પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૧.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 169: Line 169:
એ હદમાં રહી પરિષદ બધું જ કરી શકે. જોઈએ માત્ર પૂરતું નાણું, અને તેનાથી પણ વધારે અગત્યનું અંગ, લાયક કાર્યકર્ત્તાઓ. એ વિષે વધારે વિવેચન ન કરતાં એટલું જ કહીશ કે સમય જતો જશે તેમ તેમ બધું જ મળી રહેશે. बहुरत्ना बसुंधरा. મુંબઈ જેવા શહેરમાં સ્થાનિક અને બહારના લેખકો અને સાહિત્યરસિકો મળી પોતાની ગૂંચવણી અને મુશ્કેલીઓ ઊહાપોહ કરી તે મુશ્કેલીઓ દૂર કરવા મંત્રણા કરી શકે. શ્રી ફાર્બસ ગુજરાતી સભા એ દિશામાં વિશાળ મદદ કરી શકે અને કરવા તૈયાર છે.

જેમ જેમ સ્ત્રીકેળવણી વધતી જશે તેમ તેમ આપણા દેશનો ઉદ્ધાર થતો જશે. દેશના ઉદ્ધાર સાથે સાહિત્યનો વિકાસ સંકળાયેલો છે. સ્ત્રીઓ કેળવાશે એટલે બાળકો કેળવાશે. બાળકેળવણીના સવાલનો એની મેળે ફડચો આવી જશે. આજે આપણે ત્યાં બાળસાહિત્ય જોસથી આગળ વધી રહ્યું છે, તેમાં સ્ત્રીઓ કરતાં પુરુષોએ વધારે ફાળો આપ્યો છે. તો પછી જ્યારે સંખ્યાબંધ કેળવાયેલી ગુજરાતણો ને કાઠિયાવાડણો એમાં રસ લેતી થશે, ત્યારે સ્ત્રી અને પુરુષના સહકારથી, માતા અને પિતા બંનેના સામટા પ્રયત્નથી બાળજીવન, બાળકેળવણી, બાળસાહિત્ય કેટલે બધે દરજ્જે વિકસિત થશે તેનો ખ્યાલ આપ સૌ કરી શકશો. એ સ્ત્રીકેળવણીના વિષયને અગ્ર સ્થાન આપવા સાહિત્યપરિષદ શું કરી શકે તે વિચારવાનું છે.

<br>
<br>
<center>'''માતૃભાષા–ગુજરાતીને ઊંચી કેળવણીમાં સ્થાન'''</center>
આ વિષય જેટલો જ બલકે તેથી વધારે અગત્યનો વિષય આપણી માતૃભાષા–ગુજરાતીને ઊંચી કેળવણીમાં સ્થાન આપવા સંબંધી છે. એ પ્રશ્નનો એટલો બધો ઊહાપોહ થઈ ગયો છે કે તેને ચર્ચવાની લેશમાત્ર જરૂર હું જોતો નથી. છેલ્લાં આઠ દશ વરસમાં યુનિવર્સિટીએ પણ એ બાબતની અગત્ય કબૂલ રાખી ઠેઠ એમ.એ.ની પરીક્ષા સુધી ગુજરાતીને અંગ્રેજીની બરાબરીનું – લગભગ બરાબરીનું સ્થાન આપ્યું છે. અત્યાર સુધી થયું છે તે અલબત્ત પ્રશંસાને પાત્ર છે, પણ તે બસ નથી, જ્યારે સઘળી કેળવણી માતૃભાષામાં અપાતી થશે, ત્યારે જ ભાષાની ખિલવણી થશે. આપણી ભાષાને આપણું સાહિત્ય ખીલવવા માટે જેમ બને તેમ ગુજરાતીના વાપરનું ક્ષેત્ર વિસ્તૃત થવું જોઈએ. એ ક્ષેત્ર વિસ્તૃત થવાને માટે ખિલવણી પામેલી શિષ્ટ, સંસ્કારી અને શાસ્ત્રીય ગુજરાતીમાં પુસ્તકો લખાવાં જોઈએ. મતલબ કે પહેલું પગલું બીજાની પુરવણીરૂપ છે, ને બીજું પહેલાંની પુરવણીરૂપ છે, એક બીજાની જોડે સંકલિત છે. જે ભાષા વડે પ્રેમાનંદ ને દયારામે પોતાના વિચારો દર્શાવ્યા તે ભાષા વખતે ચાલુ જમાનાની ભીડને પહોંચી નહિ વળે, પરંતુ તેથી નિરાશ થવું જોઈએ નહીં. સ્પેન્સર કે ચૉસરના જમાનાની, મીલ્ટનના જમાનાની ભાષા શું તે ને તે જ સ્થિતિમાં રહી છે? ના, નથી રહી. તો પછી જે કારણોને લઈ, જે સાધનો વડે આજની અંગ્રેજી ભાષા ખીલી, સમૃદ્ધ થઈ તે જ કારણો, ને તે જ સાધનો આપણી ભાષાને કેમ નહિ ખીલવે ને સમૃદ્ધ બનાવે? આ દિશામાં પણ સાહિત્યપરિષદે તો શું પણ દરેક કેળવાયેલા ગુજરાતીએ પ્રયત્ન કરવો જોઈએ.
આટલું બોલી, સન્નારીઓ અને સદ્ગૃહસ્થો! મારું વ્યાખ્યાન હું બંધ કરું છું. આ વ્યાખ્યાનમાં નથી વિદ્વત્તાની વિદ્યુતના ચમકારા, કે નથી પાંડિત્યના પાઠઃ મારાં ભાઈબહેનની સામે બેસી જેવી રીતે તમારી સાથે વાત કરવાનો મેં લોભ રાખ્યો છે, એ વાતચીત આપે સૌએ ધીરજથી સાંભળી તેમ જ મને આ બહુમાન આપ્યું તે બદલ અંતઃકરણપૂર્વક આપનો આભાર માનું છું.
{{Poem2Close}}
<Center>'''* * *'''</Center>
પાદટીપ
26,604

edits

Navigation menu