માણસાઈના દીવા/‘હું આવ્યો છું, બહારવટું શીખવવા—’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|જનતા જનેતા બની|<br> ‘હું આવ્યો છું, બહારવટું શીખવવા—’}} {{Poem2Open}}...")
 
No edit summary
Line 11: Line 11:
કુલનાયક તરીકે ‘વિદ્યાપીઠ'નું સંચાલન હું કરતો હતો તે વખતે બારૈયા કોમ માટે ખેડા, ભરૂચ તેમ જ પંચમહાલ જિલ્લામાં વલ્લભ વિદ્યાલય જેવાં એક પછી એક અનેક વિદ્યાલયો સ્થાપવાનો મારો વિચાર હતો. એને અંગે તે તે પ્રદેશમાં હું ફર્યો પણ હતો. શ્રી રવિશંકર મહારાજ સાથે લાંબા કાળનો — બહાર તથા જેલમાં — પરિચય તો હતો, તેથી ગુજરાતીના સમર્થ લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખેલાં શ્રી રવિશંકર મહારાજ વિષેનાં સ્મરણો શિવની જેલમાં જ અત્યંત રસપૂર્વક હું વાંચતો હતો. બહાર આવ્યા પછી જ્યારે શ્રી ઈશ્વરલાલ દવેએ શ્રી મેઘાણીની આ ચોપડી માટે પ્રસ્તાવના લખવાનું મને સૂચવ્યું ત્યારે મેં ક્ષણનો વિચાર કર્યા વગર તરત હા પાડી.

ભલે એક પ્રસ્તાવક તરીકે પણ શ્રી રવિશંકર મહારાજની જીવનકથા સાથે અને શ્રી ઝવેરચંદ મેઘાણીની સાહિત્યકૃતિ સાથે મારો સંબંધ જો જોડાતો હોય તો હું ના શા માટે પાડું!

[૨]
 
<center>'''[૨]'''</center>
 
ગયા જમાનાના કાઠિયાવાડી ભડવીરો અને ચારણોની જીવનકથાઓનો અને લોકકાવ્યોનો સંગ્રહ કરી ગુજરાતી ભાષામાં એ રોમાંચક જીવનમૂલ્યોને આબાદ રીતે ચિત્રિત કરનાર શ્રી ઝવેરચંદ મેઘાણીએ આ પુસ્તકમાં અદ્ભુત સંયમ વાપર્યો છે અને શ્રી રવિશંકર મહારાજની જ ભાષા અને શૈલી અહીં વાપરીને મહીકાંઠાના જીવનવીરોનાં જીવનમૂલ્યો કેવાં છે, અને એ મૂલ્યોમાં મૌલિક ફેરફાર કરવા મથનાર સંસ્કૃતિવીર શ્રી રવિશંકર મહારાજે પોતાનું જીવન કેમ નિચોવ્યું છે, એનું જીવતું ચિત્ર આપણને આપ્યું છે. મને તો લાગે છે કે આ ગ્રંથમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની અદ્ભુત-રમ્ય સાહિત્યશૈલી, ઉપર કહેલા સંયમના ઓપને કારણે, સોળે કળાએ પ્રગટે છે. આ ઓપડી વાંચતાં મેઘાણીની સંયમસમર્થ શૈલીએ મારા પર જે અસર કરી છે તે બીજી કોઈ પણ ભાષાની ચોપડીએ ભાગ્યે જ કરી હશે. હું આશા રાખું છું કે ‘માણસાઈના દીવા'ના અનુવાદો દેશપરદેશની અનેક ભાષાઓમાં થશે અને સંસ્કૃતિવીર રવિશંકરના પુરુષાર્થનો આ દસ્તાવેજ માનવકોટીના સાહિત્યમાં પોતાનું સ્વાભાવિક સ્થાન લેશે.

સમાજ અને સરકાર જેમને ગુનેગાર જાતિ ઠરાવે છે તે જાતિ પાસે પણ કેવા ઊંડા અને ઉમદા જીવનના આદર્શ છે, તે વાત હૃદયની દૃષ્ટિથી તપાસી શક્યા તેથી જ શ્રી રવિશંકર મહારાજ એ લોકોની અંદર આદર્શ-પરિવર્તનનાં તત્ત્વો ઉમેરી અથવા વાવી શક્યા છે.

[૩]
 
<center>'''[૩]'''</center>
 
જીવનના આદર્શો કોણ ઘડે છે? ઋષિમુનિઓ, પરમેશ્વરના પયગંબરો, મહાકવિઓ, લોકનેતાઓ. ધર્માચાર્યો, ન્યાયમૂર્તિઓ, જનતાની પંચાયતો, ન્યાતના આગેવાનો, ભાટ અને ચારણો, જૂના જમાનાનું સ્મરણ રાખતી ડોશીઓ અને કઠણ પ્રસંગે પાકટ સલાહ આપનાર ડોસાઓ, જુનવાણી રિવાજો સામે જેહાદ પોકારનારા સુધારક યુવકો અને અસહ્ય અન્યાય સામે શિર સાટેની પણ ઢંગધડા વગરની જેહાદ ચલાવનારા બહારવટિયાઓ – બધાં જ પોતપોતાની ઢબે જીવનના આદર્શો ઘડતાં આવ્યાં છે. દરેક વર્ગ પોતપોતાના જીવનદર્શન પ્રમાણે આ આદર્શો ઘડતો આવ્યો છે.

દરેક જીવનદર્શન સરખું નથી હોતું. બહુ જ થોડા લોકોનું જીવનદર્શન સંપૂર્ણ અથવા સર્વાંગીણ હોય છે. દરેકની અનુભૂતિ જેટલી ઊંડી કે વ્યાપક હોય, એટલી જ એની જીવનસમૃદ્ધિ અને જેટલી જીવનસમૃદ્ધિ, તેટલું જ એનું જીવનદર્શન. ઘણાંખરાંનું જીવનદર્શન એમના સ્વભાવદોષને કારણે વિકૃત પણ હોય છે. એકાંગિતા એ માણસને મોટામાં મોટો શાપ છે. એને કારણે જીવનદૃષ્ટિ વિકૃત થાય છે અને માણસ જીવનસાફલ્ય ખોઈ બેસે છે એટલું જ નહિ પણ એની પ્રવૃત્તિ જીવન માટે શાપરૂપ પણ નીવડે છે.

Line 36: Line 40:
સન ૧૯૪૫ : શરદ-પૂનમ, કાકા કાલેલકર
સન ૧૯૪૫ : શરદ-પૂનમ, કાકા કાલેલકર
કાકાસાહેબની આ પ્રસ્તાવનાનો મારા નિવેદનમાં ઉલ્લેખ સરખોય નથી એથી વાચકોને નવાઈ લાગશે. એ ઉલ્લેખથી મારું નિવેદન વંચિત રહ્યું છે, કારણ કે ભાઈશ્રી ઈશ્વરલાલ દવેએ કાકાસાહેબ પાસેથી પ્રસ્તાવના માગી છે, અને કાકાસાહેબે સહર્ષ એ લખી આપવાનું સ્વીકાર્યું છે, તેની ખબર મને નિવેદન છપાઈ ગયા પછી પડી. આ પ્રસ્તાવનાને વાઙ્મયના ક્ષેત્રમાંના એક માનાર્હ વડીલની મમતા તેમ જ આશીર્વાદની પ્રસાદી માનું છું. ગુજરાતના ભલભલા લેખકો પોતાની કૃતિને માટે જેમનાં અલ્પઆશીર્વચનો મેળવવા પણ તપશ્ચર્યા કરે છે તેવા કાકાસાહેબ મારા પર આપોઆપ મુક્તમેઘધારે વરસ્યા છે, એ કંઈ નાનુંસૂનું સદ્ભાગ્ય નથી. પ્રભુ પાસે પ્રાર્થું છું કે આ પ્રશંસાને પાત્ર બનવા મને સદાકાળ પ્રયત્નશીલ રાખે.

બોટાદ : ૨-૧૧-'૪૫ : ધનતેરસ ઝવેરચંદ મેઘાણી
બોટાદ : ૨-૧૧-'૪૫ : ધનતેરસ {{Right|ઝવેરચંદ મેઘાણી}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu