પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 79: Line 79:
“દેશી ભાષાઓ દ્વારા ઊંચામાં ઊંચી કેળવણી, શુદ્ધ અપાતી થવી જોઈએ એવું મારું મત પણ છે. દેશી ભાષાઓની ઉન્નતિ કરવી જોઈએ; દેશી ભાષાઓ દ્વારા શિક્ષણ આપવાનો આરંભ જ્યારે યુનિવર્સિટી કરવાની હોય ત્યારે કરે, પણ અમે શરૂઆત કરવાના છીએ. આખા રાષ્ટ્રના ઉદ્ધાર માટે દેશી ભાષાઓ જ સાધન હોઈ શકે.”

આવા સુદૃઢ જેમના વિચાર જે આપણને જ બોધ કરે છે, તેમને વીનવવા જવાનો અવકાશ ક્યાં રહે છે? ‘राजा कालस्य कारणम्।’ પોતે વિદ્યાવૃદ્ધિનો યુગ વર્તાવી દીધો છે. પોતે શ્રીમુખે વદ્યા તે જ પ્રમાણે વર્ત્યા છે. આ સ્થાને કહેવાને હર્ષ ઉત્પન્ન થાય છે કે, એ કૃપાળુ મહારાજશ્રી પોતે જ ગુજરાતી પાઠશાળાનો પ્રારંભ કરી ચૂક્યા છે. મહારાજશ્રીનાં બેતાલીસ મોટાં નગર અથવા શહેર છે, ત્યાં ઉચ્ચ કેળવણીનાં ધોરણે શિક્ષણ આપવાની યોજના થાય છે અને ત્યાંથી પસાર થનારા અભ્યાસીઓ ગૂર્જર પાઠશાળામાં દાખલ થાય, ત્યાં જે ઉચ્ચ જાતિનો અભ્યાસક્રમ યોજેલો હોય, તેની પરીક્ષામાં જેઓ પાસ થાય, તેઓને ક્રમવાર પદવીઓ આપવામાં આવે, તેમ જ તેમાં પાસ થયેલાઓને સરકારી નોકરીમાં દાખલ કરવામાં આવે, તો આવી પાઠશાળાની સ્થિતિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય એમાં નવાઈ નથી. મને લાગે છે કે, આવી યોજના નામદાર મહારાજશ્રીએ ધારી રાખી હશે જ અને તેમનું યથાયોગ્ય પરિણામ આપણે સત્વર જોઈશું.

નામદાર ગાયકવાડ સરકારની મોટી વસ્તીને3 ગૂર્જર ભાષામાં ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરી લેવાનાં સાધનો મળવાથી. તેઓની ઉન્નતિ થવામાં પણ વાર લાગવાની નથી. આખી વસ્તીમાં હમણાં ભણનારાની સંખ્યા ૧,૮૫,૪૭૭ થાય છે, તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જશે.
નામદાર ગાયકવાડ સરકારની મોટી વસ્તીને<ref>૧૦,૫૫,૧૩૫ પુરુષો, અને ૯,૭૬,૮૬૭ સ્ત્રીઓ સાથે કુલ ૨૦,૩૨,૭૮૮ માણસની વસ્તી છે. ૪૨ શહેર અને ૩૦૫૪ ગામ છે; તેમને માટે ૪૧ અંગ્રેજી અને ૨૯૮૫ ગૂજરાતી નિશાળો છે. આ ઉપરથી જણાય છે કે, માત્ર થોડાં જ ગામ નિશાળ વિનાનાં બાકી હશે.</ref> ગૂર્જર ભાષામાં ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરી લેવાનાં સાધનો મળવાથી. તેઓની ઉન્નતિ થવામાં પણ વાર લાગવાની નથી. આખી વસ્તીમાં હમણાં ભણનારાની સંખ્યા ૧,૮૫,૪૭૭ થાય છે, તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જશે.
આપણી બ્રિટિશ રાજ્યની ગુજરાતી પ્રજા માટે ગૂર્જર પાઠશાળાઓ સ્થાપવા આપણે પ્રયત્ન કરીશું તો તે પણ બની શકે એમ છે. વિદ્યાખાતાના ઉપરી અધિકારીઓનો અભિપ્રાય દેશી ભાષા દ્વારા ઉચ્ચ કેળવણી આપવાનો જણાયો હતો.

<br>
<br>
Line 107: Line 107:

<center>'''ગુજરાતી જૈન સાહિત્ય'''</center>

પ્રાચીન કાવ્યસાહિત્યના ક્ષેત્રમાં જૈન લેખકોએ પણ સંગીન વૃદ્ધિ કરી છે, તે આપણા લક્ષ બહાર રાખવું ઘટતું નથી. ગુજરાતના ઇતિહાસમાં જૈનોએ બહુ અગ્રણી ભાગ લીધો છે, પણ તે વિષયનો વિસ્તાર કરવાને આ યોગ્ય સ્થળ નથી. જૈન મુનિઓએ ઘણા રાસા, સઝાયો, આદિ અનેક રસપૂર્ણ કવિતા નાના પ્રકારના દેશી રાગોમાં, તેમ જ છંદોમાં લખી છે. સંવત4 ૧૪૦૦થી તે સાહિત્યનો પ્રસિદ્ધ આરંભ થયો હોય એમ હમણાં જણાય છે. પ્રારંભ થોડે થોડે થતાં પાછળથી તેમાં બહુ ગ્રંથો રચાયા છે; તેમાં કેટલાક બહુ વખાણવા યોગ્ય કાવ્યગ્રંથો પણ રચાયા છે. જેવા કે, શ્રીપાળરાસ, વસંતવિલાસ, વિમળમંત્રી રાસ, નળાખ્યાન, નંદબત્રીશી, મૃગાવતી રાસો, મદનરેખા આદિ.
પ્રાચીન કાવ્યસાહિત્યના ક્ષેત્રમાં જૈન લેખકોએ પણ સંગીન વૃદ્ધિ કરી છે, તે આપણા લક્ષ બહાર રાખવું ઘટતું નથી. ગુજરાતના ઇતિહાસમાં જૈનોએ બહુ અગ્રણી ભાગ લીધો છે, પણ તે વિષયનો વિસ્તાર કરવાને આ યોગ્ય સ્થળ નથી. જૈન મુનિઓએ ઘણા રાસા, સઝાયો, આદિ અનેક રસપૂર્ણ કવિતા નાના પ્રકારના દેશી રાગોમાં, તેમ જ છંદોમાં લખી છે. સંવત <ref>ગૌતમ સ્વામીનો રાસ સંવત ૧૪૧૨માં લખાયેલો તથા બીજો હંસ-વત્સ રાસ એ બે રાજકોટમાં ભરાયલી પરિષદના પ્રદર્શનમાં મુકાયા હતા.</ref> ૧૪૦૦થી તે સાહિત્યનો પ્રસિદ્ધ આરંભ થયો હોય એમ હમણાં જણાય છે. પ્રારંભ થોડે થોડે થતાં પાછળથી તેમાં બહુ ગ્રંથો રચાયા છે; તેમાં કેટલાક બહુ વખાણવા યોગ્ય કાવ્યગ્રંથો પણ રચાયા છે. જેવા કે, શ્રીપાળરાસ, વસંતવિલાસ, વિમળમંત્રી રાસ, નળાખ્યાન, નંદબત્રીશી, મૃગાવતી રાસો, મદનરેખા આદિ.
બ્રાહ્મણ તથા જૈન વચ્ચે ધર્મમૂલક વિરોધ હોવાથી, જો કે બન્નેની ભાષા એક હતી પણ, પોતપોતાના ધર્માનુયાયીઓને ઉપયોગમાં આવે તેને માટે, બન્નેને ભિન્ન સાહિત્ય રચવાની અગત્ય પડેલી જણાય છે. આવા ધર્મવિરોધનું સારું પરિણામ એ આવ્યું કે, એથી ભાષાસાહિત્યના ગ્રંથોની સંખ્યામાં સારો વધારો થયો. ખેદની વાત તો એ થાય છે કે, એક ધર્મના એક માર્ગના પંથીઓ બીજા માર્ગના પંથીઓનું ગ્રહણ કરતા નથી, અને તેથી ગુજરાતી સાહિત્યની ચર્ચામાં અત્યાર સુધી મોટે ભાગે, જૈન સાધુઓનો જોઈતો ઉલ્લેખ થયો દેખાતો નથી. પણ કાવ્યાદિ જેવા સાહિત્યમાં, ધર્મ જેવા ભિન્ન વિષયને કાંઈ પણ લાગતુંવળગતું નથી, અને જેનું રસ એ જીવન છે, એવું કાવ્યાદિ સાહિત્ય જૈનોએ લખ્યું હોય તો પણ, તે તેના રસવત્તા ધર્મને લીધે સર્વ રસિક વાચકોએ ગ્રહણ કરવા યોગ્ય છે.

અણહિલવાડ પાટણ, જેસલમેર આદિ ભારતનાં અનેક સુપ્રસિદ્ધ સ્થળોએ પુસ્તકના ભંડારો સ્થાપી જૈનોએ, જૈન તેમ જ બ્રાહ્મણધર્મીઓને હાથે રચાયલા અનેક ગ્રંથોનું સંરક્ષણ કર્યું છે. એવો જૈનોનો મહાન ઉપકાર આપણે ભૂલી જવો જોઈએ નહિ.

Line 115: Line 115:
<center>'''શિક્ષણ અને વિદ્યાવૃદ્ધિના પ્રયાસ'''</center>

પ્રાચીન સાહિત્યસંબંધી આટલું દિગ્દર્શક જણાવ્યા પછી, હું હવે અર્વાચીન સાહિત્યસંબંધી જણાવું છું. કૃપાવંત બ્રિટિશ સરકારના આશ્રય હેઠળ નવીન કેળવણી આપવાને અર્થે જે શિક્ષણ અને વિદ્યાવૃદ્ધિના પ્રયાસો આદરવામાં આવ્યા છે, તે અર્વાચીન સાહિત્યનાં ખેડાણમાં મુખ્ય ભાગ ભજવે છે. એ નવીન શિક્ષણપદ્ધતિ અને વિદ્યાવૃદ્ધિના પ્રયાસનાં ઉઘાડેલાં નવીન ક્ષેત્રોમાં તે જમાનાના કેળવાયલાઓએ જે કર્તવ્ય બજાવેલું છે, તે અર્વાચીન સાહિત્યની ઘટનાના પૂર્વરંગ જેવું હોવાથી, તેનું દિગ્દર્શન અત્રે કરવું ઉચિત છે.  

ગૂજરાતી પ્રજાને નવીન શિક્ષણ આપવાના હેતુથી સન ૧૮૨૦માં નેટિવ સ્કૂલ બુક અને નેટિવ સ્કૂલ સોસાયટી સ્થાપવામાં આવી. તે સમયે ઍલ્ફિન્સ્ટન મુંબઈના ગવર્નર હતા. તેઓનો અભિપ્રાય લોકને દેશી ભાષાઓમાં કેળવણી આપવાનો થવાથી, સન ૧૮૨૨માં ‘હિન્દ નિશાળ’ અને ‘પુસ્તક મંડળ’ એવું નામ ધારણ કરેલી સંસ્થા ચાલતી થઈ. તેમાં અંગ્રેજ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. પ્રથમ પુસ્તકો મરાઠી ભાષામાં રચાયાં. તે વેળાએ કેળવણીના આગેવાન મરાઠી હતા, તેથી તેમણે અથવા તો અંગ્રેજોએ મળીને ગુજરાતીમાં કેળવણીનાં પુસ્તકોનાં ભાષાન્તર કર્યાં.5
ગૂજરાતી પ્રજાને નવીન શિક્ષણ આપવાના હેતુથી સન ૧૮૨૦માં નેટિવ સ્કૂલ બુક અને નેટિવ સ્કૂલ સોસાયટી સ્થાપવામાં આવી. તે સમયે ઍલ્ફિન્સ્ટન મુંબઈના ગવર્નર હતા. તેઓનો અભિપ્રાય લોકને દેશી ભાષાઓમાં કેળવણી આપવાનો થવાથી, સન ૧૮૨૨માં ‘હિન્દ નિશાળ’ અને ‘પુસ્તક મંડળ’ એવું નામ ધારણ કરેલી સંસ્થા ચાલતી થઈ. તેમાં અંગ્રેજ અધિકારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. પ્રથમ પુસ્તકો મરાઠી ભાષામાં રચાયાં. તે વેળાએ કેળવણીના આગેવાન મરાઠી હતા, તેથી તેમણે અથવા તો અંગ્રેજોએ મળીને ગુજરાતીમાં કેળવણીનાં પુસ્તકોનાં ભાષાન્તર કર્યાં. <ref>લિપિધારા, ડાડસ્લીની વાતો, બોધવચન, ઈસપનીતિ (અંગ્રેજીમાંથી મરાઠીમાં થયેલી, તે ઉપરથી ગૂજરાતીમાં ભાષાંતર બાપુ શાસ્ત્રીએ કરેલું.) (નાની) બોધકથા, બાળમિત્ર (અંગ્રેજી ઉપરથી મરાઠીમાં થયેલું, તે ઉપરથી ગૂજરાતીમાં) પંચતંત્ર (સંસ્કૃત ઉપરથી પ્રથમ મરાઠીમાં થયું અને તે ઉપરથી ગૂજરાતીમાં થયું) ગંગાધર શાસ્ત્રી ફડકેએ રચેલું વ્યાકરણ (નાનું અને મોટું). આ બધાં પુસ્તકો દેવનાગરી લિપિમાં છપાયાં હતાં. ‘વિદ્યાના ઉદ્દેશ, લાભ અને સંતોષ’ એ નામનું પુસ્તક રેવરેંડ ગૃહસ્થે અંગ્રેજી ઉપરથી ગૂજરાતીમાં રચીને છપાવ્યું હતું. ‘ઇંગ્લૅંડ દેશનું વર્ણન’ એવા નામનું લીટી દોરીને ગૂજરાતી અક્ષરે છપાયલું એક પુસ્તક હતું.</ref>
પછવાડેથી રણછોડભાઈ ગિરિધરભાઈ આદિ પઠિત ગૃહસ્થો એ હિલચાલમાં દાખલ થયા, ત્યારે ગૂર્જર ગિરાને શોભા મળવા લાગી. તેમના પછી કરસનદાસ મંછારામ6, મોહનલાલ રણછોડદાસ7 અને પ્રાણલાલ મથુરાંદાસ8 એઓએ સારાં ભાષાંતર કર્યાં. આગળ જતાં સૃષ્ટિજન્ય ઈશ્વરજ્ઞાન, મંત્રશાસ્ત્રનાં મૂળતત્ત્વ, ગ્રીનસાહેબની ખગોળવિદ્યા, ઇત્યાદિ ગ્રંથોનો તેમાં ઉમેરો થયો હતો.
પછવાડેથી રણછોડભાઈ ગિરિધરભાઈ આદિ પઠિત ગૃહસ્થો એ હિલચાલમાં દાખલ થયા, ત્યારે ગૂર્જર ગિરાને શોભા મળવા લાગી. તેમના પછી કરસનદાસ મંછારામ <ref>શાળોપયોગી નીતિગ્રંથ.</ref>, મોહનલાલ રણછોડદાસ <ref>મરાઠી બખરના બે ભાગનું મરાઠી ઉપરથી ભાષાંતર અને ઇંગ્લૅંડનો ઇતિહાસ.</ref> અને પ્રાણલાલ મથુરાંદાસ <ref>કૉલંબસનો વૃત્તાન્ત (અંગ્રજી ઉપરથી)</ref> એઓએ સારાં ભાષાંતર કર્યાં. આગળ જતાં સૃષ્ટિજન્ય ઈશ્વરજ્ઞાન, મંત્રશાસ્ત્રનાં મૂળતત્ત્વ, ગ્રીનસાહેબની ખગોળવિદ્યા, ઇત્યાદિ ગ્રંથોનો તેમાં ઉમેરો થયો હતો.
પ્રારંભ સમયની ઍલ્ફિન્સ્ટન પાઠશાળાના આ ગૃહસ્થો અભ્યાસી હતા. એમના પછી એ જ પાઠશાળામાં અભ્યાસ કરનારા અને બીજા ગૃહસ્થો, હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ, મયારામ શંભુનાથ, કરસનદાસ માધવદાસ, કરસનદાસ મૂળજી, મહીપતરામ રૂપરામ, નર્મદાશંકર લાલશંકર, દલપતરામ ખખ્ખર, ઝવેરીલાલ ઉમિયાશંકર, ગંગાદાસ કિશોરદાસ આદિ ગૂજરાતી ભાષાના ઉત્કર્ષ માટે સ્થપાયેલ ‘બુદ્ધિવર્ધક’ હિન્દુ સભામાં ભાષણો આપવાનાં અને આ ભૂમિમાં સુધારાનાં બીજ રોપવાના કાર્યમાં અંતઃકરણપૂર્વક મંડ્યા હતા.

આણી તરફ સુરતવાસી દુર્ગાશંકર મહેતાજી, નંદશંકર અને નવલરામ આદિ વિદ્યાવૃત્તિનાં કાર્યોમાં મંડી પડ્યા હતા. અમદાવાદમાં પ્રથમ ભોગીલાલ પ્રાણવલ્લભદાસે વિદ્યાનાં બીજ વાવ્યાં હતાં અને ત્યાંથી ઝવેરીલાલ ઉમિયાશંકર આદિ ઉત્સાહી પુરુષોને મુંબઈની પાઠશાળામાં મોકલવા યોગ્ય કરીને તેમને ત્યાંના વિદ્વાન મંડળમાં દાખલ થવાથી યોગ્યતાએ પહોંચાડી દેવાને સાધનભૂત થયા હતા. મગનલાલ વખતચંદ અને એદલજી ડોસાભાઈ એઓએ ‘ગુજરાતનો ઇતિહાસ’ આદિ પુસ્તકો રચ્યાં હતાં. ગુજરાત વર્નાક્યૂલર સોસાયટીની ફાર્બસસાહેબે સ્થાપના કરી હતી. (૧૮૪૮) વર્તમાનપત્રો અને માસિક પણ પછવાડેથી ચાલતાં થયાં હતાં.

Line 226: Line 226:
યુરોપખંડની એકેડેમીઓ (વિદ્વત્પરિષદો) આ હેતુથી સ્થાપાયેલી છે; અને તેમાંય ફ્રૅન્ચ એકેડેમી કેમ આટલી બધી જગતપ્રસિદ્ધ થયેલી તે અત્રે હું જણાવું છું; આશા છે કે તે પ્રાસંગિક ગણાશે. સ્વાર્થના અંશ વિના સાહિત્ય, વિજ્ઞાન, કલા આદિની ખિલવણી–પ્રગતિને લક્ષબિન્દુ રાખીને તદર્થે શ્રમ લેનારા મંડળને વિદ્વત્પરિષદ – ‘એકેડેમી’ – કહેવામાં આવે છે. યુરોપખંડના સર્વ દેશોની લગભગ સઘળી એકેડેમીઓનો જાહેર પ્રજામાં સ્વીકાર થયેલો છે. તેની સ્થાપનામાં તેમ જ તેના નિભાવમાં તે તે રાજ્યોએ સારો આશ્રય આપેલો છે અને અદ્યાપિપર્યંત તે આશ્રમ ચાલુ જ છે. યુરોપમાં એવી એકેડેમીઓ (વિદ્વત્-પરિષદો) બહુધા પાંચ પ્રકારની છેઃ (૧) વિજ્ઞાનવિષયક (૨) સાહિત્યવિષયક (૩) પુરાણવસ્તુશોધ-વિષયક અને ઇતિહાસવિષયક (૪) વૈદકીય અને શસ્ત્રપ્રયોગવિષયક અને (૫) લલિતકલાવિષયક.

આ સર્વ વિદ્વત્-પરિષદોના હેતુઓ અને કાર્યોનું અવલોકન કરવાનો અહીં અવકાશ નથી. પરંતુ આદર્શરૂપ એની સત્તરમા સૈકાની બીજી પચ્ચીસીમાં સ્થપાયેલી ફ્રૅન્ચ વિદ્વત્-પરિષદ સંબંધી હું ટૂંકમાં માર્ગદર્શક થઈ પડે એટલું જ અહીં જણાવું છું. આ પરિષદ સન ૧૬૩૫માં રાજાની આજ્ઞાથી સ્થપાઈ હતી. શરૂઆતમાં કેટલાક સાહિત્યરસિક મિત્રો મળતા અને મોટે ભાગે સાહિત્યના જ વિષયો ચર્ચતા. વળી એકાદ લેખકના પૂરા થયેલા ગ્રંથ ઉપર પણ તેના ગુણદોષની ટીકા કરતા અને અભિપ્રાયો દર્શાવતા. આ ખાનગી મંડળની કીર્તિ ચોમેર ધીરે ધીરે પ્રસરી અને રાજ્યના રક્ષણ હેઠળ તેને પરવાનો મળ્યો. તેની સ્થાપનાનો હેતુ નીચે પ્રમાણે નક્કી થયો હતોઃ

(૨૪મી કલમ): આ વિદ્વત્-પરિષદનું મુખ્ય કાર્ય આપણી ભાષાને માટે પૂરતી સંભાળ અને ખંતથી ચોક્કસ નિયમો ઘડવાનું અને તેને શુદ્ધ સુભાષિત, અને એ કલાઓ તથા વિજ્ઞાનોનું નિરૂપણ કરવાને સમર્થ બનાવવાનું રહેશે.9 સામાન્ય જનસમાજના મુખથી, ધારાશાસ્ત્રીઓની ગરબડસરબડ કે વાક્છટાથી, અજ્ઞાન ખુશામતિયાઓના ગેરઉપયોગથી તથા સભામંડપોમાં વક્તાઓના દુરુપયોગથી જે અશુદ્ધતાઓ તેમાં પેઠેલી છે – તેમનાથી ભાષાને નિર્મળ10 કરવાનું એ વિદ્વાનોએ ધાર્યું.
(૨૪મી કલમ): આ વિદ્વત્-પરિષદનું મુખ્ય કાર્ય આપણી ભાષાને માટે પૂરતી સંભાળ અને ખંતથી ચોક્કસ નિયમો ઘડવાનું અને તેને શુદ્ધ સુભાષિત, અને એ કલાઓ તથા વિજ્ઞાનોનું નિરૂપણ કરવાને સમર્થ બનાવવાનું રહેશે.<ref>“The principal function of the academy shall be to labour with all care and diligence to give certain rules to our language, and to render it pure, eloquent and capable of treating the arts and science.” (art 24) Encyclopaedia Bri. Ed. 11 V.I.P. 100</ref> સામાન્ય જનસમાજના મુખથી, ધારાશાસ્ત્રીઓની ગરબડસરબડ કે વાક્છટાથી, અજ્ઞાન ખુશામતિયાઓના ગેરઉપયોગથી તથા સભામંડપોમાં વક્તાઓના દુરુપયોગથી જે અશુદ્ધતાઓ તેમાં પેઠેલી છે – તેમનાથી ભાષાને નિર્મળ <ref>They proposed “to cleanse the language from the impurities it had contracted from the months of the common people, from the jargon of the lawyers, from the mixed uses of ingnorant courtiers and the abueses of the pulpit.”</ref> કરવાનું એ વિદ્વાનોએ ધાર્યું.
આ કાર્ય માટે પ્રથમ ચાળીસ વિદ્વાનોની યોજના થઈ. તેઓ આરંભમાં વારાફરતી પોતાનામાંના દરેક વિદ્વાને લખેલા નિબંધ ઉપર વિવેચન કરતા. તેની આરંભની પ્રવૃત્તિથી જણાઈ આવે છે કે, તે સમયે એ નિબંધો, કંઈ ખાસ પ્રતિભાશક્તિવાળા કે લક્ષણવાળા ન હતા. પછી તેમણે સુપ્રસિદ્ધ વિદ્વાનના ગ્રંથની સમાલોચના કરવા માંડી. પણ તે સમયે એવો નિયમ હતો કે, એ લેખકની વિનતિ વિના ગ્રંથની સમાલોચના કરવી નહિ. ધીરે ધીરે આ વિદ્વત્પરિષદે પસંદ કરેલા લેખકોના ગદ્યપદ્ય ગ્રંથોની સૂચિ પ્રગટ કરી. તેમાંના પસંદ કરેલા સઘળા શબ્દો અને પદોના સંગ્રહમાંથી તેમણે એક કોષ તૈયાર કર્યો. આ વિદ્વત્-પરિષદનો ઇતિહાસ વાંચવાથી બીજી ઘણી ઉપયોગી બાબતો સંબંધી માહિતી મળી શકે એમ છે.

અહીં યુરોપિન વિદ્વત્-પરિષદના હેતુ અને કાર્ય સંબંધી ઉપર કરેલા સૂચન ઉપરથી આપ સર્વ મહાશયો આપણી ગૂજરાતી સાહિત્ય પરિષદના ઉદ્દેશ અને કર્તવ્ય સંબંધી વિચાર કરશો. તેમ જ હિંદની ઉપર જણાવેલી સાહિત્ય પરિષદોના ઉદ્દેશોની પણ નિરીક્ષા કરીને આપણી પરિષદ માટે એક યોગ્ય, અનુકૂળ, સાધ્ય કર્તવ્યમાર્ગ શોધી કાઢશો. હવે આ પરિષદ ચોથી હોવાથી ભવિષ્યમાં આપણી પરિષદે વિશેષ સંગીન અને નિર્ણાયક કાર્ય હાથમાં લેવાની આવશ્યકતા છે.

26,604

edits

Navigation menu