોને તેમજ વાક્યોને જોડે છે. | સંયોજકોના અર્થની દૃષ્ટિએ આવા પ્રકારો પડે છે: ૧, સમુચ્ચયવાચક: (અને, તથા, તેમજ વગેરે). ૨, વિરોધવાચક: (છતાં, પણ, જોકે-તોપણ વગેરે). ૩, વિકલ્પવાચક: (કે). ૪, પર્યાયવાચક: (એટલે, અર્થાત્ વગેરે). ૫, કારણવાચક: (કેમકે, કારણ કે) ૬, પરિણામવાચક: (એથી, એટલે, માટે વગેરે). ૭, શરતવાચક; (જો-તો). ૮, દૃષ્ટાંતવાચક: (જેમકે). ૯, અવતરણવાચક: (કે). જોઈ શકાશે કે એક જ સંયોજક એકથી વધુ અર્થમાં પણ આવે છે. સંયોજકો પદોને તેમજ વાક્યોને જોડે છે. | ||
ઉદ્ગારવાચકો હર્ષ, દુ:ખ, ધિક્કાર, આશ્ચર્ય, અનુમતિ, સંબોધન, અભિવાદન વગેરે મનોભાવોને વ્યક્ત કરવા વાક્યને આરંભે ને વાક્યથી સ્વતંત્ર રીતે આવે છે: (હાશ, અહો, અરે, છટ્, હં, વાહ, શાબાશ, નમસ્તે, જેજે). ઉદ્ગારવાચકમાં એકથી વધુ ઘટકો પણ હોઈ શકે: (ઓ બાપ રે). જોઈ શકાય છે કે નામિક પદ પણ ઉદ્ગારવાચક તરીકે આવી શકે છે. | ઉદ્ગારવાચકો હર્ષ, દુ:ખ, ધિક્કાર, આશ્ચર્ય, અનુમતિ, સંબોધન, અભિવાદન વગેરે મનોભાવોને વ્યક્ત કરવા વાક્યને આરંભે ને વાક્યથી સ્વતંત્ર રીતે આવે છે: (હાશ, અહો, અરે, છટ્, હં, વાહ, શાબાશ, નમસ્તે, જેજે). ઉદ્ગારવાચકમાં એકથી વધુ ઘટકો પણ હોઈ શકે: (ઓ બાપ રે). જોઈ શકાય છે કે નામિક પદ પણ ઉદ્ગારવાચક તરીકે આવી શકે છે. | ||
પદપ્રકારોના આ નિરૂપણમાં દેખાયું હશે કે કેટલાંક પદો એકથી વધુ પ્રકારમાં આવે છે. જેમકે ‘આ’ ‘તે’ ‘શું’ ‘કોઈ’ એ સર્વનામ તથા વિશેષણ તરીકે, ‘અંદર’ ‘ઉપર’ વગેરે નામયોગી તથા ક્રિયાવિશેષણ તરીકે, ‘ખરું’ વિશેષણ તથા નિપાત તરીકે, ‘છતાં’, ‘માટે’ નામયોગી તથા સંયોજક તરીકે અને ‘ને’, ‘તો’, ‘પણ’ સંયોજક અને નિપાત તરીકે આવે છે. આ ઉપરાંત મૂળભૂતપણે એક પ્રકારનું પદ અન્ય પ્રકારના પદ તરીકે પણ વપરાતું જોવા મળે છે. જેમકે સંજ્ઞા વિશેષણ કે વર્ધક તરીકે વપરાય, વિશેષણ સંજ્ઞા તરીકે આવે વગેરે. જેમકે ‘ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીનું નામ તમે જાણતા નથી’માં ‘રાષ્ટ્રપિતા’ એ સંજ્ઞા ‘ગાંધીજી’ના વિશેષણ રૂપે છે. પદપ્રકારોની આ હેરફેર એમની ઓળખની થોડી વ્યાકરણી સમસ્યા પણ ઊભી કરે છે. | |||
આ બધા જ પદપ્રકારો દ્વિરુક્ત રૂપે તેમજ સમાસ રૂપે આવી શકે છે. દ્વિરુક્તિ અર્થની હોય જેમકે નોકરચાકર, સાફસૂતરું, વાળવું-ઝૂડવું વગેરે, તેમ શબ્દ ને ધ્વનિની હોઈ શકે છે જેમકે ગરમાગરમ, વાહવાહ, ચોપડીબોપડી, સાફસૂફ, પૂછગાછ વગેરે. આ અંગે વિશેષ વીગતો માટે જુઓ આ ગ્રન્થમાં ‘ગુજરાતી દ્વિરુક્ત પ્રયોગો’. | આ બધા જ પદપ્રકારો દ્વિરુક્ત રૂપે તેમજ સમાસ રૂપે આવી શકે છે. દ્વિરુક્તિ અર્થની હોય જેમકે નોકરચાકર, સાફસૂતરું, વાળવું-ઝૂડવું વગેરે, તેમ શબ્દ ને ધ્વનિની હોઈ શકે છે જેમકે ગરમાગરમ, વાહવાહ, ચોપડીબોપડી, સાફસૂફ, પૂછગાછ વગેરે. આ અંગે વિશેષ વીગતો માટે જુઓ આ ગ્રન્થમાં ‘ગુજરાતી દ્વિરુક્ત પ્રયોગો’. | ||
સમાસમાં સર્વપદપ્રધાન(દ્વન્દ્વ), એકપદપ્રધાન(તત્પુરુષ, કર્મધારય) અને અન્યપદપ્રધાન(બહુવ્રીહિ, ઉપપદ) એ ત્રણે રચનારીતિઓ જોવા મળે છે. આ વિષયમાં વિશેષ વીગતો માટે જુઓ આ ગ્રન્થમાં ‘ગુજરાતી સમાસ.’ દ્વિરુક્ત અને સામાસિક રચનાઓ રૂપાખ્યાનમાં પ્રવેશી શકે છે. | સમાસમાં સર્વપદપ્રધાન(દ્વન્દ્વ), એકપદપ્રધાન(તત્પુરુષ, કર્મધારય) અને અન્યપદપ્રધાન(બહુવ્રીહિ, ઉપપદ) એ ત્રણે રચનારીતિઓ જોવા મળે છે. આ વિષયમાં વિશેષ વીગતો માટે જુઓ આ ગ્રન્થમાં ‘ગુજરાતી સમાસ.’ દ્વિરુક્ત અને સામાસિક રચનાઓ રૂપાખ્યાનમાં પ્રવેશી શકે છે. |
edits