પરિષદ-પ્રમુખનાં ભાષણો/૫.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 20: Line 20:
'''{{Color|Red|[[ઉપોદ્‌ઘાત]]}}'''
'''{{Color|Red|[[ઉપોદ્‌ઘાત]]}}'''

'''तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयो'''
तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयो

'''धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ।।'''</Poem>
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ।।</Poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
સાહિત્યસેવાપરાયણ અને વિદ્યાવિલાસી બન્ધુઓ તથા ભગિનીઓ!
સાહિત્યસેવાપરાયણ અને વિદ્યાવિલાસી બન્ધુઓ તથા ભગિનીઓ!
આપણી આ પાંચમી સાહિત્યપરિષદના પ્રમુખપદનું માન અને જવાબદારી મારે શિર અર્પવા માટે આપ સર્વનો હું અન્તઃકરણથી ઉપકાર માનું છું. ગુજરાતી સાહિત્યપરિષદ ભરવાની યોજના પહેલ પ્રથમ ઈ.સ. ૧૯૦૫માં અમદાવાદની સાહિત્ય સભાના તંત્રાધિકારીઓએ મારી આગળ વાતપ્રસંગે પ્રકટ કરી તે વખતે એ ઉચ્ચાભિલાષી પ્રયાસ માટે તે ક્ષણે તો સંકોચ, અશ્રદ્ધા અને કાંઈક અંશે સફળતાની સિદ્ધિ વિષે ભય – એવા ભાવ મારા મનમાં થયા હતા. થોડા સમયમાં જ એ પ્રથમ પ્રયાસના વિજયે એ લાગણીઓને શમાવી દીધી. એ પ્રથમ પરિષદનું પ્રમુખસ્થાન ગુર્જર વિદ્વાનો અને કવિઓમાં અગ્રેસર ગોવર્ધનભાઈને યથોચિત રીતે અપાયું હતું. એ પ્રસંગે મારા સ્વપ્નામાં પણ આવ્યું નહોતું કે ભવિષ્યમાં એ પદવીનું માન મને આપવામાં આવશે. કાલક્રમે અને કાલબળે ગુર્જર સાહિત્યના રસિક વર્ગે એ સ્થાનમાં મને બેસાડવાનું ઉચિત ધાર્યું તો એ પસંદગીને આજ્ઞારૂપ માનીને મારે કર્તવ્યનો ભાર સ્વીકારવા સિવાય બીજો માર્ગ જ નહોતો; મારી ઇચ્છાને ગૌણ સ્થાન આપી આપ સર્વની ઇચ્છાને પ્રધાનપદ આપ્યા વિના છૂટકો જ નહોતો; અહીં વિકલ્પને અવકાશ જ નહોતો, આ સ્થિતિમાં જેવો છું તેવો, આપ સર્વની સમભાવભરી સહાયતાથી, પાર પાડી શકાશે તો હું તત્કાળ કૃતકૃત્ય થયો એમ માનીશ.
આપણી આ પાંચમી સાહિત્યપરિષદના પ્રમુખપદનું માન અને જવાબદારી મારે શિર અર્પવા માટે આપ સર્વનો હું અન્તઃકરણથી ઉપકાર માનું છું. ગુજરાતી સાહિત્યપરિષદ ભરવાની યોજના પહેલ પ્રથમ ઈ.સ. ૧૯૦૫માં અમદાવાદની સાહિત્ય સભાના તંત્રાધિકારીઓએ મારી આગળ વાતપ્રસંગે પ્રકટ કરી તે વખતે એ ઉચ્ચાભિલાષી પ્રયાસ માટે તે ક્ષણે તો સંકોચ, અશ્રદ્ધા અને કાંઈક અંશે સફળતાની સિદ્ધિ વિષે ભય – એવા ભાવ મારા મનમાં થયા હતા. થોડા સમયમાં જ એ પ્રથમ પ્રયાસના વિજયે એ લાગણીઓને શમાવી દીધી. એ પ્રથમ પરિષદનું પ્રમુખસ્થાન ગુર્જર વિદ્વાનો અને કવિઓમાં અગ્રેસર ગોવર્ધનભાઈને યથોચિત રીતે અપાયું હતું. એ પ્રસંગે મારા સ્વપ્નામાં પણ આવ્યું નહોતું કે ભવિષ્યમાં એ પદવીનું માન મને આપવામાં આવશે. કાલક્રમે અને કાલબળે ગુર્જર સાહિત્યના રસિક વર્ગે એ સ્થાનમાં મને બેસાડવાનું ઉચિત ધાર્યું તો એ પસંદગીને આજ્ઞારૂપ માનીને મારે કર્તવ્યનો ભાર સ્વીકારવા સિવાય બીજો માર્ગ જ નહોતો; મારી ઇચ્છાને ગૌણ સ્થાન આપી આપ સર્વની ઇચ્છાને પ્રધાનપદ આપ્યા વિના છૂટકો જ નહોતો; અહીં વિકલ્પને અવકાશ જ નહોતો, આ સ્થિતિમાં જેવો છું તેવો, આપ સર્વની સમભાવભરી સહાયતાથી, પાર પાડી શકાશે તો હું તત્કાળ કૃતકૃત્ય થયો એમ માનીશ.
આ આપણા આરંભને સત્રનું નામ ભારે લાગે તો ક્ષણભર ચિન્તન કરી જોશો. પ્રાચીનકાળમાં આપણા પૂર્વજો જે યજ્ઞનાં સૂત્રો માંડતા હતા તે જેમ ઇષ્ટ દેવતાને પ્રીત્યર્થ યજ્ઞ કરતા હતા તેમ આજ આપણે આપણી ઇષ્ટ દેવતા – સરસ્વતી દેવી – ને આરાધવા શું એકત્ર થયા નથી? આપણા સત્રને વિશેષ રૂપ આપણે આપી શકીએ એમ છે. આ સત્રમાં યજ્ઞબલિ તરીકે દ્વેષ, ઈર્ષ્યા, અહંતા ઇત્યાદિ પશુઓને હોમી દઈશું; કીર્તિ, ધન, ઇત્યાદિ લાભને ઇષ્ટ લક્ષ્યની બહાર રાખીશું; અને કામ્ય કર્મ જેવી આ ઇષ્ટિ નહીં પણ નિષ્કામ સરસ્વતીપૂજા એ જ આ સત્રનું વિશિષ્ટ લક્ષણ બનાવીશું, આવા મહાન સત્રમાં ઋત્વિજોની પદવીમાં મારું સ્થાન બ્રહ્માના અધિકારનું આપે રાખ્યું છે તે એક દૃષ્ટિએ અલ્પ શ્રમના ભાગને લીધે, સુખકર છે, તેમ અન્ય દૃષ્ટિએ, यज्ञस्य हैष भिषग् ब्रह्मा એ બ્રહ્માનું કર્તવ્ય જોતાં વૈદ્યને શિર જે જવાબદારી રહે છે તેથી વિષમ કર્તવ્યથી ભરેલું પણ છે; આશા એટલી જ રાખું છું કે આપણા સત્રમાં એ વૈદ્યકાર્યનો પ્રસંગ જ થવા નહીં પામે; એ આશા સફળ થવી એ આપ સર્વના સૌજન્ય ઉપર આધાર રાખે છે. એ સૌજન્ય ઉપર મારો પૂર્ણ વિશ્વાસ છે. વળી યજ્ઞના સમારંભમાં બ્રહ્માની કને તો સર્વજ્ઞપણાની અપેક્ષા રખાય; તે વિષયમાં ઊનતા મારામાં જણાશે એ મને ભય રહે છે; પરંતુ તમારા સર્વના સ્નહેભાવનો વિચાર આવતાં એ ભયનું જોર બહુ અંશે નરમ થઈ જાય છે.
આ આપણા આરંભને સત્રનું નામ ભારે લાગે તો ક્ષણભર ચિન્તન કરી જોશો. પ્રાચીનકાળમાં આપણા પૂર્વજો જે યજ્ઞનાં સૂત્રો માંડતા હતા તે જેમ ઇષ્ટ દેવતાને પ્રીત્યર્થ યજ્ઞ કરતા હતા તેમ આજ આપણે આપણી ઇષ્ટ દેવતા – સરસ્વતી દેવી – ને આરાધવા શું એકત્ર થયા નથી? આપણા સત્રને વિશેષ રૂપ આપણે આપી શકીએ એમ છે. આ સત્રમાં યજ્ઞબલિ તરીકે દ્વેષ, ઈર્ષ્યા, અહંતા ઇત્યાદિ પશુઓને હોમી દઈશું; કીર્તિ, ધન, ઇત્યાદિ લાભને ઇષ્ટ લક્ષ્યની બહાર રાખીશું; અને કામ્ય કર્મ જેવી આ ઇષ્ટિ નહીં પણ નિષ્કામ સરસ્વતીપૂજા એ જ આ સત્રનું વિશિષ્ટ લક્ષણ બનાવીશું, આવા મહાન સત્રમાં ઋત્વિજોની પદવીમાં મારું સ્થાન બ્રહ્માના અધિકારનું આપે રાખ્યું છે તે એક દૃષ્ટિએ અલ્પ શ્રમના ભાગને લીધે, સુખકર છે, તેમ અન્ય દૃષ્ટિએ, यज्ञस्य हैष भिषग् ब्रह्मा એ બ્રહ્માનું કર્તવ્ય જોતાં વૈદ્યને શિર જે જવાબદારી રહે છે તેથી વિષમ કર્તવ્યથી ભરેલું પણ છે; આશા એટલી જ રાખું છું કે આપણા સત્રમાં એ વૈદ્યકાર્યનો પ્રસંગ જ થવા નહીં પામે; એ આશા સફળ થવી એ આપ સર્વના સૌજન્ય ઉપર આધાર રાખે છે. એ સૌજન્ય ઉપર મારો પૂર્ણ વિશ્વાસ છે. વળી યજ્ઞના સમારંભમાં બ્રહ્માની કને તો સર્વજ્ઞપણાની અપેક્ષા રખાય; તે વિષયમાં ઊનતા મારામાં જણાશે એ મને ભય રહે છે; પરંતુ તમારા સર્વના સ્નહેભાવનો વિચાર આવતાં એ ભયનું જોર બહુ અંશે નરમ થઈ જાય છે.
આ સ્નેહભાવને સ્થળ, કાળ, પ્રસંગ ઇત્યાદિની મર્યાદા છે; અને તેથી તેટલા જ ઉપર આધાર ન રાખતાં જ્ઞાનના પ્રદેશમાં પરિક્રમણ કરનારાઓને ઉચ્ચ માર્ગમાં રાખનારી એક બીજી ભાવના ઉપર હું વધારે બળથી ભાર મૂકી તે તરફ આપ સર્વનું ધ્યાન ખેંચું છું. વિદ્યા, જ્ઞાન, સાહિત્ય – એ સર્વ માનવજાતિના બુદ્ધિરૂપ ઉચ્ચ વ્યાપારવિષયમાં પ્રત્યેક વ્યક્તિને સાચું પ્રેરક બળ શું છે? સત્યનું અન્વેષણ અનન્ય ભાવથી, સત્ય તરફ પ્રેમથી, અન્વેષણ – એ જ. તો અન્વેષણમાં જે જે અભ્યાસીઓ નિર્મમત્વથી પ્રવૃત્ત થાય છે તેમના મનમાં પરસ્પર સહકારિતાનું બળ – એ સહકારિતાના ભાનનું બળ – હોય તો અને તેથી જ એકબીજાની ઊનતાઓ બન્ધુભાવથી, સહકારિતાથી પૂરી શકાય છે. પ્રત્યેક જણ એ અન્વેષણમાં પોતપોતાની શોધક દીપિકા લઈને પગલાં ભરે છે, અને અન્ય દીપિકાથી તેમાં પ્રકાશ ઉમેરવો, ભયનાં સ્થાન, ખાડા, હોય તે દર્શાવવા, અથવા ખોટી દિશામાં અન્ય બન્ધુ જતો હોય તે માટે ચેતવણી આપવી – એ હેતુ જ પ્રેરક છે. આ દૃષ્ટિ રાખ્યાથી ભ્રમ, કલહ, માનવસ્વભાવને સુલભ રાગદ્વેષ, એ સર્વનો લોપ થાય છે. જ્ઞાન અને સત્યના અન્વેષણમાં સતત પ્રવૃત્તિ રાખનારાઓમાં આ ભાવના તરફ જ પ્રીતિ હોય છે, તો આજ આપણે એ વિષય માટે વિશેષ પ્રસંગનો સમારમ્ભ આદર્યો છે તેમાં એ જ પ્રેરક બળ – સત્યનું અન્વેષણ, એ અન્વેષણમાં સહકારિતાનો ભાવ, એ ભાવની અન્યતા એ પ્રેરક બળ-વિશેષ ઉલ્લાસથી આપણને પ્રવૃત્ત કરશે એ આશા વ્યર્થ નહીં ગણાય. આપણે સર્વ સરસ્વતી દેવીના સહયાજી ભક્તો છીએ, એ દેવીનો પ્રસાદ કોઈને વધારે મળે, કોઈને ઓછો મળે, કોઈને મળે નહીં એમ ચાલ્યું જાય. એક શ્રુતિવચન છે કેઃ
આ સ્નેહભાવને સ્થળ, કાળ, પ્રસંગ ઇત્યાદિની મર્યાદા છે; અને તેથી તેટલા જ ઉપર આધાર ન રાખતાં જ્ઞાનના પ્રદેશમાં પરિક્રમણ કરનારાઓને ઉચ્ચ માર્ગમાં રાખનારી એક બીજી ભાવના ઉપર હું વધારે બળથી ભાર મૂકી તે તરફ આપ સર્વનું ધ્યાન ખેંચું છું. વિદ્યા, જ્ઞાન, સાહિત્ય – એ સર્વ માનવજાતિના બુદ્ધિરૂપ ઉચ્ચ વ્યાપારવિષયમાં પ્રત્યેક વ્યક્તિને સાચું પ્રેરક બળ શું છે? સત્યનું અન્વેષણ અનન્ય ભાવથી, સત્ય તરફ પ્રેમથી, અન્વેષણ – એ જ. તો અન્વેષણમાં જે જે અભ્યાસીઓ નિર્મમત્વથી પ્રવૃત્ત થાય છે તેમના મનમાં પરસ્પર સહકારિતાનું બળ – એ સહકારિતાના ભાનનું બળ – હોય તો અને તેથી જ એકબીજાની ઊનતાઓ બન્ધુભાવથી, સહકારિતાથી પૂરી શકાય છે. પ્રત્યેક જણ એ અન્વેષણમાં પોતપોતાની શોધક દીપિકા લઈને પગલાં ભરે છે, અને અન્ય દીપિકાથી તેમાં પ્રકાશ ઉમેરવો, ભયનાં સ્થાન, ખાડા, હોય તે દર્શાવવા, અથવા ખોટી દિશામાં અન્ય બન્ધુ જતો હોય તે માટે ચેતવણી આપવી – એ હેતુ જ પ્રેરક છે. આ દૃષ્ટિ રાખ્યાથી ભ્રમ, કલહ, માનવસ્વભાવને સુલભ રાગદ્વેષ, એ સર્વનો લોપ થાય છે. જ્ઞાન અને સત્યના અન્વેષણમાં સતત પ્રવૃત્તિ રાખનારાઓમાં આ ભાવના તરફ જ પ્રીતિ હોય છે, તો આજ આપણે એ વિષય માટે વિશેષ પ્રસંગનો સમારમ્ભ આદર્યો છે તેમાં એ જ પ્રેરક બળ – સત્યનું અન્વેષણ, એ અન્વેષણમાં સહકારિતાનો ભાવ, એ ભાવની અન્યતા એ પ્રેરક બળ-વિશેષ ઉલ્લાસથી આપણને પ્રવૃત્ત કરશે એ આશા વ્યર્થ નહીં ગણાય. આપણે સર્વ સરસ્વતી દેવીના સહયાજી ભક્તો છીએ, એ દેવીનો પ્રસાદ કોઈને વધારે મળે, કોઈને ઓછો મળે, કોઈને મળે નહીં એમ ચાલ્યું જાય. એક શ્રુતિવચન છે કેઃ{{Poem2Close}}
<poem>
उत त्वः पश्यन्न ददर्श वाचमुत त्वः शृण्वन्न शृणोत्येनाम् ।
उतो त्वस्मै तन्वं वि सस्रे जायेव पत्य उशती सुवासाः ।।
</Poem>
{{Poem2Open}}
‘વાગ્દેવીને એક જણ જુવે છે છતાં દેખતો નથી, બીજો એને સાંભળે છે છતાં સાંભળતો નથી; પ્રેમવશ પત્ની સુન્દર વસ્ત્રો ધારેલી પોતાના પતિની આગળ પોતાનું રૂપ દર્શાવે છે તેમ વાગ્દેવી વળી ત્રીજાને પોતાનું સ્વરૂપ કરે છે.’
આ કારણથી એ દેવીના સ્વરૂપદર્શનનો લાભ આપણા અન્ય બન્ધુઓ જે તે જોવાને વધારે ભાગ્યશાળી છે તેમની પાસેથી લેવાને શા માટે તત્પર નહીં રહીએ? એવા અન્ય બન્ધુઓમાં પણ પોતપોતે કરેલા દર્શનના અનુભવોની સરખામણી કર્યાથી લાભ થાય એ જ સહકારભાવે શા માટે ન લેવો?

'''સુરત અને સાહિત્યસેવા'''
આ ઊંચી ભાવનાથી પ્રેરાઈને આજ પ્રમાણે ગુજરાતી સાહિત્યપરિષદની પાંચમી બઠેક આ પ્રાચીન નગરમાં ભરી છે. સુરતનો પ્રાચીનતાનો હક આ પ્રસંગને માટે બહુ સંગત ના ગણાય. પરંતુ સાહિત્યસેવાનો ઇતિહાસ વાંચીશું તો એ દૃષ્ટિથી સુરતનો હક સ્થાપવાને માત્ર એક નામ – મોટા અક્ષરે લખવાનું નામ – બસ છે, – નર્મદ કવિ. જે જમાનામાં કવિનો ધંધો તે ઉદરનિર્વાહનું સાધન ગણાઈ તે હીન ભાવનાની સાથે અવશ્ય જોડાયેલા કેટલાય આત્મગૌરવવિરોધી ગુણો પ્રગટ થતા હતા; રાજાની સ્તુતિ, રાજ્યના અમલદારોની ખુશામદ, એ હલકા ભાવોથી કવિતા બહુ બહુ વાર પ્રેરાતી હતી; સરસ્વતીને દેવીપદમાંથી ભ્રષ્ટ કરી દાસીપદ અપાતું હતું; તે જમાનામાં એ દેવીની અનન્ય ભાવથી – આત્મગૌરવના બળથી ઉત્તેજિત થઈ, દેશસેવાના ઉત્સાહથી ઊભરાઈ જઈ, આપણા ગુર્જર સાહિત્ય ક્ષેત્રમાં સેવા કરનાર નર એક નર્મદ જ હતો. કવિ તરીકે એનામાં ઘણી ઊનતાઓ હશે; ભલે, તે આપણો પ્રશ્ન નથી. પરંતુ ઉપર દર્શાવેલા ગુણોથી સાહિત્યસેવાને ગૌરવને ગૂંગળાવનારા રાજદરબારના પ્રદેશમાંથી કાઢીને વિશુદ્ધ ભાવના વાતાવરણમાં મૂકનારા કવિ નર્મદાશંકર આ સુરત શહેરના ઇતિહાસમાં અસાધારણ દીપ્તિથી દીપનાર નક્ષત્ર તરીકે આપણા સાહિત્યના વ્યોમમંડળમાં ચિરકાળ સ્થિર રહેશે. અસહાય, આત્મબળ ઉપર જ ભરોસો રાખનાર નર્મદે ગમે તેવો પણ આદિ પ્રયાસના ગુણોથી ભરેલો ગુજરાતી ભાષાનો કોશ કર્યો છે. તે પછી આજ સુધી એ દિશામાં ઊનતાપૂરક પ્રવૃત્તિ કોઈની પણ થઈ છે ખરી? માત્ર કોશથી જ નહીં, પણ ગદ્યપદ્યમય અનેકાનેક કૃતિઓથી–નવીન ભાવનાના ઉત્સાહબળ વડે પ્રેરાયલી કૃતિઓથી પોતાની આસપાસ વિશાળ મંડળમાં એ ભાવનાનો તેજસ્વી સંપર્ક લગાડીને સાહિત્યપ્રવૃત્તિનો ઉચ્ચ અધિકાર સ્થાપીને, નર્મદ કવિએ ગુર્જર સાહિત્યની અનન્ય સેવા કરી છે.
એ નર્મદ કવિનું સમર્થ લેખનીથી જીવન આલેખનાર, માર્મિક ભાષાની સંક્ષિપ્ત શૈલી ઉપર પ્રભુત્વ ધારણ કરનાર, ઠરેલ વિવેચનો લખનાર અગ્રણી વિવેચક અને ગંભીર કવિત્વવાળી રચના રચનાર, નવલરામભાઈનું નામ આ સાથે જ ખડું થાય છે. સુરતના એ વતની હતા. પરંતુ એમનું સાહિત્યપ્રવૃત્તિનું જીવન તળગુજરાત અને કાઠિયાવાડમાં બહુ ભાગે ગયું હતું. તેથી સુરત સાથેનો એમનો સંબન્ધ કાંઈક અંશે શિથિલ ગણાય; પરંતુ આરંભકાળના સાહિત્યના સંસ્કાર સુરતમાંથી અને સુરતના એકલવીર નર્મદના સંબન્ધમાંથી સધાયા હતા તે દૃષ્ટિએ એમની નામગણના અહીં અસ્થાને નથી. નર્મદ કવિની અગ્નિજ્વાળામાંથી બીજા અનેક ફૂટી નીકળેલાં સ્ફુલિંગોની ગણના કરવાની અહીં જરૂર નથી. સુરતને સાહિત્યના ઇતિહાસમાં માનનું સ્થાન આપનાર આ બે સમર્થ વ્યક્તિઓ જ બસ છે. પરંતુ નંદશંકર તુળજાશંકર, મહીપતરામ રૂપરામ, દુર્ગારામ મહેતાજી એ તેજસ્વી વ્યક્તિઓને સુરત જોડેનો સંબંધ ભૂલવાનો નથી; અને એમની ગણના નર્મદ અને નવલ એ યુગ્મની સાથે સમાન ભૂમિમાં જ કરવાની છે.

'''વૃદ્ધશ્રાદ્ધ'''
એ સમર્થ સાહિત્યસેવકો પોતાની તરફની સેવા બજાવીને આ જીવનમાંથી ચાલી ગયા છે; એમની સેવાનાં ફળનો લાભ આપણે લેવાનું અહીં ભૂલીએ તો એમની કદર કાંઈક અંશે આપણે જાણી એમ ગણાશે. આ સરસ્વતીભક્તોને વિશે આ રીતે બોલતાં છેવટની સાહિત્ય પરિષદ પછી આજ આપણે મળીએ છીએ તે વચગાળામાં આપણે ખોયેલા અન્ય વિદ્વજ્જનોનું સ્મરણ થયા વિના નહીં રહે. દીવાન બહાદુર અંબાલાલ સાકરલાલ વડોદરાની સાહિત્યપરિષદમાં આપણને પ્રોત્સાહન આપવા માટે હાજર રહ્યા હતા, એમનું સ્થાન આજ ખાલી છે, એ જોતાં કોને ખેદ નહિ થાય? રાજકોટમાં સાહિત્યપરિષદનું પ્રમુખસ્થાન એમને મળ્યું તે સમયે એમની યોગ્યતાથી અજાણ્યા ગણતર વર્ગ તરફથી એમને જ અન્યાય મળ્યો હતો તે એમના તે પરિષદ વખતના ગંભીર વિચારપૂર્ણ અને સૂચક ભાષણે તેમ જ પ્રમુખપદથી કરેલા કામે તદ્દન વિલુપ્ત કર્યો હતો તે સર્વના સ્મરણમાં હશે. કવિતા કે નાટકો લખ્યાથી જ સાહિત્યપરિષદના પ્રમુખપદની યોગ્યતા પ્રાપ્ત થાય છે એ સંકુચિત કલ્પના છે. ગંભીર ચિંતન, સાહિત્યના વિકાસ માટે તનમનથી પરિશ્રમ, ઇત્યાદિ ગુણો અંબાલાલભાઈનામાં નહોતા એમ કોણ કહી શકશે? પરંતુ અત્યારે એમની યોગ્યતા માટે હિમાયત કરવાનો પ્રસંગ નથી. એમની ખોટ આપણને ખરેખરી પડી છે એ હું કહું છું તે એ મારા પૂજ્ય ગુરુ હતા તેથી અને તેથી ઉત્પન્ન થતા ભક્તિભાવથી જ કહું છું એમ નથી; સર્વ સુજ્ઞો એ ખોટ પડ્યાનું સ્વીકારશે જ એમ માનું છું. આપણા આજના પરિષદના કાર્યમાં એ અને અન્ય પરલોકવાસી સાહિત્યસેવકોના આત્માઓનું આવાહન કરીને આરંભ કરીશું.
આપણે લાભ પણ જોઈએ; પ્રત્યક્ષ દૃષ્ટિમાં પડે તેમ એ નહીં હોય, પરંતુ સમભાવ સાથે નિરીક્ષણ કરીશું તો જણાશે કે આપણા કાર્યમાં સહાય કરનાર યુવક મંડળ છે તેમાંથી અનેક નવીન ઉત્સાહબળથી, નવીન બુદ્ધિબળથી અને નવીન વિદ્યાબળથી ભવિષ્યમાં સાહિત્યપરિષદને પુષ્ટ કરનારા નીવડશે એવા છે; એમની નામગણના આ પ્રસંગે કરવાથી એમને જ અન્યાય થાય માટે એમની ઉત્સાહભરી સહાયતાનો સ્વીકાર કરીને જ મૌન રાખું છું.

'''એક અભ્યર્થના'''
મારા આજના ભાષણ માટે તમે જો મોટી આશાઓ બાંધી હશે, તો લાચાર છું, તમારે નિરાશ થવું પડશે. આજ પહેલાં ચાર પરિષદો થઈ ગઈ તેથી કરીને હું તો એક રીતે પ્રતિકૂલ દશામાં પડ્યો છું; એ પરિષદોના પ્રમુખસ્થાને આવેલા વિદ્વાન પૂર્વાધિકારીઓ જે જે કહી ગયા, તે તે બાબતોમાં મારે માટે તો દ્વાર બંધ જ થયાં છે; એ વિષયોની પુનરુક્તિ ના થાય એમ મારે સાચવવાનું વિષમ કામ આવ્યું છે. તે ઉપરાંત જગતમાં જ્ઞાનનો ભંડાર એવો વધી પડ્યો છે કે સામાન્ય રીતે પણ પૂર્વગામીઓના ભાષણોની સરખામણી કર્યા વિના સ્વતન્ત્ર રીતે પણ હું કશું નવીન ભાગ્યે જ કહી શકીશ. પારકું ચોરેલું ઘણે ભાગે દેખો, અથવા તો ચોરેલો માલ નથી એમ ખપાવી દેવાનો પ્રયત્ન કરીને જૂનાને નવું રૂપ આપેલું જણાય તો મને સર્વાંશે દોષ ના દેશો. આ જમાનો ચોરીનો જ છે. આપણે બધા એક દૃષ્ટિએ ચોર જ છીએ, અને આ “ચોરોની પરિષદ” જ છે એમ ઉપહાસદૃષ્ટિ વાપરીને જોનાર એક જણે વિનોદમાં એ મથાળાથી એક ઉપહાસલેખ લખ્યો હતો તે અત્યારે નવીન અર્થમાં સ્મરણમાં આવે છે. મારે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જ્ઞાનની સામગ્રી આપણી કને આ વ્યાપક વિદ્યાપ્રસારના સમયમાં સર્વસુલભ હોઈ નવીનતાની ઝળક જતી રહેલી, સર્વને પરિચિત વસ્તુ જેવી, ઠેર ઠેર પ્રત્યક્ષ છે. એ સામગ્રીનો ઉપયોગ અપૂર્વ રીતે કરીને, એક જ ઈંટોના સમૂહમાંથી જુદા જુદા નમૂનાનાં મન્દિર રચી શકાય તે સ્વરૂપે, નવીનતા જો હું આણી શકું તો તેટલે અંશે મને નવીનતા સાધ્ય છે, એ સાધનમાં શ્રમ અને કળાનો ખપ પડે છે તે જેટલે અંશે મને આવડશે તેટલે અંશે સિદ્ધિ થશે.

'''વિદ્યાસેવા ઉપરના આક્ષેપની પરીક્ષા'''
અહીં જરાક થોભીએ. આપણે આવી પરિષદો ભરીને આપણી સાધનમૂડી વ્યર્થ ખરચી નાખવાનું મૂર્ખકૃત્ય કરીએ છીએ એમ તો નથી થતું? પ્રજાના જીવન જોડે અતિ નિકટ સંબંધ રાખનારા આર્થિક, રાજકીય, પ્રશ્નો આપણી પાસે આગ્રહથી દબાણ કરીને ખુલાસો માગે છે તેવા સમયમાં, ચોમેરે યુદ્ધનાં દુઃખમય પરિણામોની પરમ્પરા વચ્ચે, દેશનો વેપાર દુર્દશામાં છે તેવે વખતે, ગરીબ લોકો ભૂખે મરે છે તેવા સમયમાં, આપણે અહીં બેઠા ભાષા, સાહિત્ય, કવિતા ઇત્યાદિ અનુત્પાદક વિષયોની જ્ઞાનમંદિર શોભાવનારી ચર્ચા કરવા બેસીશું એ શું કર્તવ્યદ્રોહ જેવું નથી થતું? આ પ્રશ્નો હું નકામા નથી પૂછતો, કેટલાક ડાહ્યા પુરુષો આ પ્રકારનો આરોપ આપણા આજના પ્રયાસ ઉપર મૂકવાને તત્પર થયા છે. દેશની હાલની વિશેષ અપવાદરૂપ સ્થિતિની વાત બાજુ ઉપર મૂકતાં પણ કેટલાકોનો મત એમ છે કે શુદ્ધ સાહિત્યની ચર્ચામાં કાળ ગુમાવવો એ દેશદ્રોહરૂપ છે; એ લોકોને મતે તો ધાન્યનો એક અંકુર ફૂટતો હોય તેને સ્થળે બે અંકુર ફૂટે એવા વ્યાપારમાં આપણી બુદ્ધિ, ધન અને ઉદ્યોગની સંપત્તિ વાપરવી તે સાહિત્યના નિષ્ફળ પ્રયાસો કરતાં હજારગણું શ્રેયસ્કર છે.
આ મિત્રોને શો ઉત્તર દઈશું? એ જ કે દેશની હાલની વિષમ સ્થિતિમાં દુઃખ ઓછાં કરવાના જે જે માર્ગ છે તે આદરવાની જોડે આપણે આ પરિષદનો વ્યાપાર અણુમાત્ર વિરોધી નથી બનતો. એ માર્ગોમાં જે જે કર્તવ્યો કરવાનાં તે પણ થયે જાય છે, અને તે સાથે આપણું આ કાર્ય ભલે થાય; એમાં દુઃખ માનવાનું કારણ કશું નથી, આર્થિક પ્રશ્નોને જ જીવનનું કેન્દ્ર ગણનારાને તો કવિજન ઉત્તર એ જ આપશે કે જીવનનું સાર્થક્ય કેવળ ધનોપાર્જનમાં નથી સમાયું, ધનસંપત્તિ તે સુખસંપત્તિનો પર્યાય નથી, કે એ સંપત્તિનું નિયત કારણ પણ નથી. કવિજન કહેશે કે ફક્ત એક આત્માને સત્ય સુખના, વિશુદ્ધ આનન્દના માર્ગમાં એક ક્રમ ઊંચે ચઢાવી શકાય, તો તે સ્થિતિ આર્થિક સંપત્તિ કરતાં હજાર ગણી મૂલ્યવાન છે. કાંઈક આ ધોરણે જ સાહિત્ય અને એવા બુદ્ધિવ્યાપાર યોજનારા વિષયોના સેવકો ધનસંપત્તિના સેવકોને ઉત્તર આપી શકશે. જ્ઞાનના વિષયમાં વિહાર કરનાર સરસ્વતીપૂજક પોતાની તેમ જ અન્ય બન્ધુઓની માનસિક ઉન્નતિમાં, શુદ્ધ વિદ્યાનન્દમાં, જે સેવા કરે છે તેની કદર રૂપિયા-આના-પાઈથી સર્વ વિષયોની કીમત આંકનારા ભાગ્યે જ કરી શકશે.
આમ છતાં ભૂલી જવું ના જોઈએ કે વિદ્યા અને સાહિત્ય સેવકોએ પરોક્ષ રીતે – અને ક્વચિત્ સાક્ષાત્ રૂપે – દેશની સાંસારિક અને આર્થિક અને રાજકીય ઉન્નતિ ઉપર સમર્થ અસર કરી છે, અને એવાં દૃષ્ટાંત જગતના ઇતિહાસમાં ચિરંજીવ રહ્યાં છે. ‘Uncle Tom’s Cabin’ એ વાર્તા અમેરિકામાંથી ગુલામગીરી નાબૂદ કરનાર કારણરૂપ બની હતી; રુસોનાં લખાણોએ ફ્રાન્સની પ્રજામાં ભારે જીવનપરિવર્તન કર્યું હતું, ડેન્ટીની કવિતામાં ઈટલીના જીવનોદ્વારનાં મૂળ હતાં, ઇરૅસ્મસના લેખો યુરોપના ધર્મપરિવર્તનનાં આદિ કારણ હતા, અને એનું પણ ઊંડું મૂળ સૅવેનરોલા સુધી અને છેક પ્લેટો સુધી લઈ જવાય એમ છે. ઇરૅસ્મસના ‘Eucharidion’ તથા ‘Adagia’ એ બે ગ્રન્થોની અસર વ્યાપક થઈ હતી તેથી પણ વિશેષ રૂપે બાઇબલના એના ભાષાન્તરે ‘રિફૉર્મેશન’ (Reformation)નાં બીજ વાવ્યાં હતાં. તે જ રીતે વેદનાં ભાષાન્તર યુરોપના પંડિતોએ કર્યાં તેથી આપણા હિન્દુસ્તાનમાં ધર્મ, સંસારજીવન, ઇત્યાદિ ઉપર નવો પ્રકાશ પડી પરિવર્તન થયું એમ પ્રો. મૅક્સ મ્યુલર માને છે.1 ડિકન્સની વાર્તાઓના પ્રતાપે તે સમયમાં ન્યાયખાતામાં અને વકીલ સૉલિસિટર વર્ગોમાં તથા દીવાની જેલખાતામાં પ્રવર્તતા અંધેર તથા અન્યાય દૂર થવા પામ્યાં હતાં. આપણા ગુજરાતી સાહિત્યમાં એટલાં ઉત્કટ અને વ્યાપક દૃષ્ટાંતો નહીં જડે, તો પણ ‘લલિતાદુઃખદર્શક’ નાટક ભજવાતું જોઈ એક બાઈએ પોતાની પુત્રીનો અયોગ્ય વર સાથેનો વિવાહ ટાળી નાંખ્યો હતો તે વાત નોંધવા લાયક છે, ‘સરસ્વતીચન્દ્ર’ની અસર પ્રજાજીવન ઉપર નહિ, પણ સાહિત્ય ઉપર થઈ છે તેથી તે આ પ્રશ્નને સંબંદ્ધ થશે નહિ.

'''પરિષદની કલ્પના અને એનો સંક્ષિપ્ત ઇતિહાસ'''
તો આપણે હવે આપણું કામ હાથ લઈએ. આપણી સાહિત્ય પરિષદનો ઇતિહાસ અને એની કલ્પના વિશે કાંઈક પશ્ચાદવલોક અહીં અસ્થાને નહીં ગણાય. તે કરવામાં આરંભમાં જ પરિષદ એ સંસ્થાને ઇતિહાસ જોઈ જઈશું તો આપણી દૃષ્ટિ સુસ્થિત થશે. અતિ પ્રાચીન સમયમાં આપણા આર્ય પૂર્વજોએ પરિષદ નામે એક સંસ્થા સ્વીકારેલી ‘બૃહદારણ્યક’માં જણાય છેઃ શ્વેતકેતુ પંચાલોની પરિષદમાં ગયાની વાત ત્યાં કહેલી છે; એ સિવાય પરિષદ વિશે અનેક સ્થળે ઉલ્લેખ છે. મૅક્સ મ્યુલર કહે છે કે પરિષદ એટલે બ્રાહ્મણોનું એક મંડળ, કૉલેજ, કે એવી સંસ્થા જેમાં જુદી જુદી શાળાના (જુદાં જુદાં ચરણના) બ્રાહ્મણો જોડાયલા હતા. એ પરિષદોના વિશેષ ગ્રન્થો તે પાર્ષદ અને પાર્ષદનો એક વિભાગ તે પ્રાતિશાખ્ય. ભિન્ન ભિન્ન વૈદિકશાળામાં સ્વીકારાયલા ઉચ્ચારાદિકની ચર્ચા કરનારા ગ્રન્થ તે પ્રાતિશાખ્ય.
મનુ, યાજ્ઞવલ્ક્ય, પરાશર એ સ્મૃતિકારે પરિષદની ઘટના બતાવી છે તે પ્રમાણે મીમાંસા, ન્યાય, વેદાઙ્ગ જાણનારા ૨૧ બ્રાહ્મણોની પરિષદ બનતી હતી; એ સંખ્યા ઓછી પણ, જરૂર પડ્યે, થઈ શકતી હતી, તે એટલે સુધી કે એક બ્રાહ્મણને પણ પરિષદ ગણાય એમ સંભવ હતો. ધર્મશાસ્ત્રના સંદિગ્ધ પ્રશ્નોનો નિર્ણય, લોકોની માગણીથી, આપવો એ આ પરિષદોનાં કર્તવ્યોમાંનું એક હતું. એમ પણ મનાય છે કે દેશકાલને અનુસરીને ધર્મશાસ્ત્રમાં ફેરફાર કરવાનો પ્રસંગ આવે તો પરિષદ ભરીને એ વિશે નિર્ણય થતો હતો. આ પરિષદોમાંનાં બ્રાહ્મણોનાં વિદ્યા, વય, ઇત્યાદિને અંગે અધિકારનાં લક્ષણ પણ ઠરાવેલાં હતાં.
હજી કેવળ વિદ્યાના–કાવ્યાદિક શાસ્ત્રોના–પંડિતોની પરિષદોનો સમય આવ્યો નહોતો. જે અલ્પ સમયમાં પુસ્તકો છાપવાની કળા ઉત્પન્ન થઈ નહોતી, અને પુસ્તકોનો પ્રસાર થવાનાં સાધન અલ્પ હતાં, તેવા સમયમાં પંડિતોની સભાઓ ભરાતી અને પંડિતોએ રચેલા નવીન ગ્રંથો વંચાતા હતા એ સમય ઉપરના સમય પછી કાંઈક મોડો નજરે પડશે. બૌદ્ધ સાધુઓની સંગીતિ નામની સભાઓમાં પણ આ પ્રકાર નજરે પડે છે. અશોકે અને કનિષ્કે મેળવેલી સંગીતિઓ સુપ્રસિદ્ધ છે. એ સંગીતિઓનો કાવ્યવ્યાપાર ધર્મમાં સંદિગ્ધ પ્રશ્નોના ખુલાસા મેળવવા, અવ્યવસ્થા મટાડવી, ભિક્ખુઓની આચારવ્યવસ્થામાં સુધારો કરવો, ઇત્યાદિ ધર્મવિષયનો હતો. જૈન પરિષદ વલભીપુરમાં સંવત ૫૧૦માં મળ્યાનું કહેવાય છે. તે વલભીપુરના ઐતિહાસિક ઉત્પત્તિ સમય જોડે અસંગત થાય છે. પરંતુ તેટલાથી વસ્તુતઃ પરિષદ મળી નહોતી એમ નથી થતું. મગધમાં પ્રથમ જૈન પરિષદ મળેલી કહેવાય છે, તેણે “માગધી ભાષામાં સૂત્રસંગ્રહ કર્યો હતો, અને વલભીપુરની પરિષદે એ સૂત્રોને સ્થાનિક ભાષાનું રૂપ આપ્યું હતું.” (“વિમલ પ્રબન્ધ”નો ઉપોદ્ઘાત, મણિલાલ બકોરભાઈ વ્યાસકૃત, પૃષ્ઠ ૭) ત્રીજી પરિષદ મથુરાની કહેવાય છે. આ પરિષદોનું સ્વરૂપ આપણી હાલની પરિષદોથી જુદા પ્રકારનું એમાં તો શક નહીં. અને ખરું જોતાં આ મંડળનું નામ પરિષદ નહોતું, સંઘ એમને કહેતા હતા. પોતાના આગમનો સંગ્રહ કરવો ઇત્યાદિક તે સમયમાં ઉપસ્થિત થાય તેવું જ એ સંઘનું કાર્ય હતું.
આ ત્વરિત પશ્ચાદવલોકનમાંથી એટલું જણાય છે કેઃ

'''પરિષદના મંડળ માટે અધિકારનું તત્ત્વ'''
(૧) આ પરિષદોના કાર્યવ્યાપાર તથા હેતુ (क) વૈદિક શાખાઓ અને ચરણોના અધ્યયનને અંગે ચર્ચાદિક; (ख) ધર્મશાસ્ત્રના સંદિગ્ધ પ્રશ્નોનાં વિવરણ, દેશકાલાનુસાર ફેરફાર; (ग) છાપવાની કળા ઇત્યાદિ પ્રચારનાં સાધનોને અભાવે પંડિતોની રચનાઓની પ્રસિદ્ધિ માટે અવકાશ, ઇત્યાદિ હતા;
(૨) પ્રાચીન પરિષદોમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે વિદ્યાદિક પરત્વે અધિકારની મર્યાદા દૃઢ હતી; અને એ મર્યાદાને લીધે સંકુચિત વૃત્તિ, સર્વગ્રાહિતા સાથે વિરોધ, ઇત્યાદિ અંશો દૂષણરૂપ નહોતા મનાતા.
પ્રાચીન સમય અને ચાલુ વર્તમાન સમયની વચ્ચે આ સિવાય અન્ય સ્વરૂપની પરિષદો જાણ્યામાં નથી.
આપણા વર્તમાન સમયની પરિષદની સ્વરૂપકલ્પના માટે એના અસલ નમૂના તરફ નજર કરવી પડશે; પાશ્ચાત્ય દેશોમાં ‘કૉંગ્રેસ ઑફ ઓરિએન્ટાલિસ્ટ્સ’ (Congress of Orientalists) ઇત્યાદિ પરિષદો ભરાય છે તે સંસ્થાને જ આદર્શરૂપ લઈને આપણી પરિષદની કલ્પના થઈ લાગે છે. (હાલ બંગાળામાં બંગપરિષદ છે તે સંસ્થાનું સ્વરૂપ કાંઈક જુદા પ્રકારનું છે; કાયમનાં સ્થાન, સભ્યવર્ગ, અધિકારીવર્ગ, ઇત્યાદિથી બનેલી પાશ્ચાત્ય ‘એકેડેમી’ (Academy) – વિદ્વન્મંડળી – ના ધોરણે એ પરિષદ રચાયલી જણાય છે; માટે આપણી પરિષદ માટે માત્ર નામના સરખાપણાથી ભ્રમ થવો ન જોઈએ તે લક્ષમાં રાખવાનું છે. પરંતુ બંગપરિષદના કાર્યરૂપે સાહિત્યસંમેલનો બંગાળામાં થાય છે તે આપણી ગુજરાતી સાહિત્યપરિષદના સ્વરૂપનાં છે. મરાઠી સાહિત્યસંમેલનો પણ એ જ નમૂનામાં છે.
પાશ્ચાત્ય ‘ઓરિએન્ટલ કૉંગ્રેસ’નું સ્વરૂપ આપણે આદર્શરૂપે લીધું છે તે ખરું, પરંતુ બંનેના કાર્યક્ષેત્રના વિસ્તારમાં ભેદ હોવાને લીધે બંને વચ્ચે ભેદ આપોઆપ ઉત્પન્ન થાય છે. ‘ઓરિએન્ટાલિસ્ટ્સ કૉંગ્રેસ’નો વ્યાપાર સંસ્કૃત, અરબી, ચિનાઈ, ઇત્યાદિ ઇત્યાદિ સર્વ પૂર્વખંડની ભાષાઓ વગેરે સંબંધે પ્રાચીન ઇતિહાસ, ઇત્યાદિના અભ્યાસકોની પ્રવૃત્તિઓમાં પ્રવર્તે છે, આપણે તો અવશ્યમેવ ગુજરાતી ભાષાના પ્રદેશમાં સંકોચ રાખી પ્રવૃત્તિ કરવાની છે. યુરોપની કૉંગ્રેસમાં આખા જગતમાંથી વિશેષ વિષયોનો ખાસ અભ્યાસ કરેલા પંડિતો અને વિદ્યાના પ્રતિનિધિઓ ભેગા થાય છે; આપણે તો આપણામાં છે તેવા અલ્પ અભ્યાસીઓનું જ મંડળ ભેગું થઈ શકે છે; યુરોપની કૉંગ્રેસમાં વિષયોના વિભાગ એટલા બધા અને મહત્ત્વના છે, અને તે તે વિભાગ માટે અન્વેષક અને શ્રોતા સર્વનું મંડળ એવું મોટું બનવું શક્ય છે કે કૉંગ્રેસને જુદા જુદા વિભાગમાં વહેંચવાની ફરજ પડે છે; આપણી સ્થિતિ, સર્વે વિષયમાં આપણી દરિદ્રતાને લીધે તેમ જ ગુર્જર ભાષામાં જ પ્રવૃત્તિ રોકવાની આવશ્યકતાને લીધે, એથી ઊલટી છે. ત્યાંની કૉંગ્રેસમાં મળનારા બહુધા ખાસ અભ્યાસી પંડિતો, વિશિષ્ટ નિપુણતાવાળા વિદ્વાનો હોય છે; આપણા મંડળમાં હાલ લભ્ય છે તે વિદ્વાનો ભેગા સર્વ વિદ્યારસિક વર્ગનો સંગ્રહ થાય છે.
આટલા દૃષ્ટિનિક્ષેપ ઉપરથી એટલું તો જણાશે કે પ્રાચીનકાળની આપણા દેશની પરિષદોના અને હાલની સાહિત્યપરિષદના વિષયમાં ભેદ હોવા છતાં, પ્રાચીન પરિષદોની ઘટનામાંથી, તેમજ હાલની પાશ્ચાત્ય પરિષદોની ઘટનામાંથી, મુખ્ય તત્ત્વભૂત અંશ પરિષદના સભ્યના અધિકારમાં વિશિષ્ટ વિદ્યાદિકની આવશ્યકતા અને એની બહારના વર્ગનો અસંગ્રહ – એ જણાય છે. પરિષદનું ગૌરવ, કર્તવ્ય, મહત્ત્વ, ઇત્યાદિ જોતાં સંકુચિતપણાનો ભાસ ભલે થાય, પરિષદના ઉપર નાતો સમી બહિષ્કારિતાનો આરોપ ભલે આવે, પણ પરિષદનું પરિષદપણું માગી જ લે છે કે એ સ્વરૂપઘટના ફરે નહીં. હવે આપણી પરિષદના સ્વરૂપમાં શિથિલતા કરવી કે નહિ એ પ્રશ્ન આપણી આગળ વારંવાર ઉપસ્થિત થાય છે. દેશકાલને લક્ષમાં લેતાં એટલું તો સ્વીકારવું પડશે કે પ્રાચીન પરિષદોના જેટલી અથવા હાલની યુરોપની પરિષદોના જેટલી દૃઢ મર્યાદા સાચવવી આપણે માટે શક્ય પણ નથી અને ઇષ્ટ છે કે આપણી પરિષદને અવિકારનું બન્ધન તદ્દન તોડી નાખી ગમે તે વર્ગનો સંગ્રહ કરીને સંકુલ મેળો બનાવવી નહિ. પરિષદના ઉપર સંકુચિતવૃત્તિનો આરોપ મૂકનારાઓ એટલું જ વિચારે કે દરેક વિષયમાં ખાસ અધિકારની આવશ્યકતા હોય ત્યાં સંકુચિતતાનો ભાસ આવે જ, તો એ આરોપ મૂકતાં તેઓ કાંઈક અચકાય. ધારો કે કાલને વહાણે એંજિનિયરોની પરિષદ ભરાય, દાક્તરોની પરિષદ મળે, તો તેમાં અન્યવર્ગને સ્થાન ન આપવા માટે ફરિયાદ વાજબી ગણાશે? તો શું શુદ્ધ સાહિત્ય એ શ્રમ વિના, અધિકાર વિના, સર્વસાધ્ય છે કે તેમાં અધિકારમર્યાદાનો પ્રવેશ થવાનો ભાસ માત્ર થતાં પોકાર ઉઠાવશો?
આ આરોપના ભેગભેગો આ જ સ્વરૂપનો બીજો આરોપ આપણી પરિષદ ઉપર મુકાય છે તે તપાસીએ; તે એ કે યુવકવર્ગનો એમાં સંગ્રહ થતો નથી. આ આરોપ માટે પણ ઉપરનો ઉત્તર બસ થશે. વિશેષમાં, એટલું જ કહેવું બસ છે કે સાહિત્યપરિષદની ઘટનામાં વયનું બન્ધન કોઈ ઠેકાણે છે જ નહિ; વય એ અનુભવની ઊનતાને લીધે કદાચ બાધક બને, પરંતુ તે સિવાય વય તે બાધ છે જ નહીં. મહાકવિ ભવભૂતિએ સુશ્લિષ્ટ વાણીમાં દર્શાવેલુ સત્ય–

'''गुणाः पूजास्थानं गुणिषु न च लिड्गं न च वयः'''

એ સત્ય – આ પરિષદ સ્વીકારે જ છે. અને પ્રત્યક્ષ જ જુવો; યુવકવર્ગ વિના આ પરિષદમાં ઉત્સાહ, કાર્યબળ, ઇત્યાદિ આવે ક્યાંથી? મૂળ આ પરિષદની કલ્પના ઉત્પન્ન કરનાર કોણ હતું? અમદાવાદની ‘સાહિત્યસભા’ એ નામથી બનેલું યુવકમંડળ જ. આ સમાધાન પછી જણાશે કે સાહિત્યપરિષદની ભાવનામાં ગૌરવ હોય, એના કાર્યક્ષેત્રમાં વિદ્યા, જ્ઞાન, ઇત્યાદિની કક્ષાની ઉચ્ચતાની આવશ્યકતા હોય, એનાં કર્તવ્યોમાં મહત્ત્વ હોય, તો તે ગૌરવ, ઉચ્ચતા અને મહત્ત્વના પ્રમાણમાં મંડળમાં સંખ્યાનું નહિ, પણ અધિકારનું નિયન્ત્રણ અવશ્યમેવ આવશે. એ નિયંત્રણ માટે સમજુ વર્ગ, પોતાની યોગ્યતાની ખરી મર્યાદા જાણનાર વર્ગ, કદી પણ ફરિયાદ કરશે નહિ.

'''ગુજરાતી સાહિત્યપરિષદનો સંક્ષિપ્ત ઇતિહાસ'''
આ સ્થળે આપણી સાહિત્યપરિષદનો દસ વર્ષનો ઇતિહાસ ઝડપથી જોઈ જવાનું મન થાય છે. ઈ.સ. ૧૯૦૫માં અમદાવાદની ‘સાહિત્યસભા’ના યુવકવર્ગમાં પ્રથમ કલ્પના સ્ફુરી કે સાહિત્યપરિષદ ભરવી. મારા સ્મરણ પ્રમાણે આ નવીન જ કલ્પના હતી. મહારાષ્ટ્રમાં એ સમયમાં શરૂ થયેલી મરાઠી પરિષદની સંસ્થામાંથી પ્રેરણા ઉત્પન્ન થઈ નહોતી. ‘ગુજરાત સાહિત્યસભા’ એમ નામરૂપાન્તર એ મંડળનું થયું તે વખતે યોજેલા ઉદ્દેશોમાં ‘સાહિત્યપરિષદ’ ભરવી એ એક ઉદ્દેશ હતો. પ્રથમ પરિષદના રિપોર્ટ (આમુખ, પૃ. ૩) ઉપરથી જણાશે કે નર્મદ અને મણિલાલ દ્વિવેદીની અભિલાષા પરિષદ ભરવાની હતી. ગમે તેમ હો, ગુજરાતી સાહિત્યપરિષદને ઉત્પન્ન કરવાનું માન એ ‘સાહિત્યસભા’ના યુવકવર્ગને જ ઘટે છે, એટલું જ નહિ. પણ એ નવીન કાર્યને અંગે અનેક અડચણો, સમભાવ વિનાના પુરુષો તરફના ઉપહાસ, ઇત્યાદિને જીતી એ સમારમ્ભને વિજયી બનાવવાનો યશ પણ એમનો જ છે. આ યશ સ્થાનિક જ છે; બાકી દૂરતમ કારણદર્શન કરવા જઈશું તો યુગનાં પ્રેરકબળોને જ અન્તિમ યશ તો મળશેઃ સતારામાં પ્રથમ મરાઠી સાહિત્યસંમેલન ઈ.સ. ૧૯૦૫–૬માં ભરાયું; બંગાળામાં ઈ.સ. ૧૯૦૭માં પ્રથમ સાહિત્યસંમેલન થયું – પરંતુ કલ્પનાનો મૂળ આરમ્ભ ઈ.સ. ૧૯૦૩થી થયો હતો; – અને ગુજરાતમાં ઈ.સ. ૧૯૦૪માં ઉનાળામાં સ્વ. ગોવર્ધનરામની સાથે ‘સાહિત્યસભા’ (અમદાવાદ)ના પ્રમુખ રા. રમણભાઈ તથા તંત્રીઓ રા. ઠાકોરલાલ હરિલાલ દેસાઈ તથા રા. રણજિતરામ વાવાભાઈ એમણે પરિષદ ભરવાની ચર્ચા કરી હતી. આમ ભરતખંડના ત્રણ મુખ્ય અને દૂર દૂર પડેલા પ્રાન્તોમાં આ પ્રકારનું સંચલન અન્યોન્યનિરપેક્ષ આત્મસ્ફુરણાથી લગભગ એક સમયમાં જ પ્રવૃત્ત થયું હતું. આ તે યુગના માનસિક બલપ્રવાહની સૂચના કરે છે. એ ત્રણેનો આદર્શ પાશ્ચાત્ય ‘ઓરિએન્ટલ કૉંગ્રેસ’ ઉપર જ રચાયલો હતો. હિન્દી ભાષાનું સાહિત્યસંમેલન આ ત્રણ કરતાં કાંઈક પછીના સમયમાં પ્રગટ થયું છે; ઈ.સ. ૧૯૦૯–૧૯૧૦માં કાશીની નાગરીપ્રચારિણી સભાના પ્રયાસથી એની ઉત્પત્તિ થઈ. એ સંમેલન દર વર્ષે થાય છે, એનો ઉદ્દેશ આપણી પરિષદથી કાંઈક અંશે ભિન્ન છે. વિમર્શન, ચિન્તન, ઉપરાંત ગ્રન્થકારોને ઉપાધિદાન ઇત્યાદિથી સંમાનિત કરવા. એક ભાષા અને એક લિપિ માટે પ્રચારપ્રવૃત્તિ, ઇત્યાદિ મિશ્ર સ્વરૂપની એ પરિષદની કાર્યપ્રવૃત્તિ છે.
ચારે ગુર્જર પરિષદોની હકીકત જુદી જુદી બાબતને અંગે સરખાવી જોવાથી સુગમતા થશે. પ્રથમ પરિષદ (અમદાવાદમાં ઈ.સ. ૧૯૦૫માં) મળી તે વખતે પ્રમુખ સ્વ. ગોવર્ધનભાઈની પસંદગી કાર્યકર્તાઓએ શુદ્ધ પસંદગીને ધોરણે જ કરી હતી; એમાં સંવરણ (ઇલેક્શન)નું તત્ત્વ નહોતું, બીજી પરિષદ (મુંબઈમાં ઈ.સ. ૧૯૦૭માં) થઈ તે સમયે પ્રમુખપદ માટે રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવને પણ વ્યવસ્થાપક મંડળમાં કાંઈક એવા જ ધોરણે પસંદ કરવામાં આવ્યા હતા; ત્રીજી પરિષદ (રાજકોટમાં ઈ.સ. ૧૯૦૯માં) ભરાઈ ત્યારે સ્વ. દીવાનબહાદુર અંબાલાલભાઈની પસંદગી કાંઈક મિશ્ર ધોરણે કરવામાં આવી હતી. સંવરણનું તત્ત્વ આ સમયે નિયંત્રિત રૂપમાં પ્રવિષ્ટ થયું. મત આપનાર અધિકારી મંડળ યોગ્ય કારણોથી મર્યાદિત રાખીને એ તત્ત્વ સ્વીકારાયું હતું. ચોથી પરિષદ (વડોદરામાં ઈ.સ. ૧૯૧૨માં) મળી ત્યારે રા. રણછોડભાઈ ઉદયરામ પ્રમુખ નિમાયા હતા, તે પ્રસંગે આરમ્ભમાં સંવરણનું તત્ત્વ પૂર્ણ રૂપમાં સ્વીકારાયું હતું, મત આપવાનો અધિકાર અમુક રકમ ભરી સત્કારમંડળના સભ્ય બને તેમને આપવામાં આવ્યો હતો, પરંતુ છેવટે તે ધોરણ છોડી દઈ, સર્વની સંમતિથી રા. રણછોડભાઈને પ્રમુખપદ અપાયું હતું.
પરિષદે કરવાનાં કાર્યો તરફ દૃષ્ટિ કરતાં જણાય છે કે પ્રથમ પરિષદમાં માત્ર નિબંધો વંચાવવા, કોઈ પણ જાતના ઠરાવ રજૂ કરી પસાર કરવા નહિ, એ માર્ગ સ્વીકારાયો હતો, અપવાદ માત્ર જોડણી સંબંધી વ્યવસ્થા સાહિત્યસભાને સોંપવાનો ઠરાવ પ્રમુખે રજૂ કર્યો તે હતો, અને કેટલીક છૂટક સૂચનાઓ જુદી જુદી બાબતો વિશે કેટલાક ગૃહસ્થોએ માત્ર રજૂ કરી હતી. બીજી પરિષદમાં નિબંધો ઉપરાંત થોડાક ઠરાવો કરવાનું દાખલ થયું હતું, જોડણી તથા લિપિ માટે કમિટી નીમવાનો ઠરાવ એમાં હતો. ત્રીજી પરિષદમાં નિબંધો ઉપરાંત અનેક મહત્ત્વના વિષયો વિશે ઠરાવો થયા હતા. ‘વાંચનમાળા’માં ખામીઓ હોવાથી તે વિશે પગલાં ભરવાની કમિટીની નિમણૂકઃ જોડણી કમિટીને ચોથી પરિષદ સુધી લંબાવવાનો ઠરાવ, પરિષદનું પુસ્તકાલય નવું ઊભું થયું તે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને સોંપવું; વ્યાખ્યાનમાલાની યોજના; પરિષદનું બંધારણ ઘડવા માટે કમિટીની નિમણૂક; ત્રણ જનરલ સેક્રેટરીઓ નીમવાનો ઠરાવ; પરિષદ ભંડોળમાંથી અત્યાર સુધીમાં બે ગ્રંથો રચાવાઈને અથવા યોજાઈને પ્રસિદ્ધ થયા છેઃ (૧) બ્રિટિશ હિન્દનું રાજ્યબંધારણ અને (૨) નવલરામભાઈનો ‘ઇંગ્લાંડનો ઇતિહાસ’ અને મૅક્ડૉનલ્ડકૃત ‘સંસ્કૃત સાહિત્યના વૃત્તાન્ત’નું ભાષાન્તર હજી પ્રસિદ્ધ થવાનું છે. ચોથી પરિષદમાં નિબંધો ઉપરાંત ઠરાવો કેટલાક મહત્ત્વના થયા હતા, જોડણી કમિટીનો રિપોર્ટ વંચાઈ દફ્તરે નોંધવાનો ઠરાવ, બંધારણ કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો તે યોજના પાંચમી પરિષદ સુધી સ્વીકારી તે પછી આગળ ચલાવવા અથવા ફેરફાર કરવાનો ઠરાવ, જનરલ સેક્રેટરીઓની નિમણૂક, ઇત્યાદિ ઠરાવો.
આ ઉપરાંત બીજી પરિષદમાં લિપિ વિશે ચર્ચા, ત્રીજી પરિષદમાં ‘વાંચનમાળા’ વિશે તથા ‘યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાને સ્થાન’ એ વિશે ચર્ચા, અને ચોથી પરિષદમાં, ‘લિપિ’, ‘એક ભાષા દ્વારા ઊંચી કેળવણી’ અને ‘જનસમૂહમાં સાહિત્યનો પ્રસાર’ એ વિષયો વિશે ચર્ચા દાખલ થઈ હતી. તે ઉપરાંત બીજી પરિષદમાં છપાયેલા ગ્રથોનું પ્રદર્શન બહુ જ નાના પાયા ઉપરનું, ત્રીજી પરિષદમાં મોટા પાયા ઉપર પ્રદર્શન – શિલાલેખો, તામ્રપત્રો, દસ્તાવેજો, હસ્તલેખો, છાપેલાં પુસ્તકો, ઇત્યાદિ ઇત્યાદિનું અને ચોથી પરિષદમાં રાજકોટ કરતાં બહુ નાના ધોરણનું પ્રદર્શન – પુસ્તકો, હસ્તલેખો, અને વિદેહ વિદ્વાનોની છબિઓનું – એમ દાખલ થયું હતું. ચારે પરિષદને અંગે નાનામોટા ધોરણે મિત્રમેળાપ કરવામાં આવ્યા હતા. બીજી પરિષદ વખતે મુંબઈના પારસી લેખકમંડળે પરિષદને આપેલો સત્કાર ધ્યાન ખેંચનારો હતો, હિન્દુ અને પારસી લેખકો વચ્ચેનું અંતર ઓછું થવાનું એ એક પ્રથમ પગલું હતું, તે પ્રસંગે ઘણા પારસી વક્તાઓએ નિખાલસપણે સ્વીકાર્યું હતું કે પારસી ગુજરાતી ભાષા દૂષિત છે અને સંસ્કાર એને આપવાની આવશ્યકતા છે.
આ સર્વ અંશો પરિષદમાં હતા, છતાં એ બધી પરિષદોમાં મુખ્ય અંશ તો નિબંધોનું વાંચન તે જ હતું. પ્રથમ પરિષદ વખતે ૨૧ નિબંધો આવ્યા હતા, અને કોઈને પણ આરમ્ભસમયમાં નિરુત્સાહ ન કરવો એ ધોરણ રાખેલું હતું તેથી બધા સ્વીકારાયા હતા. બીજી પરિષદ વખતે “પરિષદના શૈશવમાં નિયમપાલનનો કડક આગ્રહ રાખવો એ અનુચિત હોવાથી” સ્વીકારાયા હતા. છતાં રિપોર્ટને અંતે ટીપ આપી છે તે ઉપરથી જણાય છે કે આટલા દયાળુ દર્શનવાળી વ્યવસ્થાને પણ બે નિબંધો “તદ્દન નિર્માલ્ય હોવાથી” છોડી દેવા પડ્યા હતા. એ બીજી પરિષદમાં ૪૧ નિબંધો આવ્યા તેમાંથી ૨ ટાળ્યા હતા. ત્રીજી પરિષદ વખતે ૧૦૭ નિબંધો આવ્યા તેમાંથી ૩૫ નાકબૂલ કરવામાં આવ્યા હતા. ચોથી પરિષદમાં ૪૭ નિબંધો આવ્યા તેમાંથી ૧૨ નાકબૂલ કરાયા હતા. નિબંધો માટે વિષયોની યાદી પ્રત્યેક પરિષદ વખતની જોતાં ક્રમશઃ વિકાસ અને રૂપાન્તર નજરે પડે છે. પ્રથમ પરિષદ વખતની યાદી નાના પાયા ઉપર હતી, બીજી પરિષદ વખતે બહુ શ્રમરચિત ને વિશાળ યાદી હતી, અને તે વખતે પ્રમુખે કહ્યું હતું તેમ “વિષયોની યાદીનું સ્વરૂપ અને વિસ્તાર અનેક નાનાવિધ અનુભવોના પ્રભાવથી નક્કી થશે.” એમ આશા રાખેલી જણાય છે. ત્રીજી પરિષદ વખતની યાદી બીજી કરતાં પણ વિશેષ વિસ્તીર્ણ અને શ્રમરચિત જણાય છે. આ ઉલ્લાસ ચોથી પરિષદ વખતે સંયમમાં રખાયો અને યાદી કાંઈક સુશ્લિષ્ટ, સાદી અને વિશદતાવાળી રચાઈ.
પરિષદની સ્વરૂપઘટના જોતાં સ્થિતિ આમ નજરે પડે છેઃ પ્રતિનિધિઓ જુદાં જુદાં મંડળો વગેરે તરફથી બોલાવવાનો અંશ ચારે પરિષદોમાં નજરે પડે છે. પ્રથમ પરિષદમાં વ્યવસ્થાને અંગે મંડળની રચના સાદી હતી; તે પછીની પરિષદોમાં વ્યવસ્થાપક કમિટી, ઇત્યાદિ કમિટીઓના ઘાટ ક્રમશઃ વિકાસ પામ્યા જણાય છે. કાયમના સામાન્ય મંત્રીઓની યોજના પણ ત્રીજી અને ચોથી પરિષદમાં સ્પષ્ટ આકારમાં પ્રગટ થઈ છે. પ્રમુખની નિમણૂક માટે સ્વીકારાયલાં તત્ત્વોનું દર્શન પાછળ થઈ જ ગયું છે. હજી આપણી પરિષદનું બંધારણ કાયમનું ઘડાયું નથી અને તે માટેની આવશ્યકતા અથવા તો સમયયોગ્યતા એ એક દૃષ્ટિએ વિચારણીય વિષય છે. પરિષદ કેટકેટલા સમયને અંતરે ભરવી તે પણ નિશ્ચિત નથી અને તે શૈથિલ્ય હાલ તો અહિતકર નથી જણાતું. બીજી વખતે ખાનગી ચર્ચામાં ઠર્યું હતું કે ત્રણ વર્ષનો ગાળો તો રાખવો જ, છતાં ત્રીજી પરિષદ બે વર્ષ પછી મળી હતી. આ પ્રશ્નને અંગે મુખ્ય જોવાનું એ છે કે એટલી સામગ્રી, સમય, ઇત્યાદિ સમૃદ્ધિ આપણી પાસે છે ખરાં?
આપણી રચાવાની દશાવાળી સ્વરૂપઘટનાને માટે નમૂનો આપણે પાશ્ચાત્ય પરિષદોનો જ લીધો છે એ સ્પષ્ટ છે. પ્રથમ પરિષદના રિપોર્ટના આમુખમાં એ વાતનો ઇશારો સ્પષ્ટ છે. (આમુખ, પૃ. ૩ જુવો) આ પાશ્ચાત્ય પરિષદો વિશે પાછળ ઉલ્લેખ હું કરી જ ચૂક્યો છું. પરંતુ એની ઘટના, હેતુ. ઇત્યાદિનું દર્શન પડછા તરીકે કરવાનો અહીં પ્રસંગ ઉત્પન્ન થાય છે. તેથી પ્રથમ કહેલી વાતની પુરવણી તેમ જ પુષ્ટિ માટે થોડીક હકીકત નોંધાવી અસ્થાને નહીં થાય. આપણી પરિષદને વધારેમાં વધારે સરખાપણાનો સંબંધ ‘ઈન્ટર્નેશનલ કૉંગ્રેસ ઓફ ઓરિએન્ટાલિસ્ટ્સ’ જોડે છે. એટલે તે સંસ્થા વિશે જ બોલવું બસ છે. ઈ.સ. ૧૮૭૩ના સપ્ટેમ્બર માસમાં આ પરિષદની સ્થાપના પારીસમાં પ્રથમ થઈ હતી. પછી સપ્ટેમ્બર ૧૮૭૪માં લંડનમાં પરિષદ મળી, તે વખતે પ્રમુખ સ્થાનથી ડૉક્ટર સેમ્યુઅલ બર્ચે ભાષણ કર્યું તેમાં આરમ્ભમાં જ પરિષદ મળવાના હેતુનો ઉલ્લેખ સહજ પ્રસંગે જણાવ્યો હતો તે જોઈએઃ

'''યુરોપની ‘ઓરિએન્ટલ કૉંગ્રેસ’ની ઘટના તથા હેતુ'''
“Bringing together these students of congenial pursuits to interchange thoughts, to discuss points of common interest, and to make each other’s acquaintance.”
(“પરસ્પર વિચારોનો વિનિમય કરવાને, જેમાં સરખો રસ પડે એવા પ્રશ્નો ચર્ચવાને, અને અન્યોન્ય ઓળખાણ કરવાને, મનગમતા વિષયોના અભ્યાસકોને એકત્ર મેળવવા.”)
એ જ પરિષદના આર્ય વિભાગના પ્રમુખસ્થાનથી પ્રો. મૅકસ મ્યૂલરે પરિષદના હેતુનું દિગ્દર્શન કરેલું તે જોઈએઃ
“Our Congress is not a mere fortuitous congeries of barren atoms or molecules, but we are at least Leibnizian monads, each with his own self, and force, and will, and each determined, within the limits of some pre-established harmony, to help in working out some common purpose, and to achieve some real and lasting good.”
(“આપણી પરિષદ તે કાંઈ આકસ્મિક યોગે એકત્ર થયેલા નિષ્ફળ પરમાણુઓ અથવા અણુગણોનો ઢગલો નથી, પરંતુ કાંઈ નહિ તો લાઇબ્નિત્સના સિદ્ધાન્તમાંની આત્મતત્ત્વની વ્યક્તિઓ જેવા આપણે છીએ; પ્રત્યેકને પોતાનું સ્વરૂપ, પોતાનું બળ, અને પોતાની ઇચ્છાશક્તિ છે, કોક પૂર્વનિર્મિત સંવાદની નિયમમર્યાદામાં રહીને, કોક સમાન ઉદ્દેશ સાધવામાં સહાયભૂત થવાને તથા કાંઈ સાચું અને સ્થાયી હિત સંપાદન કરવાને, પ્રત્યેક આગ્રહથી ઉદ્યુક્ત થયેલા છીએ.”)
પરિષદનો એક લાભ અથવા હેતુ તે મંડળમાં સાથે ખાવાપીવા માટે તથા આનંદસમાગમ માટેનો મેળાવડો થાય છે તે છે, એ વાત ગૌણરૂપે સ્વીકારીને પ્રો. મૅક્સ મ્યૂલર પરિષદના ખરા અને સ્થાયી લાભ બે બતાવે છેઃ
(૧) આપણને આ સંમેલનો આપણા જ્ઞાનની ધનસામગ્રીની ગણના કરવાને, પરસ્પર કાર્યની સરખામણી કરવાને, આપણે ક્યાં છીએ તે જોવાને તથા કઈ દિશામાં જવું જોઈએ તે શોધવાને શક્તિમાન કરે છે.
અને (૨) આપણે ક્યાં આવી પહોંચ્યા છીએ, જગત માટે શું કરીએ છીએ, અને બદલામાં જગતે આપણે માટે શું કરવું જોઈએ એમ અપેક્ષા રાખીએ છીએ, તે વખતોવખત જગતને કહેવાનો આપણને પ્રસંગ આવાં સંમેલનોથી મળે છે.
એ પરિષદના બીજા જ વર્ષમાં એના પાંચ વિભાગ કરવામાં આવ્યા હતા; પ્રત્યેક વિભાગનો પ્રમુખ જુદો હતો, અને એક વિભાગની બેઠકને એક દિવસ આપવામાં આવ્યો હતો; વિભાગોની નામગણના આમ હતીઃ ‘સેમેટિક’, ‘તુરાનિયન’, ‘આર્યન’, ‘હૅમિટિક’, ‘આર્કિયોલૉજિકલ’ તથા ‘એથ્નૉલૉજિકલ’. આ વિભાગોની વિસ્તીર્ણતા તથા સ્વરૂપ જ વિભાગ કરવાની આવશ્યકતા દર્શાવે છે; એ પરિષદની દર્શનમર્યાદા જ પૃથ્વીના અર્ધ વિસ્તાર ઉપર વ્યાપેલી હતી. રાત્રે રાત્રે પરિષદની બેઠકો થતી અને દિવસે પરિષદનું મંડળ બ્રિટિશ મ્યુઝિયમ જેવાં સ્થળોનાં નિરીક્ષણ કરી આવતું હતું.
આ પરિષદોના પૂર્ણ ઇતિહાસમાં ઊતરવા જતાં લંબાણ થાય. પરંતુ એટલું તો જણાય છે કે પરિષદ માટે બંધારણ, અધિકારીમંડળ, પ્રમુખો, ઇત્યાદિની યોજના, વગેરે પ્રશ્નોને ગૌણ સ્થાન આપી પરિષદનું સર્વ લક્ષ પોતાના વિદ્યાવિષયક કર્તવ્યમાં જ પૂરેલું રહેતું હતું. તે સાથે પરસ્પર સહકારિતા, કલહત્યાગ, સત્યશોધન તરફ અનન્ય દૃષ્ટિ, એ ભાવોથી એ પરિષદોનો કાર્યવ્યાપાર પ્રેરિત થતો. બીજી પરિષદના પ્રમુખસ્થાનના ભાષણમાં ડૉ. સૅમ્યુઅલ બર્ચ બોલ્યા હતાઃ
“Orientalists, too are all, so to say, man born of the same family, and, like a family, mutually interested, in the success of their respective studies. Before that, as students, all the distinctions of race, creed and nationality disappear or are forgotten. Even criticism ought neither to ba nor become personal, inasmuch as science places for its object the highest scope of the mindtruth, which is in most cases difficult to find, and no reproach to miss.”
(“પૂર્વના દેશોના વિષયોના અભ્યાસકો એક રીતે જોતાં એક કુટુમ્બમાં જન્મેલા પુરુષો છે; અને, એક કુટુંબીઓની પેઠે, પોતપોતાના અભ્યાસમાં વિજય મેળવવામાં અન્યોન્યનાં હિત જોડાયલાં છે. આ દૃષ્ટિથી અભ્યાસકો તરીકે જાતિ, ધર્મ, અને પ્રજાપણાના ભેદ લુપ્ત થાય છે અથવા ભુલાઈ જાય છે. ટીકા પણ અંગત રૂપની હોવી અથવા થવી ન જોઈએ, કેમ કે જ્ઞાનના અન્વેષણનો વિષય માનવબુદ્ધિનો ઊંચામાં ઊંચો વ્યાપારવિષય – સત્ય તે છે; સત્ય જે બહુ પ્રસંગે જડવું કઠણ છે, અને પ્રાપ્ત ન થવું તે લજ્જાસ્પદ નથી.”)
આવા મહાન ભાવોથી પ્રેરાયેલા, આખા જગતના વિસ્તીર્ણ જ્ઞાનવિષયોના પંડિતોની, વિશાળ અન્વેષણક્ષેત્રમાં વિચરનારી, પરિષદને આદર્શ તરીકે લેનારી આપણી પરિષદ છે. અલબત્ત, એ મહાન પ્રયાસ ક્યાં અને આપણો સંકુચિત ક્ષેત્રનો, અલ્પ અધિકારનો, પ્રયાસ ક્યાં? તથાપિ આપણા આદર્શમાં રહેલા ઉન્નત ભાવો આપણાં પ્રેરક બળ બને તો નિઃસંશય કાલક્રમે આપણો અધિકાર વધતાં વધતાં આપણી પરિષદની યોગ્યતા વધારી શકીશું.
આપણા પ્રયાસની સામે વાંધો ઉઠાવવામાં આવે કે તમે Putting the cart before the horse (“ગાડું આગળ અને બળદ પાછળ જોડવા”) એવું કામ કરો છો; પરિષદ પંડિતોની હોય. પંડિતપરિષદ માટે તમારામાં ખરા પંડિતો ક્યાં છે? પરિષદ તે કાંઈ પંડિતો બનાવવાનું કારખાનું નથી. પણ બનેલા પંડિતોનો સમુદાયસમાગમ છે. – ઉત્તર શો આપશું? સ્વીકારવું પડશે કે યુરોપની પરિષદની સ્થિતિ આપણે અહીં નથી; ત્યાં પ્રથમ પંડિતો અને પછી પરિષદ – એ સ્વાભાવિક ક્રમનું દર્શન થાય છે. પરંતુ આપણામાં શું થોડા ગણતર પંડિતો–નાના ઘાટના પણ ખરા પંડિતો–નહિ જડે? અને એવાની જોડે સમાગમ થવાથી આપણને આપણી અપંડિતતા, સુધારવાનો પ્રસંગ આવી પરિષદોમાં મળે એ પણ એક ઓછો લાભ નથી. વળી એ પણ વિચારવાનું છે કે દેશકાલની સ્થિતિ વિચારતાં પાશ્ચાત્ય પરિષદની સર્વાંશે સ્વરૂપસમાનતા માટે વાટ જોઈ બેસી રહેવું એ ઇષ્ટ નથી. આપણા દેશના હિતસાધન માટે અડધી સામગ્રી વડે પણ કામ ચલાવવાની જરૂર છે.
તો આપણી પરિષદના હેતુ હાલ શા છે? મારી દૃષ્ટિએ તે આ પ્રમાણે હોવા જોઈએ અને છેઃ
26,604

edits

Navigation menu