18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 189: | Line 189: | ||
માતા રેવા, પિતા રેવા, રેવા ભગિની બંધુ ને. | માતા રેવા, પિતા રેવા, રેવા ભગિની બંધુ ને. | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | |||
જિંદગીના બપોરા રેવાતટે કાઢે છે અને આ વૈષ્ણવ કવિએ ‘મરજાદા’ સ્વીકારી છતાં રતનની સેવા ગ્રહે છે, અને રતન સર્વભાવે કવિની સેવા કરે છે — દયારામ અને રતન વચ્ચે એ માત્ર સેવ્ય-સેવક ભાવ હતો? (દયારામના ઘણા ચરિતકારો એમ માને છે.) | જિંદગીના બપોરા રેવાતટે કાઢે છે અને આ વૈષ્ણવ કવિએ ‘મરજાદા’ સ્વીકારી છતાં રતનની સેવા ગ્રહે છે, અને રતન સર્વભાવે કવિની સેવા કરે છે — દયારામ અને રતન વચ્ચે એ માત્ર સેવ્ય-સેવક ભાવ હતો? (દયારામના ઘણા ચરિતકારો એમ માને છે.) | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
હતા વડ સમા પોતે, તે કાસાર સમી બની; | હતા વડ સમા પોતે, તે કાસાર સમી બની; | ||
જિંદગી એમ સામીપ્યે — દૂરત્વે સહ્ય શી બની! | જિંદગી એમ સામીપ્યે — દૂરત્વે સહ્ય શી બની! | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
આપણા કવિએ સામીપ્ય અને દૂરત્વ એવા બે શબ્દો દ્વારા દયારામ અને રતનના સંબંધોની (હૃદયંત્વેવ જાનાતિ પ્રીતિયોગો પરસ્પરમ્ કહીએ એવી) જુદી વ્યાખ્યાનો સંકેત કર્યો છે: | આપણા કવિએ સામીપ્ય અને દૂરત્વ એવા બે શબ્દો દ્વારા દયારામ અને રતનના સંબંધોની (હૃદયંત્વેવ જાનાતિ પ્રીતિયોગો પરસ્પરમ્ કહીએ એવી) જુદી વ્યાખ્યાનો સંકેત કર્યો છે: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
પૂછો તો ભોળી એ ક્હેશે: લડ્યાં ઝૂંબ્યાં રિસામણે, | પૂછો તો ભોળી એ ક્હેશે: લડ્યાં ઝૂંબ્યાં રિસામણે, | ||
હું શું જાણું દીઠું શુંયે મારામાં એવું એમણે? | હું શું જાણું દીઠું શુંયે મારામાં એવું એમણે? | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
કવિ ઉમાશંકરે દયારામની ગોપીની કૃષ્ણપ્રીતિની ઉક્તિરૂપ ગરબી — ‘હું શું જાણું જે વ્હાલે મુજમાં શું દીઠું? વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું.’ પ્રેમભાજન ગોપીની આ ગર્વોક્તિ અહીં રતનની ઉક્તિ રૂપે મૂકીને મૂળ ગરબીના શબ્દોનો દ્રોતભાવ દયારામ-રતનના પારસ્પરિક સ્નેહમાં રહેલો છે — એમ સૂચવવા માગતા નથી શું? રતન દ્વારા દયારામ ગોપીના હૃદય સુધી પહોંચે છે શું? | કવિ ઉમાશંકરે દયારામની ગોપીની કૃષ્ણપ્રીતિની ઉક્તિરૂપ ગરબી — ‘હું શું જાણું જે વ્હાલે મુજમાં શું દીઠું? વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું.’ પ્રેમભાજન ગોપીની આ ગર્વોક્તિ અહીં રતનની ઉક્તિ રૂપે મૂકીને મૂળ ગરબીના શબ્દોનો દ્રોતભાવ દયારામ-રતનના પારસ્પરિક સ્નેહમાં રહેલો છે — એમ સૂચવવા માગતા નથી શું? રતન દ્વારા દયારામ ગોપીના હૃદય સુધી પહોંચે છે શું? | ||
રવીન્દ્રનાથની ‘વૈષ્ણવકવિતા’ શીર્ષક રચનામાં કવિએ બંગાળના વૈષ્ણવકવિઓની રાધાકૃષ્ણ (ગોપીકૃષ્ણ) પ્રેમની પદાવલિઓના પ્રેરકદ્રોત રૂપે માનુષી સંદર્ભ હોવાની સંભાવના વ્યક્ત કરી છે. વૈષ્ણવકવિને પૂછે છે: | રવીન્દ્રનાથની ‘વૈષ્ણવકવિતા’ શીર્ષક રચનામાં કવિએ બંગાળના વૈષ્ણવકવિઓની રાધાકૃષ્ણ (ગોપીકૃષ્ણ) પ્રેમની પદાવલિઓના પ્રેરકદ્રોત રૂપે માનુષી સંદર્ભ હોવાની સંભાવના વ્યક્ત કરી છે. વૈષ્ણવકવિને પૂછે છે: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
સાચે સાચું કહો મને હૈ વૈષ્ણવકવિ | સાચે સાચું કહો મને હૈ વૈષ્ણવકવિ | ||
ક્યાંથી તમે પામ્યા હતા આજ, જે પ્રેમ છબી | ક્યાંથી તમે પામ્યા હતા આજ, જે પ્રેમ છબી | ||
Line 204: | Line 215: | ||
રાધિકાની ચિત્તવિદારી તીવ્ર વ્યાકુળતા | રાધિકાની ચિત્તવિદારી તીવ્ર વ્યાકુળતા | ||
ચોરી લીધી છે કોના મુખથકી? કોની આંખો થકી? | ચોરી લીધી છે કોના મુખથકી? કોની આંખો થકી? | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
રવીન્દ્રનાથ કહે છે તેમ, અહીં પ્રિયજન દેવતા બની જાય છે અને દેવતા પ્રિયજન. | રવીન્દ્રનાથ કહે છે તેમ, અહીં પ્રિયજન દેવતા બની જાય છે અને દેવતા પ્રિયજન. | ||
દયારામની વૈષ્ણવભાવની ગરબીઓમાં પ્રિયજન (રતન) ગોપી છે, ગોપી રૂપે પ્રિયજન છે — એવું ન કહી શકાય? | દયારામની વૈષ્ણવભાવની ગરબીઓમાં પ્રિયજન (રતન) ગોપી છે, ગોપી રૂપે પ્રિયજન છે — એવું ન કહી શકાય? | ||
રતન કાવ્યની ગૂંચો જાણતી નથી, તોયે પ્રસન્ન થાય છે: | રતન કાવ્યની ગૂંચો જાણતી નથી, તોયે પ્રસન્ન થાય છે: | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
મૂંગી મૂંગી સુણી ગીતો કીર્તનો ભજનો પદો | મૂંગી મૂંગી સુણી ગીતો કીર્તનો ભજનો પદો | ||
કોની પ્રાણ કળી ખીલી, વિસારી સહુ આપદો? | કોની પ્રાણ કળી ખીલી, વિસારી સહુ આપદો? | ||
Line 213: | Line 228: | ||
દીપી ઊઠ્યો કવિકંઠ કોના હૃદયતંતુના | દીપી ઊઠ્યો કવિકંઠ કોના હૃદયતંતુના | ||
ગુંજન ધ્વનિમાં… | ગુંજન ધ્વનિમાં… | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
આપણે દયારામનાં પ્રેમભક્તિનાં કેટલાંક પદોનો માત્ર આરંભ જોઈએ તો લાગશે કે અહીં ઐહિક અને પારલૌકિક ભૂમિનું મિલન છે, જેનો દ્રોત દુન્યવી હોઈ શકે. | આપણે દયારામનાં પ્રેમભક્તિનાં કેટલાંક પદોનો માત્ર આરંભ જોઈએ તો લાગશે કે અહીં ઐહિક અને પારલૌકિક ભૂમિનું મિલન છે, જેનો દ્રોત દુન્યવી હોઈ શકે. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
— કાળજું કોર્યું તે કોને કહીએ રે ઓધવ, છેલ છબીલડે! | — કાળજું કોર્યું તે કોને કહીએ રે ઓધવ, છેલ છબીલડે! | ||
— લોચનમનનો રે, ઝઘડો લોચનમનનો | — લોચનમનનો રે, ઝઘડો લોચનમનનો | ||
Line 223: | Line 242: | ||
— મુજને અડશો મા આઘા રહો અલબેલા છેલા અડશો મા, | — મુજને અડશો મા આઘા રહો અલબેલા છેલા અડશો મા, | ||
અંક ભર્યાના સમ ખાઓ તો અધર તણો રસ પાઉં… | અંક ભર્યાના સમ ખાઓ તો અધર તણો રસ પાઉં… | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
કાવ્યના અંતિમ ખંડમાં (૧૧૭મી પંક્તિથી) દયારામના રતન પ્રત્યેના અને વિશેષ તો રતનના દયારામ પ્રત્યેના પ્રેમની સ્પષ્ટ વાત છે. ‘છબી રતનને દેજો’ એ દયારામના અંતિમ શબ્દોનું કાવ્યાન્તે ફરી સ્મરણ કરાવી આપણા કવિ કહે છે કે એ ઉરે તો છબી — ‘વ(૧૬૩)થી કોતરાઈ છે યાવચ્ચંદ્રધરારવિ.’ અને પછી કહે છે કે ‘આજે હવે એ વિધવા સાચી — જે પુનર્વિધવા — બની…'માં તો વળી સ્પષ્ટતર કથન છે. | કાવ્યના અંતિમ ખંડમાં (૧૧૭મી પંક્તિથી) દયારામના રતન પ્રત્યેના અને વિશેષ તો રતનના દયારામ પ્રત્યેના પ્રેમની સ્પષ્ટ વાત છે. ‘છબી રતનને દેજો’ એ દયારામના અંતિમ શબ્દોનું કાવ્યાન્તે ફરી સ્મરણ કરાવી આપણા કવિ કહે છે કે એ ઉરે તો છબી — ‘વ(૧૬૩)થી કોતરાઈ છે યાવચ્ચંદ્રધરારવિ.’ અને પછી કહે છે કે ‘આજે હવે એ વિધવા સાચી — જે પુનર્વિધવા — બની…'માં તો વળી સ્પષ્ટતર કથન છે. | ||
આ બધો મનોવ્યાપાર ખરેખર તો આપણા કવિના ચિત્તમાં ચાલી રહ્યો છે — જે તંબૂરના તંતુઝંકાર કરી પ્રદર્શનભવનથી પોતાના મુકામ ભણી ચાલી રહ્યા છે — | આ બધો મનોવ્યાપાર ખરેખર તો આપણા કવિના ચિત્તમાં ચાલી રહ્યો છે — જે તંબૂરના તંતુઝંકાર કરી પ્રદર્શનભવનથી પોતાના મુકામ ભણી ચાલી રહ્યા છે — | ||
Line 228: | Line 249: | ||
૧૨૮ પંક્તિના આ દીર્ઘ કાવ્યમાં પ્રસંગ તો એટલો જ છે દર્શકકવિ પ્રદર્શનસ્થિત દયારામના તંબૂરના તાર કંપતી અંગુલીથી છેડે છે, પછી આ કાવ્યગત જે કંઈ ઘટે છે તે જાણે આ ગુંજનનું જ વિસ્તરતું ગુંજરણ છે. | ૧૨૮ પંક્તિના આ દીર્ઘ કાવ્યમાં પ્રસંગ તો એટલો જ છે દર્શકકવિ પ્રદર્શનસ્થિત દયારામના તંબૂરના તાર કંપતી અંગુલીથી છેડે છે, પછી આ કાવ્યગત જે કંઈ ઘટે છે તે જાણે આ ગુંજનનું જ વિસ્તરતું ગુંજરણ છે. | ||
કવિ દયારામની પ્રેમભક્તિની ગરબીઓમાં રહેલા પ્રેમનું રહસ્યાનુસંધાન બીજા એક કવિ એક કવિની ભૂમિકાથી જાણે કરે છે. તંબૂરના તાર પોતાની અંગુલીએથી છેડતાં ઊઠેલા ગુંજનની વ્યાપ્તિ એક હોમરીય ઉપમાથી કવિ વ્યક્ત કરે છે. એ ઉપમા ઉમાશંકરમાંય વિરલ કહી શકાય એવી છે. આપણા આ કવિએ રક્ષકોની આંખ ચૂકવી કેવી રીતે તંબૂરના તાર છેડ્યા? | કવિ દયારામની પ્રેમભક્તિની ગરબીઓમાં રહેલા પ્રેમનું રહસ્યાનુસંધાન બીજા એક કવિ એક કવિની ભૂમિકાથી જાણે કરે છે. તંબૂરના તાર પોતાની અંગુલીએથી છેડતાં ઊઠેલા ગુંજનની વ્યાપ્તિ એક હોમરીય ઉપમાથી કવિ વ્યક્ત કરે છે. એ ઉપમા ઉમાશંકરમાંય વિરલ કહી શકાય એવી છે. આપણા આ કવિએ રક્ષકોની આંખ ચૂકવી કેવી રીતે તંબૂરના તાર છેડ્યા? | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
…જેમ કો સંગ્રહસ્થાને મૂર્તિઓ એકમેકથી | …જેમ કો સંગ્રહસ્થાને મૂર્તિઓ એકમેકથી | ||
ભવ્ય રૂપભરી સોહે ને વચ્ચે સ્વૈર સંચરે | ભવ્ય રૂપભરી સોહે ને વચ્ચે સ્વૈર સંચરે | ||
Line 241: | Line 264: | ||
સ્ત્રીના સૌંદર્યરસનો સ્વચ્છ આરસઊભરો, | સ્ત્રીના સૌંદર્યરસનો સ્વચ્છ આરસઊભરો, | ||
ટેરવે ટેરવે થૈ જે પ્રવેશી શોણિતે સર્યો… | ટેરવે ટેરવે થૈ જે પ્રવેશી શોણિતે સર્યો… | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
કાવ્યમાં એક સમાન પરિવેશ છે. પ્રદર્શમાં મૂકેલો દયારામનો તંબૂર અને પ્રદર્શનમાં રહેલી વીનસ્-દ-મેલોની મૂર્તિ. પ્રદર્શનમાં મૂકેલા તંબૂરના તારને છેડાય નહિ — અરે તંબૂરને પણ અડકાય નહિ — તેમ છતાં દર્શકકવિ વિવશ બની ગયા — પોતાના પુરોગામી કવિના તંબૂરના તારને છેડવા. શું થાય છે? | કાવ્યમાં એક સમાન પરિવેશ છે. પ્રદર્શમાં મૂકેલો દયારામનો તંબૂર અને પ્રદર્શનમાં રહેલી વીનસ્-દ-મેલોની મૂર્તિ. પ્રદર્શનમાં મૂકેલા તંબૂરના તારને છેડાય નહિ — અરે તંબૂરને પણ અડકાય નહિ — તેમ છતાં દર્શકકવિ વિવશ બની ગયા — પોતાના પુરોગામી કવિના તંબૂરના તારને છેડવા. શું થાય છે? | ||
(પૅરિસના લુવ્ર) મ્યુઝિયમમાં વીનસ્-દ-મેલોની મૂર્તિ અનેક એવાં બધાં શિલ્પોની વચ્ચે ઊભી છે. ઘણાય દર્શકો એ શિલ્પને અડકાય નહિ તે જાણવા છતાં, વીનસના સૌંદર્યદર્શનથી વિવશ બની આરસની વીનસનાં સ્તન પર હાથ ફેરવી લે છે. એવો એક રૂપરસ દંશ્યો એક યુવક વીનસની મૂર્તિ સામે મુગ્ધ અવાક્ ઊભો રહી જાય છે અને પછી કશોય વિચાર કર્યા વિના પોતાનો ગભરુ કર પ્રસારી પોતાના અંગુલી ટેરવે વીનસનાં વિશ્વોન્માદી સ્તનને સ્પર્શી લે છે. | (પૅરિસના લુવ્ર) મ્યુઝિયમમાં વીનસ્-દ-મેલોની મૂર્તિ અનેક એવાં બધાં શિલ્પોની વચ્ચે ઊભી છે. ઘણાય દર્શકો એ શિલ્પને અડકાય નહિ તે જાણવા છતાં, વીનસના સૌંદર્યદર્શનથી વિવશ બની આરસની વીનસનાં સ્તન પર હાથ ફેરવી લે છે. એવો એક રૂપરસ દંશ્યો એક યુવક વીનસની મૂર્તિ સામે મુગ્ધ અવાક્ ઊભો રહી જાય છે અને પછી કશોય વિચાર કર્યા વિના પોતાનો ગભરુ કર પ્રસારી પોતાના અંગુલી ટેરવે વીનસનાં વિશ્વોન્માદી સ્તનને સ્પર્શી લે છે. |
edits