8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હું માંદો માણસ છું... હું ખારીલો માણસ છું. હું કોઈને આકર્ષી શકું એવો નથી. મારું કાળજું બગડ્યું હશે એવો મને અંદેશ છે. છતાં, મારા રોગ વિશે હું કશું જ જાણતો નથી, મને શું પીડી રહ્યું છે તે વિષે હું કશું જ નિશ્ચિતપણે કહી શકું નહીં. હું એ માટે દાક્તરની સલાહ લેતો નથી, ને આજ સુધીમાં કદી લીધી પણ નથી, જો કે મને દાક્તરો ને ચિકિત્સાશાસ્ત્રી માટે માન છે. વળી, હું ભારે વહેમીલો છું; એટલો બધો કે દાક્તરોમાં વિશ્વાસ રાખી શકું છું (હું એટલું શિક્ષણ પામ્યો છું કે મારામાં વહેમ ન રહે, ને છતાં હું વહેમીલો છું). હું ખાર રાખવા ખાતર જ દાક્તરની સલાહ લેતો નથી. તમને કદાચ આ વાત બરાબર સમજાશે નહીં. પણ મને તો બરાબર સમજાય છે. ખાર રાખીને હું કોને હાનિ કરી રહ્યો છું તેની મને, અલબત્ત, ખબર નથી. દાક્તરોની સલાહ નહીં લેવાથી હું રોગમાંથી છટકી જઈ શકવાનો નથી તે હું સારી પેઠે જાણું છું. આવું બધું કરવાથી હું કેવળ મને જ ચ્જા પહોંચાડી રહ્યો છું તેની મને બીજા કોઈ કરતાં વધારે ખબર છે. આમ છતાં જો હું દાક્તરની સલાહ લઉં તો તે મારી ઉપર ખાર લેવા ખાતર જ. મારું કાળજું ખરાબ છે, હવે તો ખૂબ જ ખરાબ થઈ ગયું છે. | હું માંદો માણસ છું... હું ખારીલો માણસ છું. હું કોઈને આકર્ષી શકું એવો નથી. મારું કાળજું બગડ્યું હશે એવો મને અંદેશ છે. છતાં, મારા રોગ વિશે હું કશું જ જાણતો નથી, મને શું પીડી રહ્યું છે તે વિષે હું કશું જ નિશ્ચિતપણે કહી શકું નહીં. હું એ માટે દાક્તરની સલાહ લેતો નથી, ને આજ સુધીમાં કદી લીધી પણ નથી, જો કે મને દાક્તરો ને ચિકિત્સાશાસ્ત્રી માટે માન છે. વળી, હું ભારે વહેમીલો છું; એટલો બધો કે દાક્તરોમાં વિશ્વાસ રાખી શકું છું (હું એટલું શિક્ષણ પામ્યો છું કે મારામાં વહેમ ન રહે, ને છતાં હું વહેમીલો છું). હું ખાર રાખવા ખાતર જ દાક્તરની સલાહ લેતો નથી. તમને કદાચ આ વાત બરાબર સમજાશે નહીં. પણ મને તો બરાબર સમજાય છે. ખાર રાખીને હું કોને હાનિ કરી રહ્યો છું તેની મને, અલબત્ત, ખબર નથી. દાક્તરોની સલાહ નહીં લેવાથી હું રોગમાંથી છટકી જઈ શકવાનો નથી તે હું સારી પેઠે જાણું છું. આવું બધું કરવાથી હું કેવળ મને જ ચ્જા પહોંચાડી રહ્યો છું તેની મને બીજા કોઈ કરતાં વધારે ખબર છે. આમ છતાં જો હું દાક્તરની સલાહ લઉં તો તે મારી ઉપર ખાર લેવા ખાતર જ. મારું કાળજું ખરાબ છે, હવે તો ખૂબ જ ખરાબ થઈ ગયું છે. | ||
આવું તો ખૂબ લાંબા વખતથી ચાલ્યા કરે છે, છેલ્લાં વીસ વર્ષથી. મને ચાળીસ થયાં છે. હું પહેલાં સરકારી નોકરીમાં હતો, પણ હવે નથી. અમલદાર તરીકે પણ હું ખારીલો હતો. હું તોછડો હતો અને તોછડા બનવામાં મને મજા પડતી. હું લાંચ લેતો નહોતો, આથી એનું વળતર હું તોછડા બનવાથી મેળવી લેતો. (આ રમૂજ સાવ નાખી દેવા જેવી છે, પણ તેથી કાંઈ હું છેકી કાઢીશ નહીં, એ ભારે મર્માળી લાગશે એમ માનીને મેં લખી; પણ મારે જરા બડાશ મારવી હતી | આવું તો ખૂબ લાંબા વખતથી ચાલ્યા કરે છે, છેલ્લાં વીસ વર્ષથી. મને ચાળીસ થયાં છે. હું પહેલાં સરકારી નોકરીમાં હતો, પણ હવે નથી. અમલદાર તરીકે પણ હું ખારીલો હતો. હું તોછડો હતો અને તોછડા બનવામાં મને મજા પડતી. હું લાંચ લેતો નહોતો, આથી એનું વળતર હું તોછડા બનવાથી મેળવી લેતો. (આ રમૂજ સાવ નાખી દેવા જેવી છે, પણ તેથી કાંઈ હું છેકી કાઢીશ નહીં, એ ભારે મર્માળી લાગશે એમ માનીને મેં લખી; પણ મારે જરા બડાશ મારવી હતી ને તેય ઘૃણાસ્પદ રીતે, આથી હું હવે એને છેકી કાઢવાનો નથી.) | ||
અરજદારો મારી પાસેથી માહિતી મેળવવા આવતા ત્યારે હું એમની સામે દાંતિયાં કરતો. ને કોઈને દુઃખી કરવામાં ઘણુંખરું સફળ નીવડતો. એમાંના મોટે ભાગે તો ભીહૃબ્ હતા, અલબત્ત એઓ અરજદાર જ હતા. પણ મારા ઉપરીઓમાંના એક અમલદાર પ્રત્યે તો મને ખાસ કરીને અણગમો હતો. નમ્રતાનો તો એનામાં છાંટો સરખો નહોતો, ને એ હંમેશાં ઘૃણાજનક રીતે એની તલવાર ખખડાવ્યા કરતો હતો. એ તલવારની બાબતમાં મારી અને એની વચ્ચે અઢાર મહિના સુધી ઝગડો ચાલતો રહ્યો. આખરે મેં એને પરાસ્ત કર્યો. એણે તલવાર ખખડાવવાનું છોડી દીધું. અલબત્ત, આ તો મારી જુવાનીના દિવસોમાં બન્યું. | અરજદારો મારી પાસેથી માહિતી મેળવવા આવતા ત્યારે હું એમની સામે દાંતિયાં કરતો. ને કોઈને દુઃખી કરવામાં ઘણુંખરું સફળ નીવડતો. એમાંના મોટે ભાગે તો ભીહૃબ્ હતા, અલબત્ત એઓ અરજદાર જ હતા. પણ મારા ઉપરીઓમાંના એક અમલદાર પ્રત્યે તો મને ખાસ કરીને અણગમો હતો. નમ્રતાનો તો એનામાં છાંટો સરખો નહોતો, ને એ હંમેશાં ઘૃણાજનક રીતે એની તલવાર ખખડાવ્યા કરતો હતો. એ તલવારની બાબતમાં મારી અને એની વચ્ચે અઢાર મહિના સુધી ઝગડો ચાલતો રહ્યો. આખરે મેં એને પરાસ્ત કર્યો. એણે તલવાર ખખડાવવાનું છોડી દીધું. અલબત્ત, આ તો મારી જુવાનીના દિવસોમાં બન્યું. | ||
પણ સજ્જનો, મારા ખારનું મુખ્ય કારણ તમે જાણો છો ખરા? મને જે ખાસ ડંખતી હતી તે વાત તો એ કે હું બહુ ચીઢિયો બની ગયો હોઉં ત્યારેય મને અંદરથી તો પૂરેપૂરું ભાન રહેતું કે હું ખરેખર ખારીલો માણસ નથી, એટલું જ નહીં પણ મારામાં સહેજેય કડવાશ નથી. આની મને બહુ નામોશી લાગતી; હું તો માત્ર થોડાં ચકલાંને ગભરાવીને ઉરાડી મૂકી મનોરંજન કરતો હતો. આમ તો મારે મોઢે ક્રોધથી ફીણ વળી જતાં, પણ મારા હાથમાં ઢીંગલી મૂકો કે એકાદ કપ ચા મને આપો એટલે બધું ખતમ! કેટલીક વાર અરજદારોની અવદશા જોઈને મને ખરેેખર લાગી આવતું, જો કે પાછળથી આ બદલ હું મારી જાત પર જ ધૂંધવાઈને દાંતિયાદ્વ કરતો, ને એની નામોશીથી મહિનાઓ સુધી રાતે ઊંઘી શકતો નહીં. | પણ સજ્જનો, મારા ખારનું મુખ્ય કારણ તમે જાણો છો ખરા? મને જે ખાસ ડંખતી હતી તે વાત તો એ કે હું બહુ ચીઢિયો બની ગયો હોઉં ત્યારેય મને અંદરથી તો પૂરેપૂરું ભાન રહેતું કે હું ખરેખર ખારીલો માણસ નથી, એટલું જ નહીં પણ મારામાં સહેજેય કડવાશ નથી. આની મને બહુ નામોશી લાગતી; હું તો માત્ર થોડાં ચકલાંને ગભરાવીને ઉરાડી મૂકી મનોરંજન કરતો હતો. આમ તો મારે મોઢે ક્રોધથી ફીણ વળી જતાં, પણ મારા હાથમાં ઢીંગલી મૂકો કે એકાદ કપ ચા મને આપો એટલે બધું ખતમ! કેટલીક વાર અરજદારોની અવદશા જોઈને મને ખરેેખર લાગી આવતું, જો કે પાછળથી આ બદલ હું મારી જાત પર જ ધૂંધવાઈને દાંતિયાદ્વ કરતો, ને એની નામોશીથી મહિનાઓ સુધી રાતે ઊંઘી શકતો નહીં. | ||
હું ખારીલો અમલદાર હતો એમ મેં કહ્યું તે સાચું નથી. હું જાણી કરીને દ્વેષનો માર્યો જ જૂઠું બોલતો હતો. હું તો આ અરજદારો ને પેલા અમલદારને માત્ર મારા મનોવિનોદનું સાધન બનાવતો હતો, ને વાસ્તવમાં હું ખારીલો બની શકું એમ છે જ નહિ. એની વિરુદ્ધનાં એવાં મારામાં વસતાં તદૃવોથી હું પ્રત્યેક પળે સભાન રહેતો હતો. આ વિરોધી તદૃવો મારામાં ઊભરાતાં હોય એવો મને અનુભવ થતો. આખી જિન્દગી એ તત્ત્વો મારામાં ઊભરાતાં જ રહ્યાં છે; મારી દ્વારા બહાર પ્રકટ થવાનો કશોક માર્ગ શોધતાં જ રહ્યાં છે તે હું સારી પેઠે જાણું છું; પણ મેં હેતુપૂર્વક એને બહાર પ્રકટ થવા દીધાં નથી. હું શરમાઈ જાઉં એટલી હદે એ તદૃવોએ મારા પર જુલમ ગુજાર્યો છે. એથી મને આંચકીઓ આવતી, હું માંદો થઈ જતો. આખરે એણે મને માંદો માણસ બનાવી દીધો. સજ્જનો, તમને એમ નથી લાગતું કે હું કશુંક કર્યા બદલ પસ્તાવો કરી રહ્યો છું, કે હુંં તમારી પાસે કશાકની માફી માગી રહ્યો છું? મને તો ખાતરી જ છે કે તમે એવું કલ્પતા હશો....!!...છતાં, એટલું નક્કી માનજો કે તમે એવું કશું કલ્પતા હો તોય મને એની કશી પડી નથી. | હું ખારીલો અમલદાર હતો એમ મેં કહ્યું તે સાચું નથી. હું જાણી કરીને દ્વેષનો માર્યો જ જૂઠું બોલતો હતો. હું તો આ અરજદારો ને પેલા અમલદારને માત્ર મારા મનોવિનોદનું સાધન બનાવતો હતો, ને વાસ્તવમાં હું ખારીલો બની શકું એમ છે જ નહિ. એની વિરુદ્ધનાં એવાં મારામાં વસતાં તદૃવોથી હું પ્રત્યેક પળે સભાન રહેતો હતો. આ વિરોધી તદૃવો મારામાં ઊભરાતાં હોય એવો મને અનુભવ થતો. આખી જિન્દગી એ તત્ત્વો મારામાં ઊભરાતાં જ રહ્યાં છે; મારી દ્વારા બહાર પ્રકટ થવાનો કશોક માર્ગ શોધતાં જ રહ્યાં છે તે હું સારી પેઠે જાણું છું; પણ મેં હેતુપૂર્વક એને બહાર પ્રકટ થવા દીધાં નથી. હું શરમાઈ જાઉં એટલી હદે એ તદૃવોએ મારા પર જુલમ ગુજાર્યો છે. એથી મને આંચકીઓ આવતી, હું માંદો થઈ જતો. આખરે એણે મને માંદો માણસ બનાવી દીધો. સજ્જનો, તમને એમ નથી લાગતું કે હું કશુંક કર્યા બદલ પસ્તાવો કરી રહ્યો છું, કે હુંં તમારી પાસે કશાકની માફી માગી રહ્યો છું? મને તો ખાતરી જ છે કે તમે એવું કલ્પતા હશો....!!...છતાં, એટલું નક્કી માનજો કે તમે એવું કશું કલ્પતા હો તોય મને એની કશી પડી નથી. | ||
હું ખારીલો બની શકતો નહોતો, પણ બીજું કશુંય શી રીતે બનવું તેની જ મને કશી ગતાગમ નહોતી. ખારીલા થવાનું કે માયાળુ થવાનું, ધૂર્ત થવાનું કે પ્રામાણિક થવાનું; પરાક્રમશાળી વીર કે જન્તુ થવાનું – કશું જ મને આવડતું નહોતું. હું મારી કોટડીમાં મારી જિન્દગી પૂરી કરું છું. બુદ્ધિશાળી માણસ ગંભીરપણે કશું બની શકે જ નહીં; મૂરખ જ આ દુનિયામાં કશુંક બની શકે છે – આવા દ્વેષભર્યા ને નિરર્થક આશ્વાસનથી હું મારી જાતને મહેણું માર્યા કરું છું. હા, ઓગણીસમી સદીના માનવીએ તો ખાસ કરીને, નૈતિક ફરજ લેખે પણ કશા લક્ષણરહિત બનવું જ જોઈએ. લક્ષણ-સહિતનો માનવી કંઈકનુંં કંઈક કાર્ય કરતો રહે છે ને આથી એ મર્યાદિત, અનિવાર્યતયા, બને જ છે. આ મારી, ચાળીસ વરસને અન્તે, થયેલી પ્રતીતિ છે. હમણાં હમણાં મને ચાળીસ થયાં છે; ને ચાળીસ વર્ષ એટલે તો આખી જિન્દગી; એ તો નરી વૃદ્ધાવસ્થા જ ગણાય. ચાળીસ વરસથી વધારે જીવવું એટલે શિષ્ટાચારનો ભંગ કરવો, ગ્રામ્ય બનવું, અનીતિમાન બનવું. ચાળીસથી વધારે કોણ જીવે છે? આનો સાચો જવાબ આપો, પ્રામાણિકતાથી ને નિષ્ઠાથી. ચાળીસથી વધારે કોણ જીવે છે ને તે હું કહું : મૂરખાઓ ને નક્કામા લોકો. હું તો આ વાત બધા માનપાત્ર વૃદ્ધોને, રૂપેરી વાળવાળા બધા પૂજ્ય મુરબ્બીઓને સીધી જ સંભળાવી દઉં છુ. મને એ કહેવાનો હક્ક છે, કારણ કે હું પોતેય સાઠને વટાવી જવાનો છું. સાઠ નહીં સિત્તેર, એંસી!... થંભો, મને સહેજ શ્વાસ ખાઈ લેવા દો. | હું ખારીલો બની શકતો નહોતો, પણ બીજું કશુંય શી રીતે બનવું તેની જ મને કશી ગતાગમ નહોતી. ખારીલા થવાનું કે માયાળુ થવાનું, ધૂર્ત થવાનું કે પ્રામાણિક થવાનું; પરાક્રમશાળી વીર કે જન્તુ થવાનું – કશું જ મને આવડતું નહોતું. હું મારી કોટડીમાં મારી જિન્દગી પૂરી કરું છું. બુદ્ધિશાળી માણસ ગંભીરપણે કશું બની શકે જ નહીં; મૂરખ જ આ દુનિયામાં કશુંક બની શકે છે – આવા દ્વેષભર્યા ને નિરર્થક આશ્વાસનથી હું મારી જાતને મહેણું માર્યા કરું છું. હા, ઓગણીસમી સદીના માનવીએ તો ખાસ કરીને, નૈતિક ફરજ લેખે પણ કશા લક્ષણરહિત બનવું જ જોઈએ. લક્ષણ-સહિતનો માનવી કંઈકનુંં કંઈક કાર્ય કરતો રહે છે ને આથી એ મર્યાદિત, અનિવાર્યતયા, બને જ છે. આ મારી, ચાળીસ વરસને અન્તે, થયેલી પ્રતીતિ છે. હમણાં હમણાં મને ચાળીસ થયાં છે; ને ચાળીસ વર્ષ એટલે તો આખી જિન્દગી; એ તો નરી વૃદ્ધાવસ્થા જ ગણાય. ચાળીસ વરસથી વધારે જીવવું એટલે શિષ્ટાચારનો ભંગ કરવો, ગ્રામ્ય બનવું, અનીતિમાન બનવું. ચાળીસથી વધારે કોણ જીવે છે? આનો સાચો જવાબ આપો, પ્રામાણિકતાથી ને નિષ્ઠાથી. ચાળીસથી વધારે કોણ જીવે છે ને તે હું કહું : મૂરખાઓ ને નક્કામા લોકો. હું તો આ વાત બધા માનપાત્ર વૃદ્ધોને, રૂપેરી વાળવાળા બધા પૂજ્ય મુરબ્બીઓને સીધી જ સંભળાવી દઉં છુ. મને એ કહેવાનો હક્ક છે, કારણ કે હું પોતેય સાઠને વટાવી જવાનો છું. સાઠ નહીં સિત્તેર, એંસી!... થંભો, મને સહેજ શ્વાસ ખાઈ લેવા દો. | ||
સજ્જનો, તમે કલ્પી જ લીધું હશે કે હું | સજ્જનો, તમે કલ્પી જ લીધું હશે કે હું તમારું દિલ બહેલાવવા ઇચ્છું છું. તમારી એ બાબતમાં પણ ભૂલ થાય છે. તમે કલ્પો છો એવો હું ખુશમિજાજી આદમી નથી; આમ છતાં, મારા આ બબડાટથી ધૂંધવાઈને (ને મને લાગે છે કે તમે ધૂંધવાયા તો છો જ) પણ જો તમે મને પૂછો કે હું કોણ છું તો હું જવાબ આપીશ કે હું અસ્ક્યામતોની કિંમતની આંકણી કરનાર અમલદાર છું. કંઈક પેટ પૂરવાનું મળે એટલા પૂરતી નોકરી કરું છું (ને માત્ર એટલા પૂરતી જ). ગયે વર્ષે દૂરનું કોઈક સગું મને છ હજાર રૂબલનો વારસો આપી ગયું, એટલે મેં તો નોકરીનું રાજીનામું આપી દીધું ને હવે મારી ઘોલકીમાં ભરાઈને જિંદગી ગુજારું છું. આ પહેલાં હું અહીં જ રહેતો હતો, પણ હવે તો હું જાથુકનો રહેવાસી થઈ ગયો છું. મારી ઓરડી શહેરને નાકે આવેલી છે, એ એવી તો ભયંકર ને દળઙહૃી છે કે ન પૂછો વાત! એક બુઢ્ઢી ગામડિયણ મારે ત્યાં કપડાં-વાસણ કરે છે. બાઘાઈને કારણે એ કંકાસિયણ બની ગઈ છે; ને વળી એના શરીરમાંથી હંમેશાં કશીક બદબૂ આવ્યા કરતી હોય છે. | ||
પિટ્સબર્ગની હવા મને સદે એવી નથી એવુંં બધા કહે છે, ને પિટ્સબર્ગમાં રહેવું એ મારા જેવા સાધારણ સ્થિતિના માણસ માટે કપરું પણ છે. અનુભવી સલાહકારો ને મુરબ્બીઓનાં કરતાં હું આ વાત બહુ સારી રીતે જાણું છું... પણ હું પિટ્સબર્ગમાં જ રહેવાનો છું, પિટ્સ છોડીને જવાનો નથી, કારણ કે... કારણ કે પિટ્સબર્ગમાં હું રહું કે નહિ રહું તેથી કાંઈ દુનિયા ઊંધીચત્તી થઈ જવાની નથી. પણ તો પછી ભદ્ર માણસ આનન્દપૂર્વક શેને વિશે બોલે, કહો વારુ? | પિટ્સબર્ગની હવા મને સદે એવી નથી એવુંં બધા કહે છે, ને પિટ્સબર્ગમાં રહેવું એ મારા જેવા સાધારણ સ્થિતિના માણસ માટે કપરું પણ છે. અનુભવી સલાહકારો ને મુરબ્બીઓનાં કરતાં હું આ વાત બહુ સારી રીતે જાણું છું... પણ હું પિટ્સબર્ગમાં જ રહેવાનો છું, પિટ્સ છોડીને જવાનો નથી, કારણ કે... કારણ કે પિટ્સબર્ગમાં હું રહું કે નહિ રહું તેથી કાંઈ દુનિયા ઊંધીચત્તી થઈ જવાની નથી. પણ તો પછી ભદ્ર માણસ આનન્દપૂર્વક શેને વિશે બોલે, કહો વારુ? | ||
ઉત્તર : પોતાને જ વિશે | ઉત્તર : પોતાને જ વિશે | ||
Line 19: | Line 19: | ||
<center>૩</center> | <center>૩</center> | ||
જે લોકો વેર વાળી જાણે છે ને સામાન્યત: પોતાનું પોતે સંભાળી લઈ શકે એવા હોય છે તેઓ શી રીતે કરી શકતા હશે? કેમ વળી? ધારો ને કે વેર વાળવાની વૃત્તિએ એમનો કબજો લીધો છે; તો એટલા સમય પૂરતી એ વૃત્તિ જ એમનાં અણુએ અણુમાં વ્યાપી જાય છે, એ સિવાય બીજું કશું હોતું જ નથી. એવો આદમી શીંગડાં ઉલાળીને ધસી જતા વિફરેલા આખલાની જેમ એના લક્ષ્ય તરફ ધસી જાય છે ને દીવાલ સિવાય બીજંુ કશું એને રોકી શકતું નથી. (વાત નીકળી છે ત્યારે આટલું ઉમેરું : આવા ‘તરત બુદ્ધિ તરકડો’ જેવા, ‘આ પાર કે પેલે પાર’માં માનનારા લોકોની દીવાલ જોઈને ખરેખર બોલતી બંધ થઈ જાય છે. એમને મન દીવાલ કોઈ છટકબારી નથી; આપણે તો વિચારે ચઢી જઈએ ને પરિણામે કશું કરી શકતા નથી; પણ એઓ દીવાલને પાછા વળી જવાના બહાના તરીકે જોતા નથી; આપણે તો હંમેશાં એવું બહાનું શોધવા રાજી જ હોઈએ છીએ, જો કે ઘણુંખરું આપણે પોતે જ એ બહાનું સાચું માનતા હોતા નથી. પણ સીધા ધસી જનારા લોકો તો દીવાલ જોઈને ખરેખર મૂઝાઈ જાય છે. દીવાલમાં એમને કશુંક શાન્ત પાડનારું, નૈતિક દૃષ્ટિએ શાતા આપનારું, કશુંક અન્તિમ – કશુંક રહસ્યપૂર્ણ પણ કદાચ – દેખાય છે... પણ એ વિશે આગળ ઉપર વધુ કહેવાનો પ્રસંગ આવશે.) | જે લોકો વેર વાળી જાણે છે ને સામાન્યત: પોતાનું પોતે સંભાળી લઈ શકે એવા હોય છે તેઓ શી રીતે કરી શકતા હશે? કેમ વળી? ધારો ને કે વેર વાળવાની વૃત્તિએ એમનો કબજો લીધો છે; તો એટલા સમય પૂરતી એ વૃત્તિ જ એમનાં અણુએ અણુમાં વ્યાપી જાય છે, એ સિવાય બીજું કશું હોતું જ નથી. એવો આદમી શીંગડાં ઉલાળીને ધસી જતા વિફરેલા આખલાની જેમ એના લક્ષ્ય તરફ ધસી જાય છે ને દીવાલ સિવાય બીજંુ કશું એને રોકી શકતું નથી. (વાત નીકળી છે ત્યારે આટલું ઉમેરું : આવા ‘તરત બુદ્ધિ તરકડો’ જેવા, ‘આ પાર કે પેલે પાર’માં માનનારા લોકોની દીવાલ જોઈને ખરેખર બોલતી બંધ થઈ જાય છે. એમને મન દીવાલ કોઈ છટકબારી નથી; આપણે તો વિચારે ચઢી જઈએ ને પરિણામે કશું કરી શકતા નથી; પણ એઓ દીવાલને પાછા વળી જવાના બહાના તરીકે જોતા નથી; આપણે તો હંમેશાં એવું બહાનું શોધવા રાજી જ હોઈએ છીએ, જો કે ઘણુંખરું આપણે પોતે જ એ બહાનું સાચું માનતા હોતા નથી. પણ સીધા ધસી જનારા લોકો તો દીવાલ જોઈને ખરેખર મૂઝાઈ જાય છે. દીવાલમાં એમને કશુંક શાન્ત પાડનારું, નૈતિક દૃષ્ટિએ શાતા આપનારું, કશુંક અન્તિમ – કશુંક રહસ્યપૂર્ણ પણ કદાચ – દેખાય છે... પણ એ વિશે આગળ ઉપર વધુ કહેવાનો પ્રસંગ આવશે.) | ||
તો, આવા સીધા ધસી જનારા આદમીને હું ખરેખરનો સાધારણ માનવી લેખું છું. કોમળ પ્રકૃતિ માતાએ પૃથ્વી પર એને રૂડી રીતે જન્મ દઈને જે રૂપે જોવા ઇચ્છ્યો હશે, એવું જ રૂપ એ ધરાવતો હોય છે. મને તો એને જોતાં જ એવી તો અદેખાઈ આવે છે કે હું લીલોકચ થઈ જાઉં છું. એ મૂરખ હોય છે. એ વિશે હંુ કશા વિવાદમાં ઊતરવા માગતો નથી, પણ કદાચ સાધારણ માનવી મૂરખ જ હોવો ઘટે, તમે આ વિશે શું કહી શકો? કદાચ વાસ્તવમાં તો એ સ્થિતિ ભારે આહ્લાદક હશે. મારો એવો વહેમ વધુ પાકો થતો જાય છે, (જો એને વહેમ કહીએ તો) ને એ પાકો | તો, આવા સીધા ધસી જનારા આદમીને હું ખરેખરનો સાધારણ માનવી લેખું છું. કોમળ પ્રકૃતિ માતાએ પૃથ્વી પર એને રૂડી રીતે જન્મ દઈને જે રૂપે જોવા ઇચ્છ્યો હશે, એવું જ રૂપ એ ધરાવતો હોય છે. મને તો એને જોતાં જ એવી તો અદેખાઈ આવે છે કે હું લીલોકચ થઈ જાઉં છું. એ મૂરખ હોય છે. એ વિશે હંુ કશા વિવાદમાં ઊતરવા માગતો નથી, પણ કદાચ સાધારણ માનવી મૂરખ જ હોવો ઘટે, તમે આ વિશે શું કહી શકો? કદાચ વાસ્તવમાં તો એ સ્થિતિ ભારે આહ્લાદક હશે. મારો એવો વહેમ વધુ પાકો થતો જાય છે, (જો એને વહેમ કહીએ તો) ને એ પાકો થવાનું કારણ આવા સાધારણ માનવીને સામે છેડેનો માનવી એટલે કે અતિ તીવ્ર ચેતનાવાળો માનવી છે. એ કુદરતને ખોળેથી જ સીધો ઊતરી આવ્યો નથી, પણ એના પ્રતિવાદ રૂપે આવ્યો છે. (સજ્જનો, આપણે રહસ્યવાદની લગોલગ આવી પડ્યા એવું નથી લાગતું? પણ મને એ વિશે વહેમ છે!); આ પ્રતિવાદ રૂપે પ્રગટતો માનવી એની સામે છેડેના માનવીને જોઈને એવો તો અવાચક થઈ જાય છે કે એની ચેતનાની અતિમાત્રા છતાં એ પોતાને માનવીને બદલે સાચેસાચ મૂષક માનતો થઈ જાય છે. મૂષક તીવ્ર ચેતનાવાળો મૂષક હોય એમ બને કદાચ, પણ આખરે તો મૂષક જ; જ્યારે પેલો મૂરખ તો ય માનવી તો ખરો, આથી... વગેરે વગેરે. સૌથી બદતર વાત તો એ કે એ પોતે જ પોતાને મૂષક રૂપે જુએ છે; કોઈ એને એમ કરવાનું કહેતું નથી; ને આ મહત્ત્વનો મુદ્દો છે. હવે આ મૂષકને આપણે અહીં ક્રિયાશીલ અવસ્થામાં જોઈએ. એમ માનો ને કે કોઈએ એનું અપમાન કર્યું છે એવું એનેય લાગે છે (ને એને આવું તો ઘડી ઘડીમાં લાગ્યા જ કરે છે) ને એને વેર લેવાની સુધ્ધાં ઇચ્છા થાય છે. કુદરતને ખોળે રહેલા માનવી કરતાં એનામાં વધુ દ્વેષ સંચિત થતો હોય છે; ને એ દ્વેષને પ્રકટ કરવાની હીણી ને નઠારી લાગણી પણ એનામાં જ વધારે ચણચણ્યા કરતી હોય છે. પેલો સાધારણ આદમી તો એની સ્વભાવસહજ મૂર્ખાઈને કારણે વૈરવૃત્તિને સાદાસીધા ન્યાયના કાર્યરૂપે જોતો હોય છે, પણ આ મૂષક એની ચેતનાની તીવ્રતાને કારણે એમાં ન્યાય જેવું કશંુ જોઈ શકતો નથી. હવે વેરના કાર્યની જ વાત કરીએ. પાયાની એક અભદ્ર લાગણીની આજુબાજુ આ દુર્ભાગી મૂષક પ્રશ્નો ને શંકાઓને રૂપે બીજી કેટલીક અભદ્ર લાગણીઓનું જાળંુ ઊભંુ કરી દે છે; એ પ્રશ્નની સાથે બીજા કેટલાય વણઉકલ્યા પ્રશ્નો ઉમેરી દે છે ને આને પરિણામે, અનિવાર્યતયા, એ મૂળ લાગણીની આજુબાજુ કશોક પ્રાણઘાતક નીવડે એવો આથો ખદબદી ઊઠે છે. પેલા, કશો વિચાર કર્યા વિના સીધા ધસી જનારા આદમીઓ એને ઘેરી વળીને ગંભીરપણે જાણે લવાદી કે ન્યાય ચૂકવનારા હોય એમ એને જોઈ રહે છે, તિરસ્કારથી એના પર થંૂકે છે ને પાંસળી દુઃખવા આવે ત્યાં સુધી હસીહસીને બેવડ વળી જાય છે. આ શંકા, આ લાગણીવેડા ને આ તિરસ્કારને કારણે એ બધું કેવું તો ગંધાઈ ઊઠે છે! પોતાનો પંજો હલાવીને આ બધું જાણે છે જ નહીં એમ માની લેવા સિવાય એને માટે બીજો કશો રસ્તો નથી. તિરસ્કારવાનો ઢોંગ કરીને એ આ આખી વસ્તુને હસી કાઢે, પણ એને પોતાને જ આ વાત ગળે ઉતારવી અઘરી થઈ પડતી હોય તો! આથી એ અપમાનિત થઈને ફરી પોતાના દરમાં ભરાઈ જાય છે. એના ભૂગર્ભમાંના એ ગંદા, ગંધાતા દરમાં એ અપમાનિત, દલિત ને હાસ્યાસ્પદ બનેલો મૂષક ફરી ઉષ્માહીન, ખારીલી ને સનાતન એવી દ્વેષની લાગણીમાં ગરકાવ થઈ જશે, ચાળીસચાળીસ વરસ સુધી એ પોતાને થયેલા ઘાની નાનામાં નાની અપમાનજનક વિગતોને યાદ રાખશે ને યાદ કરતી વેળાએ વધુ અપમાનજનક વિગતોનો ઉમેરો કરીને પોતાના પર ખાર રાખીને પોતાની જ કલ્પનાથી પોતાને પજવ્યા કરશે ને યાતના ભોગવ્યા કરશે. પોતાની આ કલ્પનાઓ બદલ એને પોતાને જ શરમ આવશે ને છતાં આ બધું એ યાદ તો કરશે જ, બધી વિગતો ફરી ફરી સંભારી જશે, કદી ન સાંભળી હોય એવી વાતો પોતાની વિરદ્ધમાં શોધી કાઢશે ને એવી વાતો ખરેખર બનતી હોય એવો ઢોંગ સુધ્ધાં કરશે ને કશંુ માફ કરશે નહીં. કદાચ એ પોતાનું વેર લેવાનું શરૂ કરી દે એમ પણ બને, પણ તે તુચ્છ રીતે તૂટક તૂટક, ચૂલા પાછળ સંતાઈને ગુપ્ત વેશે, પોતાનો વેર લેવાનો અધિકાર છે કે વેર લેવામાં એ સફળ નીવડશે એવું કશું માન્યા વિના! વેર લેવાનો પ્રયત્ન કરવામાં એ જેના પર વેર લેવા ઇચ્છે છે તેનાથી સોગણી પીડા પોતાને જ કરી બેસશે ને પેલાને તો સહેજ સરખો ઉઝરડોય પડવાનો નથી એનીય આ મૂષકને ખબર હોય છે ને છતાં એ આ રીતે વર્તશે. એની મૃત્યુશય્યા પર આ બધું એ ફરીથી સંભારી જશે ને આ બધાં વર્ષો દરમિયાન ફરી ફરી સંભાર્યા કરવાને કારણે એમાં વધુ રસ ઉમેરાશે અને... | ||
પણ એ ઠંડીમાં, એ અર્ધી નિરાશા ને અર્ધી આસ્થાની ઘૃણાસ્પદ સ્થિતિમાં ચાળીસ વરસ સુધી જાણી કરીને ભૂગર્ભમાં યાતનાના માર્યા જીવતા દટાઈ જવું ને આમ તો પોતાની અવસ્થા | પણ એ ઠંડીમાં, એ અર્ધી નિરાશા ને અર્ધી આસ્થાની ઘૃણાસ્પદ સ્થિતિમાં ચાળીસ વરસ સુધી જાણી કરીને ભૂગર્ભમાં યાતનાના માર્યા જીવતા દટાઈ જવું ને આમ તો પોતાની અવસ્થા વિશેનું તીવ્ર ભાન હોવા છતાં એમાં રહેલી નરી હતાશા વિશે વળી થોડાક શંકાશીલ રહેવું, અતૃપ્ત વાસનાઓના એ નરકમાં અન્તર્મુખ બનીને જીવવું, આમથી તેમ દોલાયમાન રહેવાની એ જ્વર જેવી સ્થિતિ ભોગવવી, કાયમને માટે નિશ્ચયો દૃઢ કરવા ને પછીની બીજી જ પળે એ બદલ પસ્તાવો કરવો – આ બધામાં, હું હમણાં જ જે આનંદની વાત કરી ગયો તે વિલક્ષણ પ્રકારના આનન્દનો સ્વાદ રહ્યો હોય છે. આ આનન્દ એવો તો સૂક્ષ્મ હોય છે, એનું પૃથક્કરણ કરવું એટલંુ તો અઘરું હોય છે કે સહેજ ન્યૂનતાવાળા માનવીઓ કે સબળ જ્ઞાનતંતુવાળા માનવીઓ સુધ્ધાં એને રજમાત્ર સમજી શકે એમ નથી. તમે સહેજ હસીને તમારા તરફથી ઉમેરશો : ‘કદાચ જેણે જિંદગીમાં એક તમાચો સરખો ખાધો નથી ને તેથી જ એ આનંદની જાણકારી ધરાવનારની જેમ હું એ વિશે વાત કરું છું. મને પાકી ખાતરી છે કે તમારા મનમાં આવો જ વિચાર આવ્યો હશે. હું શરત મારવા તૈયાર છું. પણ ધીરા પડો મારા સાહેબ, મેં હજી સુધી એક્કેય તમાચો ખાધો નથી; જો કે તમે એ વિશે શંુ માનો તે પરત્વે હું સાવ ઉદાસીન છું. મારી જિંદગીમાં મેં ખૂબ ઓછા તમાચા માર્યા છે તે બદલ મને અંગત રીતે તો પસ્તાવો જ થાય છે. પણ બસ... તમને જેમાં ભારે રસ છે એવા આ વિષય પરત્વે મારે હવે એક પણ શબ્દ ઉમેરવો નથી. | ||
હું વજ્રની છાતીવાળા લોકો વિશેની વાત કશાય ઉશ્કેરાટ વિના આગળ ચલાવીશ. એવા લોકોને આનન્દ માણવામાં રહેલી અમુક પ્રકારની સૂક્ષ્મતાની સહેજેય ખબર હોતી નથી. આવા માણસો અમુક સંજોગોમાં તો આખલાની જેમ ગરજે છે, ને અલબત્ત (માની લો ને કે) આમ કરવાથી એમને યશ પણ મળે છે; ને છતાં, હું આગળ કહી ગયો તેમ, જ્યારે અશક્યનો સામનો કરવાનો આવે છે ત્યારે એઓ એકાએક ગળિયા બળદની જેમ બેસી પડે છે. આ અશક્ય વસ્તુ તે પથ્થરની દીવાલ. આ પથ્થરની દીવાલ શેની? પ્રકૃતિના નિયમો, પ્રાકૃતિક વિજ્ઞાનનાં ને ગણિતનાં તારણોની સ્તો! તમે વાંદરામાંથી ઊતરી આવ્યા છો એવું એ લોકો પુરવાર કરે પછી ઘૂરકિયાં કરવાનો કશો અર્થ નથી, એમની વાત એક હકીકત રૂપે સ્વીકાર્યે જ છૂટકો. તમારા લોહીનું એક ટીપું તમારે તમારા હજારો બંધુઓથી વાસ્તવમાં વિશેષ વહાલું છે એવું એ લોકો પુરવાર કરે ને એથી કહેવાતા સદ્ગુણો, કર્તવ્યો ને એવા બધા તરંગો તથા પૂર્વગ્રહોનો આખરી ઉકેલ આવી ગયો છે એમ કહે તો પછી આપણું શું ચાલવાનું હતું? કારણ કે બે ને બે ચાર એ તો ગણિતનો નિયમ છે. એનો પ્રતિવાદ કરી તો જુઓ. | હું વજ્રની છાતીવાળા લોકો વિશેની વાત કશાય ઉશ્કેરાટ વિના આગળ ચલાવીશ. એવા લોકોને આનન્દ માણવામાં રહેલી અમુક પ્રકારની સૂક્ષ્મતાની સહેજેય ખબર હોતી નથી. આવા માણસો અમુક સંજોગોમાં તો આખલાની જેમ ગરજે છે, ને અલબત્ત (માની લો ને કે) આમ કરવાથી એમને યશ પણ મળે છે; ને છતાં, હું આગળ કહી ગયો તેમ, જ્યારે અશક્યનો સામનો કરવાનો આવે છે ત્યારે એઓ એકાએક ગળિયા બળદની જેમ બેસી પડે છે. આ અશક્ય વસ્તુ તે પથ્થરની દીવાલ. આ પથ્થરની દીવાલ શેની? પ્રકૃતિના નિયમો, પ્રાકૃતિક વિજ્ઞાનનાં ને ગણિતનાં તારણોની સ્તો! તમે વાંદરામાંથી ઊતરી આવ્યા છો એવું એ લોકો પુરવાર કરે પછી ઘૂરકિયાં કરવાનો કશો અર્થ નથી, એમની વાત એક હકીકત રૂપે સ્વીકાર્યે જ છૂટકો. તમારા લોહીનું એક ટીપું તમારે તમારા હજારો બંધુઓથી વાસ્તવમાં વિશેષ વહાલું છે એવું એ લોકો પુરવાર કરે ને એથી કહેવાતા સદ્ગુણો, કર્તવ્યો ને એવા બધા તરંગો તથા પૂર્વગ્રહોનો આખરી ઉકેલ આવી ગયો છે એમ કહે તો પછી આપણું શું ચાલવાનું હતું? કારણ કે બે ને બે ચાર એ તો ગણિતનો નિયમ છે. એનો પ્રતિવાદ કરી તો જુઓ. | ||
એ લોકો ગરજી ઊઠીને કહેશે : ‘આ બાબતમાં વિરોધ કરવાનો કશો અર્થ નથી : બે ને બે ચાર જેવો આ મામલો છે! કુદરત કાંઈ તમારી અનુમતિ માગવા રહેતી નથી, તમારી શી ઇચ્છા છે તે જોડે એને કશી નિસ્બત નથી, ને તમને રુચે કે ન રુચે તોય કુદરતના કાનૂન તમારે કબૂલ રાખવા જ પડે છે, ને એને પરિણામે કુદરત જે કાંઈ કરે તે સ્વીકારી લેવાનું જ રહે છે. દીવાલ તો દીવાલ જ છે, સમજ્યા ને... વગેરે વગેરે.’ | એ લોકો ગરજી ઊઠીને કહેશે : ‘આ બાબતમાં વિરોધ કરવાનો કશો અર્થ નથી : બે ને બે ચાર જેવો આ મામલો છે! કુદરત કાંઈ તમારી અનુમતિ માગવા રહેતી નથી, તમારી શી ઇચ્છા છે તે જોડે એને કશી નિસ્બત નથી, ને તમને રુચે કે ન રુચે તોય કુદરતના કાનૂન તમારે કબૂલ રાખવા જ પડે છે, ને એને પરિણામે કુદરત જે કાંઈ કરે તે સ્વીકારી લેવાનું જ રહે છે. દીવાલ તો દીવાલ જ છે, સમજ્યા ને... વગેરે વગેરે.’ | ||
Line 27: | Line 27: | ||
<center>૪</center> | <center>૪</center> | ||
તમે ખડખડ હસી પડીને કહેશો : ‘હા હા હા! તમને તો આ હિસાબે દાંત દુઃખે તેમાંય મઝા પડવા માંડશે, ખરું ને?’ | તમે ખડખડ હસી પડીને કહેશો : ‘હા હા હા! તમને તો આ હિસાબે દાંત દુઃખે તેમાંય મઝા પડવા માંડશે, ખરું ને?’ | ||
‘હાસ્તો, દાંતના દુઃખાવામાંય મજા તો પડે જ ને!’ હું જવાબ વાળું છું. મને એક મહિના સુધી દાંતનો દુઃખાવો રહ્યો હતો, તેથી જ તો એમાંય મજા છે તે હું જાણું છું. અલબત્ત, એવા કિસ્સામાં માણસ મૂગા મૂગા ખાર રાખતા નથી, કણસતા હોય છે, પણ આ કણસવું સાવ નિષ્કપટ નથી હોતું; એમાં ખાર રહ્યો હોય છે ને એ જ તો આપણો મુખ્ય મુદ્દો છે. દુઃખ સહન કરનારનો આનંદ આ કણસવાથી પ્રકટ થાય છે. જો એમાં એને આનંદ નહી પડતો હોય તો એ કણસે જ નહીં. આ એક સારું ઉદાહરણ છે ને સજ્જનો, હું જરા વિસ્તારથી તમને એ સમજાવવા ધારું છું. સૌ પ્રથમ તો આ કણસવું તમારા દર્દની નિરર્થકતાને જ પ્રકટ કરે છે ને એ તમારી ચેતનાની કેવી તો અવહેલના છે! કુદરતના કાનૂન પર તમે તિરસ્કારથી થૂંકો છો, પણ એને કારણે તમારે સહન તો કરવું જ પડે છે, જ્યારે કુદરતને તો કશું સહન કરવાનું રહેતું નથી. તમે જેને શિક્ષા કરી શકો એવો કોઈ દુશ્મન તમારી સામે નથી. પણ તમને દર્દ તો છે જ એનું એ ભાન કરાવે છે. તમારા અનેક પ્રકારના ઉધામા છતાં આખરે તો તમે તમારા દાંતના દાસ છો એનું પણ આથી ભાન થાય છે; કોઈ ઇચ્છે તો તમારા દાંત દુઃખતા બંધ થાય ને જો એ નહીં ઇચ્છે તો બીજા ત્રણ મહિના સુધી દાંત દુઃખ્યા જ કરે; અને છેલ્લે, આ બધું છતાં તમે જક્કી બનીને વિરોધ કરવાનું ચાલુ જ રાખો તો તમારે દીવાલ સામે બને તેટલા જોરથી મુક્કી મારીને સંતોષ માનવાનો રહે; બસ, આથી વધુ તમે કશુંય કરી શકો નહીં. આ પ્રાણઘાતક અપમાન, કોઈ અજાણ્યાને હાથે ઉડાવાતી ઠેકડી, આખરે તો આનન્દમાં પરિણમે છે ને એ આનન્દ એવી માત્રાએ પહોંચી જાય છે કે એ વિષયસુખ જેવો લગભગ લાગે છે. સજ્જનો, તમે કોઈક વાર ઓગણીસમી સદીનો માનવી દાંતના દુઃખાવાથી કણસતો હોય તે સાંભળજો તો ખરા, ને તેય દુઃખાવો ઊપડ્યા પછીના બીજા કે ત્રીજા દિવસે એ કણસવાનું શરૂ કરે તે સાંભળજો. એનું એ કણસવાનું કોઈ ગામડિયો ખેડૂત કણસે તેના જેવું | ‘હાસ્તો, દાંતના દુઃખાવામાંય મજા તો પડે જ ને!’ હું જવાબ વાળું છું. મને એક મહિના સુધી દાંતનો દુઃખાવો રહ્યો હતો, તેથી જ તો એમાંય મજા છે તે હું જાણું છું. અલબત્ત, એવા કિસ્સામાં માણસ મૂગા મૂગા ખાર રાખતા નથી, કણસતા હોય છે, પણ આ કણસવું સાવ નિષ્કપટ નથી હોતું; એમાં ખાર રહ્યો હોય છે ને એ જ તો આપણો મુખ્ય મુદ્દો છે. દુઃખ સહન કરનારનો આનંદ આ કણસવાથી પ્રકટ થાય છે. જો એમાં એને આનંદ નહી પડતો હોય તો એ કણસે જ નહીં. આ એક સારું ઉદાહરણ છે ને સજ્જનો, હું જરા વિસ્તારથી તમને એ સમજાવવા ધારું છું. સૌ પ્રથમ તો આ કણસવું તમારા દર્દની નિરર્થકતાને જ પ્રકટ કરે છે ને એ તમારી ચેતનાની કેવી તો અવહેલના છે! કુદરતના કાનૂન પર તમે તિરસ્કારથી થૂંકો છો, પણ એને કારણે તમારે સહન તો કરવું જ પડે છે, જ્યારે કુદરતને તો કશું સહન કરવાનું રહેતું નથી. તમે જેને શિક્ષા કરી શકો એવો કોઈ દુશ્મન તમારી સામે નથી. પણ તમને દર્દ તો છે જ એનું એ ભાન કરાવે છે. તમારા અનેક પ્રકારના ઉધામા છતાં આખરે તો તમે તમારા દાંતના દાસ છો એનું પણ આથી ભાન થાય છે; કોઈ ઇચ્છે તો તમારા દાંત દુઃખતા બંધ થાય ને જો એ નહીં ઇચ્છે તો બીજા ત્રણ મહિના સુધી દાંત દુઃખ્યા જ કરે; અને છેલ્લે, આ બધું છતાં તમે જક્કી બનીને વિરોધ કરવાનું ચાલુ જ રાખો તો તમારે દીવાલ સામે બને તેટલા જોરથી મુક્કી મારીને સંતોષ માનવાનો રહે; બસ, આથી વધુ તમે કશુંય કરી શકો નહીં. આ પ્રાણઘાતક અપમાન, કોઈ અજાણ્યાને હાથે ઉડાવાતી ઠેકડી, આખરે તો આનન્દમાં પરિણમે છે ને એ આનન્દ એવી માત્રાએ પહોંચી જાય છે કે એ વિષયસુખ જેવો લગભગ લાગે છે. સજ્જનો, તમે કોઈક વાર ઓગણીસમી સદીનો માનવી દાંતના દુઃખાવાથી કણસતો હોય તે સાંભળજો તો ખરા, ને તેય દુઃખાવો ઊપડ્યા પછીના બીજા કે ત્રીજા દિવસે એ કણસવાનું શરૂ કરે તે સાંભળજો. એનું એ કણસવાનું કોઈ ગામડિયો ખેડૂત કણસે તેના જેવું હોતું નથી; પહેલા દિવસે એ દર્દનો માર્યો કણસતો હતો, પણ હવે એ આ દર્દને કારણે કણસતો નથી, પણ યુરોપની પ્રગતિ તથા સંસ્કૃતિની અસર નીચે આવેલા, આજકાલ કહે છે તેમ ‘પોતાની માતૃભૂમિ તથા રાષ્ટ્રીયતાથી વિમુખ બનેલા માનવી’ની જેમ કણસતો હોય છે. એનું આ કણસવું દિવસ ને રાત ચાલ્યા કરે છે ને એ વધુ ને વધુ અભદ્ર ને ઘૃણાજનક રીતે ખારભર્યું લાગે છે. અલબત્ત, એ પોતે તો જાણતો જ હોય છે કે આ કણસવાથી એ પોતે પોતાનું કશું ભલું કરતો નથી; એ રીતે એ પોતાને તથા સાથે સાથે બીજાને પણ રિબાવીને પીડી રહ્યો હોય છે એનું એને બીજા કોઈ કરતાં સ્પષ્ટ જ્ઞાન હોય છે; એનું કણસવું સાંભળનારાં એનાં કુટુંબીજનો ને અન્ય શ્રોતાઓ એ સાંભળીને કેવળ જુગુપ્સા જ અનુભવતાં હોય છે, એમને એનામાં રતિભાર પણ વિશ્વાસ હોતો નથી તેની એને ખબર હોય છે; એ અંદરથી સમજતો હોય છે કે એ કશા ઢોંગ કે આડંબર વિના, સાવ સરળ રીતે કણસી શકે, પણ એ કેવળ ખારને કારણે, દુભાઈને જ આવું આત્મરંજન કરતો હોય છે. આ બધું જાણવું, એ બદલ નામોશી અનુભવવી – એમાં જ પેલો વિષયસુખના જેવો ઉત્કટ આનન્દ રહ્યો હોય છે : ‘હું તમને ચિન્તા કરાવું છું, તમારા હૃદયને વિદારું છું, આખા ઘરને સૂવા દેતો નથી. ભલે, તો તમે જાગતાં રહો, મને દાંતનો દુઃખાવો છે તેનું ભાન તમનેય ક્ષણે ક્ષણે થતું રહો. હું તમારી નજરે હવે કોઈ પરાક્રમી પુરુષ નથી (એવા દેખાવાનો મેં પહેલાં પ્રયત્ન કર્યો હતો ખરો); હું હવે તમને નર્યો નઠારો લાગતો હોઈશ, હું તમને નર્યો ઢોંગી લાગતો હોઈશ. તો ભલે ને એવું લાગતું! તમે મારી આરપાર જોઈ શકો છો એથી મને ઘણી ખુશી થાય છે. મારું ઘૃણાસ્પદ કણસવું સાંભળ્યા કરવું એ તમનેય છાજતું નથી; છોને એવું થતું! હું એથીય વધુ ખરાબ કશુંક હમણાં એક ક્ષણમાં જ બતાવું છું...’ સજ્જનો, હજીય તમને સમજાતું નથી? ના, આપણો વિકાસ અને આપણી ચેતના હજી થોડાં ડગલાં આગળ ભરે તો જ કદાચ આ પ્રકારના આનંદની આંટીઘૂંટી સમજી શકાય. તમને હસવું આવે છે? તમને આનન્દ થયો. મારી રમૂજ, અલબત્ત, જરા હલકા પ્રકારની છે, ગૂંચભરી છે, આંચકાભરી છે, એમાં જોઈએ તેટલો આત્મવિશ્વાસ નથી તે કબૂલ. પણ એ તો મને મારે માટે જ કશું માન નથી તેથી. કોઈ સંવેદનશીલ માનવી પોતાને માટે માનની લાગણી ‘રાવી શકે ખરો? | ||
<center>૫</center> | <center>૫</center> | ||
તમેય શું, મારા સાહેબ, આટલું સમજતા નથી! પોતાને ઉતારી પાડવાની લાગણીમાંથી જ આનન્દ મેળવનાર આદમીમાં પોતાને માટે રજમાત્ર માન હોય ખરું? હું પસ્તાવો કરીને મારી હાંસી ઉડાવવા માટે આ નથી કહેતો. ‘બાપા, મને માફ કરો, હું ફરી કદી આવું નહીં કહું.’ એવું કહેવું તો મારાથી સહ્યું જાય જ નહીં; મારાથી એવું કહી જ શકાય નહીં એ કારણે નહીં, એથી ઊલટું, હું એવું ઝટ દઈને કહી દઈ શકું છું એટલા માટે જ (ને તેય કેવી રીતે?) મારો કશોય વાંક ન હોય તોય, જાણે યોજનાપૂર્વક, હું કેટલાય કિસ્સામાં મારી જાતને મુશ્કેલીમાં મૂકી દેતો! સૌથી નઠારી વાત આ જ છે. પણ સાથે સાથે મારું હૃદય દ્રવી જતું, મને પસ્તાવો થતો, હું આંસુ સારતો ને જો કે આમ કરીને હું આત્મપ્રવંચનામાં રાચતો હતો એવું નથી, એ વખતે મને કશુંક ઊબકા આવે એવું થતું ખરું... આ માટે કોઈ કુદરતના કાનૂનનો વાંક કાઢી શકે નહીં, જો કે આખી જિંદગીમાં મને આ કુદરતના કાનૂન પ્રત્યે જ સૌથી વિશેષ અણગમો સદા રહ્યો છે. આ બધું યાદ કરવાથીય મને તો જુગુપ્સા થાય છે. અલબત્ત, એની પછીની જ ઘડીએ આ બધું નર્યુ જૂઠાણું છે એનું મને ભાન થતું હોય છે, ને હું ધૂંધવાઈ જાઉં છું. આ જૂઠાણાથી મારું લોહી ઊકળી આવે છે; આ પસ્તાવો, આ આખી લાગણી, જાતને સુધારવાને માટેના નિશ્ચય – બધું જ મને ડોળઘાલુ લાગે છે. હું આવી બધી ઠઠ્ઠાખોરીની ઝંઝટમાં શા માટે પડું છું એવું તમે પૂછશો. મારો જવાબ : બે હાથ જોડીને બેસી રહેવું ભારે કંટાળાભર્યું લાગે છે માટે આવું અળવીતરું કરવાનું મન થાય છે. સાચી વાત આ જ છે. સજ્જનો, તમે તમારી જાતનું વધુ કાળજીપૂર્વક નિરીક્ષણ કરશો તો તમને પણ એવું જ લાગશે. થોડાંક સાહસ ઉપજાવી કાઢીને મેં મારી જિંદગી બનાવી છે, આથી હું કોઈ રીતેય જીવી રહ્યો છું એવું મને લાગે છે. કેટલીય વાર મને આવો અનુભવ થયો છે – જાણી કરીને, કશાય કારણ વિના અણગમો વહોરી લેવો; ને આપણને તો ખબર હોય છે જ કે નાખુશ થવાનું કશું કારણ નથી, એ ડોળ જ છે, પણ એમ કરતાં આખરે આપણને ખરેખર દુભાવા જેવું લાગે છે. મને તો આખી જિંદગી આવાં અળવીતરાં કરવાનું ગમ્યું છે, આથી આખરે મારા પર જ હું કાબૂ રાખી શકતો નથી. એક વાર (ખરું કહું તો બે વાર) મેં પ્રેમ કરવાનો ભારે પ્રયત્ન કર્યો હતો. મેં સારી પેઠે સહન કર્યું છે, સજ્જનો, મારા શબ્દ પર વિશ્વાસ રાખજો. મને પોતાને જ ઊંડે ઊંડેથી આ દર્દમાં કશો ઇતબાર નહોતો, હું કેવળ એનો હળવો ઉપહાસ કરતો હતો, આમ છતાં મને દર્દ તો થતું જ હતું ને તેય સો ટકા જૂનવાણી રીતરસમ મુજબનું; મને અદેખાઈ થતી, હું જાત પરનો કાબૂ ખોઈ બેસતો...ને સજ્જનો, આ બધું કેવળ વિરતિને કારણે, એ નર્યું વિરતિનું જ પરિણામ; એથી હું જડતાનો ભોગ બનતો. ચેતનાનું પ્રત્યક્ષ ને વ્યાજબી પરિણામ જડતા જ છે એ તમે જાણો છો ને? આ જડતા એટલે જાણી જોઈને હાથ જોડીને બેસી રહેવું તે. મેં આગળ આનો ઉલ્લેખ કર્યો જ છે. હું અહીં એનું પુનરાવર્તન કરું છું, ભારપૂર્વક એનું પુનરુચ્ચારણ કરું છું : સીધા ‘સી જનારા ‘કર્મયોગી’ લોકો કાર્યશીલ હોય છે કારણ કે એઓ મૂરખ અને ઊણા હોય છે. આ શી રીતે સમજાવવું? હું સમજાવું છું : એમનામાં રહેલી મર્યાદાને પરિણામે એઓ તરત નજરે ચઢતાં ને ગૌણ એવાં કારણોને મુખ્ય કારણો ગણી લે છે, ને એ રીતે બીજા લોકોનાં કરતાં પોતાને સહેલાઈથી મનાવી લઈ શકે છે કે એમને એમના કાર્યને માટેનો સધ્‘ર પાયો પ્રાપ્ત થઈ ચૂક્યો છે; આથી એમનાં મન નિશ્ચિત હોય છે, ને તમે જાણો છો કે આ જ વાત મહત્ત્વની છે. તમે કશું કાર્ય આરંભો તે પહેલાં તમારું મન પૂરેપુરું નિશ્ચિંત હોય, તમને રજમાત્ર શંકા નહીં હોય તે જરૂરી છે. હું શી રીતે, શા માટે મારા મનને નિશ્ચંતિ બનાવું? જેના પર હું મારા કાર્યની માંડણી કરી શકું તે મુખ્ય કારણ ક્યાં છે? ક્યાં છે મારા કાર્યનો પાયો? હું એને ક્યાંથી લાવું? આ રીતે હું એ વિશે શ્રમપૂર્વક ંચિંતન કરું છું ને એને પરિણામે દરેક મુખ્ય લાગતા કારણની પાછળ મને બીજુંું આદિ કારણ રહેલું દેખાતું જ જાય છે, આમ આગળ ને આગળ બીજાં કારણો દેખાયે જ જાય છે. ચૈતન્ય હોવું ને ચિંતન કરવું એનો સાર આટલો. આ વળી કુદરતના કાનૂન- વાળી જ વાત થઈ. આખરે આ બધાંનું પરિણામ શું આવે? એનું એ જ ને? હું હમણાં જ વૈેરવૃત્તિની વાત કહી ગયો તે યાદ છે ને? (તમે એ બરાબર નથી કળી શક્યા એની મને ખાતરી છે.) માણસ વેર લે છે કારણ કે એને એમ કરવામાં ન્યાય થતો લાગે છે એવું મેં કહ્યું હતું. આ રીતે એ એક આદિ કારણ શોધી કાઢે છે, ને તે છે આ ન્યાય ચૂકવવાની વાત. આથી એ બધી બાજુથી નિશ્ચંતિ બની જાય છે ને એને પરિણામે એ વેર લેવાનું કામ સ્વસ્થતાથી ને સફળતાથી પાર પાડે છે, કારણ કે એ પોતે ન્યાયપૂર્વકનું ને પ્રામાણિક કામ કરી રહ્યો છે એવું પોતાને એ મનાવી શકે છે. પણ મને એમાં ન્યાય ચૂકવવા જેવું કશું દેખાતું નથી કે નથી એમાં કશો ગુણ દેખાતો ને પરિણામે જો હું વેર લેવાનો પ્રયત્ન કરું તો તે કેવળ ખારને કારણે. અલબત્ત, ખારને કારણે પણ મારા બધા સંશયો શમી જાય ને એ જ આદિ કારણની અવેજીમાં કામ આવે એવું બને, ને તે એ એવું કારણ નથી એ માટે જ. પણ મારામાં આ ખાર જ નહીં હોય તો શું કરવું? (મેં એ વાતથી જ શરૂઆત કરી હતી, ખબર છે ને તમને?) ચેતનાના એ દુષ્ટ નિયમો અનુસાર મારો રોષ પણ રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થઈને કણ કણ થઈને વિખેરાઈ જાય છે, તમે કશાક પર નજર ઠેરવો છો, એ પદાર્થ હવામાં ઊડી જાય છે. તમારી બુદ્ધિ બાષ્પ બનીને અદૃશ્ય થાય છે, અપરાધીનો પત્તો મળતો નથી, જે અનિષ્ટ છે તે અનિષ્ટનું રૂપ ધારણ કરતું નથી, આભાસમાત્ર બની રહે છે, દાંતના દુઃખાવા જેવું, એને માટે કોઈનો દોષ કાઢી શકાય નહીં, આથી આમાંથી ઊગરવાનો એક જ આરો રહે છે – દીવાલને બને તેટલા જોરથી મુક્કી મારવી. આથી તમે તિરસ્કારથી હાથ વીંઝીને આખી વાત પડતી મૂકો છો, કારણ કે એનું આદિ કારણ તમને હાથ લાગ્યું નથી, અને કાંઈ નહિ તો ઘડીભર ચેતનાને અળગી રાખીને કશા આદિકારણની ઝંઝટમાં પડ્યા વિના, કશા વિચારને ચકરાવે ચઢ્યા વિના, આં‘ળા બનીને તમે તમારી જાતને લાગણીના વેગમાં તણાઈ જવા દો છો. ક્યાં તો તિરસ્કારો ક્યાં તો ચાહો, પણ બે હાથ જોડીને બેસી રહેવાનું ટાળો. એક દિવસ માંડ વીતશે ને તરત જ જાણી કરીને પોતાને છેતર્યા બદલ તમે તમને પોતાને જ તિરસ્કારવા લાગશો. પરિણામ : સાબુના પાણીનો પરપોટો ને જડતા. સજ્જનો, તમને ખબર છે હું શા માટે મને બુદ્ધિશાળી લેખું છું? આખી જિંદગીમાં હું કશું કામ આરંભી શક્યો નથી કે કશું કામ પૂરું કરી શક્યો નથી એટલા માટે જ કદાચ. હું જરા વાચાળ છું તે કબૂલ, નિરુપદ્રવી પણ કંટાળો ચઢે એવો વાતોડિયો છું તે કબૂલ, પણ આપણે બધા એવા જ છીએ. દરેક બુદ્ધિશાળી માણસનો સીધો એક માત્ર વ્યવસાય વાચાળતા હોય, જાણી કરીને ચાળણીમાંથી પાણી રેડવાનો હોય તો કરવું શું? | તમેય શું, મારા સાહેબ, આટલું સમજતા નથી! પોતાને ઉતારી પાડવાની લાગણીમાંથી જ આનન્દ મેળવનાર આદમીમાં પોતાને માટે રજમાત્ર માન હોય ખરું? હું પસ્તાવો કરીને મારી હાંસી ઉડાવવા માટે આ નથી કહેતો. ‘બાપા, મને માફ કરો, હું ફરી કદી આવું નહીં કહું.’ એવું કહેવું તો મારાથી સહ્યું જાય જ નહીં; મારાથી એવું કહી જ શકાય નહીં એ કારણે નહીં, એથી ઊલટું, હું એવું ઝટ દઈને કહી દઈ શકું છું એટલા માટે જ (ને તેય કેવી રીતે?) મારો કશોય વાંક ન હોય તોય, જાણે યોજનાપૂર્વક, હું કેટલાય કિસ્સામાં મારી જાતને મુશ્કેલીમાં મૂકી દેતો! સૌથી નઠારી વાત આ જ છે. પણ સાથે સાથે મારું હૃદય દ્રવી જતું, મને પસ્તાવો થતો, હું આંસુ સારતો ને જો કે આમ કરીને હું આત્મપ્રવંચનામાં રાચતો હતો એવું નથી, એ વખતે મને કશુંક ઊબકા આવે એવું થતું ખરું... આ માટે કોઈ કુદરતના કાનૂનનો વાંક કાઢી શકે નહીં, જો કે આખી જિંદગીમાં મને આ કુદરતના કાનૂન પ્રત્યે જ સૌથી વિશેષ અણગમો સદા રહ્યો છે. આ બધું યાદ કરવાથીય મને તો જુગુપ્સા થાય છે. અલબત્ત, એની પછીની જ ઘડીએ આ બધું નર્યુ જૂઠાણું છે એનું મને ભાન થતું હોય છે, ને હું ધૂંધવાઈ જાઉં છું. આ જૂઠાણાથી મારું લોહી ઊકળી આવે છે; આ પસ્તાવો, આ આખી લાગણી, જાતને સુધારવાને માટેના નિશ્ચય – બધું જ મને ડોળઘાલુ લાગે છે. હું આવી બધી ઠઠ્ઠાખોરીની ઝંઝટમાં શા માટે પડું છું એવું તમે પૂછશો. મારો જવાબ : બે હાથ જોડીને બેસી રહેવું ભારે કંટાળાભર્યું લાગે છે માટે આવું અળવીતરું કરવાનું મન થાય છે. સાચી વાત આ જ છે. સજ્જનો, તમે તમારી જાતનું વધુ કાળજીપૂર્વક નિરીક્ષણ કરશો તો તમને પણ એવું જ લાગશે. થોડાંક સાહસ ઉપજાવી કાઢીને મેં મારી જિંદગી બનાવી છે, આથી હું કોઈ રીતેય જીવી રહ્યો છું એવું મને લાગે છે. કેટલીય વાર મને આવો અનુભવ થયો છે – જાણી કરીને, કશાય કારણ વિના અણગમો વહોરી લેવો; ને આપણને તો ખબર હોય છે જ કે નાખુશ થવાનું કશું કારણ નથી, એ ડોળ જ છે, પણ એમ કરતાં આખરે આપણને ખરેખર દુભાવા જેવું લાગે છે. મને તો આખી જિંદગી આવાં અળવીતરાં કરવાનું ગમ્યું છે, આથી આખરે મારા પર જ હું કાબૂ રાખી શકતો નથી. એક વાર (ખરું કહું તો બે વાર) મેં પ્રેમ કરવાનો ભારે પ્રયત્ન કર્યો હતો. મેં સારી પેઠે સહન કર્યું છે, સજ્જનો, મારા શબ્દ પર વિશ્વાસ રાખજો. મને પોતાને જ ઊંડે ઊંડેથી આ દર્દમાં કશો ઇતબાર નહોતો, હું કેવળ એનો હળવો ઉપહાસ કરતો હતો, આમ છતાં મને દર્દ તો થતું જ હતું ને તેય સો ટકા જૂનવાણી રીતરસમ મુજબનું; મને અદેખાઈ થતી, હું જાત પરનો કાબૂ ખોઈ બેસતો...ને સજ્જનો, આ બધું કેવળ વિરતિને કારણે, એ નર્યું વિરતિનું જ પરિણામ; એથી હું જડતાનો ભોગ બનતો. ચેતનાનું પ્રત્યક્ષ ને વ્યાજબી પરિણામ જડતા જ છે એ તમે જાણો છો ને? આ જડતા એટલે જાણી જોઈને હાથ જોડીને બેસી રહેવું તે. મેં આગળ આનો ઉલ્લેખ કર્યો જ છે. હું અહીં એનું પુનરાવર્તન કરું છું, ભારપૂર્વક એનું પુનરુચ્ચારણ કરું છું : સીધા ‘સી જનારા ‘કર્મયોગી’ લોકો કાર્યશીલ હોય છે કારણ કે એઓ મૂરખ અને ઊણા હોય છે. આ શી રીતે સમજાવવું? હું સમજાવું છું : એમનામાં રહેલી મર્યાદાને પરિણામે એઓ તરત નજરે ચઢતાં ને ગૌણ એવાં કારણોને મુખ્ય કારણો ગણી લે છે, ને એ રીતે બીજા લોકોનાં કરતાં પોતાને સહેલાઈથી મનાવી લઈ શકે છે કે એમને એમના કાર્યને માટેનો સધ્‘ર પાયો પ્રાપ્ત થઈ ચૂક્યો છે; આથી એમનાં મન નિશ્ચિત હોય છે, ને તમે જાણો છો કે આ જ વાત મહત્ત્વની છે. તમે કશું કાર્ય આરંભો તે પહેલાં તમારું મન પૂરેપુરું નિશ્ચિંત હોય, તમને રજમાત્ર શંકા નહીં હોય તે જરૂરી છે. હું શી રીતે, શા માટે મારા મનને નિશ્ચંતિ બનાવું? જેના પર હું મારા કાર્યની માંડણી કરી શકું તે મુખ્ય કારણ ક્યાં છે? ક્યાં છે મારા કાર્યનો પાયો? હું એને ક્યાંથી લાવું? આ રીતે હું એ વિશે શ્રમપૂર્વક ંચિંતન કરું છું ને એને પરિણામે દરેક મુખ્ય લાગતા કારણની પાછળ મને બીજુંું આદિ કારણ રહેલું દેખાતું જ જાય છે, આમ આગળ ને આગળ બીજાં કારણો દેખાયે જ જાય છે. ચૈતન્ય હોવું ને ચિંતન કરવું એનો સાર આટલો. આ વળી કુદરતના કાનૂન- વાળી જ વાત થઈ. આખરે આ બધાંનું પરિણામ શું આવે? એનું એ જ ને? હું હમણાં જ વૈેરવૃત્તિની વાત કહી ગયો તે યાદ છે ને? (તમે એ બરાબર નથી કળી શક્યા એની મને ખાતરી છે.) માણસ વેર લે છે કારણ કે એને એમ કરવામાં ન્યાય થતો લાગે છે એવું મેં કહ્યું હતું. આ રીતે એ એક આદિ કારણ શોધી કાઢે છે, ને તે છે આ ન્યાય ચૂકવવાની વાત. આથી એ બધી બાજુથી નિશ્ચંતિ બની જાય છે ને એને પરિણામે એ વેર લેવાનું કામ સ્વસ્થતાથી ને સફળતાથી પાર પાડે છે, કારણ કે એ પોતે ન્યાયપૂર્વકનું ને પ્રામાણિક કામ કરી રહ્યો છે એવું પોતાને એ મનાવી શકે છે. પણ મને એમાં ન્યાય ચૂકવવા જેવું કશું દેખાતું નથી કે નથી એમાં કશો ગુણ દેખાતો ને પરિણામે જો હું વેર લેવાનો પ્રયત્ન કરું તો તે કેવળ ખારને કારણે. અલબત્ત, ખારને કારણે પણ મારા બધા સંશયો શમી જાય ને એ જ આદિ કારણની અવેજીમાં કામ આવે એવું બને, ને તે એ એવું કારણ નથી એ માટે જ. પણ મારામાં આ ખાર જ નહીં હોય તો શું કરવું? (મેં એ વાતથી જ શરૂઆત કરી હતી, ખબર છે ને તમને?) ચેતનાના એ દુષ્ટ નિયમો અનુસાર મારો રોષ પણ રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થઈને કણ કણ થઈને વિખેરાઈ જાય છે, તમે કશાક પર નજર ઠેરવો છો, એ પદાર્થ હવામાં ઊડી જાય છે. તમારી બુદ્ધિ બાષ્પ બનીને અદૃશ્ય થાય છે, અપરાધીનો પત્તો મળતો નથી, જે અનિષ્ટ છે તે અનિષ્ટનું રૂપ ધારણ કરતું નથી, આભાસમાત્ર બની રહે છે, દાંતના દુઃખાવા જેવું, એને માટે કોઈનો દોષ કાઢી શકાય નહીં, આથી આમાંથી ઊગરવાનો એક જ આરો રહે છે – દીવાલને બને તેટલા જોરથી મુક્કી મારવી. આથી તમે તિરસ્કારથી હાથ વીંઝીને આખી વાત પડતી મૂકો છો, કારણ કે એનું આદિ કારણ તમને હાથ લાગ્યું નથી, અને કાંઈ નહિ તો ઘડીભર ચેતનાને અળગી રાખીને કશા આદિકારણની ઝંઝટમાં પડ્યા વિના, કશા વિચારને ચકરાવે ચઢ્યા વિના, આં‘ળા બનીને તમે તમારી જાતને લાગણીના વેગમાં તણાઈ જવા દો છો. ક્યાં તો તિરસ્કારો ક્યાં તો ચાહો, પણ બે હાથ જોડીને બેસી રહેવાનું ટાળો. એક દિવસ માંડ વીતશે ને તરત જ જાણી કરીને પોતાને છેતર્યા બદલ તમે તમને પોતાને જ તિરસ્કારવા લાગશો. પરિણામ : સાબુના પાણીનો પરપોટો ને જડતા. સજ્જનો, તમને ખબર છે હું શા માટે મને બુદ્ધિશાળી લેખું છું? આખી જિંદગીમાં હું કશું કામ આરંભી શક્યો નથી કે કશું કામ પૂરું કરી શક્યો નથી એટલા માટે જ કદાચ. હું જરા વાચાળ છું તે કબૂલ, નિરુપદ્રવી પણ કંટાળો ચઢે એવો વાતોડિયો છું તે કબૂલ, પણ આપણે બધા એવા જ છીએ. દરેક બુદ્ધિશાળી માણસનો સીધો એક માત્ર વ્યવસાય વાચાળતા હોય, જાણી કરીને ચાળણીમાંથી પાણી રેડવાનો હોય તો કરવું શું? | ||
Line 60: | Line 60: | ||
<center>૧૧</center> | <center>૧૧</center> | ||
સજ્જનો, આખી વાતનો સાર આટલો કે કશું ન કરવું તે જ સારું! સભાનપણે કેળવેલી જડતા સારી! ભોંયતળિયાનો જય હો! મને સામાન્ય માનવીની ભારે અદેખાઈ થાય છે, છતાં આજે એ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં મારી જાતને મૂકવાની મારી ઇચ્છા નથી (જો કે, હું એની અદેખાઈ તો કર્યા જ કરવાનો). ના, ના; ગમે તેમ પણ ભોંયતળિયાની જિંદગી વધારે લાભકારક છે. ત્યાં, ગમે તેમ તોય, આપણે.... ઓહ, પણ અત્યારે ય હું જૂઠું જ બોલી રહ્યો છું! હું જૂઠું બોલું છું, કારણ કે હું જાણું છું કે ભોંયતળિયાની જિંદગી સારી નથી, હું કશાક બીજાંને ઝંખું છું, પણ તે હું શોધી શકતો નથી. ભોંયતળિયું જાય જહાન્નમમાં! | સજ્જનો, આખી વાતનો સાર આટલો કે કશું ન કરવું તે જ સારું! સભાનપણે કેળવેલી જડતા સારી! ભોંયતળિયાનો જય હો! મને સામાન્ય માનવીની ભારે અદેખાઈ થાય છે, છતાં આજે એ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં મારી જાતને મૂકવાની મારી ઇચ્છા નથી (જો કે, હું એની અદેખાઈ તો કર્યા જ કરવાનો). ના, ના; ગમે તેમ પણ ભોંયતળિયાની જિંદગી વધારે લાભકારક છે. ત્યાં, ગમે તેમ તોય, આપણે.... ઓહ, પણ અત્યારે ય હું જૂઠું જ બોલી રહ્યો છું! હું જૂઠું બોલું છું, કારણ કે હું જાણું છું કે ભોંયતળિયાની જિંદગી સારી નથી, હું કશાક બીજાંને ઝંખું છું, પણ તે હું શોધી શકતો નથી. ભોંયતળિયું જાય જહાન્નમમાં! | ||
એથી વધુ | એથી વધુ સારું શું તે હું તમને કહીશ, એટલે કે, જો હું પોતે જ જે અત્યાર સુધીમાં કહી ગયો તેમાં માનતો હોઉં તો કહીશ તમારા સમ, સજ્જનો, હું જે કહી ગયો છું તેમાંની એક પણ વાત કે એક પણ શબ્દ હું ખરેખર માનતો નથી. એટલે કે આમ તો હું માનું છું, પણ સાથે સાથે મને એવું લાગે છે ને શંકા પડે છે કે હું સાવ જૂઠું બોલું છું. ‘તો પછી આ બધું લખ્યું શા માટે?’ તમે મને કહેશો. ‘તમને ચાલીસ વરસ સુધી ભોંયરામાં પૂરી રાખવા જોઈએ જ્યાં કશું જ કરવાનું હોય નહીં પછી તમારી શી દશા થાય તે ભોંયરામાં આવીને જોવું જોઈએ! ચાલીસ વરસ સુધી માણસ કશું કર્યા વિના રહી શી રીતે શકે?’ | ||
‘આ શરમભર્યું નથી? પોતાની જાતને નીચી પાડવા જેવું નથી?’ તિરસ્કારથી માથું ધુણાવીને તમે કહેશો. ‘જીવનની તમને ઝંખના છે ને જીવનની સમસ્યાઓ તમે તર્કની આંટીઘૂંટીથી ઉકેલવા ઇચ્છો છો; ને આ તમારા બખાળા કેવા તો ઉદ્ધતાઈ ભરેલા છે, ને તમે તો બખાળા કાઢવામાં એક સરખા મંડ્યા જ રહો છો; આમ છતાં તમે પોતે જ કેવા ફફડી ઊઠ્યા છો! | ‘આ શરમભર્યું નથી? પોતાની જાતને નીચી પાડવા જેવું નથી?’ તિરસ્કારથી માથું ધુણાવીને તમે કહેશો. ‘જીવનની તમને ઝંખના છે ને જીવનની સમસ્યાઓ તમે તર્કની આંટીઘૂંટીથી ઉકેલવા ઇચ્છો છો; ને આ તમારા બખાળા કેવા તો ઉદ્ધતાઈ ભરેલા છે, ને તમે તો બખાળા કાઢવામાં એક સરખા મંડ્યા જ રહો છો; આમ છતાં તમે પોતે જ કેવા ફફડી ઊઠ્યા છો! | ||
તમે સાવ બેહૂદી વાતો કરો છો ને વળી એમાં રાચો છો; તમે ઉદ્દંડ બનીને વાતો કરો છો ને સતત ભયમાં હો તેમ ‘્રૂજ્યા કરીને વળી આ બધાં બદલ ક્ષમા યાચો છો. તમે જાહેર કરતા ફરો છો કે તમને કશાંનો ભય નથી ને સાથે સાથે વળી અમારી નજરે કૃતઘ્ન ઠરો એવી રીતે વર્તો છો. તમે દાંત કચકચાવીને બોલો છો એવું બતાવો છો ને વળી સાથે સાથે રમૂજ કરીને અમને રીઝવવા મથો છો. તમને ખબર છે કે આ તમારી રમૂજોમાં કશું હસાવે એવું હોતું નથી, પણ એની સાહિત્યિક મૂલ્યવત્તાથી તમે પોતે સંતુષ્ટ છો. તમે કદાચ ખરેખર સહન કર્યું હશે, પણ તમને તમારા દુઃખનું ગૌરવ કરતાં આવડતું નથી. તમારામાં સન્નિષ્ઠા હશે, પણ નમ્રતા તો નથી જ; સાવ ક્ષુદ્રતાભર્યા મિથ્યાભિમાનથી તમે તમારી સન્નિષ્ઠાને પ્રચારવેડામાં વેડફી મારો છો ને એ રીતે એની તમારે હાથે જ ફજેતી ઉડાવો છો. તમે બેલાશક, કશુંક કહેવા તો ઇચ્છો છો પણ તમારો છેલ્લો શબ્દ ભયના માર્યા સંતાડી દો છો, કારણ કે એ બોલી નાખવાની તમારામાં કૃતનિશ્ચયતા નથી; તમારામાં છે કેવળ કાયરતાભરી ઉદ્ધતાઈ. તમારામાં તેમના હોવાના તમે બણગાં ફૂંકો છો, પણ તમારા આધાર વિશે તમે બેખબર છો. કારણ કે તમારું મન ક્રિયાશીલ છે, પણ તમારું હૃદય મલિન અને ભ્રષ્ટ થઈ ચૂકેલું છે; ને પવિત્ર હૃદય વિના પૂર્ણ, સાચી ચેતના પામી શકાય નહીં, તમે કેવા ગળેપડુ છો, તમે કેવા દુરાગ્રહી છો, તમે કેવા દાંતિયાં કરો છો! જુઠ્ઠાણાં, નર્યાં જુઠ્ઠાણાં!’ | તમે સાવ બેહૂદી વાતો કરો છો ને વળી એમાં રાચો છો; તમે ઉદ્દંડ બનીને વાતો કરો છો ને સતત ભયમાં હો તેમ ‘્રૂજ્યા કરીને વળી આ બધાં બદલ ક્ષમા યાચો છો. તમે જાહેર કરતા ફરો છો કે તમને કશાંનો ભય નથી ને સાથે સાથે વળી અમારી નજરે કૃતઘ્ન ઠરો એવી રીતે વર્તો છો. તમે દાંત કચકચાવીને બોલો છો એવું બતાવો છો ને વળી સાથે સાથે રમૂજ કરીને અમને રીઝવવા મથો છો. તમને ખબર છે કે આ તમારી રમૂજોમાં કશું હસાવે એવું હોતું નથી, પણ એની સાહિત્યિક મૂલ્યવત્તાથી તમે પોતે સંતુષ્ટ છો. તમે કદાચ ખરેખર સહન કર્યું હશે, પણ તમને તમારા દુઃખનું ગૌરવ કરતાં આવડતું નથી. તમારામાં સન્નિષ્ઠા હશે, પણ નમ્રતા તો નથી જ; સાવ ક્ષુદ્રતાભર્યા મિથ્યાભિમાનથી તમે તમારી સન્નિષ્ઠાને પ્રચારવેડામાં વેડફી મારો છો ને એ રીતે એની તમારે હાથે જ ફજેતી ઉડાવો છો. તમે બેલાશક, કશુંક કહેવા તો ઇચ્છો છો પણ તમારો છેલ્લો શબ્દ ભયના માર્યા સંતાડી દો છો, કારણ કે એ બોલી નાખવાની તમારામાં કૃતનિશ્ચયતા નથી; તમારામાં છે કેવળ કાયરતાભરી ઉદ્ધતાઈ. તમારામાં તેમના હોવાના તમે બણગાં ફૂંકો છો, પણ તમારા આધાર વિશે તમે બેખબર છો. કારણ કે તમારું મન ક્રિયાશીલ છે, પણ તમારું હૃદય મલિન અને ભ્રષ્ટ થઈ ચૂકેલું છે; ને પવિત્ર હૃદય વિના પૂર્ણ, સાચી ચેતના પામી શકાય નહીં, તમે કેવા ગળેપડુ છો, તમે કેવા દુરાગ્રહી છો, તમે કેવા દાંતિયાં કરો છો! જુઠ્ઠાણાં, નર્યાં જુઠ્ઠાણાં!’ |