ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રાકૃત સાહિત્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રાકૃત સાહિત્ય'''</span> : ઈ.સ. પૂર્વે છઠ્ઠી અને પ...")
 
No edit summary
Line 7: Line 7:
મહાવીરસ્વામીએ આપેલા ધર્મોપદેશને કારણે વિશેષ પ્રચલિત બનેલી આ ભાષામાં વિવિધ પ્રકારનું સાહિત્ય રચાતાં તે સાહિત્યિક ભાષા બની. પ્રાકૃત સાહિત્યને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે : આગમિક, અનુ-આગમિક અને આગમેતર સાહિત્ય.  

આગમસાહિત્ય આચારાંગ આદિ ૪૫ આગમોમાં તથા તેના વિશે લખાયેલા વિશાળ ટીકાસાહિત્ય, નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાઓમાં ઉપલબ્ધ છે. જૈન પરંપરા અનુસાર તીર્થંકર મહાવીરે આગમોનું પ્રરૂપણ કર્યું અને ગણધરોએ તેને સૂત્રબદ્ધ કર્યાં. આગમોની સંખ્યા મુખ્યત્વે ૪૫ માનવામાં આવે છે. એમાં ૧૨ અંગો ઉપરાંત ૧૨ ઉપાંગ, ૧૦ પઈન્ના (પ્રકીર્ણ), ૬ છેયસુત્ત (છેદસૂત્ર), ૪ મૂલસુત્ત(મૂળસૂત્ર) તથા નન્દી અને અનુયોગદારનો સમાવેશ થાય છે.  

બાર ઉપાંગોનો ઉલ્લેખ પ્રાચીન આગમસાહિત્યમાં નથી. શ્રુતનું અનુસરણ કરીને ઉપદૃષ્ટિ ધર્મદેશના વિશે શ્રમણો દ્વારા રચાયેલા સાહિત્યને પ્રકીર્ણક કહે છે. આ રચનાઓ પદ્યાત્મક છે. છેદસૂત્રોને આગમનો પ્રાચીનતમ ભાગ માનવામાં આવે છે. તેમાં જૈન ભિક્ષુઓના આચારવિચાર અંગેના નિયમોનું નિરૂપણ છે. જૈન શ્રમણસંઘના ઐતિહાસિક ક્રમિક વિકાસને યોગ્ય રીતે સમજવા માટે છેદસૂત્રોનું અધ્યયન જરૂરી છે. મૂળસૂત્રોમાં સાધુજીવનના મૂળભૂત નિયમોનો ઉપદેશ છે.

મહાવીરે પોતાના ગણધરોને આગમસિદ્ધાન્તોનો ઉપદેશ આપ્યો હતો, પણ તેનું અંતિમ સંકલન મહાવીરનિર્વાણનાં ૧૦૦૦ વર્ષ પછી થયેલી વલભીની પાંચમી વાચના અનુસાર કરવામાં આવ્યું છે. આ દીર્ઘ સમય દરમ્યાન મૂળ આગમોમાં ઘણું પરિવર્તન થયું હોવાની પૂર્ણ સંભાવના છે; કેટલુંક નષ્ટ પણ થયું છે. તેમ છતાં સંકલિત થયેલા વિશાળ આગમસાહિત્યમાં પ્રાચીનતમ જૈનપરંપરાઓ, અનુશ્રુતિઓ, લોકકથાઓ, તત્કાલીન રીતરિવાજ, ધર્મોપદેશ અને આચારવિચાર વિશેનાં વ્રતનિયમો આદિ અનેક વિષયોના થયેલા નિરૂપણથી તત્કાલીન સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિ પર પ્રકાશ પડે છે. દૃષ્ટાંત તરીકે વ્યાખ્યા, પ્રજ્ઞપ્તિમાં મહાવીરનું તત્ત્વજ્ઞાન, એમની શિષ્યપરંપરા, તત્કાલીન રાજા મહારાજાઓ તથા તે સમયે પ્રચલિત અન્ય સંપ્રદાયોના મતમતાંતરોનું વિવેચન છે. કલ્પસૂત્રમાં મહાવીરનું વિસ્તૃત જીવન, તેમની વિહારચર્યા અને જૈન શ્રમણોની સ્થવિરાવલીઓ, ભિન ભિન્ન ગણ, કુલ અને શાખાઓનો ઉલ્લેખ છે. જ્ઞાતૃધર્મકથામાં નિર્ગ્રંથ પ્રવચનની ઉદ્બોધક અનેક ભાવપૂર્ણ કથાઓ, ઉપમાઓ અને દૃષ્ટાંતોનો સંગ્રહ છે. આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન ને દશવૈકાલિક સૂત્રોના અભ્યાસથી જૈન મુનિઓના સંયમપાલનની કઠોર રીતિનીતિનો પરિચય મળે છે. રાજપ્રશ્નીય, જીવાભિગમ અને પ્રજ્ઞાપના આદિ સૂત્રોમાં વાસ્તુશાસ્ત્ર, સંગીત, નાટ્ય અને વિવિધ કલાઓ, પ્રાણીવિજ્ઞાન, વનસ્પતિવિજ્ઞાન વગેરે અનેક વિષયોનું વિવેચન મળે છે. છેદ સૂત્ર ખૂબ મહત્ત્વનું પ્રાચીનતમ શાસ્ત્ર છે. તેમાં નિર્ગ્રંથશ્રમણોના આહારવિહાર, ગમનાગમન, રોગચિકિત્સા, વિદ્યામંત્ર, સ્વાધ્યાય, ઉપસર્ગ, દુર્ભિક્ષ, મહામારી, તપ, ઉપવાસ, પ્રાયશ્ચિત્ત વગરે વિશે વિપુલ સામગ્રી છે.

અનુ-આગમસાહિત્ય, દિગંબરમાન્ય શૌરસેની આગમો કસાયપાહુડ, ષટ્ખંડાગમ તથા કુન્દકુન્દાચાર્યના ગ્રન્થોના રૂપમાં મળે છે. દિગંબર સંપ્રદાયમાં ૪૫ આગમોનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. તેમના મતાનુસાર મહાવીર નિર્વાણપશ્ચાત્ શ્રુતજ્ઞાનનો ક્રમશ : વિચ્છેદ થઈ ગયો છે, તો પણ ૧૨ અંગોને તેમણે માન્ય રાખ્યાં છે. કેવળ દૃષ્ટિવાદનો કેટલોક ભાગ ષટ્ખંડાગમના રૂપમાં ઉપલબ્ધ છે. તેમણે જૈન આગમોને પ્રકારાન્તરે ચાર ભાગમાં વિભક્ત કર્યાં છે.

26,604

edits

Navigation menu