આત્માની માતૃભાષા/30: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 136: Line 136:
{{Poem2Open}}
{{Poem2Open}}
મંદિરના મુખ્ય દ્વારમાં પ્રવેશતાં જ ચોકમાં ઘાટીલો જળકુંડ છે. એનાં પગથિયાં માટે કવિ શબ્દ પ્રયોજે છે ‘રમ્ય સેતાનમાલા.’ પગથિયાં પૂરાં થાય એટલે સહદ્ર સ્તંભથી શોભતા ઊંચી માંડણીવાળા સભાગૃહને જોઈને કવિ વિસ્મિત થાય છે કે આ મંડપ છે કે શિલાનું વન છે! એના પ્રદક્ષિણામાર્ગો એટલા પ્રલંબ છે કે હાથી-અંબાડી સાથે પણ સવારી કરી શકાય. મોટા વર્તુળમાં રચેલી દીપમાળા એવી લાગે છે જાણે શેષનાગની સહદ્ર ફેણા છે અને એના પ્રતિફેણે મણિ શોભે છે. નંદીના વર્ણનમાં સજીવારોપણ અલંકારથી કવિ એક જીવંત ચિત્ર ઊભું કરી દે છે. આ નંદીનું શરીર કેવડું મોટું છે તો કવિ કહે છે:

{{Poem2Close}}
<poem>
ઊભો થાય તો એની નીચે થઈ શકે જઈ
ઊભો થાય તો એની નીચે થઈ શકે જઈ
બળદો શીંગડે ઊંચે, ભીડ લેશે પડે નહીં
બળદો શીંગડે ઊંચે, ભીડ લેશે પડે નહીં
Line 145: Line 147:
પરે પગ પછાડીને જોરમાં પુચ્છ વીંઝતો
પરે પગ પછાડીને જોરમાં પુચ્છ વીંઝતો
થૈ જશે હમણાં ઊભો, સારી પૃથ્વીની ખીજતો!
થૈ જશે હમણાં ઊભો, સારી પૃથ્વીની ખીજતો!
</poem>
{{Poem2Open}}
મંદિરના દ્વારા પાસે પથ રોકીને આકાશ ચુંબતા વિરાટ રથ, મહાકાય મૂર્તિઓ — જાણે અહીં કશું જ ક્ષુદ્ર નથી, તુચ્છ નથી, સાંકડું નથી. સીમાને ભેદીને અસીમનું, અનંતતાનું રાજ્ય વિસ્તર્યું છે. મંદિરની શીલાએ શીલામાં જે સ્થાપત્ય છે એનું પણ કવિ ભાવવિભોર થઈને વર્ણન કરે છે. હમણાં જ છરીથી કાપીને ન ગોઠવ્યા હોય એવા દીવાલે પથ્થરો શોભે છે. જાણે સંઘાડેથી ઊતર્યા હોય એવા કંકણાકૃતિ સ્તંભો, અને સ્તંભે સ્તંભે જાણે ટાંકણાના જાદુ ઊભર્યા છે. કવિ એનું વર્ણન શબ્દના જાદુ વડે કરે છે. એક એક દૃશ્ય કવિના શબ્દે શબ્દે સજીવ થઈ જાય છે, જીવંત બની જાય છે. એક ગતિશીલ ચિત્રપણ જાણે ભાવકના કલ્પનાચક્ષુ સમક્ષ રજૂ થતું જાય છે:

અહીં આ હારની હારો હાથીની ચાલી જાય છે,
અહીં આ હારની હારો હાથીની ચાલી જાય છે,
{{Poem2Close}}
<poem>
અહીં અશ્વો રથો દોડે, ત્યાં સૈન્યો અથડાય છે.

મત્સ્યવેધ અહીં, ને આ વાલીવધ, પણે વળી
મત્સ્યવેધ અહીં, ને આ વાલીવધ, પણે વળી
શીંકે કનૈયો પહોંચ્યો છે ગોપબાલ પીઠે ચડી.
શીંકે કનૈયો પહોંચ્યો છે ગોપબાલ પીઠે ચડી.
</poem>
{{Poem2Open}}
હરહરિ, હરગૌરીની એકરૂપતા, ધ્યાનસ્થ કૃષ્ણની વેણુ વગાડતી મૂર્તિ, હંસપંખીની પીઠે લહેરથી દેહ ટેકવી સવારી કરતી રતિ, શિવ અને પાર્વતી વચ્ચેના નૃત્યની સરસાઈ, નટરાજની રમ્યરુદ્ર લીલા, આંગળીઓમાં કંકુ ભરીને, પ્રિય આવશે કે નહીં એવું વિમાસતી નર્તકી, મૃગયા ખેલની રમણી, વીંછી ખંખેરતા વિપક્ષ થયેલી યુવતીની નિર્દોષ નગ્નતા પેખીને એ તો કામ એવું અર્થઘટન કરતી સંતવાણી, દુષ્ટને ભસ્મ કરવા સ્વયં મોહિની થયેલા હરિ. આવાં અનેક સ્વરૂપોની શોભતા ભવ્ય સુંદર મંદિરો કવિને દેશની દિવ્ય સિદ્ધિ જેવા લાગે છે.

માત્ર સૌંદર્યરાગી કવિ અહીં અટકી જાય. પણ આ કવિ મનુષ્યને ચાહે છે. કાવ્યના અંતિમ બે ખંડમાં ભાવપલટો છે. આ ભવ્યતા, સુંદરતા, વિશાળતા, સ્તંભે સ્તંભે ટાંકણાના જાદુ ઊભર્યા હોય એવાં શિલ્પ અને સ્થાપત્યને જોઈને કવિને પ્રશ્ન થાય છે અને એ તારસ્વરે પૂછી બેસે છે. આ સુંદરતા, આ ભવ્યતા આ રમ્યતાને અંતે શું?

નથી અસુંદર કંઈ, નથી કૈં અહીં ક્ષુદ્ર કે?

દેવો અને ભૂદેવોને મન કો નથી શુદ્ર કે?
દેવો અને ભૂદેવોને મન કો નથી શુદ્ર કે?
ભૂમા ને ભવ્યતા વચ્ચે નથીને મન સાંકડાં?
ભૂમા ને ભવ્યતા વચ્ચે નથીને મન સાંકડાં?
પ્રજા ઝાઝેરીનાં શાને લાગે છે મુખ રાંકડાં?
પ્રજા ઝાઝેરીનાં શાને લાગે છે મુખ રાંકડાં?
</poem>
{{Poem2Open}}
આ નકાર અને પ્રશ્નાર્થ દ્વારા જે સૂચવાય છે એ સ્પષ્ટ છે. આરંભની બે પંક્તિઓમાં આવતો અંત્યાનુપ્રાસ ‘ક્ષુદ્ર કે — શૂદ્ર કે’ કવિકટાક્ષને ધારદાર બનાવે છે. જો આ અનંતતા અને ભવ્યતાની વચ્ચે મનુષ્યનાં મન સાંકડાં ન હોય તો ‘પ્રજા ઝાઝેરીના’ મોટાભાગની પ્રજાનાં મુખ રાંકડાં કેમ લાગે છે. કવિને બે દૃશ્યો દેખાય છે. કેટલાય લોકો બહારથી જ, દરવાજાની આરપારથી દેવની ઝાંખી કરતા નજરે પડે છે. આ લોકો માટે કવિ અદ્ભુત ઉપમા પ્રયોજે છે. ભીંતબારીથી સોનેરી શિખરે દૃષ્ટિ પડે એમ પ્રભુપ્રસાદની અપેક્ષાએ આ લોકો ઊભા છે. તો મંદિરની અંદર ઊભેલા લોકો, મંદિરમાં પ્રવેશ મેળવવા પાત્ર ઠરેલાં લોકો કેવા છે:

એય ભોળાં અદવગાં, ઝાઝાં તો મૂર્છિતો સમાં.

અહીં ભોળાં એટલે નિર્દોષ નહીં પણ ગતાગમ વગરનાં, ‘અદવગા’ જેવો શબ્દ ઉમાશંકર અહીં પ્રયોજે છે જેનો અર્થ થાય છે નજીવા, અતિસામાન્ય અને મૂર્છિતો જેવા આ લોકો અહીં માત્ર દર્શન કરવા આવ્યા છે? ના, એ તો પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા કશું ને કશું પ્રભુ પાસે માંગવા આવ્યા છે. એમની પ્રભુશ્રદ્ધાય પાંગળી છે. આવાં મનુષ્યોની પ્રભુ આંગળી કેવી રીતે ઝાલે? દેશની શેષ આશા જેવા, દેશની દિવ્ય સિદ્ધિ જેવાં મંદિરો તરફ જોવાની કવિદૃષ્ટિ બદલાય છે. હવે તેમને આ મંદિરો જડતાના કોટકિલ્લા જેવા લાગે છે અને પ્રભુ આવાં મંદિરોમાં કેવી રીતે હોઈ શકે એવો પ્રશ્નાર્થ ઉદ્ભવે છે. અહીં માર્ક્સવાદી વિચારસરણીનો પ્રભાવ વરતાય અને કવિનું ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે’ કાવ્ય પણ યાદ આવે. પ્રભુ માત્ર મંદિરમાં નથી પણ સર્વત્ર છે અંતિમ પંક્તિઓમાં કવિ કહે છે:

દેવનાં મંદિરોની — આ મનુષ્યોની જ શી દશા?
દેવનાં મંદિરોની — આ મનુષ્યોની જ શી દશા?
આજે વિદેશીને હાથે થયાં છેક જ જર્જર
આજે વિદેશીને હાથે થયાં છેક જ જર્જર
દેશી મુજ, — દેવનાં એ જોવા આવ્યો છું મંદિર.
દેશી મુજ, — દેવનાં એ જોવા આવ્યો છું મંદિર.
</poem>
{{Poem2Open}}
અહીં મંદિરો એ મંદિરો નથી રહેતાં, પણ મંદિર — મનુષ્યો એકરૂપ થઈ ગયાં છે. મંદિરો જો વિદેશીઓને હાથે જર્જરિત થઈ ગયાં છે તો મનુષ્યોની પણ એ જ દશા છે. આમ, મંદિરોનાં શિલ્પ અને સ્થાપત્યની વાત કરતાં કરતાં કવિ વર્તમાન સમયની સામાજિક વિષમતા અને પરાધીન દેશની પ્રજાની કરુણા સુધી પહોંચે છે.

વર્ણાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ અહીં ઉત્તમ રીતે પ્રયોજાયા છે. મંદિરો — કંદરો, મંદિરો — ગોપુરો, અને — પ્રદેશને, રચાવિયાં — સુહાવિયાં, થકી — ટકી, અમર્ષમાં — વર્ષમાં, હળે — પળે, લટકેલ છે — મૂકેલ છે, ઉપહાસમાં — ફણા સમા, નમી — જમીં, તણી — રણી, વડા — કેવડા, પથ — રથ, ભવ્યતા — રમ્યતા, નહો — અહો, અલ્પના — કલ્પના વગેરે અંત્યાનુપ્રાસો કે ‘વીંધતો રેલગાડીમાં વટાવી વન ને વડાં', ‘મેદાનો માપતો', ‘ખેડેલા ખેતરે', ‘તાલઝુંડોની પૂંઠે તોતિંગ', ‘મંદિરો — કૈંક ખંડેરો', ‘દેવો — ભૂદેવો’ જેવા વર્ણાનુપ્રાસો કાવ્યના ભાવને પુષ્ટ કરવામાં મહત્ત્વનું કાર્ય કરે છે. એ જ રીતે કવિએ અહીં વિશાળતાસૂચક પર્યાયવાચી શબ્દો પણ અઢળક પ્રયોજ્યા છે. ત્રણ વાર ‘ભૂમા’ શબ્દ આવે છે. ત્રણેય વાર એ અલગ-અલગ સ્તરે પ્રયોજાય છે. ઉમાશંકરના આ કાવ્યની નોંધ બહુ લેવાઈ નથી પણ મંદિરોને નિમિત્તે કવિની જે આંતરયાત્રા ચાલે છે અને એમાંથી જે દર્શન પ્રગટે છે તેને કારણે આ કાવ્ય મહત્ત્વનું બને છે.

18,450

edits

Navigation menu