વેરાનમાં/હું કોણ છું?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 25: Line 25:
પછી એણે અદબ વાળી, સભાસદોની સામે નજર ચોડી કહ્યું:  
પછી એણે અદબ વાળી, સભાસદોની સામે નજર ચોડી કહ્યું:  
“હું કોણ છું? હું કંગાલીઅત છું, હું હાડપીંજર છું. તમને ભાગ્યવંતોને હું બે શબ્દો કહેવા આવ્યો છું. સાંભળો.”  
“હું કોણ છું? હું કંગાલીઅત છું, હું હાડપીંજર છું. તમને ભાગ્યવંતોને હું બે શબ્દો કહેવા આવ્યો છું. સાંભળો.”  
{{Poem2Close}}
<Center>'''[૨]'''</Center>
{{Poem2Open}}
"તમે પૂછો છો હું કોણ છું? હું નારકી છું, ઠાકોરો, તમે સાંભળો.”
સભાગૃહમાં સોંસરી કમ્પારી ચાલી ગઈ. બધું સ્તબ્ધ બન્યું. ‘હસતા' માનવીએ આગળ ચલાવ્યું:–
“તમે અટારીના વસનારા છો. ભલે રહ્યા. ભગવાનને ય એવું કરવાનાં કંઈક કારણો હશે. તમારી પાસે અસીમ સત્તા છે. અખાંડિત મજા છે. અન્યની દશાની મીઠી વિસ્મૃતિ છે. ભલે રહ્યાં." “પણ તમારી અટારીને નીચલે મજલે — અથવા તમારા માથા ઉપર — પણ કોઈક છે. એટલું હું તમને યાદ આપવા આવ્યો છું. તમારી નીચે એક આખી દુનિયા જીવતી પડેલી છે.”
જેમ જેમ એ બોલતો ગયે તેમ તેમ એ મહાકાય બનતો ગયો. એના પગની એડી જાણે કોઈ માનવાત્માઓના ઢગલા ઉપર ચંપાવા લાગી.
એણે ચલાવ્યું:
“હું એક કીડો છું, કે જે નરકમાંથી નીકળી આવે છે. ઠાકોર-બાંધવો! તમે સમર્થો ને ધનિકો છો. એ સામર્થ્ય અને સંપત્તિ જ તમારા નાશની સુરંગો છે. તમે અંધારી રાતનો લાભ ઉઠાવો છો. પણ સાવધાન! પ્રભાત સર્વશક્તિવતું છે. એ આવે છે; નહિ, એ આવી ચુક્યું છે. એનો સૂરજ ઉગે છે. એને ગગનમાં ચડતો કોણ રોકશે?”
“એ છે માનવ — અધિકારનો સૂર્ય. તમે છો સત્તાના નિશાચરો. હવે કંપજો. ઘરનો સાચો ધણી બારણું ઠોકે છે. હું તમને ચેતવવા આવ્યો છું. તમારાં સુખ સામે તહોમત પુકારવા ઊભો છું. એ સુખ તમે તમારા પાડોશીના દુ:ખમાંથી વણી લીધું છે.
{{Poem2Close}}
<Center>'''[૩]'''</Center>
{{Poem2Open}}
“તમારી પાસેનું સર્વસ્વ તમે અન્યની પાસેનાં ચીંથરાંમાંથી ઉપજાવેલ છે. સમર્થો! હું તો છું આશા હારી ચુકેલો વકીલઃ હાર્યા પક્ષની હિમાયત કરું છું હું: પણ હજુ અપીલ બાકી છે, ઉપલી અદાલતમાં એ પક્ષની જ જીત સમજજો.
“હું તો અવાજ માત્ર છું. માનવજાતિ એક મુખ છે. હું એની ચીસ છું. એ ચીસ નહિ સાંભળો ને ક્યાં જશો?”
“મારે જે કહેવું છે તેનો બોજો મને ચગદી રહેલ છે. હું ક્યાંથી શરૂ કરું? ખબર નથી પડતી. દુઃખોની ગાંસડીઓમાં શી ગોઠવણ હોઈ શકે? તમારી કને એમ ને એમ ઠાલવું છું.”
“તમે અજાયબ થયા છો? હું પણ ચકિત થયો છું. કાલે હું નટડો હતો, આજે ઠાકોર છું. કેવી લીલા! કોની લીલા અગમની.”
“ઠાકોરો! આ વિરાટ ધરતીના ફક્ત પ્રકાશને જ તમે જોઈ શકો છે. પણ માનજો, એમાં પડછાયા પણ પડેલા છે. તમે મને અમૂક ઠકરાતનો રાજરાણો કહો છો, પણ મારું ખરૂં નામ તો છે, મિસ્કિન નટડો ગ્વાઈનપ્લેન!”
“હું અમીરજાદો જન્મ્યો હતો. પણ તમારા મર્હુમ રાજાએ મારા પ્રજાપક્ષી પિતાને દેશવટે પતાવી દીધો. એ જ રાજાએ મને પતાવવા રૂ. દોઢસોમાં વિદેશીઓને હાથ વચ્યો. તમે મને રાજશતરંજનું રમકડું બનાવ્યો. રાજાની રાજલીલાએ મને સંસારની ઊંડી ખાઈમાં ધકેલી દીધો. શા માટે? એ અતલ ઊંડાણનો તાગ લઈ આવવા માટે હું તળીએ ગયો હતો. ત્યાંથી સત્યનું મોતી લાવ્યો છું. “હું બોલું છું. કેમકે હું જાણું છું. મેં જોયું છે, અનુભવ્યું પણ છે:– અને દુઃ:ખ એ માત્ર બોલી નાખવાનો શબ્દ નથી, ચતુર જબાનનું થુંક નથી, ઓ સુખી લોકો!”
{{Poem2Close}}
<Center>'''[૪]'''</Center>
{{Poem2Open}}
"હું અહીં નહોતો આવતો. મારૂં હૃદય અહીં નથી, બીજે ઠેકાણે છે, મારું કર્તવ્ય મને બીજે સ્થળેથી બોલાવે છે.”
બોલતાં બોલતાં એની આાંખની કીકીઓમાં જાણે એક બજાણીઆ – ગાડીની અંદર બેઠેલી એક આાંધળી કુમારિકા તરવરતી હતી. એના શરીર પર એ આાંધળી પ્રિયતમાના હાથ જાણે ફરતા હતા; જે આાંધળીને એણે એની છ મહિનાની ઉંમરે મુએલી માતાનાં સ્તનો ચૂસતી એક બરફના દાટણ તળેથી ઉપાડેલી હતી.
“પણ હું તમને કહેવા આવ્યો છું. કે તમે જે દુનિયાના માનવીઓ હોવાનો દાવો કરો છે, તે દુનિયા વિશે તમે કશું જાણતા જ નથી. હું તમને કહીશ કે એ દુનિયા કેવી છે. મને એનો પૂરો અનુભવ મળ્યો છે. તમારા બુટની એડી તળે ચેપાતો ચેપાતો માંડ માંડ સરકીને હું બહાર આવ્યો છું. તમારા બુટની એ એડીનું વજન કેટલું છે તે હું તમને કહી શકીશ.”
'એક રાત્રિયે, એક તોફાનભરી રાત્રિયે એક નિરાધાર નાનું બાળ બની, અનંત સૃષ્ટિની અંદર એકાકી અને નમાયો નબાપો હું આ સમાજને નામે એળખાતી અંધાર–ગલીમાં દાખલ થયો.
“દાખલ થતાં પહેલવહેલું મેં શું જોયું? કાયદો: એક ફાંસીને માચડે લટકતા માનવીને રૂપે! બીજી મેં દીઠી દૌલત, તમારી દૌલતઃ ટાઢ અને ભૂખમરાથી મરી ગએલી એક ઓરતને રૂપે. ત્રીજું મેં દીઠું પ્રજાનું ભાવી: એ મુએલી માનાં થીજેલાં સ્તનો ચૂસતી એક અંધ બાળકીને રૂપે.”
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu