26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 64: | Line 64: | ||
'એક રાત્રિયે, એક તોફાનભરી રાત્રિયે એક નિરાધાર નાનું બાળ બની, અનંત સૃષ્ટિની અંદર એકાકી અને નમાયો નબાપો હું આ સમાજને નામે એળખાતી અંધાર–ગલીમાં દાખલ થયો. | 'એક રાત્રિયે, એક તોફાનભરી રાત્રિયે એક નિરાધાર નાનું બાળ બની, અનંત સૃષ્ટિની અંદર એકાકી અને નમાયો નબાપો હું આ સમાજને નામે એળખાતી અંધાર–ગલીમાં દાખલ થયો. | ||
“દાખલ થતાં પહેલવહેલું મેં શું જોયું? કાયદો: એક ફાંસીને માચડે લટકતા માનવીને રૂપે! બીજી મેં દીઠી દૌલત, તમારી દૌલતઃ ટાઢ અને ભૂખમરાથી મરી ગએલી એક ઓરતને રૂપે. ત્રીજું મેં દીઠું પ્રજાનું ભાવી: એ મુએલી માનાં થીજેલાં સ્તનો ચૂસતી એક અંધ બાળકીને રૂપે.” | “દાખલ થતાં પહેલવહેલું મેં શું જોયું? કાયદો: એક ફાંસીને માચડે લટકતા માનવીને રૂપે! બીજી મેં દીઠી દૌલત, તમારી દૌલતઃ ટાઢ અને ભૂખમરાથી મરી ગએલી એક ઓરતને રૂપે. ત્રીજું મેં દીઠું પ્રજાનું ભાવી: એ મુએલી માનાં થીજેલાં સ્તનો ચૂસતી એક અંધ બાળકીને રૂપે.” | ||
{{Poem2Close}} | |||
<Center>'''[૫]'''</Center> | |||
{{Poem2Open}} | |||
“કંગાલીઅત સામે તમે હસો છો! લક્ષ્મીપુત્રો, મારી વિનવણી સાંભળી લો. હું કરગરૂં છું કે તમે દયા લાવો.” | |||
“કોની દયા? તમારી પોતાની જ. અત્યારે આફત કોના શિર પર ઝઝુમે છે? તમારા.” | |||
“ઈશ્વરને ત્રાજવે તમારો તોલ થઈ રહેલ છે; એક પલ્લામાં તમારી સત્તાસમૃદ્ધિ છે. ને બીજા પલ્લામાં છે તમારી જવાબદારી. પ્રભુએ પોતે કાંટો ઉપાડ્યો છે.” | |||
“હસો ના! ભલા થઈને વિચારો. તમારાં પાપપુન્યના તોલમાં તમારા અંતરાત્માની એક નાની શી ધ્રુજાટીથી જ પ્રભુ નિર્ણય કરશે.” | |||
“તમે દુષ્ટો નથી; તમે બીજા સર્વના જેવા જ છો; ન બહેતર કે ન બદતર. તમારી જાતને તમે દેવ ન માનો. કાલે તમને શરદી ચડે પછી જોઇ લેજો તમારું દેવત્વ કેવું થરથરી ઊઠે છે!" “તમારી અંદર નેકીદારો પણ પડ્યા છે; તેઓને હું સંભળાવું છું. તમારી અંદર અક્કલવાનો છે, મહાનુભાવો છે; તેમને હું આ સંબોધું છું.” | |||
“તમે બચ્ચાંના પિતાઓ હશો. જનેતાના પુત્રો હશો. બહેનોના બાંધવો ને પત્નીઓના સ્વામીઓ હશો. સુંવાળી લાગણીઓ તમને ય સ્પર્શતી હશે.” | |||
“આજે પ્રભાતે જ પારણામાં પોઢેલા પોતાના લાડીલા બાળકની ઊઘડતી આાંખો ને હાસ્યભર મોઢું તમારામાંથી જેણે ધીરી ધીરીને નિહાળ્યું હશે, તેને હું દુષ્ટ કેમ કહું?” | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits