ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/સંપાદક-પરિચય: Difference between revisions

no edit summary
(Created page with "==સંપાદક-પરિચય== સંપાદક: મધુસૂદન કાપડિયા અમેરિકાવાસી ગુજરાતી વિદ્...")
 
No edit summary
Line 1: Line 1:
==સંપાદક-પરિચય==
==સંપાદક-પરિચય==

સંપાદક: મધુસૂદન કાપડિયા
=== સંપાદક: મધુસૂદન કાપડિયા ===

અમેરિકાવાસી ગુજરાતી વિદ્વાન તરીકે પ્રતિષ્ઠિત થયા એ પૂર્વે પ્રો. મધુસૂદન કાપડિયા મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતી સાહિત્યના તેજસ્વી અધ્યાપક હતા. ગુજરાતી તેમ જ સંસ્કૃતમાં એમ.એ.ની પદવીઓ મેળવીને તેમણે શિક્ષક તથા વિવેચક તરીકે મુંબઈના વરિષ્ઠ વિદ્વાનોની ચાહના અને સમકાલીનોના સ્નેહાદર પ્રાપ્ત કરેલાં.

Line 11: Line 11:
પ્રો. કાપડિયાની મહત્ત્વની મુદ્રા ઉદ્રેકશીલ પ્રભાવક વક્તા તરીકેની છે. સાહિત્યનાં રસસ્થાનો અને તપાસસ્થાનોમાં ઊતરતાં એમનાં વક્તવ્યો દીર્ઘ બનવા છતાં વાચકની ધીરજની કસોટી કરવા સુધી જતાં નથી — આસ્વાદ્ય પણ બની રહે છે.

કાવ્યસંગીત-સંપાદક: અમર ભટ્ટ
=== કાવ્યસંગીત-સંપાદક: અમર ભટ્ટ ===

ગુજરાતી સુગમ સંગીતમાં આજે અમર ભટ્ટનું નામ મોખરે છે. એનું એક મહત્ત્વનું કારણ એ છે કે એમણે સંગીતરસ જેવો જ સાહિત્યરસ પણ કેળવેલો છે. ગુજરાતીની ઘણી ઉત્તમ કવિતાનો એમને સહજ પરિચય છે. સૂર અને શબ્દ બંનેની સૂઝને કારણે ગાનના લયમાં  શબ્દોચ્ચારને પણ અમરભાઈ સ્પષ્ટ અને અ-ખંડિત રાખી શકે છે. જરૂર પડ્યે ગાન પૂર્વે એ કાવ્યપાઠ કરે છે એ પણ કાવ્યના લય અને ભાવમર્મને પામનારો અને એમ શ્રવણીય હોય છે.  

Line 21: Line 21:
અમર ભટ્ટનું કલાકાર-વ્યક્તિત્વ પ્રકૃતિદત્ત મધુર કંઠ અને સાતત્યવાળી સાધનાના સંયોગથી નીખરેલું છે.

રમણ સોની
{{Right|''પરિચયો: રમણ સોની''}}