8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૫ | }} {{Poem2Open}} પરોઢ થતાં બંનેને ઊંઘ આવી ગઈ. તેઓ મોડા ઊઠ્યા. વાદ...") |
No edit summary |
||
Line 56: | Line 56: | ||
(ઝૂ, બેલઘાટ, ચિંગરીહાટ, ઉલ્ટાડંગા. હું ફરીથી ઊંઘી ગયો? ના, ઊંઘી ગયે નહીં ચાલે. મારે વિચાર કરવો પડશે. જયંત સાંજે આવીને તેને મળ્યા વિના પાછો જાય કે નહીં, તેણે તો અત્યારે બેલઘાટ જવું જ જોઈએ. તેની ફરજ બજાવવામાં તે પાછી નહીં પડે. કદાચ તેને આજે જયંતને ન પણ મળવું હોય. કદાચ હું પણ ખોટો હોઉં. કદાચ ન પણ હોઉં. કદાચ હું બધું વધારે પડતું ધારી લેતો હોઉં. કદાચ હું માનું છું એમ ન પણ હોય. અને કદાચ હોય પણ. તેથી શું? જે થવાનું હોય તે ભલે થતું. હવે મને કાંઈ જ ફરક નથી પડતો. હું જવા માટે સંમત થઈશ તો પણ કાંઈ ફરક નથી પડવાનો. જયંત, માલતી અને હું – અમે સાથે બેબીને ઝૂ લઈ જઈશું. સરસ. હું જાઉં કે નહીં, બધું સરખું જ છે. કાંઈ જ ફરક નથી. હું દાઢી કરી નાહીને તૈયાર થઈને આખો દિવસ બેલઘાટમાં કુટુંબ સાથે ગાળું તો કેવું? ખરેખર તો હું જાઉં કે ન જાઉં, કાંઈ જ ફરક નથી પડતો. આ કાંઈ ફ્રેન્ચ રેવોલ્યુશન કે રશિયન રેવોલ્યુશન કે વિશ્વયુદ્ધ થોડું છે? પચાસ વર્ષ પછી આને લીધે કાંઈ ફરક પડશે? પાંચ વર્ષ પછી કાંઈ ફરક પડશે? જીવન એક સ્ટીમરોલર છે – ભયંકર, માફ ન કરનારું અને લહાણી કરનારું! એ તો ચાલ્યા જ કરે છે. એક દિવસ તેઓ તેમના સ્વપ્નમાંથી જાગશે – માલતી અને જયંત. અને નયનાંશુ પણ. પછી ન કોઈ વેદના, કામનાનો અંત આવશે, શરીરનો પણ ક્ષય અને આ સળગતા ગુસ્સાની મુઠ્ઠીભર રાખ રહી જશે. એમ જ થશે. મારો ગુસ્સો તો શાંત થઈ જ ગયો છે. આ તડકો, છાપું, ટ્રામનો અવાજ – બધું કેટલું સામાન્ય, સહજ છે. રોજ આ જ તડકો, આ જ ટ્રામનો અવાજ, છાપું – રોજ અને રોજ અને રોજ – પછી એક દિવસ ધામધૂમથી બેબીને પરણાવશો – માલતી અને તું – પછી ધીરે ધીરે તમારી ઉંમર થશે – અસંખ્ય, લાખો લોકો – દૃષ્ટિહીન, વિચારહીન, અબુધ-ની જેમ તમે પણ વર્ષોનાં વર્ષો જીવશો. પણ ક્યારેય આ ના ભૂલતા – એક તૂટેલા તારને ક્યારેય સાંધી શકાતો નથી, ખોવાયેલી બંદીશ ક્યારેય પાછી મળતી નથી. – તમે માત્ર રહેશો – તમારી ઉંમર વધતાં સાથ મળશે તેનો જે તમને પ્રેમ નથી કરતાં અને તમે જેને પ્રેમ કરતાં ભૂલી ગયા છો. પણ કહો, શું ફરક પડે છે? પ્રેમ કાંઈ એટલો અગત્યનો નથી. પતિ-પત્નીનો સંબંધ અગત્યનો છે. જીવન અગત્યનું છે અને આપણે એ જીવવું જ રહ્યું. માણસો એક હાથ ગુમાવીને કે એક ફેફસું કઢાવીને પણ જીવી શકે છે – તેની સરખામણીમાં આ તો એક નાનીસરખી ભૂલ, એક તુચ્છ ઘટના. ભૂખરું – કાળું પણ નહીં અને સફેદ પણ નહીં – નહીં હિંસક, નહીં ઉદાત્ત, નહીં સુંદર, નહીં ક્રૂર, નહીં સન્યાસી કે નહીં લંપટ – માત્ર જીવન – લાખો અને કરોડો લોકો – અંતહીન, બુદ્ધિહીન, અક્ષય. તું કોઈ મહાપુરૂષ છું જેને માટે જુદી વ્યવસ્થા હોય? ઊઠ, નયનાંશુ. બહાર જો. એક ખૂબસુરત દિવસ તમારા નવજીવનનું અભિવાદન કરે છે.) | (ઝૂ, બેલઘાટ, ચિંગરીહાટ, ઉલ્ટાડંગા. હું ફરીથી ઊંઘી ગયો? ના, ઊંઘી ગયે નહીં ચાલે. મારે વિચાર કરવો પડશે. જયંત સાંજે આવીને તેને મળ્યા વિના પાછો જાય કે નહીં, તેણે તો અત્યારે બેલઘાટ જવું જ જોઈએ. તેની ફરજ બજાવવામાં તે પાછી નહીં પડે. કદાચ તેને આજે જયંતને ન પણ મળવું હોય. કદાચ હું પણ ખોટો હોઉં. કદાચ ન પણ હોઉં. કદાચ હું બધું વધારે પડતું ધારી લેતો હોઉં. કદાચ હું માનું છું એમ ન પણ હોય. અને કદાચ હોય પણ. તેથી શું? જે થવાનું હોય તે ભલે થતું. હવે મને કાંઈ જ ફરક નથી પડતો. હું જવા માટે સંમત થઈશ તો પણ કાંઈ ફરક નથી પડવાનો. જયંત, માલતી અને હું – અમે સાથે બેબીને ઝૂ લઈ જઈશું. સરસ. હું જાઉં કે નહીં, બધું સરખું જ છે. કાંઈ જ ફરક નથી. હું દાઢી કરી નાહીને તૈયાર થઈને આખો દિવસ બેલઘાટમાં કુટુંબ સાથે ગાળું તો કેવું? ખરેખર તો હું જાઉં કે ન જાઉં, કાંઈ જ ફરક નથી પડતો. આ કાંઈ ફ્રેન્ચ રેવોલ્યુશન કે રશિયન રેવોલ્યુશન કે વિશ્વયુદ્ધ થોડું છે? પચાસ વર્ષ પછી આને લીધે કાંઈ ફરક પડશે? પાંચ વર્ષ પછી કાંઈ ફરક પડશે? જીવન એક સ્ટીમરોલર છે – ભયંકર, માફ ન કરનારું અને લહાણી કરનારું! એ તો ચાલ્યા જ કરે છે. એક દિવસ તેઓ તેમના સ્વપ્નમાંથી જાગશે – માલતી અને જયંત. અને નયનાંશુ પણ. પછી ન કોઈ વેદના, કામનાનો અંત આવશે, શરીરનો પણ ક્ષય અને આ સળગતા ગુસ્સાની મુઠ્ઠીભર રાખ રહી જશે. એમ જ થશે. મારો ગુસ્સો તો શાંત થઈ જ ગયો છે. આ તડકો, છાપું, ટ્રામનો અવાજ – બધું કેટલું સામાન્ય, સહજ છે. રોજ આ જ તડકો, આ જ ટ્રામનો અવાજ, છાપું – રોજ અને રોજ અને રોજ – પછી એક દિવસ ધામધૂમથી બેબીને પરણાવશો – માલતી અને તું – પછી ધીરે ધીરે તમારી ઉંમર થશે – અસંખ્ય, લાખો લોકો – દૃષ્ટિહીન, વિચારહીન, અબુધ-ની જેમ તમે પણ વર્ષોનાં વર્ષો જીવશો. પણ ક્યારેય આ ના ભૂલતા – એક તૂટેલા તારને ક્યારેય સાંધી શકાતો નથી, ખોવાયેલી બંદીશ ક્યારેય પાછી મળતી નથી. – તમે માત્ર રહેશો – તમારી ઉંમર વધતાં સાથ મળશે તેનો જે તમને પ્રેમ નથી કરતાં અને તમે જેને પ્રેમ કરતાં ભૂલી ગયા છો. પણ કહો, શું ફરક પડે છે? પ્રેમ કાંઈ એટલો અગત્યનો નથી. પતિ-પત્નીનો સંબંધ અગત્યનો છે. જીવન અગત્યનું છે અને આપણે એ જીવવું જ રહ્યું. માણસો એક હાથ ગુમાવીને કે એક ફેફસું કઢાવીને પણ જીવી શકે છે – તેની સરખામણીમાં આ તો એક નાનીસરખી ભૂલ, એક તુચ્છ ઘટના. ભૂખરું – કાળું પણ નહીં અને સફેદ પણ નહીં – નહીં હિંસક, નહીં ઉદાત્ત, નહીં સુંદર, નહીં ક્રૂર, નહીં સન્યાસી કે નહીં લંપટ – માત્ર જીવન – લાખો અને કરોડો લોકો – અંતહીન, બુદ્ધિહીન, અક્ષય. તું કોઈ મહાપુરૂષ છું જેને માટે જુદી વ્યવસ્થા હોય? ઊઠ, નયનાંશુ. બહાર જો. એક ખૂબસુરત દિવસ તમારા નવજીવનનું અભિવાદન કરે છે.) | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪ | |||
|next = | |||
}} | |||
<br> |