પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 684: Line 684:
આ પ્રમાણે આદ્ય, મધ્ય, અને અર્વાચીન સમયના ગુજરાતી સાહિત્યનું સિંહાવલોકન કર્યું, ને મુખ્ય કવિઓનાં કેટલાંક ઉત્તમ કાવ્યોનું દિગ્દર્શન પણ કર્યું. ઉપસંહારરૂપે કહેતાં આ બધા સમયમાં પદ્યસાહિત્યનો જ વિકાસ થયો હતો. ગદ્યસાહિત્યમાં શાસ્ત્રીય ગદ્ય સિવાય રૂઢ ગદ્યને હજી ઉદ્ભવ જ થયો નહોતો. પદ્યસાહિત્યમાં પણ બહુધા આખ્યાનો, વાર્તાઓ, નીતિ, ભક્તિ, જ્ઞાન, અને ઈશ્વરપ્રાર્થનાનાં જ કાવ્યો રચાયાં હતાં. બધાં પદ્યોનો પ્રવાહ આ એક જ દિશા તરફ વહ્યો હતો.
આ પ્રમાણે આદ્ય, મધ્ય, અને અર્વાચીન સમયના ગુજરાતી સાહિત્યનું સિંહાવલોકન કર્યું, ને મુખ્ય કવિઓનાં કેટલાંક ઉત્તમ કાવ્યોનું દિગ્દર્શન પણ કર્યું. ઉપસંહારરૂપે કહેતાં આ બધા સમયમાં પદ્યસાહિત્યનો જ વિકાસ થયો હતો. ગદ્યસાહિત્યમાં શાસ્ત્રીય ગદ્ય સિવાય રૂઢ ગદ્યને હજી ઉદ્ભવ જ થયો નહોતો. પદ્યસાહિત્યમાં પણ બહુધા આખ્યાનો, વાર્તાઓ, નીતિ, ભક્તિ, જ્ઞાન, અને ઈશ્વરપ્રાર્થનાનાં જ કાવ્યો રચાયાં હતાં. બધાં પદ્યોનો પ્રવાહ આ એક જ દિશા તરફ વહ્યો હતો.
આ સાહિત્યમાંનું આદિ ને મધ્ય કાળનું સાહિત્ય અંગ્રેજ અમલ થયા પહેલાં રચાયું હતું. અર્વાચીન સમયનું કેટલુંક સાહિત્ય એ અમલ થયા પછીનું હતું તો પણ તેમાં અંગ્રેજી કેળવણીના સંસ્કાર પડ્યા નથી.
આ સાહિત્યમાંનું આદિ ને મધ્ય કાળનું સાહિત્ય અંગ્રેજ અમલ થયા પહેલાં રચાયું હતું. અર્વાચીન સમયનું કેટલુંક સાહિત્ય એ અમલ થયા પછીનું હતું તો પણ તેમાં અંગ્રેજી કેળવણીના સંસ્કાર પડ્યા નથી.

'''બ્રિટિશ રાજ્યથી સાહિત્યને થયેલા લાભાલાભ'''
અંગ્રેજ સરકારનો અમલ થયાથી કેળવણીને બહુ લાભ થયા તેની સાતે કેટલાક ગેરલાભ પણ થયા. જાનમાલની સહીસલામતી થવાથી ને દેશમાં શાન્તિનાં શીતલ કિરણ પ્રસરવાથી લોકોનાં ચિત્ત સાહિત્યની ખિલવણી કરવા પ્રવૃત્ત થયાં. અંગ્રેજી ભાષાનું વિશાળ, સંસ્કારી, ને ભિન્ન ભિન્ન રંગે રંગાએલું ને ભિન્ન માર્ગમાં પ્રવૃત્તિવાળું સાહિત્ય શીખવાથી વ્યક્તિસ્વાતન્ત્ર્યનાં ને સામાજિક સુધારાનાં બીજ વાચકના મનમાં રોપાયાં. મિલ, બર્ક, મેકૉલે, કાર્લાઈલ, બેકન, હૅલમ જેવા ઉત્તમ ગ્રન્થકારોના ગ્રન્થોનું અધ્યયન ને પરિશીલન કરવાથી વાચકની બુદ્ધિ ખીલી, તેના વિચારો પ્રૌઢ થયા અને તેનું લક્ષ સ્ત્રીકેળવણી ને સામાજિક સુધારાની તરફ આકર્ષાયું. સ્ત્રીવર્ગનો અજ્ઞાનાંધકારમાંથી ઉદ્ધાર કરી તેની અધમ દશા સુધારવા તરફ તેનું લક્ષ ગયું. પરદેશગમનનો માર્ગ ઊઘડ્યો. એ વિષે લોકોના વિચાર-ફેરવાયા. ઘરકૂકડાની પેઠે ઘરમાં ભરાઈ રહેવાને બદલે વેપારરોજગારને કે જ્ઞાનસંપાદન કરવાને અર્થે લોકો પરદેશ જતા થયા. પ્રવાસથી અને સુધરેલા લોકોના સમાગમથી તેમનો દૃષ્ટિકોણ વિશાળ ને વિસ્તીર્ણ થયો; અને વિચારક્ષેત્ર ને કાર્યક્ષેત્ર ભિન્નભિન્ન માર્ગે પ્રવર્ત્યું ને ખીલ્યું. આપ્ત પુરુષનું વચનમાત્ર પ્રમાણભૂત છે એમ માની લેવાની વૃત્તિ ઓછી થતી ગઈ. દરેક લખાણને અને વચનને બુદ્ધિ અને તર્કની કસોટીએ ચઢાવી તેની સમ્યક્ પરીક્ષા કર્યા પછી જે તેને સત્ય ને પ્રમાણભૂત તરીકે સ્વીકારવાની વૃત્તિનો ઉદ્ભવ થયો. અંગ્રેજો સાથેના સહવાસથી તેમના સમાજબંધારણનું જ્ઞાન થયું. ગુજરાતી સાહિત્યમાં નવલકથાઓ અને વિજ્ઞાનનાં પુસ્તકો રચાવા માંડ્યાં. વિવેચક ને સંશોધક શક્તિનો ઉદ્ભવને વિકાસ થયો. માનસિક દૃષ્ટિની મર્યાદા ઉદાર, વિશાળ, ને વિસ્તીર્ણ થઈ.

'''ગેરલાભ'''
અંગ્રેજ જેવી કેળવાએલી પ્રજાના સમાગમ ને સંસર્ગથી અને તેની શિષ્ટ ને સંસ્કારી વાઙ્મયના અધ્યયનથી આવા ઘણા લાભ થયા. સંસ્કૃત, ફારસી ને અરબી, એ પ્રાચ્ય ભાષાઓની કેળવણી આપવી કે પાશ્ચાત્ય ભાષા અંગ્રેજીની, એ પ્રશ્નનો નિર્ણય કરવાનું કામ મેકૉલેના હાથમાં આવ્યું. તેણે અંગ્રેજી ભાષાની જ કેળવણી આપવી ને તે અંગ્રેજી ભાષા મારફતે જ એવો નિર્ણય કર્યો અને એ નિર્ણયને અનુસરીને બ્રિટીશ કેળવણીનું બંધારણ યોજાયું. તેથી દેશી ભાષાઓની કેળવણીને ભારે નુકશાન પહોંચ્યું. માતૃભાષાની ખિલવણીને મોટો પ્રતિબન્ધ નડ્યો અને એ હાનિનાં અનિષ્ટ ને કડવાં ફળ હજી પણ આપણને ભોગવવાં પડે છે.

'''પ્રાચીન અને નવીન'''
જેટલું પાશ્ચાત્ય એટલું સ્તુત્ય ને ગ્રાહ્ય અને પ્રાચ્ય એટલું ગર્હ્ય ને ત્યાજ્ય એવો કુવિચાર ઉત્પન્ન થવાથી કેટલાક લોકો ઉન્માર્ગે પ્રવૃત્ત થયા. પાશ્ચાત્ય આચારવિચાર સારા, પાશ્ચાત્ય રહેણીકરણી ઉત્તમ, પાશ્ચાત્ય સામાજિક સ્વતંત્રતા આવશ્યક, પાશ્ચાત્ય પોશાક ને પાશ્ચાત્ય ભોજન આરોગ્યને વિશેષ હિતકર, જેટલું પાશ્ચાત્ય એટલું સંસ્કારી ને ગ્રાહ્ય ને પ્રાચ્યમાત્ર તિરસ્કાર્ય, એવી વૃત્તિનો કેટલાક તરુણ ને બિનઅનુભવી પુરુષોમાં જન્મ થયો અને તેમનો સંસર્ગદોષ બીજાઓને વળગ્યો. પ્રાચ્યસાહિત્યમાં ને ધર્મમાં કંઈ સત્ત્વ નથી. એ બધું દરિદ્ર, નિઃસત્ત્વ, અને મનને કોઈ પણ પ્રકારે કેળવે નહિ એવું છે એવો અકલ્યાણકારક વિચાર ઉત્પન્ન થવાથી પ્રાચ્ય આચારવિચારથી લોકો ભ્રષ્ટ થવા માંડ્યા. પ્રાચ્ય ભાષાનો ને દેશી અભ્યાસ નષ્ટપ્રાય થયો. શાસ્ત્રીય પદ્ધતિનો વિધ્વંસ થયો ને ઉપલકિયા અભ્યાસ તરફ લોકોનું વલણ થયું. ગ્રન્થકાર, કવિ કે પત્રકાર થતાં પહેલાં તેને માટે શી સાધનસંપત્તિ આવશ્યક છે તેનો વિચાર કરવાની પણ જરૂર રહી નહિ. નિયમમાત્રનો ત્યાગ કરવા તરફ પ્રબળ વલણ થયું. પ્રાચીન નિયમબદ્ધ કાવ્યને બદલે સ્વચ્છંદી છન્દોમાં કે ગદ્યમાં પણ પદ્ય રચાવા માંડ્યાં. ગદ્યમાં કાવ્યત્વ હોય પણ પદ્યમાં ગેયત્વ આવશ્યક છે એનો પણ અસ્વીકાર થવા માંડ્યો. સાહિત્યમાં આત્મબળ તરફ અશ્રદ્ધા ઉત્પન્ન થવાથી તરજુમિયાં લખાણો તરફ મન આકર્ષાયું. ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી ને વડોદરાનું ભાષાન્તરખાતું તેમજ સાહિત્યપરિષદની ભંડોભકમિટી પણ બહુધા એવાં તરજુમિયાં લખાણોને જ ઉત્તેજન આપતાં જણાય છે એ ખેદ સાથે કહેવું પડે છે. ઊંચા શાસ્ત્રીય ગ્રન્થોના દેશકાલાનુસારી રૂપાન્તર કે ભાષાંતર જરૂર અંશે છે એની ના કહેવાશે નહિ. પરંતુ સ્વતંત્ર ગ્રન્થોની ઘણી આવશ્યકતા છે એ નિઃસંશય છે.

'''મોહન નવીનતા'''
નવીનતાનો મોહ મનુષ્યમાત્રને માદક પદાર્થની પેઠે પરવશ કરે છે ને તેની વિચારશક્તિનો લોપ કરે છે. કવિકુલગુરુ કાલિદાસે કાવ્યના સંબંધમાં કહ્યું છે તેમ વસ્તુમાત્રમાં બધી નવીન કંઈ નવીનતાને લીધે જ ગર્હ્ય નથી. સાધુ પુરુષો નીરક્ષીરન્યાયે સારાસારનો વિવેક કરીને જ પ્રાચ્ય કે પ્રતીચ્ય, બેમાંથી એકનું ગ્રહણ કરે છે. સ્વતંત્ર બુદ્ધિથી વસ્તુઓની તુલના કરી સારનું ગ્રહણ કરવાને બદલે બુદ્ધિને તિલાંજલિ આપી પારકાના વિચારથી જ દોરાય છે તે મૂઢ છે, વિવેકશૂન્ય છે. દેશકાળનો ને પરિસ્થિતિનો વિચાર કરીને આચારવિચારમાં તેમજ સાહિત્યમાં ફેરફાર કરવો એ જ ઉત્તમ માર્ગ છે.

'''અંગ્રેજી કેળવણીનો આરંભ'''
ગુજરાતમાં અંગ્રેજી કેળવણીનો દીપ પ્રથમ સુરતમાં પ્રગટ્યો અને ત્યાંથી તેનો પ્રકાશ ગુજરાતના બીજા ભાગમાં તથા કાઠિયાવાડમાં ને કચ્છમાં પ્રસર્યો. એક સમય એવો પણ હતો કે ત્યારે સુરતના વતનીઓ ગુજરાત કોલેજના પ્રિન્સિપાલો અને ઘણાખરા ડેપ્યુટિ ઈન્સ્પેક્ટરો સુરતી હતા. આધુનિક ગુજરાતી સાહિત્યનો આરંભ પણ સુરતમાંજ થયો. ત્યાં સાહિત્યક્ષેત્રમાં ત્રણ રત્નો એકી વખત ઝળહળી નીકળ્યાં. એ રત્નોએ સાહિત્યનો વિકાસ જુદા જુદા માર્ગમાં કર્યો. એ રત્નોમાં સાહિત્યની અનન્ય સેવા કરી વિવિધ માર્ગે ખિલવનાર. ‘રૂઢ, રમતી, ને મર્માળી’ ભાષામાં ગુજરાતી ગદ્યના ઉત્પન્ન કરનાર, ગુજરાતી કોશના આદ્ય પ્રણેતા, સંસારના સુધારાનો ઝુંડો ઉઠાવનાર, વહેમદુર્ગનો વાગ્બાણના વજ્રપ્રહારથી નાશ કરનાર, ‘આંખમાં ઝળઝળીઆં સાથે’ કલમને ખોળે બેસનાર, કલમને ખોળે જ ૨૪ વર્ષ લાડ લાડનાર, એ ટેક જવાનો સમય આવતે દિલગીરીથી તે છોડવો પડ્યો ત્યારે અવશિષ્ટ જીવન ખેદથી નિર્ગમન કરનાર, સાહિત્યસેવામાં જીવન અર્પણ કરવાની આદર્શભૂત પ્રતિજ્ઞા અવસાનપર્યન્ત પાળનાર, જુવાનીના ઉચ્છેદક વિચારોના ત્યાગપૂર્વક સંરક્ષણ દર્શાવનાર ‘ધર્મગ્રન્થ’ પ્રસિદ્ધ કરવાની અડગ હિંમત ધરાવનાર, ધીટ નરવીર, ‘ ગરવી ગુજરાત’ને સાહિત્યમાં ઉચ્ચતમ સ્થાને પહોંચાડનાર, ‘પ્રેમશૌર્ય’ અને સ્વદેશાભિમાનની ઉચ્ચ વૃત્તિ જનસમૂહમાં જગવનાર ને ઉત્તેજનાર, સ્વાનુભવરસિક કવિ નર્મદે અદ્વિતીય સાહિત્યસેવા બજાવી છે; ને દ્રવ્યની આપત્તિમાં એકલે હાથે, સરકાર કે રાજ્યના આશ્રય વિના ગુજરાતી સાહિત્યની જે ભિન્ન ભિન્ન દિશામાં ખિલવણી કીધી છે તે હાલના, પ્રગતિની વાતોમાં જ કાર્યની પરિસમાપ્તિ માનનાર વાચાળ જમાનામાં એક આદર્શભૂત ને સર્વથા અનુકરણીય દૃષ્ટાન્ત છે. તરુણ લેખકોએ આની નકલ યથાશક્તિ કરવા પ્રવૃત્ત થવું જોઈએ તેઓ સાહિત્યની સંગીન સેવા બજાવવા તત્પર થશે તો સાહિત્યવૃક્ષ શાખાપ્રશાખાથી ચારે તરફ ફાલી સમૃદ્ધ થશે.

'''સાહિત્યસેવા માટે અધિકાર પ્રાપ્ત કરવાની આવશ્યકતા'''
પરંતુ તરુણ સાહિત્યસેવકોએ એક વાત લક્ષમાં લેવા જેવી છે. પ્રાચીનકાળથી આપણા વિદ્વાનો અધિકાર પ્રાપ્ત કર્યા વિના કોઈ પણ કાર્ય માથે લેતા નહિ. ગુરુચરણની નમ્રભાવે સેવા કરી તેમની પાસેથી અધિકાર પ્રાપ્ત કર્યા પછી જ ગુરુપ્રસાદીથી મેળવેલી વિદ્યાનો તેઓ ઉપયોગ કરતા, પ્રાચીન શ્રુતિમાં આખ્યાનરૂપે કહ્યું છે તેમ ગુરુને પણ એવી આજ્ઞા હતી કે શ્રદ્ધાળુ, નિંદા ન કરનાર, પવિત્ર ને ઋજુ પુરુષને જ વિદ્યાદાન આપવું, એથી હું વીર્યવતી થઈશ એમ વિદ્યાએ કામરૂપિણી થઈ બ્રાહ્મણ પાસે જઈ તેને કહ્યું છે. કાવ્ય લખતાં પહેલાં કવિ નર્મદે જયદેવના અલંકારગ્રન્થ ‘ચંદ્રાલોક’નો અને વૃત્તરત્નાકર, શ્રુતબોધ,’ આદિ પિંગળગ્રન્થોનો અભ્યાસ કર્યો અને એક કડિયાના ઘરમાં દાદુપંથી સાધુકવિ લાલદાસનાં સંગ્રહમાંથી ‘છંદરત્નાવળી’ નામનું પુસ્તક શોધી તેને ઘેર દરરોજ જઈ તેની નકલ કરી; અને તે સમયે ગુજરાતીમાં પિંગળ છપાયું નહોતું તેથી એ રીતે છન્દઃશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. વળી ભાષાના સંસ્કારી જ્ઞાન માટે કવિ ‘સારસ્વત’, ‘લઘુસિદ્ધાન્તકૌમુદી’ ને ‘રઘુવંશ’ આદિ સંસ્કૃત કાવ્યો શાસ્ત્રી પાસે શીખ્યા. આટલો અધિકાર પ્રાપ્ત કર્યા પછી પોતે લેખક થયા અને પોતાના બુદ્ધિપ્રભાવે ને ઉત્સાહે સાહિત્યક્ષેત્રમાં પોતાનો અમર કીર્તિસ્તંભ સ્થાપ્યો. હાલમાં તો નવલરામભાઈ કહે છે તેમ જે ને તે કવિ થવા ઇચ્છે છે અને પોતાના નામની પૂર્વે ‘કવિ’ (તેમાં ‘વિ’ હ્રસ્વને બદલે દીર્ઘ હોય તો ફિકર નહિ) એવું ઉચ્ચપદ મૂકવા અભિલાષા રાખે છે. પ્રતિભા, શાસ્ત્રજ્ઞો પાસે કરેલો અભ્યાસ, બહુશ્રુતપણું, કાવ્યશાસ્ત્રનું ને ઉત્તમ કાવ્યોનું પરિશીલન, એ બધાં અત્યાવશ્યક સાધનો પ્રાપ્ત કર્યા વિના કાવ્ય રચવાં એ ઉપહસનીય જ થાય છે. સૉક્રેટીસના વિચાર પ્રમાણે દુનિયામાં ઉત્તમમાં ઉત્તમ પ્રાપ્ત કરવાની વસ્તુ જ્ઞાન છે, અને ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન આપણા પોતાના વિશેનું છે. આપણું પ્રમાણ આપણે પોતે માપવું જોઈએ. જેમ આપણે આપણી શક્તિને વધારે ઓળખીશું તેમ આપણું જ્ઞાન કેવું સ્વલ્પ છે તે આપણને સમજાશે. વળી આપણી સ્વલ્પ જ્ઞાનમર્યાદામાં જે ઘણું સત્ય ભાસતું હતું તે મર્યાદા વિસ્તીર્ણ થયે અસત્ય છે એમ ખાતરી થશે.

'''કવિ નર્મદ'''

26,604

edits

Navigation menu