રાતભર વરસાદ/૧: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
m (Atulraval moved page રાતભર વરસાદ/1 to રાતભર વરસાદ/૧ without leaving a redirect)
No edit summary
 
Line 81: Line 81:
વરસાદ ફરી શરૂ થયો છે અને ભીનો, ઠંડો પવન વાય છે. જયંત, તું અત્યારે શું કરી રહ્યો છું? ઊંઘી ગયો છું? કે પછી મારો વિચાર કરતો કરતો આંખો બંધ કરીને પડી રહ્યો છું? કે પછી અંધકારમાં તાકી રહ્યો છું? ના, તું નયનાંશુ નથી, તું જયંત છે – એક બળવાન અને ખડતલ પુરૂષ. તું એક ફિક્કો બૌદ્ધિક નથી. તું વિભાવનાથી જીવતો નથી. જે પણ હોય, તારે માટે એ જ સારું છે. તું ભૂખ્યો હોય તો તારે ખાવાનું જોઈએ. તને ઇચ્છા થાય તો તારે પ્રેમ કરવો પડે. આને માટે તારે કોઈ જાતની ચર્ચા કરવાની જરૂર પડતી નથી. હું જાણું છું કે તું અત્યારે શું કરતો હોઈશ. બીજી પથારીમાં નયનાંશુની સાથે મારી કલ્પના કરીને તેં કેટલીય રાતો પડખાં ઘસતાં વીતાવી હશે. મચ્છરોનાં ટોળાંની માફક અદેખાઈ તને કરડતી રહી હશે. પણ આજે રાતે તને તારી ‘લોટન’ મળી. ડૉક્ટરની સીરિંજમાં જેમ લોહી ધસી આવે તેમ હું તારા બાહુપાશમાં દોડી આવી. તેથી હવે તું ઘસઘસાટ ઊંઘી ગયો હોઈશ – આખો દિવસ મજૂરી કરીને થાકેલા લોકો જેમ લાકડું થઈને ઊંઘે છે તેમ. અને ધોવાનાં કપડાંના ઢગલા જેવી તારી પત્ની તારી બાજુમાં પડી હશે. આવતીકાલે તું એક નવી ધગશથી કામ પર દોડી જઈશ. છાપખાનામાં પાંચ કોલમ તારા આવતા અંક માટે લખી નાખીશ અને આખા શહેરમાં જાહેરખબર માટે ફરી વળીશ. જયંત, તું કાંઈ આખો દિવસ ઍરકંડિશન્ડ ઑફિસમાં બેસી રહેતો નથી. તું તો આખો દિવસ તડકામાં તપતો રહે છે, વરસાદમાં ભીંજાતો રહે છે. તું તો છૂટો છે, તું તો સાહસિક છે, જયંત – મારું જીવન, મારો પ્રકાશ! હવે ફરીથી હું તારે માટે તરસું છું. વરસાદના અવાજથી મારી તરસ જાગી ઊઠી છે. ચાલ પાછા ઘૂસી જઈએ પેલા બોગદામાં – જેના તડવાળા છાપરામાંથી પાણી ટપકતું હતું. મને તરસ લાગી છે. પણ પાણી જમવાના રૂમમાં છે. હું કેવી રીતે લેવા જાઉં? કદાચ નયનાંશુ જાગી જાય કે જાગે છે એવી ચેષ્ટા કરે અને મારે એની સાથે બોલવું પડે – કદાચ એ મને સીધો જ સવાલ કરે – ના, મારે એ બધું અત્યારે નથી કરવું, મારે અત્યારે કોઈ જ ઝઘડામાં નથી ઉતરવું. હું તો પ્રેમમાં છું. મને પડ્યા પડ્યા પ્રેમ માણવા દો. જયંત, હું તને ચાહું છું. આ જ સારું છે – આ ઢોંગ – અહીં મૃત:પ્રાય મૌનમાં પડ્યા રહેવું અને તરસથી બળતા રહેવું.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous =
|next = ૨
}}
<br>

Navigation menu