18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 153: | Line 153: | ||
અને એ શબ્દો સાથે અંતકાલનું એ ‘હૃદયદ્રાવી દૃશ્ય’ પણ યાદ કરે છે, જ્યારે દેહ છોડતાં દયારામ કવિએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા. એ વખતે રતન સ્હોડ વાળીને ઊભી છે, કવિએ દેહ છોડ્યો, પણ રતન ‘સ્હોડ’ છોડતી નથી, એ બેઠી છે સ્તબ્ધ બની. દયારામ જતાં ‘ડભોઈનો આત્મા ગયો, ગુર્જરીનો કંઠ ગયો', ‘ઊર્મિમત્ત કવિ ગયો’ પણ આપણા કવિ પ્રશ્ન કરે છે — ‘શું શું રતનનું ગયું?’ રતન નામની વ્યક્તિના જીવનમાંથી શું ગયું? — એ પ્રશ્નથી જ કવિ દયારામ અને રતનના સંબંધભાવને સ્પર્શે છે. | અને એ શબ્દો સાથે અંતકાલનું એ ‘હૃદયદ્રાવી દૃશ્ય’ પણ યાદ કરે છે, જ્યારે દેહ છોડતાં દયારામ કવિએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા. એ વખતે રતન સ્હોડ વાળીને ઊભી છે, કવિએ દેહ છોડ્યો, પણ રતન ‘સ્હોડ’ છોડતી નથી, એ બેઠી છે સ્તબ્ધ બની. દયારામ જતાં ‘ડભોઈનો આત્મા ગયો, ગુર્જરીનો કંઠ ગયો', ‘ઊર્મિમત્ત કવિ ગયો’ પણ આપણા કવિ પ્રશ્ન કરે છે — ‘શું શું રતનનું ગયું?’ રતન નામની વ્યક્તિના જીવનમાંથી શું ગયું? — એ પ્રશ્નથી જ કવિ દયારામ અને રતનના સંબંધભાવને સ્પર્શે છે. | ||
કલાપ્રદર્શનમાં મૂકેલા તંબૂરના કવિપ્રેરિત સૂર અત્યારે તો શાંતસમાધિમાં સૂતા છે, પણ એક વેળા તંબૂરના તાર કેવા ગુંજતા હતા, ઋતુએ ઋતુમાં? કાવ્યની ૧૧મી પંક્તિ પછીની ૧૦ પંક્તિમાં દર્શકકવિ એક ચિત્રાવલિ રચી દે છે, જેમાં ફાલ્ગુની સંધ્યાએ ગીતધૂને નાચતા ભક્તકવિના હાથમાં તંબૂરો રહી ગયો હશે અને તાર પર અંગુલી ‘નર્તંતી’ હશે, પછી ચૈત્રમાં, અષાઢમાં, શરદમાં — | કલાપ્રદર્શનમાં મૂકેલા તંબૂરના કવિપ્રેરિત સૂર અત્યારે તો શાંતસમાધિમાં સૂતા છે, પણ એક વેળા તંબૂરના તાર કેવા ગુંજતા હતા, ઋતુએ ઋતુમાં? કાવ્યની ૧૧મી પંક્તિ પછીની ૧૦ પંક્તિમાં દર્શકકવિ એક ચિત્રાવલિ રચી દે છે, જેમાં ફાલ્ગુની સંધ્યાએ ગીતધૂને નાચતા ભક્તકવિના હાથમાં તંબૂરો રહી ગયો હશે અને તાર પર અંગુલી ‘નર્તંતી’ હશે, પછી ચૈત્રમાં, અષાઢમાં, શરદમાં — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
શરચ્ચંદ્રે લહે જ્યારે રસશ્રી ગગનાંગણ, | શરચ્ચંદ્રે લહે જ્યારે રસશ્રી ગગનાંગણ, | ||
આ જ તંબૂરને તારે નાચ્યો રાસેશ્વરીગણ. | આ જ તંબૂરને તારે નાચ્યો રાસેશ્વરીગણ. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
પણ આજે તો એ તાર મૂંગા છે. એકાએક આપણા કવિ એ મૂંગા તાર જોઈને કે કશાક કૌતૂહલે ચોકીદારની નજર ચૂકવીને એ તાર પોતાની કંપતી અંગુલીએ છેડી બેસે છે અને સ્વયં કવિ એનો ઝણકાર સાંભળી ચોંકી ઊઠે છે, એનું મન જાણે કાનને કહે છે કે — ‘વીણી લો, ઝણકાર શમી જશે.’ પણ દર્શક કવિ કહે છે કે ઝણઝણાટી ધીરે ધીરે આછેરી થતાં, પ્રદર્શનમંદિરમાં ન શમતાં પ્રાક્તનકાલના ગુંબજો વટાવી — | પણ આજે તો એ તાર મૂંગા છે. એકાએક આપણા કવિ એ મૂંગા તાર જોઈને કે કશાક કૌતૂહલે ચોકીદારની નજર ચૂકવીને એ તાર પોતાની કંપતી અંગુલીએ છેડી બેસે છે અને સ્વયં કવિ એનો ઝણકાર સાંભળી ચોંકી ઊઠે છે, એનું મન જાણે કાનને કહે છે કે — ‘વીણી લો, ઝણકાર શમી જશે.’ પણ દર્શક કવિ કહે છે કે ઝણઝણાટી ધીરે ધીરે આછેરી થતાં, પ્રદર્શનમંદિરમાં ન શમતાં પ્રાક્તનકાલના ગુંબજો વટાવી — | ||
‘શમી અંતે જતી ઉરગુંબજે કોઈ સ્ત્રી તણા. — | ‘શમી અંતે જતી ઉરગુંબજે કોઈ સ્ત્રી તણા. — | ||
આ સ્ત્રી — તે રતન. કવિતાની પહેલી પંક્તિમાં રતન છે, કવિતાના કેન્દ્રમાં પણ રતન છે, અને કાવ્યની ૪૫મી પંક્તિથી દર્શકકવિના ચિત્તમાં કવિ દયારામના જીવનની એ ઘટનાનું સ્મરણ થાય છે, જ્યારે (ચાણોદના) રેવા ઘાટ પર પોતાના તંબૂર — એકતારા પર ઝૂકી શિષ્યવૃંદથી વીંટળાઈ કરતાલ-મંજીરાની રમઝટ વચ્ચે દિલવલવતાં ગીતો ભક્તકવિએ ગાયાં હતાં અને એ ગાન પછી શિષ્યવૃંદને મોકલી છેલ્લે પોતે એકલા રહ્યા, અને પછી રેવાને નમન કરી ચાલ્યા ત્યાં પોતાના શિષ્ય રણછોડને કહે છે — ‘જો, જો', ત્યાં તટના શાન્ત એકાન્તમાં સોડિયું વાળી એક વિધવા (ગાન સાંભળી) બ્રહ્મદશામાં જાણે બેઠી હતી અને ભક્તકવિ એના પ્રત્યે બોલી ઊઠે છે — ‘ચાલો ઘેર!’ દયારામ પોતાના શિષ્યને કહે છે કે વત્સ — રેવાની આજ્ઞા છે. પણ ત્યાં બેઠેલી સ્ત્રી — (રતન) કહે છે કે ‘મને કહો છો? હું તો રતન!’ | આ સ્ત્રી — તે રતન. કવિતાની પહેલી પંક્તિમાં રતન છે, કવિતાના કેન્દ્રમાં પણ રતન છે, અને કાવ્યની ૪૫મી પંક્તિથી દર્શકકવિના ચિત્તમાં કવિ દયારામના જીવનની એ ઘટનાનું સ્મરણ થાય છે, જ્યારે (ચાણોદના) રેવા ઘાટ પર પોતાના તંબૂર — એકતારા પર ઝૂકી શિષ્યવૃંદથી વીંટળાઈ કરતાલ-મંજીરાની રમઝટ વચ્ચે દિલવલવતાં ગીતો ભક્તકવિએ ગાયાં હતાં અને એ ગાન પછી શિષ્યવૃંદને મોકલી છેલ્લે પોતે એકલા રહ્યા, અને પછી રેવાને નમન કરી ચાલ્યા ત્યાં પોતાના શિષ્ય રણછોડને કહે છે — ‘જો, જો', ત્યાં તટના શાન્ત એકાન્તમાં સોડિયું વાળી એક વિધવા (ગાન સાંભળી) બ્રહ્મદશામાં જાણે બેઠી હતી અને ભક્તકવિ એના પ્રત્યે બોલી ઊઠે છે — ‘ચાલો ઘેર!’ દયારામ પોતાના શિષ્યને કહે છે કે વત્સ — રેવાની આજ્ઞા છે. પણ ત્યાં બેઠેલી સ્ત્રી — (રતન) કહે છે કે ‘મને કહો છો? હું તો રતન!’ | ||
એ દૂબળો ઓશિયાળો નાદ સાંભળી ભક્તકવિનું હૃદય વિગલિત થઈ જાય છે. ‘રતન’ નામનો શ્લેષાર્થ લઈ કહે છે: | એ દૂબળો ઓશિયાળો નાદ સાંભળી ભક્તકવિનું હૃદય વિગલિત થઈ જાય છે. ‘રતન’ નામનો શ્લેષાર્થ લઈ કહે છે: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘સિંધુ તો દે, હવે રેવા માંડી રતન અર્પવા. | ‘સિંધુ તો દે, હવે રેવા માંડી રતન અર્પવા. | ||
રેવાની બલિહારી છે! રણછોડ!’ | રેવાની બલિહારી છે! રણછોડ!’ | ||
</poem> | |||
પોતાની મંડળી સાથે એક વિધવા સ્ત્રી સહ કવિનો ગ્રામપ્રવેશ મોડી રાતેય લોકોમાં ચકચાર જગાવી દે છે: | પોતાની મંડળી સાથે એક વિધવા સ્ત્રી સહ કવિનો ગ્રામપ્રવેશ મોડી રાતેય લોકોમાં ચકચાર જગાવી દે છે: | ||
<poem> | |||
રાજમાર્ગે હાટના સૌ થંભોને આંખ ઊઘડી, | રાજમાર્ગે હાટના સૌ થંભોને આંખ ઊઘડી, | ||
માળિયાં જાળિયાં સૌ તે કરે જોવા પડાપડી. | માળિયાં જાળિયાં સૌ તે કરે જોવા પડાપડી. | ||
કવિ દૃઢ પદે ચાલે… | કવિ દૃઢ પદે ચાલે… | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
એની આંખમાં અમી ઓછાં થતાં નથી. લોકલૂલીના વંટોળ તો ઊઠે છે અને શમી જાય છે પણ તરંગો ઊઠે છે, જેમાં દયારામના પૂર્વજીવનની ઘટનાઓનો સમાહાર છે. પૂર્વ-યુવા દયારામ વિશે અનેક કિંવદન્તીઓ પ્રચલિત છે. એ વરણાગી સ્વચ્છંદી (અંગ્રેજીમાં જેને dandy કહેવાય) હતા. રેવા ઘાટ પર પાણી ભરવા આવતી પનિહારીઓની છેડતી કરતા. (જાણે બાલ-નટખટ કૃષ્ણની જમુનાતટ પરની લીલાઓનું અનુવર્તન!) એક પનિહારીના તો — | એની આંખમાં અમી ઓછાં થતાં નથી. લોકલૂલીના વંટોળ તો ઊઠે છે અને શમી જાય છે પણ તરંગો ઊઠે છે, જેમાં દયારામના પૂર્વજીવનની ઘટનાઓનો સમાહાર છે. પૂર્વ-યુવા દયારામ વિશે અનેક કિંવદન્તીઓ પ્રચલિત છે. એ વરણાગી સ્વચ્છંદી (અંગ્રેજીમાં જેને dandy કહેવાય) હતા. રેવા ઘાટ પર પાણી ભરવા આવતી પનિહારીઓની છેડતી કરતા. (જાણે બાલ-નટખટ કૃષ્ણની જમુનાતટ પરની લીલાઓનું અનુવર્તન!) એક પનિહારીના તો — | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
ઝાલી પાલવને ઊભો રહ્યો નેત્રે રસે ભર્યાં. | ઝાલી પાલવને ઊભો રહ્યો નેત્રે રસે ભર્યાં. | ||
લૈ હથોડી ધસી આવ્યો મુગ્ધાનો વર, ત્યાં છળી | લૈ હથોડી ધસી આવ્યો મુગ્ધાનો વર, ત્યાં છળી | ||
એ જ રેવા તણાં નીરે ઝુકાવી કાયહોડલી. | એ જ રેવા તણાં નીરે ઝુકાવી કાયહોડલી. | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
કરનાળી ઘાટે દયારામને ‘રેવા-અમી’ જડે છે (કવિત્વ ફૂટે છે). દર્શકકવિ કહે છે: ‘કાવ્યસૌભાગ્ય ઊઘડ્યું.’ રેવા (ગુર્જરી-ગંગા) દયારામને ગંગાના કોડીલા કરે છે. દયારામ ભ્રમણે નીકળી પડે છે. રેવાના જળમાંથી નીકળી ગંગાના સલિલે જઈ પડે છે, વિશ્વનાથને ચરણે ઢળે છે. ‘પછી કૈં કૈં દીઠાં તીર્થો ‘પૃથ્વીપ્રદક્ષિણા’ કરી, પણ સર્વત્ર ‘રેવાલહરી’ અંકુરિત થાય છે: | કરનાળી ઘાટે દયારામને ‘રેવા-અમી’ જડે છે (કવિત્વ ફૂટે છે). દર્શકકવિ કહે છે: ‘કાવ્યસૌભાગ્ય ઊઘડ્યું.’ રેવા (ગુર્જરી-ગંગા) દયારામને ગંગાના કોડીલા કરે છે. દયારામ ભ્રમણે નીકળી પડે છે. રેવાના જળમાંથી નીકળી ગંગાના સલિલે જઈ પડે છે, વિશ્વનાથને ચરણે ઢળે છે. ‘પછી કૈં કૈં દીઠાં તીર્થો ‘પૃથ્વીપ્રદક્ષિણા’ કરી, પણ સર્વત્ર ‘રેવાલહરી’ અંકુરિત થાય છે: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
જલે રેવા, સ્થલે રેવા, નભે રેવા વને જને, | જલે રેવા, સ્થલે રેવા, નભે રેવા વને જને, | ||
માતા રેવા, પિતા રેવા, રેવા ભગિની બંધુ ને. | માતા રેવા, પિતા રેવા, રેવા ભગિની બંધુ ને. | ||
</poem> | |||
જિંદગીના બપોરા રેવાતટે કાઢે છે અને આ વૈષ્ણવ કવિએ ‘મરજાદા’ સ્વીકારી છતાં રતનની સેવા ગ્રહે છે, અને રતન સર્વભાવે કવિની સેવા કરે છે — દયારામ અને રતન વચ્ચે એ માત્ર સેવ્ય-સેવક ભાવ હતો? (દયારામના ઘણા ચરિતકારો એમ માને છે.) | જિંદગીના બપોરા રેવાતટે કાઢે છે અને આ વૈષ્ણવ કવિએ ‘મરજાદા’ સ્વીકારી છતાં રતનની સેવા ગ્રહે છે, અને રતન સર્વભાવે કવિની સેવા કરે છે — દયારામ અને રતન વચ્ચે એ માત્ર સેવ્ય-સેવક ભાવ હતો? (દયારામના ઘણા ચરિતકારો એમ માને છે.) | ||
હતા વડ સમા પોતે, તે કાસાર સમી બની; | હતા વડ સમા પોતે, તે કાસાર સમી બની; |
edits