વાસ્તુ/નિવેદન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| નિવેદન | }} {{Poem2Open}} ‘વાસ્તુ’ ‘શબ્દસૃષ્ટિ’માં ધારાવાહિક પ્ર...")
 
No edit summary
Line 13: Line 13:
‘વાસ્તુ’માં પ્રારંભ અને અંતની સહોપસ્થિતિ છે. એની વચ્ચે સંવેદનોની ક્ષણક્ષણને તમે ક્યારેક ચિત્રકારની નજરે તો ક્યારેક કૅમેરામૅનની નજરે છબીઓ આલેખી છે. આખી નવલકથા ઉપર મૃત્યુનો ઓછાયો છે. પીડા અને ઉદાસી છે, પણ પીડાને તમે વેદનામાં પરિવર્તિત કરી શક્યા છો. તમારી ભાષા આવા નાજુક વિષયને અનુકૂળ એવી સૂક્ષ્મતા અને સૂચકતા સિદ્ધ કરી શકી છે.

આ સઘળાં માટે તમને અભિનંદન. તમે પડકાર ઝીલ્યો છે અને તેમાં સફળ થયા છો.

૨-૧૦-૨૦૦૦�
૨-૧૦-૨૦૦૦
લિ.
લિ.
તમારો
તમારો
મનસુખ સલ્લા’
મનસુખ સલ્લા’
<br>

કોઈ વાંચે છે જ ક્યાં? કોના માટે લખવું? – ક્યારેક આવું થઈ આવે એવી પરિસ્થિતિમાં સહૃદય ભાવકોના પત્રો પ્રેરક બની રહે છે, શબ્દમાંની તથા માણસમાંની મારી શ્રદ્ધાને સંકોરે છે.  

Line 22: Line 23:
સાધ્ય કે અસાધ્ય રોગોથી પીડાતા મનુષ્યો માટે તથા તેમના સ્વજનો માટે જો ‘વાસ્તુ’ પ્રેરક બની રહે. એમની હતાશા-નિરાશા ઓછી થઈ શકે... હારી જવાના બદલે, થાકી-હાંફી જવાના બદલે છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમવાનું ને મોતને હંફાવવાનું ને શેષ સમયને ભરપૂર જીવી લેવાનું મન થઈ આવે તો ‘વાસ્તુ' રચ્યાની મારી મહેનત સફળ. શ્રદ્ધા છે મારી મહેનત સફળ થશે.

‘વાસ્તુ' પ્રગટ કરવા બદલ ‘શબ્દસૃષ્ટિ' તથા તેના સંપાદક હર્ષદ ત્રિવેદીનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. સુંદર પ્રકાશન બદલ મનુભાઈ શાહ, રોહિત કોઠારી અને આવરણ માટે લલિત લાડનો આભારી છું.

– યોગેશ જોષી
{{Right | – યોગેશ જોષી}} <br>
 
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu