પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૩.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 47: Line 47:

<center>'''૨'''</center>
<center>'''૨'''</center>
{{Poem2Open}}
 
આ જુદે જુદે સ્થળે વસતા ગુજરાતીઓ આજે શાથી એક બને છે? એમને શું એક બનાવે છે? ગુજરાતીપણું – ગુજરાતીતા – ગુજરાતની અસ્મિતા એટલે શું? એ વધે છે કે ઘટે છે? વધે છે તો કેટલી ને કેવીક વધે છે?

આ અસ્મિતા શબ્દ ૧૯૧૩-૧૪માં હું ‘યોગસૂત્ર’માંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો2, ત્યારથી હું તેના પર વિચાર કરું છું, અને તેને પોષે એવી સામગ્રી એકઠી કરું છું. અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બોલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે એમ કહ્યે આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેના બે અંગ છે: ‘હું છું’ અને ‘હું હું જ રહેવા માગું છું.’ એમાં એક વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને એ વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ બન્ને રહ્યાં છે. જ્યારે આપણે ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દો ઉચ્ચારીએ છીએ ત્યારે કયા અને કેવા ગુજરાતની કલ્પના સેવીએ છીએ? ને કયા ગુજરાતને હસ્તીમાં આણવાનો સંકલ્પ કરીએ છીએ?  

Line 157: Line 157:
<center>'''૮'''</center>
<center>'''૮'''</center>
સાહિત્યમાં પણ આનું જ પ્રતિબિમ્બ દેખાય છે. વ્યક્તિત્વનું સૌંદર્ય સાહિત્યકારો વધારે ને વધારે નીરખતા જાય છે. અને સાથે હેતપૂર્વક આદરેલા પ્રયત્નથી જનસમૂહની ઉત્તરોત્તર વિસ્તરતી સમગ્ર એકતા વધારે ને વધારે અનુભવતા થયા છે. ગરીબો ને દલિતોના અનુભવોનાં વર્ણનો સાહિત્યમાં ઊતરવા લાગ્યાં છે. સામાજિક અન્યાય કવિઓના હૃદયમાં જ્વાલા પ્રગટાવે છે. રાષ્ટ્રની ભાવના તો સાહિત્ય માત્રમાંથી નીતરે છે. પણ તે ઉપરાંત કવિ જગતના પીડિતોને પણ સમુદાય કલ્પી તેના તરફ પોતાના ભાવો વહેવડાવે છે.  

{{Poem2Close}}

કવિ નવી દૃષ્ટિ કેળવે છે.{{Poem2Close}}
<Poem>
<Poem>
કવિ નવી દૃષ્ટિ કેળવે છે.
'''‘મન! છોડ નિહાળવા તારલિયા, કાળાં કેદખાનાં કેરા જો સળિયા,'''

'''એનાં કંદન શું નથી સાંભળિયાં?'''
'''એનાં કંદન શું નથી સાંભળિયાં?'''
Line 181: Line 180:
'''દરિદ્રી નોધારાં હૃદય જળ દેખી ક્યમ ઠરે?9'''

</Poem>
</Poem>
 
{{Poem2Open}}
{{Poem2OPen}}
પણ એક જ ચેતવણી આપું. સમસ્ત જગતને પોતાની આર્દ્રતાના સમભાગી કરવાની જેમને ઇચ્છા હોય તે પણ એ ન ભૂલે કે સાહિત્યમાં વ્યક્તિનું સ્થાન ભૂલવું એ તો સૃષ્ટિને એની ટોચ પર ઊંધી ગોઠવવા જેવું છે. વ્યક્તિનો પ્રેમ અને અશ્રુ, ભક્તિ ને ધિક્કાર, અસ્મિતા અને કલ્પના, સ્વાનુભવ ને સ્વદૃષ્ટિ એ જ જીવન ને સાહિત્યનાં બળો છે, એના વિનાનું રાષ્ટ્ર, વર્ગ કે સૃષ્ટિ વર્ણવતું સાહિત્ય એ તો ઠાલું કાચલું છે. જેને રાજવી ન ગમતો હોય તે શ્રમજીવી આલેખે, જેને શહેરની સુંદરીઓ ન પ્રેરે તે ભલે ગામડાની ‘ગોરી’ની પ્રેરણા લે; પણ વ્યક્તત્વભરી માનવતાથી તરવરતાં સ્ત્રીપુરુષોનાં આંતરજીવનનાં જ્યાં દર્શન થતાં નથી ત્યાં સાહિત્ય નથી ને સરસતા નથી.

<br>
<br>
26,604

edits

Navigation menu