પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૩.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 49: Line 49:

આ જુદે જુદે સ્થળે વસતા ગુજરાતીઓ આજે શાથી એક બને છે? એમને શું એક બનાવે છે? ગુજરાતીપણું – ગુજરાતીતા – ગુજરાતની અસ્મિતા એટલે શું? એ વધે છે કે ઘટે છે? વધે છે તો કેટલી ને કેવીક વધે છે?

આ અસ્મિતા શબ્દ ૧૯૧૩-૧૪માં હું ‘યોગસૂત્ર’માંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો2, ત્યારથી હું તેના પર વિચાર કરું છું, અને તેને પોષે એવી સામગ્રી એકઠી કરું છું. અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બોલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે એમ કહ્યે આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેના બે અંગ છે: ‘હું છું’ અને ‘હું હું જ રહેવા માગું છું.’ એમાં એક વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને એ વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ બન્ને રહ્યાં છે. જ્યારે આપણે ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દો ઉચ્ચારીએ છીએ ત્યારે કયા અને કેવા ગુજરાતની કલ્પના સેવીએ છીએ? ને કયા ગુજરાતને હસ્તીમાં આણવાનો સંકલ્પ કરીએ છીએ?  
આ અસ્મિતા શબ્દ ૧૯૧૩-૧૪માં હું ‘યોગસૂત્ર’માંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો <ref>આ વિષે શ્રી. હીરાલાલ પારેખ ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ ખંડ ૩માં જણાવે છે કે “કવિવર ન્હાનાલાલ લખે છે, કે, ‘ગુજરાતની અસ્મિતા એ શબ્દપ્રયોગ શ્રી. મુનશીજીનો; પણ એ ભાવ શ્રી. મુનશીજીએ રણજીતરામમાં સાક્ષાત મૂર્તિવન્ત નિરખેલો, ને ત્યાંથી લીધેલો.’ પણ અમારા ધારવા પ્રમાણે એ શબ્દ પ્રથમ રણજીતરામે યોજેલો.” શ્રી. હીરાલાલની આ ધારણામાં ભૂલ છે.</ref>, ત્યારથી હું તેના પર વિચાર કરું છું, અને તેને પોષે એવી સામગ્રી એકઠી કરું છું. અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બોલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે એમ કહ્યે આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેના બે અંગ છે: ‘હું છું’ અને ‘હું હું જ રહેવા માગું છું.’ એમાં એક વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને એ વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાનો સંકલ્પ બન્ને રહ્યાં છે. જ્યારે આપણે ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દો ઉચ્ચારીએ છીએ ત્યારે કયા અને કેવા ગુજરાતની કલ્પના સેવીએ છીએ? ને કયા ગુજરાતને હસ્તીમાં આણવાનો સંકલ્પ કરીએ છીએ?  
એક સમય એવો હતો કે જોધપુરની આસપાસની ભૂમિ ગુજરાત – ગુજરત્રા ભૂમિ કહેવાતી, અને અમદાવાદ ગુજરાતની બહાર ગણાતું. એક વાર સાબરમતીની ઉત્તરે ગુજરાત ગણાતું. પણ આજે તો દક્ષિણે મુંબઈ સુધી વિસ્તરે છે. એક વાર શ્રીમાલ, ઝાલોર, વાંસવાડા ને નંદરબાર ગુજરાતનાં મથકો હતાં; આજે તે ગુજરાતની ભૂગોળની બહાર છે, આજે ઉત્તર થાણા અને પશ્ચિમ ખાનદેશમાં ગુજરાતીઓ વસે છે. છતાં તેને કોઈ ગુજરાત ગણતું નથી. આશ્ચર્યની વાત એ છે કે કાઠિયાવાડ અને કચ્છને ય ગુજરાત બહાર ગણાવનારા કેટલાક છે. કરાંચી ને કલકત્તામાં હજારો ગુજરાતીઓ વસે છે અને તો ય તે ગુજરાતમાં છે, એમ માનવા મથે છે. એટલે સ્થળની ગુજરાતની સીમાઓ બાંધવી એ અયોગ્ય છે. હું તો માનું છું અને કહું છું કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ એ ગુર્જર રાષ્ટ્રકવિની કેવળ કલ્પના નથી, પણ વાસ્તવિક અને વ્યવહારિક સત્ય છે.

પરંતુ ‘જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કહેવામાં કદાચ વાસ્તવિક સત્ય નથી. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સદીઓ થયાં વસતા ગુજરાતીઓ ગુજરાતી નથી બોલતાં. ઝાલોર ને વાંસવાડા, ઇડર અને શ્રીમાલમાં આજે મારવાડી વધારે બોલાય છે, છતાં એમાં વસતા ગુજરાતીઓ નથી એમ કોણ કહેશે? – કેમ કહેવાશે? ગુજરાતીનું પ્રાધાન્ય એ ગુજરાતનું મુખ્ય લક્ષણ મનાય. પણ એ પ્રાધાન્ય ન હોય ત્યાં ગુજરાત નથી એમ કેમ કહેવાય? ત્યારે પ્રશ્ન થાય છે કે ‘ગુજરાત’ એટલે શું? ત્રીસ વર્ષના મનને હું એની વ્યાખ્યા આપું. એની રાજકીય કે ધાર્મિક એકતામાં એનું મૂળ નથી; એનું મૂળ હિંદી સંસ્કારને લાક્ષણિક રીતે જીવનમાં ઉતારવાની કલામાં છે.

26,604

edits