ભારતીયકથાવિશ્વ-૫/પ્રસ્તાવના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રસ્તાવના | }} {{Poem2Open}} પ્રશિષ્ટ સાહિત્યની ચર્ચા કરતી વખતે...")
 
No edit summary
 
Line 11: Line 11:
સુધારકયુગના દલપતરામ કવિએ કેટલી બધી કવિતાઓમાં વાર્તાઓ ગૂંથી લીધી. એ વાર્તાઓ પણ લોકવાર્તાઓ જ. ‘મિથ્યાભિમાન’ જેવું નાટક કે અંધેરી નગરી ગંડુ રાજા, ટકે સેર ભાજી ટકે સેર ખાજા જેવી પદ્યવાર્તા. આ કથાઘટકો, આ કથાવસ્તુઓ ભારતની લોકકથાઓમાં પણ જોવા મળે છે. ક્યાંક વાર્તામાં દીકરીને મળવા જતી દાદી હોય તે રસ્તામાં કોઈ હંસિક પ્રાણી મળે તો તેને કહે, ‘દીકરીને ઘેર જાવા દે, તેલ ને ચોળા ખાવા દે, પછી મને ખાજે. ચલ રે તૂમડા તડૂક તડૂક.’ કોઈ વાર્તામાં નાની દીકરી જંગલમાં નીકળી પડે. કેટલીક વાર્તાને વધુ રોચક બનાવવા એમાં પદ્ય ઉમેરવામાં આવે, ‘ગોળ કેરી ભીંતડીઓ, શેરડી કેરા સાંઠા, કોપરિયે ઘર છાયા બચ્ચાં, બારણાં ઉઘાડો.’ દૂર ઊભેલો વાઘ આ સાંભળી જાય અને પછી નકલી અવાજ કરી લવારાં પાસે બારણાં ઉઘડાવે અને બધાંને ખાઈ જાય. થોડી વારે બકરી આવે અને પછી શંગિડાં વડે વાઘનું પેટ ફાડી નાખે અને બધાં બચ્ચાં સાજાંસમાં બહાર આવે. શ્રીકૃષ્ણે એવી જ રીતે અજગરના પેટમાં જઈ પહોંચેલા ગોપબાલોને બહાર કાઢ્યા જ હતા ને! એવી જ રીતે તેં નહીં તો તારા બાપે, તારા દાદાએ પાણી ગંદું કર્યું જ હશે એમ કહેતા વરુની વાર્તા પણ ચાલી આવે.

આવી કથાઓમાં પરંપરાથી ચાલી આવતાં કથાઘટકો જોવા મળશે. સાવકી મા, સાસુવહુના સંઘર્ષ, માથાભારે પત્ની(શેક્સપિયર એના એક નાટક ‘ટેમંગિ ઓવ્ ધ શ્રૂ’માં આવી માથાભારે પત્નીને સીધીદોર કરી નાખનાર પતિની વાત આવે છે. દાયકાઓ પહેલાં ગુજરાતીમાં આનું રૂપાંતર થયું હતું : નઠારી ફિરંગણને ઠેકાણે આણી.), પ્રવાસીઓને છેતરતા ધૂર્ત માનવીઓ, ‘આપકર્મી કે બાપકર્મી?’ સંતાનોને પૂછતો પિતા(શેક્સપિયર ‘કંગિ લિયર’માં જરા જુદી રીતે નાની દીકરી કોર્ડેલિયાને વારસાભ્રષ્ટ થાય છે), પતિને સાચા માર્ગે વાળતી પત્નીઓ, ક્યારેક પરદેશ ગયેલા અને લુચ્ચાઈનો ભોગ બનેલા પતિને છોડાવતી પત્ની, પુત્રવધૂઓની પરીક્ષા, સંકેતોમાં વાતો કરતી કન્યાઓ, વ્યભિચારિણી સ્ત્રીઓ, સાહસ કરીને પોતાનાં લક્ષ્ય પાર પાડતી સ્ત્રીઓ...

આ લોકવાર્તાઓમાં માત્ર માનવીઓ જોવા નહીં મળે. હંસિક-અહંસિક પ્રાણીઓ, નાનાંમોટાં જીવજંતુઓ, નાગ, અજગર, ડાકણ, ભૂતપ્રેત, રાક્ષસબ્રહ્મરાક્ષસ, દેવદેવીઓ જોવા મળશે. માનવીઓની વાત આવે તો સમાજના એકેએક સ્તરમાંથી માનવીઓ આવશે. સારાખોટા, ઉદારકંજૂસ, વીરકાયર, ભક્ત-ઢોંગી, પતિવ્રતાઓ-વારાંગનાઓ, શ્રીમંત-ગરીબ, રાજા-નોકર : આમ કોઈનાય પ્રત્યે છોછ રાખ્યા વિના સમગ્ર સમાજને આપણી આગળ ધરી દેવામાં આવ્યો છે. વળી વર્ણનોમાં કશા વિધિનિષેધ નહીં, ક્યારેક અશ્લીલ લાગે એવાં વર્ણન પણ આવશે.

આ કથાઓમાં આપણા વાસ્તવની સાથે કપોલકલ્પિત, અતિપ્રાકૃત તત્ત્વો પણ ગુંથાયેલાં જોવા મળશે. એ રીતે આપણી સીમાઓને વિસ્તારવાનો પ્રયત્ન છે. ક્યારેક અતિ પ્રશિષ્ટ કથાઓની સામગ્રી પણ એક યા બીજી રીતે ચાલી આવેલી જોઈ શકાય છે. દા.ત. ઐતરેય બ્રાહ્મણમાં હરિશ્ચન્દ્ર દીકરો માગવા આવતા વરુણદેવને એક પછી એક બહાનાં બતાવી ટાળે છે. તામિલનાડુની એક લોકકથા ‘અમરાવતી’માં પણ આવી જ રીતે મા બહાનાં કાઢે છે.

અહીં ખરાબ રાક્ષસો છે તો સારા રાક્ષસો પણ છે. કેટલી બધી વખત આ રાક્ષસો મૂરખ સાબીત થાય છે પણ તેમની એકે પુત્રી મૂરખ નથી હોતી, તે ભારે બુદ્ધિશાળી, ચતુર હોય છે, અને બાપની ફિકર કર્યા વગર મનગમતા યુવાન સાથે સુખી થવા બાપને છેતરવા પણ મથશે.  

Line 42: Line 42:
‘વસ્તુત: સાહિત્યનો ઉદ્ભવ લોકગીતમાંથી જ થયો છે. વાદ્ય, ગવૈયા, રંગભૂમિ વગેરે વિનોદસામગ્રીમાંથી પોતાનો થાક ઉતારવા, વખત ગાળવા, આનંદ મેળવવા જેઓ ભાગ્યશાળી નથી એવા ગામડિયા, ભિખારીઓ, અને શિક્ષણવિમુખ સ્ત્રીપુરુષો પોતાના હૃદયમાં વસતા ભાવો સંગીત દ્વારા પ્રકટ કરે છે. આવી નિર્દોષ ગમ્મતમાંથી ઉત્પન્ન થયેલું સાહિત્ય તે દેશજ સાહિત્ય કહી શકીએ. તેના ઘણા ભેદપ્રભેદ છે. લોકગીત, લોકકથા, જનવાર્તા (ફોકલોર), કહેવતો, સમસ્યા, ઉખાણાં વગેરે વગેરે ભેદપ્રભેદનાં અભિધાન છે.’

{{Right | (લોકગીત વિશે નિબંધ : પ્રથમ ગુ.સા.પ.) }} <br>  

{{Right | }} (ઉદ્ધૃત ઝવેરચંદ મેઘાણી: લોકસાહિત્યનું સમાલોચન-પૃ. ૧૧૬) <br>  
{{Right | (ઉદ્ધૃત ઝવેરચંદ મેઘાણી: લોકસાહિત્યનું સમાલોચન-પૃ. ૧૧૬) }} <br>  

લોકસાહિત્યની ભાષા જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આ સમૃદ્ધિ બેનમૂન છે. ‘સરસ્વતીચંદ્ર’નું ગદ્ય અસાધારણ કૌવતવાળું છે પણ લોકવાણીથી તે દૂરનું છે. કાકાસાહેબ કાલેલકર કે સુરેશ જોષીના નિબંધોનું ગદ્ય અસામાન્ય સૌંદર્ય ધરાવતું હોવા છતાં તે વધારે સંસ્કૃતપ્રચુર હોવાને કારણે સામાન્ય માનવીની ભાષાથી દૂરનું છે. ઉમાશંકર જોશી જ્યારે સાપના ભારા એકાંકીસંગ્રહ લઈને આવ્યા ત્યારે આપણી દેશી ભાષાનું ખમીર આપણને વધારે સ્પર્શી ગયું. પછી તો પન્નાલાલ પટેલ ‘વળામણાં’ અને ‘માનવીની ભવાઈ’ લઈને આવ્યા.

Navigation menu