આત્માની માતૃભાષા/12: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 36: Line 36:
‘નદી દોડે, સોડે, ભડભડ બળે ડુંગરવનો’ એ ઉપાડની પંક્તિમાં જ ‘એમણે’ ‘ડ’ શ્રુતિનો એવો પ્રયોગ કર્યો છે કે એનાં આવર્તનોમાં ‘તડતડ’ થતાં સળગતાં સૂકાભેળાં લીલાં ડાળીડાંખળાંનો અવાજ આપણે સાંભળીએ છીએ. ‘દોડે', ‘સોડે', ‘બળે’ — માં ‘એ… એ… એ…’નું આવર્તન વનરાજીને સળગતી બતાવે છે, અને પંક્તિને અંતે આવતાં ‘વનો'માંનો ‘ઓ’ — એક ચીસ નીકળતી હોય એવી ઝાંખી કરાવે છે. ‘વરાળો હૈયાની, પણ મદદ કૈં ના કરી શકે’ એ પંક્તિમાં ‘મદદ’ જેવો તદ્દન સાદોસીધો બોલચાલનો શબ્દ પણ સરસ પદમૈત્રી સાધે છે. સમગ્ર રચનામાં આ તત્ત્વ આસ્વાદ્ય છે.

કાવ્યરચનામાં શું પ્રકૃતિ કે શું મનુષ્ય પોતાના સહજ સ્વભાવથી વિરુદ્ધ જઈને એ કાંઈ કરી શકે નહિ! એ પ્રકારની વિધાતાની — વિશ્વનિયંતાની ગતિવિધિથી પણ કેવી એને વ્યથા-વ્યાકુળતા અનુભવવી પડે છે! નદીપક્ષે આ પરિસ્થિતિ દુ:ખદ છે: ‘જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરે — પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.’ — એ જ રીતે  

{{Poem2Close}}
<poem>
‘કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
‘કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી-લોપીને સ્વજનદુખને શાંત કરવું?’
ઉથાપી-લોપીને સ્વજનદુખને શાંત કરવું?’
</poem>
{{Poem2Open}}
-માં પણ નિયંતાના ‘જડકઠણ’ નિયમને અધીન રહેવું પડે છે! આમ જે કાંઈ સ્વભાવગત કુદરતીપણે આપણી ઉપર લદાયું છે, તેને આપણે ઉથાપી શકતા નથી, તો જે કાંઈ હૃદયમનના પ્રેમ-મમત્વના આવિર્ભાવો છે, તેને પણ રોકી શકતા નથી! આ કેવો નિર્દય મામલો છે! પેલી અસ્તિત્વવાદી — એબ્સર્ડ વિચારણા પ્રમાણે — ‘આપણને જાણે આ બેરહમ સૃષ્ટિમાં ધકેલી દેવામાં આવ્યા છે’ — એ વિધાનનું સ્મરણ થઈ જાય છે. ‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો!’ — એ કહેવત પ્રમાણે અહીં તો ડુંગરવનોને સળગતાં રાખીને દૂરના સમુદ્રના પેટાળની આગ ઠારવા જવાની છે! ‘બળતાં પાણી'માં પ્રકૃતિનિરૂપણ નિમિત્તે માનવનિયતિની વિષમતાનો સૂર પણ પદે પદે સ્ફુરી રહે છે. વનો ભસ્મીભૂત થઈ જાય પછી વાદળરૂપે ગોરંભાઈને વરસવાની વ્યર્થતા જેવા જિંદગી જીવવાના પ્રયાસો બની રહે, એમાં ભારેલી કરુણતા રહેલી છે. રચના આ રીતે તીવ્ર સંવેદનાત્મક નિરૂપણ સાથે ગહન જીવનરહસ્યોનો જે સંકેત આપ્યા કરે છે, તે પણ આ કાવ્યનો એક આસ્વાદ્ય અંશ છે.

આ કાવ્યરચનામાં કોઈ યુગવર્તી સંદર્ભ હોઈ શકે? વિચારવા જેવું છે. ૧૯૩૩માં કવિ પૂનામાં દેવદાસ ગાંધી સાથે રાષ્ટ્રીય કામગીરીમાં પ્રવૃત્ત હતા. ત્યાંના ડુંગરાળ પ્રદેશમાં ભ્રમણ કરવાની પણ તક મળી હોય. કાવ્યની રચ્યાતારીખ ૭-૫-૧૯૩૩ છે, બાજુમાં ‘સિંહગઢ'નો પણ ઉલ્લેખ છે. સંભવ છે કે પરિવારજનોથી વિખૂટા પડેલા આપણા યુવા સત્યાગ્રહી લડવૈયાઓ સામે સ્વાતંત્ર્યપ્રાપ્તિનું દૂરનું લક્ષ્ય હતું. તેમની દડમજલ એ ‘અદીઠા’ લક્ષ્ય પ્રતિ હતી. આથી ક્યારેક એમને પરિવારજનો યાદ આવી જતાં એમના પ્રત્યેનું કર્તવ્યભાન જાગી જતું હોય. એ ચિંતાથી વ્યથાતપ્ત સ્વજનો તરફનું પોતાનું ઉત્તરદાયિત્વ એમને ભીતરથી વિહ્વળ કરતું હોય. ‘બળતાં પાણી’ આમ તત્કાલીન યુગસંદર્ભે ‘જલતાં જિગર'નો સંઘર્ષ પણ ન હોઈ શકે? આ પ્રકારનો વ્યંગ્યાર્થ ન લઈએ તો પણ કવિના ‘થીમ’ પ્રમાણે ‘અંધવિધાતાની અંધયોજનાને શી રીતે ઉથાપવી?’ — એ હાર્દરૂપ તથ્ય પણ એટલું જ હૃદયંગમ છે.

18,450

edits

Navigation menu