પરિષદ-પ્રમુખનાં ભાષણો/૬.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 39: Line 39:
<center>'''સંસ્કૃત ભાષા'''</center>
<center>'''સંસ્કૃત ભાષા'''</center>
આર્ય લોકો સામટા એકીવખતે આ દેશમાં આવ્યા નહોતા. જુદાં જુદાં ટોળાં લાંબા અંતરે આવે તો તેમની ભાષામાં ફેરફાર હોય જ. તેમ અનેક ભાષા બોલનારી પ્રજાઓના ભેળસેળ થવાથી પણ ભાષામાં વધારે ઓછું મિશ્રણ થવા પામે. વેદની ભાષા થઈ તેને સંસ્કૃત નામ આપવામાં આવ્યું. જગદીશ ચેટરજી જણાવે છે, કે વેદ બન્યા પછી ઘણે કાળે આર્યો હિંદમાં આવ્યા હતા. તે તો વળી આગળ વધીને એમ પણ જણાવે છે કે ‘મહાભારત’ અને ‘રામાયણ’ના બનાવ પણ હિંદમાં બન્યા નહોતા! નવા નવા શોધોથી કેવી કેવી વાતો પ્રગટ થશે તે કહી શકાતું નથી. પામિર અને ગોબીના રણથી ઢંકાએલ ફળદ્રૂપ દેશમાં પૂર્વે આર્ય પ્રજા વસતી હતી. તેમનાં દેવળો ને પુસ્તકો સુધ્ધાં હાલમાં હાથ લાગ્યાં છે, તે ઉપરથી ભાષાઓની ઉત્પત્તિના સંબંધમાં વખતે નવો પ્રકાશ પડશે. સિંહલીની બીમ્સે ‘તુરેનિઅન’માં ગણના કરી છે, તે કદાચ હિમાલયમાં વસતી સિંહલીઆ જાતની ભાષા ‘તુરેનિઅન’ મૂળની છે, તેઓ પૂર્વે સિંહલ દ્વીપમાં જઈ રહ્યા હોય, એમ ધારીને કિંવા દ્રવિડ લોકોની મોટી સંખ્યા તેમાં જઈ વસી છે, તે ઉપરથી કલ્પના કરી હશે; પરંતુ બુદ્ધ ધર્મના પ્રચાર અર્થે ઈ.સ. પૂ. ૫૪૩માં વિજયે પાલિ ભાષા દાખલ કરી, તે પછી તેનો એટલો પ્રચાર થયો છે કે હાલની સિંહલીને આર્ય ભાષાની શાખા ગણી શકાય, અને તે જાણે ગુજરાતી સાથે બહુ સંબંધ ધરાવતી હો. એવી દેખાય છે. તેમાંના થોડાક શબ્દો જુઓઃ

સિંઘાલી ગુજરાતી સિંઘાલી ગુજરાતી
{|
માસમ માંસ એકય એક
| || સિંઘાલી || style="text-align:right;" | || ગુજરાતી || style="text-align:right;" | || સિંઘાલી || style="text-align:right;" | || ગુજરાતી ||
દવસ દિવસ તુનય ત્રણ
|-
મુલ મૂળ અટય આઠ
| || માસમ || style="text-align:right;" | || માંસ || style="text-align:right;" | || એકય{{Space}} એક
પેટ્ટીય પેટી દહય દસ-દહ
દવસ{{Space}} દિવસ{{Space}} તુનય{{Space}} ત્રણ{{Space}}
સીતલ શીતળ કોઈ કયું
મુલ{{Space}} મૂળ{{Space}} અટય{{Space}} આઠ{{Space}}
કરનવા કરવું દૂર દૂર
પેટ્ટીય{{Space}} પેટી દહય દસ-દહ
મરનવા મરવું નમ નામ
સીતલ{{Space}} શીતળ કોઈ કયું
દેનવા દેવું
કરનવા{{Space}} કરવું દૂર દૂર
ગીયા ગયા
મરનવા{{Space}} મરવું નમ નામ
દેનવા{{Space}} દેવું
ગીયા{{Space}} ગયા
|}
વળી હાલના સિંહલીઓમાં સંસ્કૃત શબ્દો વાપરવાની રૂઢિ વધી પડી છે. જ્યાં જ્યાં બુદ્ધ ધર્મ પ્રવર્ત્યો, ત્યાં ત્યાં પાલિ અને સંસ્કૃતની અસર થયેલી છે. જાવા ને બાલિ બેટોમાં ધર્મને લીધે તથા ખાસ કરીને પ્રાચીન આર્યો જથાબંધ જઈ વસેલા હોવાથી ત્યાં સંસ્કૃત શબ્દો ઘણા વપરાય છે. જાવાની જૂની કવિતાની ભાષા જેને કવિ ભાષા કહે છે, તે તો લગભગ આખી આર્ય ભાષા છે.

આ દેશની સર્વ આર્ય ભાષાઓ – પ્રાકૃત અને ચાલુ – નું મૂળ સંસ્કૃત છે. તેણે આપણને અખૂટ ભંડાર વારસામાં આપેલો છે. તેની મહત્તા સંબંધે પંડિત હરબિલાસે પોતાના કીમતી ગ્રંથમાં જે વિદ્વાનોના મત ટાંક્યા છે, તે મેં ‘સાહિત્ય’ માસિકમાં છપાવેલા છે. તેથી તેમાંના એક જ વિદ્વાનનું મત અત્રે આપી સંતોષ માનીશ. સર વિલિયમ જોન્સ કહે છે કે સંસ્કૃતનું બંધારણ આશ્ચર્યકારક છે; તે ગ્રીક કરતાં વધારે પૂર્ણ, લાટિન કરતાં વધારે વિશાળ અને બંને કરતાં વધારે સુંદર રીતે સંસ્કારી છે.

Line 55: Line 58:
સંસ્કૃત ભાષા એ સર્વ લોકની બોલી હતી કે કેમ એ વાત શંકા પડતી છે. સુધારેલી સંસ્કૃત એ વિદ્વાનોની કદાપિ ભાષા હશે, પરંતુ બાકીના લોકો તે સમયે પ્રાકૃત ભાષા બોલવામાં વાપરતા હશે એમ લાગે છે. પ્રાકૃત ભાષા ક્યારથી પ્રચારમાં આવી તે કહેવું મુશ્કેલ છે, તથાપિ પાલિ ભાષાને જ્યારે સુમારે અઢી હજાર વર્ષ થયાં છે, ત્યારે પ્રાકૃત ભાષા તે અગાઉ ઘણાં સૈકાથી ચાલુ થએલી હોવી જોઈએ. ગ્રિઅર્સન કહે છે કે વેદની સંસ્કૃત ભાષા ઉપરથી પ્રાકૃત ભાષા થઈ છે. કોઈ પ્રાકૃત સુધારીને નવી સંસ્કૃત ઉપજાવવામાં આવી એમ પણ ધારે છે. એ પછી દ્વિતીય પ્રાકૃત ઉદ્ભવી અને છેવટના વખતમાં તૃતીય પ્રાકૃત થઈ. વ્યાકરણતીર્થ બહેચરદાસ તેમને સંસ્કૃતસમ પ્રાકૃત અને દેશ્ય (દેશી) પ્રાકૃત એવાં નામ આપે છે. એમાંથી પાછલી પ્રાકૃતો થઈ અને એ પ્રાકૃતોમાંથી ચાલુ આર્ય દેશી ભાષાઓ ઉત્પન્ન થઈ. દ્વિતીય પ્રાકૃતથી પાલિ ઉદ્ભવી અને તે બૌદ્ધોના ધર્મની પવિત્ર ભાષા બની. જૈન ધર્મીઓએ કઈ પ્રાકૃત પસંદ કરી તે વિષે મતભેદ ચાલે છે. બીમ્સ કહે છે કે તે ભાષા શૌરસેની હતી. ગ્રિઅર્સન માને છે કે તે વિદર્ભદેશની મહારાષ્ટ્રી (દક્ષિણની મરાઠીની માતા) હતી. કોઈ કહે છે કે તે અર્ધમાગધી હતી, પરંતુ પંડિત બહેચરદાસ આ સર્વ મતને ખોટા ઠરાવે છે અને કહે છે કે “જૈન પ્રાચીન પુસ્તકોમાં પ્રાકૃત1 ભાષા પ્રયોજાઈ છે. શ્રી. હેમચંદ્રનું જ વ્યાકરણ જૈન સૂત્રોની ભાષાને અર્ધમાગધી કહેવાની ના પાડે છે. જૈન ધર્મનાં પુસ્તકોમાં કોઈ કોઈ ઠેકાણે દેશ્ય પ્રાકૃતનો અને શૌરસેની ભાષાનો પણ એકાદ શબ્દ આવી ગયો છે. પણ એટલાથી એમ કેમ નક્કી થાય કે જૈનસૂત્રો અર્ધમાગધીમાં છે?”

આ ઠેકાણે જણાવવું જોઈએ કે જે ધર્મના ને અન્ય વિષયોના ગ્રંથો સંસ્કૃતમાં લખવાનો વહીવટ હતો, તે તોડીને લોકભાષાનો ઉપયોગ કરવાનું માન જૈન અને બૌદ્ધ આચાર્યોને ઘટે છે. તેમણે જેમ પ્રાકૃત ભાષામાં ગ્રંથો લખ્યા, તેમ તેઓ વ્યાખ્યાન વગેરે પણ પ્રાકૃત ભાષામાં આપતા હતા. બૌદ્ધ ધર્મની પાલિ ભાષા પછી ઉદ્ભવેલી પ્રાકૃતોમાં તેમના ગ્રંથો પ્રકટ ન થયા; પરંતુ જૈનોએ તો જેમ જેમ ભાષાઓ બદલાતી ગઈ તેમ તેમ નવી થયેલી ભાષાઓમાં ગ્રંથો લખ્યા છે, એ તેમનું કાર્ય ખરેખર પ્રશંસાને પાત્ર છે. અને એ જ પદ્ધતિથી તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યની ઉમદા સેવા બજાવી છે.

<br>
<br>
<center>'''મૂળ પ્રાકૃતની શાખાઓ'''</center>
આપણે ત્રણ પાયરીની પ્રાકૃત જોઈ. એ ઉપરથી જે પ્રાકૃતો પેદા થઈ, જેનાં વરરુચિ, હેમાચાર્ય વગેરે વિદ્વાનોએ વ્યાકરણ રચ્યાં છે, તેમાં પાંચ નામ આવે છે. ૧. શૌરસેની ૨. માગધી ૩. પૈશાચી (તેની એક શાખા ચૂલિકાપૈશાચી) ૪. અપભ્રંશ અને ૫. મહારાષ્ટ્રી. આગળ જતાં તેમાં વધારો થતો ગયો છે, તે એટલે સુધી કે રામતર્કવાગીશ ૨૨ પ્રકારની પ્રાકૃત ગણાવે છે. એમાંની હૃષિકેશ વ્યાકરણમાંથી પાંચાલી, ટક્ક અને આભીરી એ ત્રણનાં નામ મળી આવે છે. એટલે કદાચ પ્રાંત પ્રાંતની જુદી પ્રાકૃતો થઈ ગઈ હશે.
ભરતખંડનો મધ્ય દેશ તે ઉત્તરમાં હિમાલયથી માંડીને દક્ષિણમાં વિંધ્યાચળ સુધી અને પશ્ચિમમાં સરહિંદથી માંડીને પૂર્વમાં ગંગાજમનાના સંગમ સુધી પૂર્વે ગણાતો, તથા તે આર્યોની પવિત્ર ભૂમિ મનાતો, અને બાકીના દેશ મ્લેચ્છ – જંગલીમાં ખપતા. ભગવાન પાણિનિએ સંસ્કૃતનું વ્યાકરણ એ સ્થળે ઈ.સ.પૂ. ૩૦૦ વર્ષ ઉપર રચ્યું હતું. આગળ જતાં એ ભાષાએ ધીમે ધીમે પ્રાકૃતનું રૂપ ધારણ કર્યું. મધ્ય દેશની આજુબાજુએ – પશ્ચિમ, દક્ષિણ, ને પૂર્વમાં – જે મુલક તે વૈદિક સમયે પણ આર્ય જાતોથી વસેલો હતો. એ મુલકમાં હાલનું પંજાબ, સિંધ, ગુજરાત, રજપૂતસ્થાન (હાલ મધ્યદેશ) અયોધ્યા અને બિહાર આવે છે. આ બાહ્ય મુલકોમાં જુદી જુદી જાતો આવી હતી અને તે દરેકની બોલી જુદી હતી તથાપિ એ જાણવું અગત્યનું છે કે સાંપ્રત ભાષાઓનો મુકાબલો કરતાં આ બહારની ભાષાઓ મધ્ય દેશની ભાષા કરતાં એકબીજા સાથે વધારે સંબંધ ધરાવતી હતી. વિશેષ તપાસથી એમ માલમ પડે છે કે મધ્ય દેશમાં આવી વસેલા આર્યો સૌથી છેલ્લા હતા. આગળ જતાં મધ્ય દેશની વસ્તી વધતા લાગી અને તેણે હિંદના બાકીના ભાગો ઉપર અગત્યની સત્તા પ્રાપ્ત કરી. દિલ્લી અને કનોજ એ રાજધાનીનાં શહેર હતાં. અને મથુરાનું પવિત્ર નગર એ દેશમાં હતું. ત્યાંના લોકોએ પૂર્વ પંજાબ, રજપૂતસ્થાન, ગુજરાત અને અયોધ્યા જીતી લીધાં. તેમની ફોજ તથા જઈ વસનારાઓ પોતાની ભાષા ત્યાં લઈ ગયા, તેથી એ સર્વ પ્રદેશોમાં આપણે હાલની ભાષાઓનું મિશ્રણ જોઈએ છીએ. તે દરેકનો પાયો બાહ્ય દેશની ભાષાનો હોઈ તેનું શરીર મધ્ય દેશની ભાષાનું બંધાયું. એમ છતાં જેમ આપણે મધ્યબિંદુથી આગળ જતાં જઈએ, તેમ મધ્ય દેશની ભાષાની અસર નબળી પડતી અને બાહ્ય અથવા સ્થાનિક ભાષાની અસર બળવાન થતી જોઈએ છીએ. તે એટલે સુધી કે છેવટ મધ્ય દેશની ભાષાની છાયા પણ રહેલી નથી. દાખલા તરીકે પશ્ચિમ પંજાબની લહંડા ભાષા તે મધ્ય દેશની ભાષા સાથે કંઈ જ સંબંધ ધરાવતી નથી. જેમ આપણે દક્ષિણપશ્ચિમ ભણી જઈએ તેમ બાહ્ય દેશોની મૂળ ભાષા વધારે ને વધારે જોઈએ છીએ અને તે ગુજરાતમાં ખાસ માલમ પડે છે. છેવટ જ્યાં શક્ય હતું, ત્યાં બાહ્ય દેશના લોકો દક્ષિણમાં ને પૂર્વમાં પ્રસર્યા અને એ રીતે આપણે મરાઠીને મધ્યપ્રાંતોમાં, વરાડમાં અને મુંબાઈ તરફ જોઈએ છીએ. એ જ રીતે પૂર્વમાં ઉડિયા, બંગાળી ને આસામી ભાષાઓ મધ્ય દેશની અસર થયા વગરની છે.
મધ્ય દેશની પ્રાકૃત ભાષા તે મથુરાની આસપાસના શૂરસેન દેશના નામથી શૌરસેની કહેવાઈ, અને તે સમયની આર્ય સત્તાનું મધ્ય સ્થાન જે કનોજ તેની નજીકની તે હતી. પૂર્વમાં જેને હાલ બિહાર કહે છે તેમાં માગધી (મગધ દેશ ઉપરથી), અયોધ્યા અને ભાગલખંડમાં અર્ધમાગધી (માગધી અને શૌરસેનીના મિશ્રણ વાળી) અને વરાડ (વિદર્ભ) દેશમાં મહારાષ્ટ્રી ચાલતી. મહારાષ્ટ્રી અર્ધમાગધી સાથે નિકટનો સંબંધ ધરાવતી હતી, અને તે અર્ધમાગધી સાથે નિકટનો સંબંધ ધરાવતી હતી, અને તે અર્ધમાગધી સંબંધ કરનારી કડી હતી. વળી મધ્ય દેશના હુમલા થયા અગાઉ મહારાષ્ટ્રી તે સૌરાષ્ટ્રીને નામે ચાલતી ગુજરાતી ભાષા હતી – સંસ્કૃત નાટકોમાં જે પ્રાકૃત ભાષા વપરાઈ છે, તેની કવિતા બહુધા મહારાષ્ટ્રી પછીનું છેલ્લું પગથિયું અપભ્રંશ (ભ્રષ્ટ, વિકાર પામેલ) હતું, અને તેને પ્રાકૃતોમાં સાહિત્ય ઉદ્ભવ્યા પછી ખરી દેશી ને સુધરેલી – સાક્ષરી શાખાઓનો પાયો ગણી તેને વ્યાકરણકારોએ એ નામ આપ્યું હતું. છેવટે આ અપભ્રંશ ભાષામાં સાહિત્ય લખાવા લાગ્યું, અને જે પંડિતો પૂર્વે ધિક્કારતા હતા, તેમના જ વંશજ વૈયાકરણો તેનો અભ્યાસ કરવા લાગ્યા. પ્રાકૃત ઘસાઈને નિર્મળ થતી ગઈ, અને ઘણા જમાના વીત્યા પછી તેને અપભ્રંશને જગા આપવી પડી. સાંપ્રત દેશી ભાષાઓ એ અપભ્રંશોનાં સીધાં – ઔરસ બાળક છે. શૌરસેન અપભ્રંશ એ પશ્ચિમ હિંદીની ને પંજાબીની માતા છે, તેની સાથે નિકટનો સંબંધ રાખનાર ઉજ્જનની અવંતી (રાજસ્થાનીની માતા) હતી. ગુજરાતી અપભ્રંશ એ ગુજરાતીની માતા છે. પૂર્વ હિંદી એ અર્ધમાગધી અપભ્રંશથી પેદા થઈ છે. મરાઠી એ મહારાષ્ટ્રી અપભ્રંશની પુત્રી છે. મહાન માગધી એ બિહારીની, ઉરિયાની, બંગાળીની અને આસામીની માતા છે. જેનું નામ માલમ નથી એવી અપભ્રંશમાંથી લહંડા અને કાશ્મીરી, જેનો પાયો કોઈ પૈશાચી ભાષા છે, તે પેદા થઈ છે. સિંધી એ વ્રાચડ અપભ્રંશથી નીકળી છે.
પ્રાકૃત ભાષાઓમાંથી શૌરસેની, માગધી, અને પૈશાચી (ચૂલિકાપૈશાચી) એ નામ અમુક દેશની ભાષા સૂચવે છે. પિશાચ લોકો હિમાલયના પૂર્વ ભાગમાં વસતા હતા એમ કેટલાક ધારે છે, પણ વ્યાકરણતીર્થ બહેચરદાસ આધારપૂર્વક જણાવે છે કે પાંડ્ય, કેકય, બાલ્હિક, સિંહલ, નેપાલ, કુંતલ, સુદેષ્ણ, વોટ, ગાંધાર અને કનોજ એ બધા પિશાચ દેશો છે (એમાં કેટલાક અનાર્ય દેશોનાં નામ છે.). પિશાચ લોકોનું એક વખતે સિંધમાં પણ જોર હતું એમ માલમ પડે છે. ચૂલિકાપૈશાચી એ પહાડી પૈશાચી, જેને બીમ્સ ‘પહારી’ કહે છે તે હશે. અપભ્રંશ ભાષાનો સંબંધ પાંચે પ્રાકૃત ભાષા સાથે છે. પંડિત બેચરદાસ જણાવે છે કે પ્રાકૃત ભાષા મધુર અને કોમળ છે. કેમ કે હેમચંદ્રસૂરિએ પ્રાકૃત એટલે પ્રકૃતિ – સંસ્કૃત – થી આવેલ એવો અર્થ કરેલો છે. આપણી ગુજરાતી (સર્વ પ્રકારની ગુજરાતી) ભાષામાં દેશ્ય – દેશી પ્રાકૃતનું ઘણું મિશ્રણ થએલું છે. એ જ રીતે સંસ્કૃત કે સંસ્કૃતભવ પ્રાકૃતનો પણ આપણી ભાષા સાથે સંબંધ છે.
ગુજરાતી ભાષાને સગપણ અથવા સંબંધ જોઈએ તો તે અપભ્રંશની પુત્રી છે, જૂની પ્રાકૃતની પ્રપૌત્રી છે. શૌરસેની વગેરે નવી પ્રાકૃતો તેની માશીઓ થાય છે, અને ચાલુ દેશી ભાષાઓ હિંદી, બંગાળી, પંજાબી, સિંધી, મરાઠી, કાશ્મીરી, ડોઘ્રા, નેપાળી, ઉડિયા અને આસામી એ તેની મશિઆઈ બહેનો થાય છે; મતલબ કે તે હિંદની સર્વ આર્ય ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે.
ગુજરાતી ભાષા ક્યારથી શરૂ થઈ તે નિશ્ચિતપણે કહેવાતું નથી. તે સુમારે નવસો વર્ષથી ચાલે છે, એમ ગ્રિઅર્સન કહે છે. બીમ્સનું મત એવું છે કે કદાચ હિંદની આર્ય ભાષાઓમાં ગુજરાતીનું અસ્તિત્વ સૌથી જૂનું ને પહેલું છે. સ્વ. હરિલાલ ધ્રુવ કહે છે કે ગુજરાતી ભાષાની હયાતી સિદ્ધરાજના વખતમાં તો શું પણ વનરાજના વખતમાં પણ હતી. પંડિત બહેચરદાસ જણાવે છે કે ગુજરાતી શબ્દ ગૂરૈચિ ધાતુ ઉપરથી થયો છે, અને તેના આધારમાં હેમચંદ્રનું સૂત્ર ટાંકી બતાવે છે, તે ઉપરથી શ્રી. હેમચંદ્રના સમયમાં ગુર્જર શબ્દ જાણીતો હતો એમ ઠરે છે. ગુજરાત શબ્દ ગુર્જરત્રા ઉપરથી થયો છે, અને તેનો અર્થ ગુર્જરોને પાળનાર અથવા ગુર્જરોને આશ્રિત એવો થઈ તે દેશને લાગુ પડે છે.
ગુજરાત – ગૂજરાત એવું આ દેશનું નામ પ્રાચીન કાળમાં નહોતું. તેના પશ્ચિમ ભાગનું નામ સૌરાષ્ટ્ર, રાજધાની દ્વારકા અને ભાષા સૌરાષ્ટ્રી હતી; દક્ષિણ ભાગનું નામ લાટદેશ, રાજધાની કોટિવર્ષપુર, અને ભાષા લાટી હતી; અને ઉત્તર ભાગનું નામ આનર્ત દેશ (કોઈ વાર સૌરાષ્ટ્રને અને કોઈ વાર તેના ઉત્તર ભાગને પણ આનર્તદેશ કહ્યો છે) હતું. પૂર્વ ભાગ લાટ અને આર્નત વચ્ચે વહેંચાયલો હશે. જગદીશ ચેટરજી જણાવે છે કે કેટલીક જાતો જેવી કે ગુજર, આભીરનું મૂળસ્થાન કોકેસસના ઉત્તરપશ્ચિમ ભાગમાં અને એશિઆઈ તુર્કસ્તાનમાં હતું, એટલે ગુજરો (ગુર્જરો) પણ બીજી આર્ય વગેરે પ્રજાઓની સાથે ઘણા પ્રાચીન સમયે આવી વસેલા સમજાય છે. આ વાતને ડૉ. ભાઉ દાજીના કથનથી ટેકો મળે છે. તે ધારે છે કે આ લોકો (ગુજર અથવા ચૌર જે ઉપરથી ‘ચાવડા’ શબ્દ થયો ગણાય છે.) ઘણું કરીને રૂશિઅન રાજના સીમાડા ઉપરના જ્યોર્જિઆ પ્રાંત (જેને કોઈ કોઈ વાર ગુર્જરસ્તાન પણ કહે છે ત્યાં)થી2 આવેલા છે. તેઓ પ્રથમ પંજાબમાં આવી વસ્યા, અને ત્યાંથી ધીમે ધીમે આગળ વધીને ગુજરાતમાં આવ્યા. વળી ડૉ. ભાઉ કહે છે કે વલભીરાજનો નાશ કરનાર અને આ દેશને ગુજરાત એવું નામ આપનાર ગુર્જરો હતા. ગુર્જરો આ દેશમાં ખરેખરા ક્યારે આવ્યા તે નક્કી પણે કહી શકાતું નથી. રા. પાહલનજી દેસાઈ લખે છે કે ગૂજર લોકો ઈ.સ.ની પાંચમી સદીને સુમારે હિંદુસ્તાનમાં વાયવ્ય ખૂણા તરફથી દાખલ થયેલા જણાય છે. પંડિત ભગવાનલાલ ઇંદ્રજીએ ગુર્જરોનું ગુજરાતમાં આવાગમન ઈ.સ. ૪૦૦થી ૬૦૦ના સમયમાં થએલું જણાવ્યું છે. ગ્રિઅર્સન ને ભાંડારકરના મત પ્રમાણે ગુર્જર એ પશ્ચિમ હિંદુસ્તાનના પ્રાચીન સપાદલક્ષમાંથી આવીને ઉત્તરપૂર્વ રજપૂતાનામાં ને ત્યાંથી ધીમે ધીમે પશ્ચિમ તરફ ગુજરાતમાં આવી વસ્યા, અને ત્યાંના આખા મુલકમાં પોતાની ભાષા લાગુ કરી (સાલ આપી નથી.). ડૉ. ભાઉ દાજી કહે છે કે સાતમી સદી પહેલાં જૂના ગ્રંથોમાં આ દેશનું ગુજરાત નામ હોય એવું ક્યાંય જણાતું નથી. તેઓ સાતમી સદીમાં આવી વસ્યા, તે ઉપરથી ગુર્જરત્રા એવું દેશનું નામ પડ્યું. લેઉઆ પાટીદારના વહીવંચા કહે છે કે લેઉઆ લોહગઢ (લાહોર)થી સંવત ૭૦૨ની સાલમાં ગુજરાતમાં આવી વસ્યા.
ઉપર જણાવ્યું છે કે મહારાષ્ટ્રી પૂર્વે ભાષા તરીકે વપરાતી હતી કે કેમ, અને તે અપભ્રંશ પહેલાં કે પછી ચાલતી હતી તે જાણવાને આધાર નથી; પરંતુ એ ભાષાની છાયા હજી સૌરાષ્ટ્રમાં રહી ગઈ છે. કાઠીઓ વગેરેમાં તેનો કેટલોક વાપર છે. જુઓ કાઠીનું બોલવુંઃ
અશે (અહીં; એથે) આવ, તાળી (તારી) માશીનાં ખોરડાં નથી. ધિંગાણું કરતોસ, યાનો કેટલો આંકડો તે મેળુદ્યા, અમે વઢું મરાં. માંગર (ગાંડી) ના કશે (કહીં-કેથે) તોહે જાવાં દ્યાં નહિ. તાળી માહે દ્યાં ગામ ખોદું તે કાઢી નાખાં.
નરસિંહ મહેતાએ, ભાલણે, ‘કુસુમશ્રી રાસ’ના કર્તા વગેરેએ છઠ્ઠીનો પ્રત્યય ‘ચો’ વાપર્યો છે, તે ક્યાંથી આવ્યો તે હવે સમજાશે. પૈશાચીમાં ‘લ’ ને બદલે ‘ળ’ વપરાતો તે ગુજરાતી ને મરાઠીમાં ચાલે છે. મને લાગે છે કે તે પૈશાચી નજીકની મહારાષ્ટ્રીમાં થઈને મરાઠી ને ગુજરાતીમાં આવ્યો હશે. એ ‘ળ’ અકબરના વખતમાં લખાયેલો મારા જોવામાં આવ્યો છે, મતલબ કે તેનો વાપર આધુનિક નથી.
બીજી એક વાત ડૉ. ભાઉ દાજી કહે છે, તે એ કે ઓરિસાની ઉડિયા ભાષા તે દક્ષિણી કરતાં ગુજરાતીને ઘણી મળતી છે. ક્યાં હિંદના પૂર્વ કાંઠા તરફની મહારાષ્ટ્રી ને ઉડિયા, અને ક્યાં પશ્ચિમ કાંઠાના ગુજરાતની સૌરાષ્ટ્રી ને ગુજરાતી? વચ્ચેના અનેક દેશ છોડીને એ ભાષાઓ શી રીતે મળતી થઈ, તેનું કારણ તપાસવા જેવું છે.
<br>
<br>
<center>'''ગુજરાતીની શાખાઓ'''</center>
બીમ્સ ગુજરાતીની ત્રણ શાખાઓ (‘ડાયાલેક્ટ્સ’) ગણાવે છે. ૧. સુરતભરૂચ તરફની, ૨. અમદાવાદની અને ૩. કાઠિયાવાડની. એ ત્રણેમાં એવો તફાવત નથી કે તેમને જુદી શાખાઓ ગણી શકાય. ગ્રિઅર્સન જણાવે છે કે ભીલ અને ખાનદેશના લોકો જ મિશ્ર ભાષા બોલે છે, તે ગુજરાતીની શાખા છે. અહીંઆં ભીલ એટલે ગુજરાત ને ખાનદેશ વચ્ચેના પહાડી મુલકમાં વસનારી કાળીપરજ (જેની અનેક જાતો છે)ના લોકો સમજવાના છે. નાંદોદના રાજમાં આવેલો એક પ્રદેશ જેને મરૂઠ કહે છે, ત્યાંના ભીલ લોકોની ભાષાનું વ્યાકરણ રા. છગનલાલ રાવળે પ્રસિદ્ધ કરેલું છે. સોનગઢ તરફની ને બારિયા તરફની એ પ્રજાના ખાસ શબ્દોનો સંગ્રહ થયેલો છે, તે ઉપરથી તથા ગાયકવાડી રાજમાં વસતા ઘાણકા વગેરેના જાતિ અનુભવ ઉપરથી હું કહી શકું છું કે એ લોકોની ભાષા જો કે સર્વત્ર એકસરખી નથી (તેની ૩૦ બોલીઓ પાહલજી દેશાઈ જણાવે છે), તથાપિ તે ગુજરાતીની શાખા ગણી શકાય. એમાં ગુજરાતી સાથે મરાઠીનું મિશ્રણ છે.
ખાનદેશના ઉત્તર તરફના ભાગમાં સેંકડો વર્ષથી જઈ વસેલા મુખ્યત્વે કણબીઓની સંખ્યા ઘણી મોટી છે. પણ તેમનો મરાઠા ને કાળીપરજ સાથે સંબંધ થવાથી તેમની ભાષા મિશ્ર થઈ ગઈ છે, તથાપિ તે ગુજરાતીની શાખા ગણી શકાય.
અસલ સૌરાષ્ટ્રી ભાષા કાઠિયાવાડમાં રહી ગયાનું ઉપર જણાવ્યું છે. તે ઉપરાંત ત્યાં ચાલતી ચરણી ભાષા પણ આપણું ધ્યાન ખેંચે છે. કાઠિયાવાડ દેશની જૂની વાર્તાઓ તેઓ પોતાની ભાષામાં એક તારો વગાડીને કહે છે. અને વચ્ચે વચ્ચે કવિતાઓ ગાય છે તે સાંભળવાની ઘણી મઝા પડે છે. કાઠીયાવાડી રત્નોનો કેટલોક સંગ્રહ પુસ્તકના આકારમાં છપાયો છે, તે જૂની કાઠિયાવાડી ભાષા બતાવે છે. ચારણી કવિતા નમૂના હું નીચે આપું છું
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits