ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} '''સંદેશ(Message)''' : રોમન યાકોબ્સને જણાવેલાં ભાષાનાં છ...")

No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}

'''સંદેશ''' : અમદાવાદ ગુજરાતનું પાટનગર અને વેપારઉદ્યોગનું મથક હોવા છતાં ૧૯૨૧ સુધી ત્યાં એકપણ દૈનિક અખબાર નહોતું. આ ખોટ પૂરવા નંદલાલ બોડીવાળાએ ૧૯૨૧માં ‘સ્વરાજ્ય’ નામનું દૈનિકપત્ર શરૂ કર્યું, પણ તે ચાલ્યું નહીં. ૧૯૨૩માં એમણે ‘સંદેશ’ નામનું સાંધ્ય દૈનિક કાઢ્યું. જેની કિંમત ત્યારે માત્ર એક પૈસો હતી. ૧૯૩૭ સુધી એનું કદ વધતું રહ્યું, પણ કિંમત એની એ જ રહી. દરમિયાન ૧૯૩૦માં ગાંધીજીની દાંડીકૂચને લીધે લોકોમાં સમાચારો જાણવાની-ઉત્સુકતા વધી અને અખબારોનો ફેલાવો પણ વધવા માંડ્યો. ‘સંદેશ’ આ અરસામાં સવારનું દૈનિક બન્યું, અને જર્મનીથી ગુજરાતનું પ્રથમ રોટરી મશીન આયાત કર્યું, તેમજ ખાસ તારસેવા પણ લીધી. ટેલિપ્રિન્ટર મશીન પણ વસાવ્યું. આમ, મોડી રાત સુધીના સમાચાર સમાવવાનું શક્ય બન્યું. તા. ૨૭-૩-૪૩ના રોજ એની માલિકી સંદેશ લિમિટેડના નેજા હેઠળ આવી. એ પછી એ ચીમનભાઈ સોમાભાઈ પટેલના તંત્રીપદ હેઠળ પ્રગટ થાય છે. આજે ‘સંદેશ’ની અમદાવાદ ઉપરાંત રાજકોટ, સૂરત અને વડોદરા આવૃત્તિઓ બહાર પડે છે, અને મુંબઈથી પણ જુદી આવૃત્તિ કાઢવાની યોજના છે. રવિવારની પૂર્તિ તથા બીજી સાપ્તાહિકી પૂર્તિઓની બાબતમાં આ દૈનિકે ઘણી પહેલ કરી છે. ઈશ્વર પેટલીકરની ‘લોકસાગરને તીરે’ કટાર એક જમાનામાં ખૂબ લોકપ્રિય હતી, અને ગુજરાતભરમાં વંચાતી. આવી અનેક કટારો દ્વારા એણે ગુજરાતનું સંસ્કારઘડતર કર્યું છે.
{{Right|યા.દ.}}

{{HeaderNav2
|previous = સંદિગ્ધતા
|next = સંદેશકાવ્ય

26,604

edits

Navigation menu