26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 380: | Line 380: | ||
<center>'''૧૯મા સકાનાં કાવ્ય'''</center> | <center>'''૧૯મા સકાનાં કાવ્ય'''</center> | ||
૧૯મો સૈકો એ કાળનો છેલ્લો સૈકો છે. એમાં ગિરિધર, ભોજોભક્ત, મનોહરસ્વામી, આદિ કવિઓએ ગુર્જર સાહિત્યવાટિકાને ખિલવી છે. ગિરધર કવિએ ‘તુલસીવિવાહ’ આદિ ગ્રન્થો રચ્યા છે; પરંતુ એનું ‘રામાયણ’ લોકોમાં અતિપ્રિય થયું છે. ઉત્તર હિંદમાં જેવું તુલસીકૃત ‘રામાયણ’ પ્રિય છે તેવું ગુજરાતીમાં ગિરધરકૃત ‘રામાયણ’ પ્રિય છે. એની ભાષા સરળ ને પ્રાસાદિક છે, ને એ લોકપ્રિય રાગોમાં રચેલું હોવાથી જનસમાનમાં ઘણું પ્રચાર પામ્યું છે. | |||
'''‘ત્યારે માતા કૌશલ્યાજી બોલીયાં, હો વાલા રે,''' | |||
'''તુને નહીં જાવા દેઉં વન, કુંવરજી કાલા રે.’''' | |||
ઈત્યાદિ. | |||
રામચંદ્રજીને વનમાં જતા અટકાવવા કૌશલ્યાનાં વચન કરુણારસથી ભરપૂર છે ને માતાના અકૃત્રિમ સ્નેહરસનો ખરો ચિતાર આપે છે. તેમજ પોતાની સાથે તેડી જવા સીતાજીએ રામચંદ્રને કહેલાં વચન પણ હૃદયદ્રાવક છેઃ | |||
'''‘અહો નાથ હું દાસી તમારી વિજોગ નવ સેહેવાય;''' | |||
'''તમ વિના હું કેમ રહું એકલી, એક ઘડી જુગ થાય''' | |||
'''જળ વિના જળચર કેમ જીવે, જો કરિયે કોટી ઉપાય,''' | |||
'''હું છાયા તમારા દેહતણી પ્રભુ કહો કેમ અળગી થાય.''' | |||
'''કનકકાન્તિ જેમ દીપશિખા, રવિરશ્મિ સદા રહે પુરી;''' | |||
'''તે કલ્પાન્તે વિલક્ષણ ન થાય, જે પરિમલ ને કસ્તુરી.''' | |||
'''એમ હું તમથી ન રહું વેગળી સુણિયે શ્રીરઘુરાય;''' | |||
'''જેમ સદા વિવેક સાધુનું હદે તજી કલ્પાંતે નવ જાય.’''' | |||
એની કેટલીક ગરબીઓ પણ ઉત્તમ છેઃ | |||
'''‘આવો આવો રે નંદના લાલ, મારે ઘેર આવો રે.’''' | |||
'''‘મુને મળિયા સુંદરશ્યામ, આજે મારે દીવાળી.’''' | |||
<br> | |||
<br> | |||
<center>મનોહરસ્વામી</center> | |||
મનોહરસ્વામી એ વડનગરા નાગર મૂળ જૂનાગઢના વતની હતા. પણ ભાવનગરમાં સદ્ગત ગૌરીશંકરભાઈના આશ્રય નીચે આવીને રહ્યા હતા. પાછળની એમણે સંસારથી વિરક્ત થઈ સંન્યાસ ગ્રહણ કર્યો હતો અને સચ્ચિદાનન્દ નામ ધારણ કર્યું હતું. પછી શ્રીયુત ગૌરીશંકરભાઈને પણ એમણે સંન્યાસની દીક્ષા આપી હતી. એઓ શાંકરમતના દૃઢ હિમાયતી હતા અને એમણે વલ્લભમતના ખંડન વિષે કાવ્ય રચ્યું છે. એઓ ગીર્વાણભાષામાં પ્રવીણ હતા અને ‘ભગવદ્ગીતા’ ને ‘રામગીતા’નું ગુજરાતી કાવ્યમાં એમણે ભાષાન્તર કર્યું છે. એઓ સ્વભાવે સ્વતન્ત્ર અને આગ્રહી હતા. એમણે ‘વલ્લભમતખંડન’ નામનો સંસ્કૃત વાદગ્રન્થ રચ્યો છે. એમને ફારસી ભાષાનું પણ સારું જ્ઞાન હતું. એ ઉપરાંત વેદાન્તવિચારથી અંકિત ‘મનોહરકાવ્ય’ પણ એમણે રચ્યું છે. એમાંની કેટલીક સુંદર પંક્તિઓ નીચે આપી છે; પંથ ચલાવનારા પાખંડી લોકોને એમણે નિન્દ્યા છે કે– | |||
'''‘કંઈ પાખંડે પંથ ચલાવે, પ્રભુ થઈને પૂજાય;''' | |||
'''શિષ્યતણો સંશય નવ ટાળે, ધૂતિને ધન ખાય.’''' | |||
કવિએ સત્ય કહ્યું છે કે જ્યાંસુધી કામનાનો નાશ થતો નથી ત્યાં સુધી આન્તર મિલનતા ધોવાતી નથીઃ | |||
'''‘પત્થર તેટલા દેવ કરે, તીરથમાં ડુબકાં ખાય,''' | |||
'''વ્રત ઉપવાસે દેહ દમે પણ, મનનો મેલ ન જાય;''' | |||
'''કામ, ક્રોધ, મદ, મોહ, મચ્છરનું, મનમાં જોર ન માય;''' | |||
'''વિષય પામવા વલખાં વીણે, રાંક, રળાય, રાય.''' | |||
'''માયા કાળતણા બંધનમાં, લાલચથી બંધાય;''' | |||
'''મરીચિકાજળ મોહોમાં નાવે, આશા અદકી થાય;''' | |||
'''ગુરુવેદાન્તવચનથી તેણે, નિજ સ્વરૂપ સમજાય,''' | |||
'''વૃત્તિ અખંડ જ્ઞાનમય રાખે, જન્મમરણભય જાય.’''' | |||
બ્રહ્માનંદનો સ્વાનુભવ થવાથી કેવું સુખ થાય છે? | |||
'''બ્રહ્માનંદ મગનમાં વિલસે, ત્રિવિધ ટળી જાય;''' | |||
'''દેહ છતે દેહભાવ તજે, દૃઢ સંશયશોક પળાય.''' | |||
'''હસે, રમે, સ્વયં ખેલે, સ્વયંમાં બોલે, ગાય;''' | |||
'''સ્વગતાદિક માયિક ઉદરમાંથી, ભેદ અશેષ વિલાય.''' | |||
'''એ સુખ જે માણે તે જાણે. વાણે નવ કહેવાય;''' | |||
'''મનોહર હરિગુરુપૂર્ણકૃપાથી, આત્માનંદ પમાય.’''' | |||
આમાં અને અન્ય સ્થળે | |||
‘मुद्यते हृदयग्रन्थिश्छिद्यते सर्वसंशयाः । | |||
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ।।’ | |||
અને ‘यदा सर्वे प्रमुच्यन्ते कामा येडस्य हदि श्रिताः | |||
अथ मर्त्योडमृतो भवत्यत्र ब्रह्म समश्नुते ।। | |||
આદિ ઉપનિષદવાકયોની છાયા આવે છે. તેમજ | |||
'''‘જે અપાણિપાદ ગ્રહે ગતિ કરનાર રે,''' | |||
'''આંખ્યો કાનો વિના દેખે સુણે ઠારોઠાર રે;''' | |||
'''બુદ્ધિચિત્તવોણો સર્વે જાણે ને સંભારે રે,''' | |||
'''અખંડ જ્ઞાન છે જેનું કદી ન વિસારે રે;''' | |||
'''એને કો ન જાણી શકે, સહુનો એ જાણ રે,''' | |||
'''નિત્ય જગદાદિ રાજે, પુરુષપૂરાણ રે.’''' | |||
આમાં પરબ્રહ્મનું સ્વરૂપ ‘શ્વેતાશ્વતર ઉપનિષદ’ના | |||
‘अपाणिपादो जवनो प्रहीता पश्यत्यचक्षुः स शृणोत्यकर्णः । | |||
स वेत्ति वेद्यं न च तस्यास्ति वेत्ता तमाहुरग्र्यं पुरुषं महान्तम् ।।’- | |||
એ વાક્યનું સંસ્મરણ કરાવે છે. | |||
ધર્મનો ઢોંગ કરનારા, બગઋષિઓના પર કવિએ સખત પ્રહાર કર્યો છેઃ | |||
'''‘કપટી પાપ આપતો, હીંડે ઠારોઠાર,''' | |||
'''ચપટી ચોખા લઈ ફરે, સર્વ દેવનાં દ્વાર,''' | |||
'''કર જોડીને વીનવે મારાં પાપ નિવાર. કપટી.’''' | |||
પણ કામદિનો નાશ થયો નથી ત્યાં સુધી સિદ્ધિ થતી નથીઃ | |||
'''‘પાપતણાં તો મૂળ છે, કામાદિક મનમેલ;''' | |||
'''ત્યાંસુધી નહીં સાંભળે, દેવ ગણે છે ફેલ.''' | |||
'''પાપ ટાળવા ચાહે તો કામાદિકને ટાળ;''' | |||
'''સત્ય દયા સંતોષની, આડી કરની પાળ.''' | |||
'''નિર્મળ થઈ હરિભજન કર, રાખી દૃઢ વિશ્વાસ;''' | |||
'''મનોહર સદ્ય મુકાવશે, કાપી પાતકપાશ.’ કપટી.''' | |||
વળી– | |||
'''‘શત સંવત્સર તૂંબડી, જળમાં ડબકાં ખાય''' | |||
'''અંતર ધોયા વિણ કદી, કટુતાઈ નવ જાય.’''' | |||
જેવી પંક્તિઓમાં મન નિર્મળ કરવાનો યોગ્ય ઉપદેશ કર્યો છે. જીવન્મુક્ત કયારે થવાય તેને માટે નીચેનું પદ ગાયું છેઃ | |||
'''‘જે કોઈ સદ્ગુરુશરણે જાય, તેના સંશય દૂર પલાય;''' | |||
'''કામ, ક્રોધ, મદ, મચ્છર, આશા, તૃષ્ણા લય થાય,''' | |||
'''અતિશયિતાદિક દોષ વિષયના, ઉરમાંહે દેખાય. જે કોઈ.''' | |||
<center>*</center> | |||
'''સમરસવ્યાપક સચ્ચિદ આનંદ, રૂપ થઇને વિલસાય;''' | |||
'''મનોહર મરણતણો ભય ભાગે, જીવન્મુક્ત કહેવાય. જે કોઈ.’''' | |||
વળી નીચેનાં જેવાં પદ સંસારનું સત્ય ચિત્ર દર્શાવી મતને બોધ ને શાન્તિ આપે છેઃ | |||
'''‘મન તું મે’લ જૂઠ જંજાળ, માથે ભમે અચાનક કાળ. ટેક.''' | |||
'''ભવસાગરમાં ચાર ખાણના, જંતુ લઘુ વિશાળ;''' | |||
'''અગણિત પ્રગટે, અગણિત મારે, કાળ પાથરી જાળ. મન તું.''' | |||
'''કાળતણો જે કાળ નરહરિ, તે સાચો રખવાળ;''' | |||
'''વેગે શરણ ગ્રહે તે હરિનું, લેશે શીઘ્ર સંભાળ. મન તું.''' | |||
'''ચેત ચેત રે ચેત શીઘ્રથી, મૂકી આળપંપાળ;''' | |||
'''મનોહર મૃત્યુ થકી મૂકાવે, ચિદ્ઘન દીનદયાળ. મન તું’''' | |||
edits