8,009
edits
(→) |
(→) |
||
Line 170: | Line 170: | ||
કવૈકેન્દ્રરૈસા પોતાના પિતાને લઈને ઘેર આવ્યો. તેની મા આટલા બધા લાંબા સમયે પોતાનાં ખોવાઈ ગયેલાં કુુટુંબીજનોને મળીને ખૂબ રાજી થઈ, પછી બધા નિરાંતે રહેવા લાગ્યા. | કવૈકેન્દ્રરૈસા પોતાના પિતાને લઈને ઘેર આવ્યો. તેની મા આટલા બધા લાંબા સમયે પોતાનાં ખોવાઈ ગયેલાં કુુટુંબીજનોને મળીને ખૂબ રાજી થઈ, પછી બધા નિરાંતે રહેવા લાગ્યા. | ||
=== નુવઈની કથા === | === નુવઈની કથા === | ||
{{Poem2Open}} | |||
એક સમયે કોઈ ખેડૂત પોતાના ઘરડા માબાપ, પત્ની અને નાની દીકરી સાથે રહેતો હતો, દીકરી તો બહુ નાની -માના ખોળામાંથી ઊતરે જ નહીં. એક દિવસ તેની પત્ની મૃત્યુ પામી, પતિને અને દીકરીને તેમના ભાગ્યને ભરોસે ત્યજી દીધા. | એક સમયે કોઈ ખેડૂત પોતાના ઘરડા માબાપ, પત્ની અને નાની દીકરી સાથે રહેતો હતો, દીકરી તો બહુ નાની -માના ખોળામાંથી ઊતરે જ નહીં. એક દિવસ તેની પત્ની મૃત્યુ પામી, પતિને અને દીકરીને તેમના ભાગ્યને ભરોસે ત્યજી દીધા. | ||
સંજોગોએ તે ખેડૂતને પુનર્લગ્ન કરવાની ફરજ પાડી. નવી પત્નીએ બીજે જ વર્ષે દીકરીને જન્મ આપ્યો, તેનું નામ પાડ્યું કોર્મોતી. મોટીનું નામ ખુમ્તી. મોટી ભીનેવાન હતી. તે પોતાની નાની બહેનની ઈર્ષ્યા કરતી હતી. નાની તો હળદર વર્ણની હતી. સમય વીતતાં બંને કન્યાઓ લગ્ન કરવા જેટલી મોટી થઈ. કોર્મોતીને ગમે તે કામ સોંપો, તે બહુ સારી રીતે પાર પાડે, ઘરમાં શું કે બહાર શું. એક દિવસ જ્યારે ખેતરમાં પાક બહુ સારો થયો ત્યારે બંને બહેનો કોથળામાં શાકભાજી ભરવા નીકળી. નાનીએ તો ખેતરમાં પહોંચીને કોથળામાં બધું ભરવા માંડ્યું. મોટી તો કામચોર હતી એટલે પાક કાપી કાપીને ખાવા લાગી. તેનો કોથળો ખાલીખમ જ રહ્યો. જ્યારે કોર્મોતીનો કોથળો ભરાઈ ગયો ત્યારે ઘેર પાછા વળવાનો સમય થઈ ગયો. તેણે મોટી બહેનને બૂમ પાડી, ‘ચાલ હવે. મારો કોથળો તો ભરાઈ ગયો છે. તારું કામ પત્યું? ચાલો, ઘેર જઈએ.’ | સંજોગોએ તે ખેડૂતને પુનર્લગ્ન કરવાની ફરજ પાડી. નવી પત્નીએ બીજે જ વર્ષે દીકરીને જન્મ આપ્યો, તેનું નામ પાડ્યું કોર્મોતી. મોટીનું નામ ખુમ્તી. મોટી ભીનેવાન હતી. તે પોતાની નાની બહેનની ઈર્ષ્યા કરતી હતી. નાની તો હળદર વર્ણની હતી. સમય વીતતાં બંને કન્યાઓ લગ્ન કરવા જેટલી મોટી થઈ. કોર્મોતીને ગમે તે કામ સોંપો, તે બહુ સારી રીતે પાર પાડે, ઘરમાં શું કે બહાર શું. એક દિવસ જ્યારે ખેતરમાં પાક બહુ સારો થયો ત્યારે બંને બહેનો કોથળામાં શાકભાજી ભરવા નીકળી. નાનીએ તો ખેતરમાં પહોંચીને કોથળામાં બધું ભરવા માંડ્યું. મોટી તો કામચોર હતી એટલે પાક કાપી કાપીને ખાવા લાગી. તેનો કોથળો ખાલીખમ જ રહ્યો. જ્યારે કોર્મોતીનો કોથળો ભરાઈ ગયો ત્યારે ઘેર પાછા વળવાનો સમય થઈ ગયો. તેણે મોટી બહેનને બૂમ પાડી, ‘ચાલ હવે. મારો કોથળો તો ભરાઈ ગયો છે. તારું કામ પત્યું? ચાલો, ઘેર જઈએ.’ | ||
Line 185: | Line 186: | ||
કોર્મો તેની બહેનને બહુ ચાહતી હતી. એટલે તેણે બહેનની વિનંતી સ્વીકારી. માબાપથી છાનામાના તેણે બહેન માટે આંસુ સાર્યાં. તેના બાપની બીકે તે ન કશું બોલી શકી, ન કોઈ મદદ કરી શકી. તે દિવસે કોર્મોને તક મળી. તેણે વાંસ ઊભા કરીને બહેનને પાણી પીવડાવ્યું. પછી કહ્યું, ‘જો મોટી, કોઈને તું આ વાત કરતી નહીં. નહીંતર મારી હાલત પણ તારા જેવી કરશે.’ ખુમ્તીએ તેને કહ્યું, ‘ચિંતા ન કરીશ. આ તો મારું દુર્ભાગ્ય છે, મારા કારણે તને દુ:ખી નહીં કરું.’ | કોર્મો તેની બહેનને બહુ ચાહતી હતી. એટલે તેણે બહેનની વિનંતી સ્વીકારી. માબાપથી છાનામાના તેણે બહેન માટે આંસુ સાર્યાં. તેના બાપની બીકે તે ન કશું બોલી શકી, ન કોઈ મદદ કરી શકી. તે દિવસે કોર્મોને તક મળી. તેણે વાંસ ઊભા કરીને બહેનને પાણી પીવડાવ્યું. પછી કહ્યું, ‘જો મોટી, કોઈને તું આ વાત કરતી નહીં. નહીંતર મારી હાલત પણ તારા જેવી કરશે.’ ખુમ્તીએ તેને કહ્યું, ‘ચિંતા ન કરીશ. આ તો મારું દુર્ભાગ્ય છે, મારા કારણે તને દુ:ખી નહીં કરું.’ | ||
પાણી પીને ખુમ્તી સ્વસ્થ થઈ. ત્યાર પછીના દિવસોમાં જ્યારે જ્યારે તક મળી ત્યારે ત્યારે કોર્મો બહેનને સાચવતી રહી. ખુમ્તીને પોષણ મળતું રહ્યું. જ્યારે ભયંકર તાપ પડતો હોય, કુટુંબીજનો જ્યારે ખેતરમાં કામ કરતાં હોય ત્યારે ભૂરા આકાશમાં ઊડતી સમડીઓ તે જોયા કરતી. તેમની જેમ હું પણ ઊડી શકતી હોત તો…‘અરે ભગવાન, મને પણ તેમની જેમ ઊડવાની શક્તિ આપ.’ | પાણી પીને ખુમ્તી સ્વસ્થ થઈ. ત્યાર પછીના દિવસોમાં જ્યારે જ્યારે તક મળી ત્યારે ત્યારે કોર્મો બહેનને સાચવતી રહી. ખુમ્તીને પોષણ મળતું રહ્યું. જ્યારે ભયંકર તાપ પડતો હોય, કુટુંબીજનો જ્યારે ખેતરમાં કામ કરતાં હોય ત્યારે ભૂરા આકાશમાં ઊડતી સમડીઓ તે જોયા કરતી. તેમની જેમ હું પણ ઊડી શકતી હોત તો…‘અરે ભગવાન, મને પણ તેમની જેમ ઊડવાની શક્તિ આપ.’ | ||
એક દિવસ તે પોતાના હવાઈ ખ્યાલોમાં ડૂબી ગઈ હતી ત્યારે તેના હૃદયની વેદનામાંથી સૂર નીકળ્યો, | એક દિવસ તે પોતાના હવાઈ ખ્યાલોમાં ડૂબી ગઈ હતી ત્યારે તેના હૃદયની વેદનામાંથી સૂર નીકળ્યો, | ||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
Line 194: | Line 196: | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
ખુમ્તીના મધુર અવાજે સમડીઓનાં હૈયાં ભીંજવી દીધાં. પંખીઓનું આખું ટોળું નીચે ઊતરી આવ્યું અને દરેકે તેને એકએક પીંછું આપ્યું. | ખુમ્તીના મધુર અવાજે સમડીઓનાં હૈયાં ભીંજવી દીધાં. પંખીઓનું આખું ટોળું નીચે ઊતરી આવ્યું અને દરેકે તેને એકએક પીંછું આપ્યું. | ||
બીજે દિવસે બપોરે ફરી ખુમ્તીએ ગાયું. | બીજે દિવસે બપોરે ફરી ખુમ્તીએ ગાયું. | ||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
Line 204: | Line 208: | ||
</poem> | </poem> | ||
ફરી સમડીઓએ તેની વાત સાંભળીને ચાંચ આપી. ફરી બીજે દિવસે બપોરે તેણે ગાયું. | {{Poem2Open}} | ||
ફરી સમડીઓએ તેની વાત સાંભળીને ચાંચ આપી. ફરી બીજે દિવસે બપોરે તેણે ગાયું. | |||
{{Poem2Close}} | |||
<poem> | <poem> | ||
Line 212: | Line 218: | ||
મારે પણ ઊડવું છે.’ | મારે પણ ઊડવું છે.’ | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
ફરી સમડીઓએ તેને નહોર-પંજા આપ્યા. હવે જોઈએ સોય-દોરો. બાપ ઘરે નહોતા. તેણે માને બૂમ પાડી પણ માએ ધ્યાન ન આપ્યું, પછી બધા જ્યારે જતા રહ્યા ત્યારે તેણે દાદીમાને કહ્યું, તેની વારંવાર કાકલૂદીઓ સાંભળીને દાદીમા પીગળ્યાં અને ભાંગેલી સોય અને દોરો આપ્યાં. | ફરી સમડીઓએ તેને નહોર-પંજા આપ્યા. હવે જોઈએ સોય-દોરો. બાપ ઘરે નહોતા. તેણે માને બૂમ પાડી પણ માએ ધ્યાન ન આપ્યું, પછી બધા જ્યારે જતા રહ્યા ત્યારે તેણે દાદીમાને કહ્યું, તેની વારંવાર કાકલૂદીઓ સાંભળીને દાદીમા પીગળ્યાં અને ભાંગેલી સોય અને દોરો આપ્યાં. | ||
આટલાથી ખુમ્તી રાજી રાજી થઈ ગઈ. પછી એ તો પંખીનો પોશાક સીવવા બેઠી. પીંછાં, ચાંચ, નહોર સાંધી સાંધીને આખો પોશાક તૈયાર કરી દીધો. | આટલાથી ખુમ્તી રાજી રાજી થઈ ગઈ. પછી એ તો પંખીનો પોશાક સીવવા બેઠી. પીંછાં, ચાંચ, નહોર સાંધી સાંધીને આખો પોશાક તૈયાર કરી દીધો. | ||
Line 217: | Line 224: | ||
હવે તે મુક્ત પંખીની જેમ આકાશે પહોંચી. બધા પંખી બનેલી ખુમ્તીને જોવા વાડામાં ભેગા થયા. માબાપે તેને પાછા ફરવા કહ્યું, પણ તેણે કહ્યું, ‘હું ભૂખી હતી, તમે મને ખાવાનું ન આપ્યું, હું તરસી હતી, તમે મને પાણી ન આપ્યું. તમે મને ગાળો દીધી, મારી સામે આંખો કાઢી. હવે મને તમે પાંજરામાં રાખી નહીં શકો. હવે હું ભૂરા આકાશમાં પંખી. તમારા કરતાં એ વધુ વહાલા. મેં કોર્મોને મારી નાખવાનો પ્રયત્ન કર્યો ન હતો. એ તેનું ભાગ્ય કે તે માછલીના પેટમાં ગઈ.’ પછી તેણે કોર્મોને ‘બહેન, હું તને ભૂલીશ નહીં. તને સારો વર મળે. તું હળદરિયા કન્યા. તું હળદરિયા નદી તરીકે જાણીતી થઈશ.’ | હવે તે મુક્ત પંખીની જેમ આકાશે પહોંચી. બધા પંખી બનેલી ખુમ્તીને જોવા વાડામાં ભેગા થયા. માબાપે તેને પાછા ફરવા કહ્યું, પણ તેણે કહ્યું, ‘હું ભૂખી હતી, તમે મને ખાવાનું ન આપ્યું, હું તરસી હતી, તમે મને પાણી ન આપ્યું. તમે મને ગાળો દીધી, મારી સામે આંખો કાઢી. હવે મને તમે પાંજરામાં રાખી નહીં શકો. હવે હું ભૂરા આકાશમાં પંખી. તમારા કરતાં એ વધુ વહાલા. મેં કોર્મોને મારી નાખવાનો પ્રયત્ન કર્યો ન હતો. એ તેનું ભાગ્ય કે તે માછલીના પેટમાં ગઈ.’ પછી તેણે કોર્મોને ‘બહેન, હું તને ભૂલીશ નહીં. તને સારો વર મળે. તું હળદરિયા કન્યા. તું હળદરિયા નદી તરીકે જાણીતી થઈશ.’ | ||
આજે પણ દૂર દૂરના પર્વતોમાંથી વહેતી નદી બે બહેનોની કરુણ કથાની યાદ અપાવે છે. | આજે પણ દૂર દૂરના પર્વતોમાંથી વહેતી નદી બે બહેનોની કરુણ કથાની યાદ અપાવે છે. | ||
{{Poem2Close}} | |||
=== તેન્તેન્યાની કથા === | === તેન્તેન્યાની કથા === |