પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 264: Line 264:


'''પાદટીપ'''
'''પાદટીપ'''
<small>1 મિ. બોર્ડનને ડિરેક્ટર ઑફ સ્ટેટ્સ લાયબ્રેરીઝ ઠરાવીને પુસ્તકાલયોની સારી વ્યવસ્થા કરાવી છે. લક્ષ્મીવિલાસ લાયબ્રેરીને સેન્ટ્રલ લાયબ્રેરી યોજી છે. ત્યાંથી રાજ્યનાં બહારનાં ગામોમાં પુસ્તકો મોકલવામાં આવે છે. વડોદરા શહેરમાં ૧,૦૦૭ સેંટ્રલ લાયબ્રેરીનાં મેમ્બર છે. પ્રતિ દિવસ ૧૦૦ સુધી પુસ્તકો વાંચનારમાં ફેરવવામાં આવે છે. રીડિંગ રૂમમાં ૨૦૦ વર્તમાન પત્રો અને ચોપાનિયાં રાખવામાં આવે છે. નિત્યના વાંચનારની સંખ્યા ૧૯૦ની હમણાં થવા જાય છે. રાજ્યનો દાખલો જોઈને તેમના સરદાર નવાબ મીર સદ્રૂદીન હુસેનખાન જેઓ ઉર્દૂના લેખક છે. તેમણે આઠ પુસ્તક રચી તેની ૧૫ હજાર પ્રતિ લોકોને મફત વહેંચી છે. તેમણે એક સારી ઇમારતમાં લાયબ્રેરી સ્થાપીને મોટો પુસ્તકસંગ્રહ જનસમૂહને સોંપી દીધો છે. ઉપયોગ કરનારાને એનો મફત લાભ મળે છે.
હમણાં ૨૪૨ સર્ક્યુલેટિંગ લાયબ્રેરી સ્થપાઈ ચૂકી છે. ગામડાંની લાયબ્રેરીને શહેરની લાયબ્રેરી પુસ્તક પૂરાં પાડે એવી એક સુલભ યોજના કરવામાં આવી છે. ૩૦થી ૪૦ પુસ્તકો એક કેસમાં રાખીને ફેરવી શકાય એમ કર્યું છે; તેથી ઘેર બેઠાં વાંચવાને સ્ત્રીઓને ઘણી અનુકૂળતા થઈ પડી છે. વળી સેન્ટ્રલ લાયબ્રેરીને અનુકૂળ આવે એવું એક મહાન પુસ્તકાલય બંધાવવાની યોજના ચાલે છે.</small>
<small><ref>2ત્યાર પછી આ ભાષાંતરનું કાર્ય ચાલતું રાખવાને રા. જયસુખરાય પુરુષોત્તમરાય જોષીપુરા એમ.એ.ની પસંદગી કરવામાં આવી છે. તેઓ સારા લેખક હોતાં ઘણાં પુસ્તક પ્રકટ કર્યાં છે. કેળવણી અપાતી શાળાઓ અને તેને લગતી યોજનાઓ, સુદૃઢ અને સરળ હેતુથી, હૃદયપરીક્ષણ આદિ ગ્રંથોનાં રચનાર રા. નંદનાથ કેદારનાથ દીક્ષિતને પસંદ કરીને યુરોપ મોકલવામાં આવ્યા હતા. તેઓ ૧૯૦૭ ઑક્ટોબર માસમાં અઢી વર્ષનો અનુભવ મેળવી પાછા આવ્યા. દોઢ વર્ષ સુધી તો લંડનની યુનિવર્સિટીમાં ખાસ અભ્યાસ કરી અનુભવ મેળવ્યો, અને પછી ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ આદિ દેશોમાં અપાતા શિક્ષણની પદ્ધતિનું તેમણે મનન અને અવલોકન કરી, વિગતવાર રિપોર્ટ કર્યો અને ૧૯૦૯માં એ વિષય ઍજ્યુકેશન કમિશન આગળ, મિ. સ્લૅડનના પ્રમુખપણા નીચે ચર્ચાયો. દેશી ભાષામાં ઉચ્ચ શિક્ષણ તો આપવું એ સ્તુત્ય છે એમ સ્થાપિત થયું, પણ તે વ્યવહારુ નથી એમ તે સમયે ગણવામાં આવ્યું. તથાપિ, છેવટે મહારાજશ્રીને આ નિર્ણય યોગ્ય લાગ્યો નથી એ આગળ આવતા કથનની સમજાશે. વળી મહારાજાશ્રીએ ધર્મ અને નીતિના શિક્ષણની યોજના કરવા માટે રા. ડાહ્યાભાઈ લલ્લુભાઈ પુરોહિતને યુરોપમાં મોકલ્યા. તેઓ ત્યાં જઈ નિરીક્ષણ કરી આવ્યા છે અને તે સંબંધમાં તેમનો વિગતવાર રિપોર્ટ રજૂ થતાં આ અગત્યના સંબંધમાં અતિ ઉત્તમ યોજના ચાલુ થશે એવો પૂરો ભરોસો છે.</ref> </small>
<small>3. ૧૦,૫૫,૧૩૫ પુરુષો, અને ૯,૭૬,૮૬૭ સ્ત્રીઓ સાથે કુલ ૨૦,૩૨,૭૮૮ માણસની વસ્તી છે. ૪૨ શહેર અને ૩૦૫૪ ગામ છે; તેમને માટે ૪૧ અંગ્રેજી અને ૨૯૮૫ ગૂજરાતી નિશાળો છે. આ ઉપરથી જણાય છે કે, માત્ર થોડાં જ ગામ નિશાળ વિનાનાં બાકી હશે.</small>
<small>4. ગૌતમ સ્વામીનો રાસ સંવત ૧૪૧૨માં લખાયેલો તથા બીજો હંસ-વત્સ રાસ એ બે રાજકોટમાં ભરાયલી પરિષદના પ્રદર્શનમાં મુકાયા હતા.
સંવત ૧૪૦૫માં વસ્તુપાળ રાસ, પછી ભારતબાહુ રાસ ઇત્યાદિ રચાયા છે.</small>
<small>લિપિધારા, ડાડસ્લીની વાતો, બોધવચન, ઈસપનીતિ (અંગ્રેજીમાંથી મરાઠીમાં થયેલી, તે ઉપરથી ગૂજરાતીમાં ભાષાંતર બાપુ શાસ્ત્રીએ કરેલું.) (નાની) બોધકથા, બાળમિત્ર (અંગ્રેજી ઉપરથી મરાઠીમાં થયેલું, તે ઉપરથી ગૂજરાતીમાં) પંચતંત્ર (સંસ્કૃત ઉપરથી પ્રથમ મરાઠીમાં થયું અને તે ઉપરથી ગૂજરાતીમાં થયું) ગંગાધર શાસ્ત્રી ફડકેએ રચેલું વ્યાકરણ (નાનું અને મોટું). આ બધાં પુસ્તકો દેવનાગરી લિપિમાં છપાયાં હતાં. ‘વિદ્યાના ઉદ્દેશ, લાભ અને સંતોષ’ એ નામનું પુસ્તક રેવરેંડ ગૃહસ્થે અંગ્રેજી ઉપરથી ગૂજરાતીમાં રચીને છપાવ્યું હતું. ‘ઇંગ્લૅંડ દેશનું વર્ણન’ એવા નામનું લીટી દોરીને ગૂજરાતી અક્ષરે છપાયલું એક પુસ્તક હતું.</small>
<small>6. શાળોપયોગી નીતિગ્રંથ.</small>
<small>7. મરાઠી બખરના બે ભાગનું મરાઠી ઉપરથી ભાષાંતર અને ઇંગ્લૅંડનો ઇતિહાસ.</small>
<small>8. કૉલંબસનો વૃત્તાન્ત (અંગ્રજી ઉપરથી)</small>
<small>9. “The principal function of the academy shall be to labour with all care and diligence to give certain rules to our language, and to render it pure, eloquent and capable of treating the arts and science.” (art 24) Encyclopaedia Bri. Ed. 11 V.I.P. 100</small>
<small>10. They proposed “to cleanse the language from the impurities it had contracted from the months of the common people, from the jargon of the lawyers, from the mixed uses of ingnorant courtiers and the abueses of the pulpit.”</small>
26,604

edits