પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 284: Line 284:

ધીરા ભક્તે ‘સ્વરૂપ’ કાવ્યમાં લક્ષ્મીનું, યૌવનનું, કાયનું, માયાનું, તેમજ મનનું સ્વરૂપ ઉત્તમ કાફીમાં ગાયું છે. તેમાં ‘લક્ષ્મીના સ્વરૂપ’માં નીચેની કાફીઓ ઉત્તમ છેઃ
ધીરા ભક્તે ‘સ્વરૂપ’ કાવ્યમાં લક્ષ્મીનું, યૌવનનું, કાયનું, માયાનું, તેમજ મનનું સ્વરૂપ ઉત્તમ કાફીમાં ગાયું છે. તેમાં ‘લક્ષ્મીના સ્વરૂપ’માં નીચેની કાફીઓ ઉત્તમ છેઃ
'''‘કમળ કેરૂં પુષ્પ જ રે, પ્રભાત તો થાયે જ્યારે;'''
'''ખીલવા કંઈક માંડે રે, સુગંધ અતિ દે ત્યારે.’'''

અને
'''‘સોમલ જેવી સાચી રે, ખાતાં ન લાગે ખારી;'''
'''વિધ વિધ રંગી દેખાયે રે, આશા વધે અવિધારી.’'''

'''લજ્જારામ'''
લજ્જારામે ‘અભિમન્યુ–આખ્યાન’ રચ્યું છે, તેની ભાષા પ્રાસાદિક છે ને તેમાં કવિએ કેટલેક સ્થળે રસની ઝમાવટ ઉત્તમ કરી છે. નીચેની જેવી પંક્તિઓ ઘણી લોકપ્રિય થઈ છેઃ
'''‘તુંજ વિના રહિશ હું કેમ ટોળા વખુટી હરણી જેમ,'''
'''સિંહ દેખી પશુ પામે ત્રાસ, ત્યમ સાંભળી હું થઈ નિરાશ.'''
'''ખોળે બેસારીને હું બાળ, ભોજન કરાવું તતકાળ;'''
'''આંખથી અળગાં થાઓ છો બાળ, પ્રાણ હરી જાઓ છે તતકાળ.'''
'''ફરી શું કહેવરાવે તુંય, રણે નહિ જાવા દેઉં હુંય.’'''

'''‘મને બાલુડો ન કહેશો, મારી માવડી રે’ –'''
વગેરે જેમાં વય કંઈ તેજનો હેતુ નથી એવી ભાવના ઉત્તમ રીતે ઘટાવી છે.
'''‘મને મારીને રથડા ખેડ રે, બાળા રાજા રે;'''
'''મને જુધ્ધે સાથે તેડ રે, બાળા રાજા રે.’'''
એમ કહી અભિમન્યુને યુદ્ધમાં જતો અટકાવવા પ્રયાસ કરી તેમાં નિષ્ફળ થઈ ને સ્વામી યુદ્ધમાં જશે એમ ખાત્રી થઈ, ત્યારે–
'''‘ઉત્તરા કુંવરી વાણી બોલી, સાંભળ મુજ ભરથાર;'''
'''તમે જુદ્ધ કરવા સંચરો છો ચક્રવ્યુહ મોઝાર.'''
'''મરજો કે મારજો તમે, નવ દેશો પુંઠ લગાર,'''
'''સહિયર મેણા મારી કહેશે, કાયરની આ નાર.'''
'''અવની પર જે અવતર્યો, તેને મરવું એક જ વાર;'''
'''મોત થકી ડરિયે નહિ, તે માટે ભરથાર.’'''
‘વેણીસંહાર’માં પણ અશ્વત્થામા કૌરવ સૈન્યને પાછું હઠતું જોઈ એવા જ વિચાર દર્શાવે છે કે સમરાંગણનો ત્યાગ કર્યાથી મૃત્યુનું ભય જ જતું રહેતું હોય તો ત્યાંથી અન્યત્ર જવું યુક્ત છે. પરંતુ જો મરણ પ્રાણી માત્રને અનિવાર્ય છે તો હે સૈનકો, તમારો યશ નકામો શા માટે મલિન કરો છો?

'''પ્રીતમદાસ ને નિષ્કુલાનંદ'''
પ્રીમદાસનાં જ્ઞાન ને ભક્તિનાં પદો પણ સારાં છે.
'''‘આનંદે આવો રે, જીવન જમવાને;'''
'''બહુ પાક બનાવું રે, ગિરિધર ગમવાને.’'''
તેમજ
'''‘કાયા રે તારી કામ નહીં આવે, જો કરે કોટિ ઉપાય રે;'''
'''વણશી જાતાં વાર નહીં લાગે, જો કુંદન કાપીને ખાય રે.’'''
અને
'''‘રહે રસના તું રામ ભજનમાં, હંસ દશા દિલ આણી;'''
'''કહું છું કુટિલ વચન નવ કાઢિ, વૃથા વાયસવાણી. રહે.’'''
જેવાં પદો વાચકને ભક્તિરસમાં તરબોળ કરે છે.
નિષ્કુલાનંદે ‘ધીરજાખ્યાન’માં અનેક હરિભક્તો – પ્રહ્લાદ, ધ્રુવ, હરિશ્ચંદ્ર, શિબિ, રંતિદેવ, મયૂરધ્વજ, વગેરે–નાં આખ્યાન ગાયાં છે. એમાં નીચેનું પદ ઉત્તમ છેઃ
'''‘ધીરજ સમ નહિ ધન રે, સંતો ધીરજ,'''
'''આવે અર્થ દોહલે દિન રે, સંતો ધીરજ.’'''
તેમજ વૈરાગ્ય વિષેનું નીચેનું પદ પણ ઘણું લોકપ્રિય થયું છેઃ
'''‘જનની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગજી.'''
'''ઉપદેશ આપ્યો એણી પેરે, લાગ્યો સંસારીડો આગજી. જનની.’'''

'''મુક્તાનંદ'''
મુક્તાનંદે ‘સતીગીતા’માં સતી સ્ત્રીઓનો પ્રભાવ વર્ણવ્યો છે, એમાં નીચેની ગરબી વાચકના હૃદયને કરુણરસમાં તરબોળ કરે છેઃ
'''‘રસિયા વર રણછોડ છોગાળા, સાંભળો વિનતિ અમારી રે;'''
'''મર્માળા મુને જાણી પોતાની, હાથ ગ્રહો ગિરધારી રે.’'''

'''બ્રહ્માનંદ'''
બ્રહ્માનંદે કૃષ્ણ કીર્તનનાં પદો ગાયાં છે; નીચેનાં ઉત્તમ છેઃ
'''‘નારાયણ સુખકારી ભજી લે, નારાયણ સુખકારી;'''
'''સાધુજનની માન શિખામણ, વિષય વિકાર વિસારી. ભજી લે.’'''

'''‘ઓરા આવો નટવર નાનડિયા, તમે મારા જીવ સાથે જડિયા. ટેક.'''
'''શોભો છો સોનેરી પટકે, છબી રંગ ચોળતણે ચટકે;'''
'''લીધું મન હાથતણે લટકે. ઓરા.’'''

એનાં નીચેનાં જેવાં જ્ઞાનભક્તિનાં પદો પણ ઉત્તમ છેઃ
'''‘આ તનરંગ પતંગ સરીખો જાતાં વાર ન લાગેજી;'''
'''અસંખ્ય ગયા ધનસંપતિ મેલી, તારી નજરો આગેજી.’'''

'''‘પેટ કટારી રે, પહેરીને સનમુખ ચાલ્યા;'''
'''પાછા ન વળે રે, કોઇના તે ન રહે ઝાલ્યા.’'''

'''‘તેની પેરે રે, હરિજન પણ જોઈને તીખા;'''
'''અંતર શત્રુને રે, લાગે અતિવજ્ર સરીખા.'''
'''માથું જાતાં રે, મુખનું પાણી નવ જાવે;'''
'''બ્રહ્માનંદ કહે રે, તે સંત હરિને મન ભાવે.’'''

'''૧૯મા સકાનાં કાવ્ય'''

26,604

edits

Navigation menu